Home Blog Page 1331

પગપાળા અંબાજી જઈ રહેલા માઈભક્તોને જીપે અડફેટે લેતા બેના મૃત્યુ, સતત બીજા દિવસે અકસ્માતનો ભોગ બન્યા શ્રદ્ધાળુઓ

0

Devotees were killed

  • મા અંબાના સૌથી મોટા મંદિરમાં પગપાળા જવા ગુજરાતના લાખો ભક્તો નીકળ્યા છે ત્યારે સતત બીજા દિવસે દુ:ખદ સમાચાર આવ્યા છે.

ગુજરાતમાં કૃષ્ણ ભક્તોની (Krishna devotees) સાથે માઈ ભક્તોની સંખ્યા ખૂબ વધારે છે, દર વર્ષે નવરાત્રી પહેલા અંબાજીમાં (Ambaji) માનવ મહેરામણ ઉમટી પડે છે અને લાખોની સંખ્યામાં સેંકડો કિમી ચાલીને ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવે છે ત્યારે અકસ્માતના પણ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે પદયાત્રીઓ અકસ્માતનો (Pedestrian accident) ભોગ બન્યા છે.

એક પદયાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ,અન્ય એકનું સારવારમાં મૃત્યુ :

બનાસકાંઠાના લાખણી-ડીસા હાઈવે પર જીપ ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા જે બાદ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. થરાદના પડાદર અને ઝેટા ગામના ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી જઈ રહ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

મૃતકોના નામ  :

રાયસંગભાઈ પટેલ
લગધીરજી ઠાકોર

શુક્રવારે પણ થયો હતો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મૃત્યુ :

અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે.

અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ભાવનગરના ટાબરિયાઓએ એવું બાઈક બનાવ્યું, જે મોબાઈલ પર રિંગ વાગતા જ સ્લો થઈ જશે !

The tabrias of Bhavnagar

  • ભાવનગરના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક બનાવીને વિશ્વ કક્ષાની રોબોટિક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. અદ્વિતીય સફળતા મેળવીને માત્ર ભાવનગર જ નહિ, પણ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

હાલ આપણે અનેક લોકોને ચાલુ વાહન (Running vehicle) પર મોબાઈલથી વાત કરતા જોઈએ છીએ. જે અત્યંત જોખમી છે. અનેક જાગૃતિ લાવવા છતા લોકો આ આદત છોડતા નથી, જે અકસ્માતનું પરિણામ બને છે. ત્યારે એક ગુજરાતી વિદ્યાર્થીઓએ (Gujarati student) એવું બાઈક બનાવ્યું છે. જે આ સમસ્યાનો ઉકેલ લઈ આવ્યું છે. સાથે જ આ સ્માર્ટ બાઈકને સ્પર્ધામાં અવ્વલ પ્રાઈઝ મળ્યું છે. ભાવનગર (Bhavnagar) જિલ્લાની ગણેશ હાઇસ્કુલ વૈશ્વિક સ્તરે ઝળકી ઊઠી છે.

વિશ્વ લેવલે યોજાતી ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-2022માં ભાવનગરના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના મોડલ રજૂ કર્યા હતા. જેમા વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કરી સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર મેળવ્યો છે. અદ્વિતીય સફળતા મેળવીને માત્ર ભાવનગર જ નહિ, પણ રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

સ્માર્ટ બાઇકની રચના તેના ફાયદા અને તેની ટેકનોલોજી અંગે વિસ્તૃત માહિતી આપીને આ વિદ્યાર્થીઓએ સૌ કોઇને પ્રભાવિત કર્યા હતા. આ સ્માર્ટ બાઈક મોબાઇલથી ચાલુ-બંધ થાય અને તેના માટે ચાવીની જરૂર જ પડતી નથી. જ્યારે આ કેટેગરીમાં ઇરાનની શાળાનો બીજો નંબર આવ્યો હતો.

