Home Blog Page 1233

પહેલી વન ડેમાં નિષ્ફળ થયેલ ખેલાડીને રોહિત શર્મા બતાવશે બહારનો રસ્તો, આ ખેલાડીનું કપાશે પતું

0

Rohit Sharma will show the way out to the player who failed in the first ODI

  • ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હવે એક્શન મોડમાં છે અને તે આવતીકાલે બાંગ્લાદેશ સામેની બીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી કેટલાક ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાંથી 3 ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે.

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) બાંગ્લાદેશ (Bangladesh) સામે હારનો સામનો કર્યા બાદ હવે એક્શન મોડમાં છે અને તે આવતીકાલે બાંગ્લાદેશ સામેની બીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી કેટલાક ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે.

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાંથી 3 ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે. આવો એક નજર કરીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી ક્યા 3 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો.

1. શિખર ધવન :

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી શિખર ધવનને બહારનો રસ્તો બતાવશે અને તેની જગ્યાએ ઈશાન કિશનને તક આપવા ઈચ્છશે. ઈશાન કિશન ડાબા હાથનો વિસ્ફોટક બેટ્સમેન છે અને તે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી શકે છે. ઈશાન કિશન બેટિંગમાં શિખર ધવન કરતા વધુ ખતરનાક છે. શિખર ધવનનું બેટ શાંત રહ્યું હતું. તેથી તેને બીજી વનડે દરમિયાન તેને બહાર બેસવું પડશે.

2. શાહબાઝ અહેમદ :

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને બહારનો રસ્તો બતાવશે. બીજી વનડેમાં શાહબાઝ અહેમદના સ્થાને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવશે. પ્રથમ વનડેમાં શાહબાઝ અહેમદ બેટિંગ દરમિયાન શૂન્ય પર આઉટ થયો હતો અને તેણે બોલિંગ દરમિયાન એક પણ વિકેટ લીધી ન હતી.

3. કુલદીપ સેન :

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ફાસ્ટ બોલર કુલદીપ સેનને પણ બાંગ્લાદેશ સામેની બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરશે અને તેના સ્થાને ઉમરાન મલિકને તક આપશે. કુલદીપ સેને રોહિત શર્માનો વિશ્વાસ તોડ્યો હતો. બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં કુલદીપ સેને 5 ઓવરમાં 37 રન આપ્યા હતા. કુલદીપ સેને માત્ર બે વિકેટ લઈને પોતાનું સન્માન બચાવી લીધું હતું. પરંતુ 7.40ના ઈકોનોમી રેટથી બોલિંગ કરનારા આ બોલર માટે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફરી તક મેળવવી મુશ્કેલ છે.

આ પણ વાંચો :-

 

દિલ્હીમાં સરકારે તાબડતોબ તમામ પાર્ટીઓની બેઠક બોલાવી, કોંગ્રેસ પણ રણનીતિ તૈયાર કરવામાં લાગી, જાણો કેમ

0

In Delhi, the government immediately called

  • સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી એટલે કે 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન 17 બેઠકો થશે.

સંસદના શિયાળુ સત્ર (Winter session) પહેલા મંગળવારે 6 નવેમ્બર એટલે કે આજે સરકારે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને આ બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ ભાગ લેશે. જણાવી દઈએ કે આ બેઠકમાં ગૃહનું કામકાજ સારી રીતે ચાલે એ માટે સત્ર દરમિયાન વિધાનસભાની કામગીરી અને તેને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

શિયાળુ સત્રના પ્રથમ બે દિવસમાં ચૂંટણી પરિણામોનું વર્ચસ્વ :

આ સંસદનું શિયાળુ સત્ર આવતીકાલથી એટલે કે 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન 17 બેઠકો થશે. સાથે જ સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ દિલ્હી MCD ચૂંટણીના પરિણામો સાથે શરૂ થશે અને બીજા દિવસે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. આ સાથે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સત્રના પ્રથમ બે દિવસમાં ચૂંટણી પરિણામોનું વર્ચસ્વ રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે સત્ર પહેલા પરંપરાગત રીતે યોજાતી સર્વપક્ષીય બેઠકને બદલે બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા મંગળવારે આ સમિતિની બેઠક યોજશે. જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ સરકારે શિયાળુ સત્ર દરમિયાન રજૂ થનાર 16 ધારાસભ્યોની યાદી બહાર પાડી હતી.

