Home Blog Page 1225

Whatsapp એ કરી દીધું છે કન્ફર્મ ! આવી રહ્યું છે ધમાકેદાર ફીચર્સ, જોઈને તમે થઈ જશો ખુશ

Whatsapp has confirmed! Explosive features

  • મેટાની ઓનરશિપવાળી મેસેજિંગ એપ વોટ્સએપમાં જલદી યૂઝર્સને એક નવું ફીચર મળવાનું છે. જેની સાથે તે વીડિયો કોલ્સ દરમિયાન પણ ફોન પર બીજી એપનો ઉપયોગ કરી શકશે. આ ફીચર આવતા વર્ષે રોલઆઉટ કરવામાં આવશે.

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp માં સતત નવા ફીચર્સ સામેલ કરવામાં આવી રહ્યાં છે અને દરેક નવા ફીચર્સને એપમાં સામેલ કરતા પહેલા બીટા વર્ઝનમાં (Beta version) ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ બીટા વર્ઝનમાં સામેલ કરવામાં આવેલા દરેક ફીચર્સ એપમાં સામેલ થાય તે જરૂરી હોતું નથી. હવે વોટ્સએપે એક નવા ફીચરને કન્ફર્મ કરી દીધુ છે.

વોટ્સએપે બ્લોગ સાઇટમાં (WhatsApp Blog Site) કન્ફર્મ કર્યું છે કે જલદી એપલ આઈફોન યૂઝર્સને પિક્ચર-ઇન-પિક્ચર મોડનો ફાયદો મળવા લાગશે. આ ફીચરની સાથે વીડિયો કોલ દરમિયાન પણ ફોન ચલાવી શકાશે અને કોલમાં સામેલ લોકોને વીડિયો નાની વિન્ડોમાં દેખાતો રહેશે.

યૂઝર્સને ક્યારે મળશે નવો PIP મોડ?

મેટાની ઓનરશિપવાળી એપે બ્લોગમાં લખ્યું- આઈઓએસમાં પિક્ચર ઇન પિક્ચર મોડઃ હવે બીટા ટેસ્ટિંગમાં છે અને વર્ષ 2023માં રોલઆઉટ કરવામાં આવશે. મિનિમાઇઝ્ડ ઇન-કોલ વીડિયો સ્ક્રીનની સાથે મલ્ટીટાસ્કિંગ કરવું કોલ દરમિયાન સરળ થઈ શકે છે. અત્યારે વીડિયો કોલ દરમિયાન એપ મિનિમાઇઝ કરવા પર વીડિયો દેખાવાનો બંધ થઈ જાય છે.

આ રીતે કામ કરશે PIP મોડ ફીચર :

વોટ્સએપ અપડેટ્સની જાણકારી આપનાર પ્લેટફોર્મ WABetainfo એ જણાવ્યું કે વોટ્સએપનું પિક્ચર-ઇન-પિક્ચર મોડ તે રીતે કામ કરશે જેમ ફેસબુક અને યૂટ્યૂબ જેવી એપ્સ માટે કામ કરે છે. આ એપ્સ પર પ્લે કરેલા વીડિયો સ્ક્રીનના એક ભાગ પર ફ્લોટિંગ વિન્ડોમાં જોવા મળે છે અને હવે આમ વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન પણ થશે.

એટલે કે સ્ક્રીન પર તમે કોઈપણ એપને એક્સેસ કરી રહ્યાં હોવ, ફ્લોટિંગ વિન્ડોમાં વોટ્સએપ વીડિયો કોલ ચાલતો રહેશે અને બાકી માટે તમારો વીડિયો ડિસેબલ થશે નહીં. આવો વિકલ્પ અત્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સ જેવી મોબાઇલ એપ્સમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

17 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : હનુમાન દાદાની અસીમ કૃપાથી આ રાશિના જાતકો પર થશે અઢળક ધનવર્ષા

17 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેરબજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝઘડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્રફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મને લઈને દર્શાવ્યો વિરોધ, ગુજરાતમાં પઠાણ ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી

Rajbha Gadhvi protested against Pathan film

  • લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ ઉતર્યા બોલિવૂડ ફિલ્મ પઠાણના વિરોધમાં. કહ્યું ગુજરાત અને ભારતમાં રિલીઝ ન થવી જોઈએ ફિલ્મ. હિન્દુ સંગઠનોને આગળ આવવા કરી અપીલ.

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Bollywood superstar Shah Rukh Khan) ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મનું ગીત બેશર્મ રંગ રિલીઝ થતા જ દિપીકા પાદુકોણની (Deepika Padukone) બિકીનીના રંગને લઈને વિવાદ શરૂ થયો છે. ધીરે ધીરે આ ફિલ્મને બોયકોટની હવા તેજ બની રહી છે. ત્યારે આ રંગ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે પઠાણ ફિલ્મના (Pathan movie) ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઇને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ (Rajbha Gadhavi) આકરા પ્રહાર કરીને ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે.