આજે મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ અવનવા સોપાનો સર કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કઈ નવું સર્જન કરવાની વાત આવે, ત્યારે ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ક્યારેય પાછળ પડતા નથી. ભારતનો ડંકો દુનિયામાં વગાડ્યો છે, તાજેતરમાં જ ન્યૂ દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર રોબોટિક્સ અને ઓટોમેશન (AICRA) મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ટેકનોક્સિઅન વર્લ્ડ રોબોટિક્સ ચેમ્પિયનશિપ-2022 નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ભારત સહિત વિશ્વભરની અનેક શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લઈ પોતાના મોડેલ રજૂ કર્યા હતા અને પોતાની રીતે ઈનોવેશનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઈનોવેશન વિભાગમાં ભાવનગર જિલ્લાના ટીમાણા ગામની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ સ્માર્ટ બાઇક કૃતિનું પ્રદર્શન કર્યું હતું.

જેમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર હાંસલ કરી ગોલ્ડ મેડલ અને રૂપિયા 60 હજારનું ઈનામ અંકે કરી લીધું છે. વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ભાવનગરના એક નાનકડા એવા ટીમાણા ગામની ગણેશ શાળાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ભાવનગર સહિત સમગ્ર ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.

સ્માર્ટ બાઈકની ખાસિયત, ફોન આવતા જ બાઈક સ્લો થઈ જશે :

સ્માર્ટ બાઇક કૃતિમાં અવનવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે, મોટાભાગના લોકો બાઈક લઈને જતાં હોય અને મોબાઈલ આવે તો ચાલુ બાઇક પર જ મોબાઈલમાં વાત કરતા હોય છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના ખૂબ વધુ રહે છે.

No description available.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું છે જેમાં આ સિસ્ટમ બાઈકમાં લગાવ્યા બાદ મોબાઈલમાં રીંગ વાગે ત્યારે કોલ રિસિવ કરતાની સાથે જ બાઇક ધીમે ધીમે બંધ થઈ જશે. તેમજ ફોન કરનાર વ્યક્તિ પણ જાણી શકશે કે બાઇક ચાલુ છે.

ચાવી વગર ઓપરેટ થશે બાઈક :

આ ઉપરાંત ભૂલકણાં લોકો માટે રીમાઇન્ડરનું વિશેષ ઓપ્શન આપવામાં આવ્યું છે, તેમજ બાઇક મોબાઈલની સ્પેશિયલ એપ્લિકેશનની મદદથી ઓપરેટ થઈ શકશે. જેમાં ચાવીની જરૂર નહિ પડે. આ બાઈકમાં આવી તો અનેક સુવિધા ઉપલબ્ધ છે.

આ વિદ્યાર્થીઓએ બનાવ્યું સ્માર્ટ બાઈક :

શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતાં માધવ ભટ્ટ, ધોરણ-10માં અભ્યાસ કરતાં આદર્શ બારૈયા અને ચિમન સુથારે શાળાના ટેકનિકલ વિભાગના શિક્ષક અને બાઈકના એક્સપર્ટ પ્રવિણભાઈ સિંદલના માર્ગદર્શન અંતર્ગત બાઈક બનાવ્યું છે. ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો તથા શિક્ષકને ગણેશ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

રેપ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે સારવાર માટે શ્રીલંકાનું શરણું માગ્યું

Nityananda, the fugitive

  • નિત્યાનંદે ત્રિનિદાદ પાસે પોતાનો ‘કૈલાસા’ નામનો આગવો દેશ રચેલો છે જેનો અલગથી પાસપોર્ટ હોવાનો દાવો કરવામાં આવે છે.

રેપ કેસમાં (The rap case) ભાગેડુ આરોપી નિત્યાનંદ (Nityananda) ફરી એક વખત ચર્ચામાં છે. પોતાની જાતને ભગવાન તરીકે ઓળખાવતા વિવાદિત એવા આ કથિત ધર્મગુરૂએ (The alleged priest) પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપીને શ્રીલંકામાં શરણું માગ્યું છે.

નિત્યાનંદે ગત તા. 7 ઓગષ્ટના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને એક પત્ર લખ્યો હતો અને ‘કૈલાસા’માં પૂરતી મેડીકલ સુવિધા ન હોવાના કારણે શ્રીલંકામાં શરણ આપવા અપીલ કરી હતી. શ્રીલંકન સરકારના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે બળાત્કારનો આરોપી નિત્યાનંદ ગંભીરરૂપે બીમાર છે અને તેને સારવારની ખૂબ જ જરૂર છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

નિત્યાનંદે ત્રિનિદાદ પાસે બનાવેલા ‘કૈલાસા‘ નામના દેશના વિદેશ મંત્રી હોવાનો દાવો કરતા નિત્યપ્રેમાત્મા આનંદ સ્વામીએ શ્રીલંકન રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, ‘હિંદુ ધર્મના સર્વોચ્ય પુજારી (SPH) પરમ પાવન શ્રી નિત્યાનંદ પરમશિવમને એક ગંભીર મેડીકલ સમસ્યાને પગલે તાત્કાલિક સારવારની જરૂર છે.