વિવિધ પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યા :

મળતી માહિતી મુજબ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભા અને રાજ્યસભામાં વિવિધ પક્ષોના નેતાઓને શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ મોકલ્યું છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બંને ગૃહોના ઘણા નેતાઓ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. શિયાળુ સત્ર શરૂ થતાં પહેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકારે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોના ગૃહ નેતાઓને આમંત્રણ મોકલ્યું છે.

કોંગ્રેસે બોલાવી મહત્વની બેઠક :

સંસદના શિયાળુ સત્ર પહેલા શનિવારે કોંગ્રેસે મહત્વની બેઠક બોલાવી હતી અને આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી. જણાવી દઈએ કે તે બેઠક એક કલાકથી વધુ ચાલી હતી અને તેમાં કોંગ્રેસે સંસદમાં મોંઘવારી, સરહદ પર તણાવ, બેરોજગારી જેવા મહત્વના મુદ્દા ઉઠાવવાનું નક્કી કર્યું હતું. એટલે હાલ એવું માનવામાં આવે છે કે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ શિયાળુ સત્ર દરમિયાન આ તમામ મુદ્દાઓને ઉઠાવવાનો પ્રયાસ કરશે.

આ સિવાય સૂત્રોનું માનીએ તો આ વખતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા જયરામ રમેશ અને દિગ્વિજય સિંહ સહિત પાર્ટીના ઘણા નેતાઓ સંસદના શિયાળુ સત્રમાં ભાગ નહીં લે. આ તમામ નેતાઓ શિયાળુ સત્ર છોડીને ભારત જોડો યાત્રામાં તેમની ભાગીદારી ચાલુ રાખી શકે છે.

આ પણ વાંચો :-

દેશના સૌથી સચોટ સર્વેમાં AAP ગુજરાતની વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી રહી છે !

0

In the most accurate survey of the country

  • ગુજરાત વિધાનસભાના બંન્ને તબક્કાના મતદાન પુર્ણ થઈ ચુક્યા છે. પ્રથમ તબક્કા અને બીજા તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. જો કે કોઇ પણ વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી સૌથી સટીક રહેલા AAJTAK અને AXIS ના સર્વેનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે.

જેના અનુસાર આમ આદમી પાર્ટી (Aap Gujarat) કોંગ્રેસ જેટલી જ સીટો જીતી રહી છે. આ ઉપરાંત ખુબ જ સારો વોટ શેર પણ પ્રાપ્ત કરી રહી છે.

આમ આદમી પાર્ટીને મળી રહી છે 21 સીટ :

અત્રે ઉલ્લેખનીય છે કે AAJTAK નો સર્વે અત્યાર સુધીમાં સૌથી સચોટ સર્વે રહ્યો છે. જેના અનુસાર ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. જેના અંતર્ગત ભાજપને 131-151 સીટો મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસને 16-30 કોંગ્રેસને સીટો મળી રહી છે.

જ્યારે AAP ને 9-21 સીટો મળી રહી છે. જ્યારે અન્યને 01-06 સીટો મળી રહી છે. તેવામાં કોંગ્રેસની સૌથી વધારે 30 ને ધ્યાને રાખો અને આમ આદમી પાર્ટીની સૌથી વધારે 21 સીટોને જીતી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટી 21 સીટો સાથે ખુબ જ મોટી પાર્ટી બની રહી છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી 15-20 ટકા વોટ શેર કરી રહી છે :

અત્રે ઉલ્લેખનીય છે કે વોટ શેરિંગ બાબતે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી 15-20 ટકા શેર પ્રાપ્ત કરી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટી ખુબ જ આક્રમક રીતે ન માત્ર આગળ વધી રહી છે. પરંતુ ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઇ સ્થાન નથી તે વાયકાને પણ ખોટી ઠેરવી રહી છે.