કૈલાસામાં ઉપલબ્ધ મેડીકલ સુવિધાઓનો ઉપયોગ કરવા છતાં ડોક્ટર્સ હજુ પણ તેમની બીમારીનું નિદાન કરવામાં અસમર્થ રહ્યા છે. SPH હાલ શ્રીકૈલાસા ખાતે છે અને ત્યાં આવશ્યક તબીબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તેમને હાલ સારવારની ખૂબ જ ત્વરિત આવશ્યકતા છે.’

ભારતમાંથી છે ફરાર :

ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ ભારતમાંથી ફરાર છે. તેણે કૈલાસા નામનો પોતાનો અલગ દેશ વસાવ્યો છે જ્યાંનો આગવો પાસપોર્ટ હોવાનો દાવો કરવામાં આવે છે. નિત્યાનંદ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે વિશ્વનો કોઈ પણ હિંદુ ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. રેપ કેસનો આરોપી નિત્યાનંદ 2018માં ભારત છોડીને ભાગી ગયો હતો. કર્ણાટકમાં તેના સામે દુષ્કર્મના કેસ નોંધાયેલા છે.

નિત્યાનંદ પર અનેક આરોપો :

નિત્યાનંદના પૂર્વ ડ્રાઈવરે 2010માં તેના સામે કેસ નોંધાવ્યો હતો. નિત્યાનંદ પર અપહરણ, બાળકોને ગેરકાયદેસર રીતે કબજામાં લેવા સહિતની અનેક કલમો અંતર્ગત કેસ દાખલ છે. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. નિત્યાનંદ પર તમિલનાડુની એક અભિનેત્રી સાથે છેડછાડનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચો :-

 

મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડનાં વકીલ સામે વિરોધ, વકીલ મંડળે આજીવન માટે કર્યા સસ્પેન્ડ

Protest against the lawyer

  • સુરતના વકીલ મેહુલ બોઘરા પર હુમલો કરનાર સાજન ભરવાડનાં વકીલ સામે મુશ્કેલી આવી ગઈ છે. તેઓને વકીલ મંડળે આજીવન માટે સસ્પેન્ડ કરી દીધા છે.

સુરતના વકીલ મેહુલ બોઘરા (Mehul Boghra) પર કરવામાં આવેલા હુમલાને લઇને સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનામાં હવે વકીલ મંડળની (Bar association) મળેલી સામાન્ય સભામાં નિર્ણય  લેવાયો હતો કે સાજન ભરવાડ (Sajan Bharwad) તરફથી કોઈ વકીલે કેસ ન લડવો. પરંતુ મિનેશ ઝવેરીએ (Minesh Zaveri) પોતાનો વકીલ ધર્મ બજાવતા તેઓ સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. તેના પ્રત્યાઘાત રૂપે હવે એડ્વોકેટ મિનેશ ઝવેરીને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના ?

થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બીજી બાજુ વકીલને મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે કોર્ટે તારીખ 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્રમાં શું રંધાઈ રહ્યું છે, ચૂંટણીના એપીસેન્ટરમાં એકાએક રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો

0

What is cooking in Saurashtra

  • દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ… સવારે રાજકોટ, બપોરે સુરેન્દ્રનગર અને સાંજે સુરત જશે કેજરીવાલ. તો ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ રાજકોટમાં.

વિધાનસભાની ચુંટણી (Assembly elections) પહેલાં સૌરાષ્ટ્રના રાજકીય પાટનગર રાજકોટમાં રાષ્ટ્રીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે. એક તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) સૌરાષ્ટ્રમાં છે, પરંતું ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandavia) પણ રાજકોટમાં છે. ત્યારે એકાએક સૌરાષ્ટ્રમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે.

આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 11 વાગે નીલ સિટી ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તો ભાજપના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ તેજસ્વી સૂર્યની 10 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેજસ્વી સૂર્યાની 9 વાગે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી બાઈક રેલી નીકળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે સાંજે શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના કાર્યક્રમમાં હાજરી આપશે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં જ એકબાદ એક નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય નેતાઓનો રાજ્યમાં ઝંઝાવતી પ્રવાસ જોવા મળ્યો છે. હાલ અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેઓ દ્વારકા બાદ આજે સુરેન્દ્રનગરમાં જશે.

4 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. અમિત શાહ છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ધાટન કરશે. તો 5 સપ્ટેમ્બરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે. અમદાવાદમાં રાહુલ ગાંધીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. આ બાદ બેક ટુ બેક 10 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવશે. તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો :-

ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે આ 7 જગ્યાઓ છે બેસ્ટ, નહીં ખર્ચ કરવા પડે વધારે રૂપિયા, જુઓ લિસ્ટ

0

These are the best 7 places

  • ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે ઘણી શ્રેષ્ઠ જગ્યાઓ છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જો તમે પણ પેરાગ્લાઈડિંગના શોખીન છો તો તમારે ભારતમાં પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ સ્થાનો વિશે જાણવું જોઈએ.

હવામાં ઉડવાનો શોખ કોને ન હોય પણ પાંખો વિના એ શક્ય નથી. તેમ છતાં તમે પેરાગ્લાઈડિંગ (Paragliding) દ્વારા તમે ઉડી શકો છો અને હવામાં તરતા રહેવાનો શોખ પૂરો કરી શકો છો.

આજકાલ પ્રયટક સ્થળો પર પેરાગ્લાઈડિંગનો ટ્રેન્ડ (The trend of paragliding) પૂરજોશમાં છે. જો તમે ફરવા જાવ અને પેરાગ્લાઈડિંગ ન કરો તો તમારું ફરવા જવાનું નકામું છે.

આ ખુલ્લા આકાશમાં ઉડવાની મજા તમને બીજા કોઈ એડવેન્ચરમાં નહીં મળે. એડવેન્ચર પ્રેમીઓએ પેરાગ્લાઈડિંગનો આનંદ લેવો જ જોઈએ. જો તમે પેરાગ્લાઈડિંગ કરવા જઈ રહ્યા છો તો જાણો કઈ જગ્યાએ તમારે પેરાગ્લાઈડિંગ કરવું જોઈએ, જેથી તમારી મજા બમણી થઈ જાય.

પેરાગ્લાઈડિંગની કેટલી હોય છે ટિકિટ ? 

ભારતમાં દરેક સ્થળે પેરાગ્લાઈડિંગના ભાવ અલગ અલગ છે. તમારી રાઈડના સમય અને સ્થળના આધારે પેરાગ્લાઈડિંગનું ભાડું વસૂલવામાં આવે છે. પેરાગ્લાઈડિંગ ટિકિટની રેન્જ 1000 થી 5000 વચ્ચે છે.

વાગામોન, કેરેલા  :

વાગામોન પેરાગ્લાઈડિંગ માટે પ્રવાસીઓના પ્રિય સ્થળોમાંનું એક છે. વાગામોન કેરળનું એક સુંદર હિલ સ્ટેશન છે જે જમીનથી 3000 મીટર ઉપર છે. સુંદર પ્રાકૃતિક દ્રશ્યો વચ્ચે અહીં પેરાગ્લાઈડિંગ કરવાની મજા જ અલગ છે. વાગામોનમાં તમે 15-20 દિવસ સુધી આકાશમાં ઉડવાની મજા માણી શકો છો.

જોધપુર, રાજસ્થાન :

જોધપુર તેના શાહી મહેલની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જોધપુરમાં 1500 ફૂટની ઊંચાઈએ પેરાગ્લાઈડિંગનો આનંદ લઈ શકાય છે. રાજસ્થાનની ગરમી બાદ આકાશની ઉંચી હવામાં ઉડવાની મજા જ અલગ છે.

પંચગની, મહારાષ્ટ્ર :

પંચગની મહારાષ્ટ્રનું એક સુંદર હિલ સ્ટેશન છે. તે જમીનથી 1200 મીટરની ઉંચાઈ પર છે. પંચગનીનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. જો તમે પેરાગ્લાઈડિંગના શોખીન હોવ તો પંચગની મુલાકાત જરૂર લો.

આ પણ વાંચો :-

03 સપ્ટેમ્બર શનિવારના રોજ આ રાશિના જાતકોને થશે આર્થિક ધનલાભ- જાણો તમારી રાશી તો નથી ને…!

On September 03, Saturday Gujarat Guardian

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતીથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જૂના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા ઝણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવાર‌માં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન-સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતીય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ, પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ, જૂના મિત્રોની મુલાકાત થાય. નવા મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ
નકારાત્મક વિચારો ત્યાગવા, નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી, ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્ની સાથે વાદ-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કીર શકાય. આવક જળવાય પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે, પ્રિન્ટીંગ, સ્ટેશનરી, અેક્સપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

Health Tips : રાતે ભોજન કર્યા પછી 10 મિનિટ સુધી કરો આ કામ, અનેક બીમારીઓથી બચી શકશો

Health Tips: Do this for 10 minutes

  • દિવસભર ઓફિસમાં કામ કરીને ખુબ થાક લાગ્યા બાદ લોકો રાતે ઘરે આવીને જમ્યા બાદ તરત બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે. પરંતુ શું તમને  ખબર છે આમ કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.

દિવસભર ઓફિસમાં કામ કરીને ખુબ થાક લાગ્યા બાદ લોકો રાતે ઘરે આવીને જમ્યા બાદ તરત બેડરૂમમાં સૂવાનું પસંદ કરે છે અથવા તો ટીવી જોતા હોય છે. પરંતુ શું તમને  ખબર છે આમ કરવું તમારા સ્વાસ્થ્યને નુકસાન (Damage to health) કરી શકે છે. સ્વસ્થ રહેવા માટે જેટલું જરૂરી ભોજન છે એટલું જ જરૂરી તેનું બરાબર પાચન થવું પણ છે. જો ભોજન બરાબર પચે નહીં તો અનેક ખતરનાક બીમારીઓ (A dangerous disease) થઈ શકે છે.

આથી રાતે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછું 10 મિનિટ સુધી ટહેલવું જરૂરી છે. જો તમે રોજ કસરત ન કરતા હોવ તો પણ ફક્ત 10 મિનિટની સેર તમને સ્વસ્થ રાખી શકે છે. રાતે ડિનર કર્યા બાદ ટહેલવાથી તમે ફીટ તો રહેશો જ સાથે સાથે આ સિવાય અન્ય હેલ્થ બેનિફિટ પણ થશે.

પાચનમાં કરશે મદદ :

હેલ્થ એક્સપર્ટર્સ કહે છે કે રોજ ટહેલવાથી પાચનશક્તિ સારી થાય છે. ડિનર બાદ સેર કરવાથી તમારા શરીરને વધુ ગેસ્ટ્રિક એન્ઝાઈમ બનાવવામાં મદદ મળે છે. જેનાથી પાચનમાં મદદ મળે છે. રોજ ડિનર કરવાથી કબજિયાત જેવી બીમારીઓથી બચી શકાય છે.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે :

ડિનર બાદ ટહેલવાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે. તેનાથી તમારું વજન કંટ્રોલમાં રહે છે અને તમે એકદમ ફીટ રહો છો. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ રહે છે. આ ઉપરાંત રાતે ટહેલ્યા બાદ સારી ઊંઘ પણ આવે છે.

તણાવ ઘટે છે :

ડિનર બાદ સેર કરવાથી શારીરિક સમસ્યાઓ તો દૂર થાય છે જ પરંતુ સાથે સાથે માનસિક તણાવ પણ દૂર થાય છે. પગપાળા ચાલવાથી એન્ડોર્ફિનને રિલીઝ કરવામાં મદદ મળે છે. જો તમે ડિનર બાદ થોડીવાર ચાલશો તો તમે તાજગી પણ મહેસૂસ કરશો.

રોગ સામે લડવાથી ક્ષમતા વધે છે :

રાતે ભોજન કર્યા બાદ ટહેલવાથી બોડીમાં રહેલા ઝેરી પદાર્થોનો નિકાલ થાય છે. તેનાથી બોડીના અંગો બરાબર કામ કરે છે. આ સાથે જ બોડીમાં એન્ટીબોડીઝ પણ બને છે અને રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે. એટલે કે રોજ ડિનર બાદ ટહેલવાથી કોવિડ-19 જેવા ચેપી રોગોથી બચી પણ શકાય છે.