આ પણ વાંચો :-

સરકારે આ આ મોટી યોજનાઓનું પ્રીમિયમ કર્યું મોંઘુ ! જાણો કેટલા ચૂકવવા પડશે પૈસા ?

0

The government has made the premium

  • સરકારે બે મોટી યોજનાઓનું પ્રીમિયમ મોંઘુ કરી દીધું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) માં રોકાણ કરનારાઓને મોટો આંચકો લાગ્યો છે. આવો જાણીએ હવે તમને આ યોજનાઓનો લાભ લેવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે.

જો તમે પણ સરકારી યોજનાઓમાં (Government scheme) રોકાણ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. જોકે સરકારે 7 વર્ષ બાદ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) યોજનાઓમાં સુધારો કર્યો છે. બંને યોજનાઓનું પ્રીમિયમમાં વધારો કરી દીધો છે. બંને યોજનાઓમાં 1.25 રૂપિયા પ્રતિ પ્રિમિયમનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે તેનાથી તમે 4 લાખ રૂપિયાનો ફાયદો ઉઠાવી શકો છો. આવો જાણીએ અપડેટ્સ…

હવે કેટલું ચૂકવવું પડશે પ્રીમિયમ

જો તમે પણ આમાંથી કોઈ સ્કીમ લીધેલી છે તો હવે તમારે તેના માટે વધુ પૈસા ચૂકવવા પડશે. તેના માટે તમારે કોઈ સરકારી બેંકમાં ખાતું ખોલાવેલું હોવું જોઇએ. આ બંને સ્કીમમાં રોકાણની રકમ ખૂબ ઓછી છે. પહેલાં આ બંને યોજનાઓમાં 342 રૂપિયાનું રોકાણ કરવું પડતું હતું.

પરંતુ હવે સરકાર તરફથી પ્રીમિયમ વધાર્યા બાદ બંને સ્કીમ્સને મળીને તમારે દર વર્ષે 456 રૂપિયા જમા કરાવવા પડશે. આવો જાણીએ બંને યોજનાઓ વિશે કેવી તમે એક મામૂલી રોકાણમાં મોટો ફાયદો મેળવી શકો છો.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના ડિટેલ્સ :

– તેના અંતગર્ત વિમા ધારકનું મૃત્યું થતાં નોમિનીને 2 લાખ રૂપિયા મળે છે.
– 18 થી 50 વર્ષ સુધી કોઇપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.
– તેમાં તમને ફક્ત 436 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ચૂકવવું પડશે.
– આ એક ટર્મ ઇશ્યોરન્સ પોલિસી છે.
– આ વિમો વાર્ષિક હોય છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના :

– તેમાં વિમા ધારકનું મૃત્યું થતાં અથવા સંપૂર્ણપણે વિકલાંગ થતાં 2 લાખ રૂપિયાનું વળતર મળે છે.
– આ યોજના અંતગર્ત વિમા ધારક આંશિક રીતે કાયમી વિકલાંગ થઇ જાય તો તેને 1 લાખ રૂપિયાનું કવર મળે છે.
– તેમાં 18 થી 70 વર્ષ સુધીના કોઈપણ વ્યક્તિ કવર લઈ શકે છે.
– આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા છે.

આ પણ વાંચો :-

ખજૂરભાઈએ કરી લીધી સગાઈ, પોસ્ટ શેર કરી આપી માહિતી, જુઓ કોણ છે મંગેતર

0

Khajurbhai got engaged

  • ખજૂરભાઇ તરીકે ઓળખાતાં નીતિન જાનીની સગાઈ થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી છે. લોકોએ આ નવા કપલને ખુબ શુભેચ્છા આપી છે. જુઓ ફોટો.

ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં અને યૂટ્યુબ પર ફેમસ (YouTube Famous) ચહેરો એવા ગુજરાતનાં ખજૂરભાઈને (Khajurbhai) પ્રેમિકા મળી છે. જેની સાથેનો સગાઈનો ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઈ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનું સુદ તરીકે પ્રચલિત છે. તેમની સગાઈ મિનાક્ષી દવે (Meenakshi Dave) સાથે આજે બારડોલી ખાતે થઇ છે.

ખજૂરભાઇની થઇ સગાઈ :

મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઈ ખજૂરભાઇ સાથે થઇ છે. મિનાક્ષીએ અને ખજૂરભાઈએ સગાઈ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે. મિનાક્ષી દવે સિંગિંગમાં રસ ધરાવે છે. તેમણે તેમના ગાયેલા 2-3 કેરેઓકે ટ્રેક પણ પોસ્ટ કર્યાં છે.

કોરોનાકાળની બધી આવકનો કર્યો સદુપયોગ :

આપણે સૌ જાણીએ જ છીએ કે ખજૂરભાઇ સેવાભાવી વ્યક્તિ છે. તેમણે કોરોનાકાળમાં યૂટ્યુબમાંથી જે પણ આવક મેળવી હતી તેનો ઉપયોગ માત્ર લોકોની સેવા માટે કર્યો હતો. માહિતી અનુસાર આશરે 1 કરોડથી પણ વધુ રૂપિયાની સેવા ખજૂરભાઈ કરી ચૂક્યાં હશે.

કુદરતી આફત હોય કે પછી કોઈ ગરીબની જરૂરિયાત :

તૌકતે વાવાઝોડામાં ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં મકાનો પડયાં હોય કે કોઇ ગરીબનાં પેટનો ખાડો પૂરવાનો હોય, ખજૂરભાઇ હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. માહિતી અનુસાર તેમણે તો પોતાના ખર્ચે સૌરાષ્ટ્રમાં અમુક મકાન ફરી બનાવ આપ્યાં હતાં.

આ પણ વાંચો :-

વધારે પડતા કલર જીન્સ પહેરવાની છે આદત તો સાવધાન ! નહીં તો બોડીને થશે આ નુકસાન

Be careful if you have a habit of wearing

  • ડાઈ જીન્સ પહેરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તમને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

ફેશન એવી વસ્તુ છે જેને દરેક વ્યક્તિ ફોલો કરવા માંગે છે. પછી તે કપડાંની ફેશન (Fashion of clothes) હોય કે મેકઅપની, હેર સ્ટાઈલની હોય કે બીજી કોઈ વસ્તુની. આપણે ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓને જોયા પછી તેમને કોપી કરીએ છીએ.

આજકાલ આપણને બજારોમાં વધુ સ્ટાઇલિશ જીન્સ જોવા મળી રહ્યા છે. તે રિપ્ડ જીન્સ હોય કે સ્કિની ફિટ, સ્લિમ ફિટ.

રંગીન જીન્સ પહેરવાના ગેરફાયદા :

જીન્સને રંગવા માટે ઘણા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આપણને કેમિકલની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. જીન્સને રંગ આપવા માટે કૃત્રિમ રંગોનો ઉપયોગ ઘણીવાર થાય છે.

આ કારણથી કપડાંમાં વપરાતો રંગ ત્વચા માટે પણ હાનિકારક હોઈ શકે છે. ઉપરાંત, તમને તેનાથી એલર્જી થઈ શકે છે. જીન્સના જાડા ફેબ્રિકને કારણે આપણને સૂર્યપ્રકાશ અને હવા યોગ્ય રીતે મળતી નથી, જેના કારણે આપણને સ્કિન ઈન્ફેક્શનનો પણ ડર રહે છે.

ફિટ જીન્સ પહેરવાના આ છે ગેરફાયદા :

બ્લડ સર્કુલેશન :

ટાઈટ જીન્સ આપણને ખૂબ જ ગમે છે કારણ કે આપણે તેમાં જાડા દેખાતા નથી. પરંતુ ફીટેડ જીન્સ પહેરવું એ આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે. જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી. જેના કારણે આપણને શરીરમાં સોજો, દુખાવો જેવી સમસ્યાઓ થવા લાગે છે.