આ પણ વાંચો :-

ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાતના આંદોલનકારી નેતા હાર્દિક અને અલ્પેશ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી ?

0

Gujarat Election 2022

  • વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) વર્ષ 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો સાથે જોડાયેલા જુદા જુદા નેતાઓ પોતાની વિધાનસભા બેઠક પાકી કરવા માટે રાજકીય ચોગઠાં ગોઠવી રહ્યા છે. આ દરમિયાન સૌ કોઈની નજર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ અને તેમની સરકાર સામે બાયો ચડાવનાર આંદોલનકારી નેતાઓ (Agitator leader) પર ટકી છે.

2017ના વર્ષમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. 2017ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠક જીતીને પોતાની સરકાર બનાવી હતી. આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયો છે. આંદોલનકારી નેતાઓએ પણ પોતાની રાજકીય ભૂમિકા બદલી છે.

અલ્પેશ ઠાકોર :

વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસે વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવી હતી.

અમદાવાદ મહાગરપાલિકાની AMTS બસ ડ્રાઈવરનો ચાલુ બસે વીડિયો કોલ. અકસ્માત થશે તો જવાબદારી કોણ લેશે ?

અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા પરંતુ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથેની દોસ્તી ખૂબ લાંબો સમય ચાલી ન હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જોકે, અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા.

બીજેપી હાર્દિક પટેલને વિરમગામ અથવા ટંકારા પરથી ચૂંટણી લગાવી શકે :

અલ્પેશની જેમ હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા પરંતુ કોંગ્રેસ સાથે હાર્દિક પટેલની દોસ્તી પણ લાંબો સમય ન ચાલતા તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હાર્દિક પટેલ પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલને પાર્ટી હાર્દિકના માદરે વતન વિરમગામ અથવા તો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ બંને નેતાઓ આંદોલન કરીને નેતા બન્યા છે અને બાદમાં પક્ષ પલટો પણ કર્યો છે. હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ બંને નેતાઓને કઈ બેઠક પરથી ચૂંટણી લડાવે છે.

આ પણ વાંચો :-

સિદ્ધુ મૂસેવાલા બાદ વધુ એક પંજાબી સિંગરનું મોત : નિવૈર સિંહનું ઓસ્ટ્રેલિયામાં નિધન

Another Punjabi singer

  • સિદ્ધુ મૂસેવાલા બાદ હવે વધુ એક પંજાબી ગાયકનું નિધન થયું છે.

‘માય ટર્ન’ (My turn) આલ્બમનું સોન્ગ ‘તેરે બિન‘ના (Tere Bin) સિંગર નિર્વૈર સિંહનું (Nirvair Singh) ઓસ્ટ્રેલિયામાં એક કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. પંજાબના લોકપ્રિય ગાયક નિર્વૈર સિંહ કુરાલીનો રહેવાસી હતા. આ સિંગરના લગ્ન પણ  (Australia) શિફ્ટ થયા પછી જ થયા હતા.

ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ અનુસાર,પંજાબી ગાયક નિરવૈર સિંહનું મેલબર્ગ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. આ અકસ્માત 30 ઓગસ્ટના રોજ થયો હતો.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિર્વૈર એક સેડાન કારમાં ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે મેલબોર્ન પાસે તેમની કારને અચાનક અકસ્માત નડ્યો. આ ઘટના ડિગર્સ રેસ્ટમાં બુલ્લા-ડિગર્સ રેસ્ટ રોડ પર બની હતી.

આ સમગ્ર મામલામાં 23 વર્ષના યુવકની ધરપકડ કરીને તેને આરોપી બનાવવામાં આવ્યો છે. અકસ્માત બાદ નિર્વૈર જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કારે એક જીપ સાથે પણ અથડાઈ હતી.

કઇ રીતે અકસ્માત નડ્યો ?

પોલીસના જણાવ્યા અનુસાર, ખોટી રીતે ડ્રાઇવિંગ અને ત્રણ વાહનો એકબીજા સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. પ્રખ્યાત પંજાબી સિંગર નિરવૈર સિંહ ઘણા વર્ષો પહેલા પોતાની કારકિર્દી બનાવવા ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયા હતા.

આ પણ વાંચો :-