ફર્ટિલિટી :

વધુ ફીટ જીન્સ પહેરવાથી પેશાબની નળીમાં સોજો આવી શકે છે. જેના કારણે પુરૂષોના શુક્રાણુઓની માત્રા ઘટવા લાગે છે અને ફંગલ ઇન્ફેક્શનનો પણ ભય રહે છે.

સ્કીન પ્રોબ્લેમ : 

વધારે ટાઈટ જીન્સ પહેરવાથી સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. આ રક્ત પરિભ્રમણ અને નર્વસ સિસ્ટમને પણ અસર કરી શકે છે.

કેન્સરનો ડર :

ફીટેડ જીન્સ પહેરવાથી ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે. કારણ કે ટાઈટ જીન્સ પહેરવાથી પગની નસોમાં લોહીનું પરિભ્રમણ થતું નથી.

આ પણ વાંચો :-

હેકર્સ ખંડણીની રકમ કેમ ક્રિપ્ટોકરન્સીમાં વસૂલે છે ? જાણો આ પાછળની સંપૂર્ણ માહિતી

Why Hackers Charge Ransom in Cryptocurrency

  • ક્રિપ્ટોકરન્સી એ શરૂઆતથી જ હેકરો અથવા સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર રહ્યું છે. પરંતુ શા માટે હેકર્સ આ ચલણમાં જ વ્યવહાર કરે છે.જાણો સંપૂર્ણ વિગતવાર

લગભગ એક અઠવાડિયાથી દિલ્હી AIIMS હોસ્પિટલનું સર્વર હેકિંગના કારણે ઠપ્પ છે. જેના કારણે ઓપીડી અને અન્ય સેવાઓ પર અસર પડી રહી છે. સર્વર હેક (Server hack) થવાને કારણે કરોડો દર્દીઓનો ડેટા દાવ પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેકર્સ પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં (Crypto currency) 200 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

કરોડોની કરી માંગણી :

જોકે દિલ્હી પોલીસે ક્રિપ્ટો કરન્સીમાં ખંડણીની માંગને ફગાવી દીધી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. પરંતુ જો આ સાચું છે તો પછી હેકર્સ ખંડણીની રકમ માત્ર ક્રિપ્ટોકરન્સીમાં જ શા માટે વસૂલ કરે છે?

ક્રિપ્ટોકરન્સી શું છે?

ક્રિપ્ટો કરન્સી એ એક ચલણ છે જે સંપૂર્ણપણે કમ્પ્યુટર અલ્ગોરિધમ પર બનેલ છે. તેના તમામ વ્યવહારો પણ કોમ્પ્યુટર દ્વારા જ થાય છે, એટલે કે તેમાં કોઈ ભૌતિક ચલણ નથી. ક્રિપ્ટો કરન્સી અથવા વર્ચ્યુઅલ કરન્સીને ડિજિટલ કરન્સી પણ કહેવામાં આવે છે. તે એન્ક્રિપ્શન ટેક્નોલોજીની મદદથી જનરેટ થાય છે અને પછી તેને નિયંત્રિત કરવામાં આવે છે.

હેકર્સ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કેમ કરે છે?

ક્રિપ્ટોકરન્સી એ શરૂઆતથી જ હેકરો અથવા સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે વપરાશકર્તાની ઓળખ જાહેર કરી શકાતી નથી, એટલે કે તે સંપૂર્ણપણે અનામી રહે છે.

કારણ કે તે વિકેન્દ્રિત ચલણની જેમ કામ કરે છે અને તેમાં બેંક જેવી કોઈ સંસ્થા નથી. સાથે જ તેનો બીજો ફાયદો એ છે કે બિટકોઈન અને તેના જેવી અન્ય કરન્સી વર્ચ્યુઅલ વોલેટમાં રાખી શકાય છે. તેઓ માત્ર નંબર દ્વારા ઓળખાય છે.

આ પણ વાંચો :-

Tata ની નવી ઈલેક્ટ્રિક કાર આપી રહી છે દગો, કોઈનું ટાયર ખરાબ તો ક્યાંક Software Issue

0

Tata’s new electric car is giving betrayal

  • નેક્સોન ઉપરાંત કંપની ટાટા ટિગોર ઈવી અને ટાટા ટિયાગો ઈવી જેવી કારોનું વેચાણ પણ કરે છે. એવામાં મોટી સંખ્યામાં ગ્રાહક પોતાની કિમતી પૈસા આ ગાડીઓને ખરીદવામાં લાગે છે. પરંતુ જો નવી ગાડી જ દગો આપવા લાગે. તો ગ્રાહક છેતરાયાનો અનુભવ કરે છે.

ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓના (Electric car) સેગમેંટમાં ટાટા મોટર્સ પહેલાં ક્રમ પર છે. કંપનેની ટાટા નેક્સોન દેશની સૌથી વધુ વેચાનારી ઈલેક્ટ્રિક કાર છે. ટાટાની ગાડીઓ સેફ્ટી માટે પણ જાણિતા છે. Nexo EV ના ઉપરાંત Tata Tigor EV અને Tata Tiago EV જેવી કાર્સનું વેચાણ પણ વેચાણ છે. એવામાં મોટી સંખ્યામાં ગ્રાહક પોતાના કિમતી પૈસા આ ગાડીઓને ખરીદવામાં લગાવે છે. પરંતુ જો નવી ગાડી (New Car) જ દગો આપવા લાગે તો ગ્રાહક છેતરાયાનો અનુભવ કરે છે.

ટાટા મોટર્સ ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના ટ્વિટર એકાઉન્ટ પર એવા ગ્રાહકોની ફરિયાદ નોંધાઇ છે. અલગ-અલગ ગ્રાહકોએ ટ્વીટ દ્વારા પોતાની નવી ટાટા ઈલેક્ટ્રિક કારમાં આગામી સમસ્યાઓને શેર કરી છે. જ્યાં કેટલાક યૂઝર સોફ્ટવેર ઇશ્યૂથી પરેશાન છે. તો એક ગ્રાહકે ટાયરમાં સમસ્યા બતાવી છે.

સોફ્ટવેરની સમસ્યા :

ટ્વિટ પર બબીતા (@babithamarinas) નામની યૂજરે લખ્યું, ”મે જે દિવસથી નવી નેક્સન ઈવી પ્રાઈમને ખરીદી છે. તેમાં સોફ્ટવેર અને એન્જીનની સમસ્યા હતી. હવે તમે લોકો વોરન્ટી પોલિસીનો હવાલો આપીને તેને મારા ગળે નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે વોરન્ટી પોલિસી અંતગર્ત મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળી કાર કેવી લઇ શકો છો?

આ પ્રકારે આકાશ (@AkashRadhakri15) નામના યૂજરે લખ્યું ‘મેં 2 ડિસેમ્બર 2022 ના રોજ Nexon ev ખરીદી હતી. તે દિવસે ગાડી ખરાબ થઇ ગઇ હતી. ડીલરશિપે સ્ટોકમાંથી જૂની કાર આપી છે. મેં 16.5 લાખ ખર્ચ કર્યા જેને રસ્તા પર ઉભા કરી દીધા. કૃપિયા મદદ કરે.”

ટિગોર ઈવીને અઠવાડિયાની અંદર નવી ખરીદી કરવામાં આવી અને કંપનીએ ટાયર બદલવાની ના પાડી દીધી કેવી સેવા અમને મળી… આ ટાટામોટર…ગાંધીધામ કાર્ગોમોટર અમદાવાદ બ્રાંચની સાથે સમાન અનુભવ છે…જોકે ડીફ્રેક્ટ સરળતાથી અને અઠવાડિયાની અંદર મળી ગઈ 500 કિમી ડ્રાઇવ…

Tata Nexon EV Problems

ટાયરમાં Bump  :

તો બીજી તરફ પ્રકાશ (@Prakash28953808) નામના યૂઝરે ગાડીના ટાયરમાં સમસ્યા આવી છે. યૂઝરે લખ્યું , ”નવી ટિગોર ઈવીને એક અઠવાડિયા પહેલાં જ ખરીદી હતી, તેનું ટાયર એક જગ્યાએથી ફૂલી ગયું છે. કંપનીએ ટાયર બદલવાની ના પાડી દીધી. આ 500 કિમી. ચલાવતાં જ જોવા મળ્યું છે.”

આ પણ વાંચો :-

06 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : આ 8 રાશિના જાતકો પર ગણેશજીની વિશિષ્ટ કૃપાથી દરેક દુ:ખો થશે દુર

06 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી ઉષ્ણ પ્રકૃતિ રહે. ત્યારબાદ લાગણીશીલતા વધતી જણાય. આર્થિક પાસુ મજબૂત બને. કાર્યમાં સફળતા મળતી જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમીકલના ધંધાર્થીઓ માટે લાભ. સટ્ટો-જુગાર ટાળવા. ખોટી સોબત-મિત્રોથી પરેશાની વધે.

વૃષભ
‌માનસિક સ્વસ્થતા જળવાય. મોજશોખમાં ખર્ચ વધે. સાથે સાથે આવક પણ વધે. પરિવારમાં આનંદ આરોગ્ય સાચવવું. પેટની સમસ્યા સતાવે. લાંચ, રૂશ્વત લેવાથી દૂર રહેવું. ભાગ્યનો સાથ મળે. ધંધાકીય ક્ષેત્રે આનંદ

મિથુન
નિખાલસ અને ચરિત્રવાન રહેશો. આવકનું પલ્લું ભારી થતું લાગે. પરિવારમાં ઉગ્રતા વર્તાય. માતૃસુખ-વાહન સુખમાં વધારો. જીવનસાથી સાથે અસંતોષ રહે. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે શાંતી જાળવવી.

કર્ક
આનંદનો અનુભવ થાય. નાણાંકીય વ્યવહારોમાં ફાયદો. પરિવારમાં સંપ. નોકરી-ધંધામાં કાર્યક્ષેત્રે સફળતા. વિશ્વાસઘાત થવાના યોગ છે. માન-સન્માનમાં વધારો થાય. સ્નાયુ સંબંધી સમસ્યા જણાય.

સિંહ
નકારાત્મક વિચારોને કારણે સમસ્યા ઉભી થતી જણાય. આર્થિક બાબતો અંગે લાભ. પરિવારમાં આનંદ ઉત્સાહ. સ્થાવર મિલકતમાંથી લાભની શક્યતા. આરોગ્યની કા‍ળજી રાખવી જરૂરી. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યા
નાણાંકીય બાબતોમાં નુકસાન થવાના યોગ છે. આત્મવિશ્વાસ ઘટતો જણાય. માથાનો દુઃખાવો રહે. દીલમાં અજંપો રહે. માતાની તબિયત સાચવવી. સંતાનની પ્રગતી થતી જણાય. ભાગ્ય સાથ આપતું જણાય.

તુલા
લાગણીશીલતા વધે. ખોટું લાગે અેવા પ્રસંગો ઉભા થયા. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. પત્ની સાથે વૈમનસ્ય તથા મતભેદ ટાળવા. અ‌િગ્‍નથી સાચવવું. માથુ, મગજ તથા નેત્રરોગોથી સાચવવું

વૃ‌શ્ચિક
ગુસ્સાનું વાતાવરણ રહે. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળની પ્રાપ્‍તી થાય. સંતાનથી આનંદ. આરોગ્ય સાચવવું જરૂરી. ચર્મરોગોથી સાચવવું.

ધન
દિવસ દરમિયાન અજંપો રહે. નાણાંકીય ક્ષેત્રે મધ્યમ દિવસ. સંતાનની પ્રગતી થતી જણાય. મિત્રોનો સાથ મળતાં થોડો આનંદ જળવાય. નસીબથી આવક મળતી જણાય. મગજમાં રોગોથી સાચવવું

મકર
શાંતીનો અનુભવ થાય. નાના ભાઇ-બહેનોની ચિંતા રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. માતા સાથે મતભેદ ટાળવા. સંતાનોના વ્યવહારમાં લાગણીનું પ્રમાણ વધે. કરોડરજ્જુ, હાડકાના રોગોથી પરેશાની રહે.

કુંભ
વિચારો ડામાડોળ રહે. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. પાણીથી દૂર રહેવું.

મીન
માનસિક સ્વસ્થતા જળવાય. આવકમાં વધારોમાં થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કરેલા કાર્યોમાં બરકત મળતી જણાય. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. આરોગ્ય સાચવવું.

આ પણ વાંચો :-

આ જાણીતી હસીનાએ લીધા છુટાછેડા, 4 બાળકોની છે માતા, ઉછેર માટે દર મહિને મળશે 1.65 કરોડ રૂપિયા

This well-known Hasina got divorced

  • કિમ કાર્દશિયન પોતાના છુટાછેડાને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે તે ફાઇનલી કાન્યે વેસ્ટથી અલગ થઈ ગઈ છે. અત્યાર સુધી વળતરને લઈને બંને વચ્ચે સહમતિ બની રહી નહોતી પરંતુ હવે આ મુદ્દો પણ સેટલ થઈ ગયો છે.

કિમ કાર્દશિયન (Kim Kardashian) અને કાન્યે વેસ્ટ (Kanye West) તેમના છૂટાછેડાને લઈને સૌથી વધુ ચર્ચામાં છે અને હવે આખરે તેમના અલગ થવા પર સત્તાવાર રીતે મહોર મારી દેવામાં આવી છે. બંને કાયદેસર રીતે અલગ થયા બાદ હવે તે મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે જેને લઈને બંને વચ્ચે કોઈ સહમતિ નહોતી. બંને સ્ટાર્સ બાળકોના ઉછેર અને પ્રોપર્ટીના વિભાજનને (Division of Property) લઈને અસહમત હતા. પરંતુ હવે કોર્ટે બંને વચ્ચે સમાધાન કરી લીધું છે અને સંમતિથી બંને બાળકોનો ખર્ચ ઉઠાવશે.

બાળકોનો ખર્ચ બંને વચ્ચે વહેંચવામાં આવશે :

કારણ કે કિમ અને કાન્યે બંનેને બાળકોની કસ્ટડી મળી ગઈ છે. બંને કમાતા હોવાથી ખર્ચ પણ તેમની વચ્ચે વહેંચવામાં આવશે. પરંતુ બાળકો મોટાભાગે કિમ સાથે જ રહેશે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, કાન્યે કિમને બાળકોના ઉછેર માટે દર મહિને 1.65 કરોડ રૂપિયા આપશે. તમને જણાવી દઈએ કે બંનેને ચાર બાળકો છે.

તેમની મોટી દીકરી 9 વર્ષની છે અને સૌથી નાની દીકરી 3 વર્ષની છે. તેમના લગ્ન 6 વર્ષથી વધુ ચાલ્યા હતા પરંતુ ગયા વર્ષે કિમે છૂટાછેડા માટે અરજી કરી હતી. જોકે કાન્યે વેસ્ટ કિમથી છૂટાછેડા ઇચ્છતા ન હતા. જેના માટે તેણે કાનૂની લડત પણ લડી હતી.

પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે :

કિમ કાર્દાશિયન તેની બોલ્ડનેસને લઈને સૌથી વધુ ચર્ચામાં રહે છે. કિમ હંમેશા તેના મેટ ગાલા લુક્સને લઈને મસ્ત રહે છે. બીજી તરફ કાન્યેની વાત કરીએ તો તે વિવાદોથી ઘેરાયેલો લાગે છે. તાજેતરમાં પણ તે ઘણી મુશ્કેલીઓમાં ફસાયેલ છે. એડિડાસ કંપનીએ તેમની સામે તપાસ શરૂ કરી છે. આરોપ છે કે તે મીટિંગ દરમિયાન લોકોને વાંધાજનક સામગ્રી બતાવે છે.

આ પણ વાંચો :-