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, બોલિવુડે હિન્દુ સંસ્કુતિનુ અપમાન કર્યું છે. 75 વર્ષથી બોલિવુડે અપમાન કરવાનું કામ કર્યું છે. આ સાથે જ રાજભાએ ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલીઝ ન કરવાની અપીલ કરી છે. રાજભા ગઢવીએ વીડિયો શેર કર્યો છે.

રાજભાએ શું કહ્યું…

ટૂંકની ટચ એક વાત કરવી છે. આપણી સનાતન પરંપરાને ખરાબ બતાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે. પઠાણ ફિલ્મ આવી રહી છે. તેમાં ગીત રિલીઝ થયું છે. તેમાં દિપીકા પાદુકોણે ભગવા કપડા પહેર્યાં છે. મારે કહેવાનું એટલુ છે કે, પહેલા આપણા ભાણામાં માંખી ઉડાવાય. ગુજરાતીઓને કહુ છું કે, આ ફિલ્મ રિલીઝ કરાવવી ન જોઈએ. એ લોકોને બીજા કોઈ કામધંધા નથી. બોલિવુડવાળાઓએ 75 વર્ષથી આપણી ભાવના, પરંપરા સનાતન ધર્મ, હિન્દુત્વ સાથે ખરાબ કરવુ, એવુ નક્કી કર્યું છે. હજી ચાલુ છે. ગુજરાતના બધા સંગઠનો એક થઈ જાય. કરણી સેના, મહાકાલ, શિવસેના, બજરંગદળ, બધા ભેગા થાય.

આધ્યાત્મિક સાથે જોડાયેલા સાધુ સંતો જોડાય. ભગવા પહેરીને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જે કરે છે તે હવે આપણે બિલકુલ સહન કરવાનુ નથી. 75 વર્ષ સુધી બોલિવુડે આ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ ન કરવા દો. સેન્સર બોર્ડવાળાને પણ કહો કે, બધુ જોઈને તેના પર સાઈન કરો, તો સારું. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ન કરો. આપણે ફિલ્મ રિલીઝ થવા ન દેવી, આપણા ઘરેથી શરૂઆત કરવી. આખા દેશમાં ક્યાંય રિલીઝ થવા નથી દેવી. દરેક ગુજરાતીઓ તૈયાર રહે.

આપણી ભાવના સાથે શુ કામ આવુ થાય છે એ પણ પ્રશ્ન પૂછો. એને ભગવા જ હાથમાં કેમ આવે છે. મારે વધુ કંઈ કહેવુ નથી. પરંતું ખરાબ ખાઈ ખાઈને તેમની માનસિકતા ખરાબ થઈ ગઈ છે. તેથી તેમને એવુ સૂઝ્યા કરે છે. તેમને સૂઝે છે, પણ બહાર દેખાતુ નથી. તેથી હવે તેને દેખાડવાની પણ આપણે વાત રાખવી છે. શાહરૂખ ખાન અને દીપુડીની ફિલ્મ આવે છે તે ફિલ્મ કે ગીત રિલીઝ થવા દઈશું નહિ. શું કામ તેઓ વારંવાર આવુ કરે છે.

આ પણ વાંચો :-

દારૂ પીને મૃત્યુ પામનારને એક પૈસો પણ વળતર નહીં મળે, નકલી દારૂના કારણે મોત પર CM નીતિશે કહ્યું….

0

Those who die after drinking alcohol

  • બિહાર વિધાનસભામાં સીએમ નીતિશે સ્પષ્ટ કહ્યું કે જો દારૂ પીવાથી મૃત્યુ થાય છે તો તેના માટે વળતર આપવામાં આવશે નહીં. પ્રતિબંધથી પરિસ્થિતિ સુધરી છે. તેમણે કહ્યું કે અમે સૌના હિત માટે કામ કરી રહ્યા છીએ.

બિહારમાં (Bihar) નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચી ગયો છે. છાપરામાં નકલી દારૂ પીવાથી 50 લોકોના મોત થયા છે. વિપક્ષ નીતીશ કુમાર (Nitish Kumar) સરકાર પર આક્રમક છે. પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ વિપક્ષો સામે વળતો પ્રહાર કરવામાં પીછેહઠ કરી રહ્યા નથી. બિહાર વિધાનસભામાં સીએમ નીતિશે સ્પષ્ટ કહ્યું કે જો દારૂ પીવાથી (Drink Alcohol) મૃત્યુ થાય છે તો તેના માટે વળતર આપવામાં આવશે નહીં.

પ્રતિબંધથી પરિસ્થિતિ સુધરી છે. તેમણે કહ્યું કે અમે સૌના હિત માટે કામ કરી રહ્યા છીએ. અમે પ્રચાર કરીએ છીએ કે પીશો તો મરી જશો. તેને ગુજરાત રાજ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ત્યાં પણ  આટલા લોકો મૃત્યુ પામ્યા. તે માત્ર એક દિવસની વાત હતી. તે પછી કોઈએ ચર્ચા કરી નહીં.

ભાજપે વિરોધ કર્યો હતો :

બિહાર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. તેઓ વેલમાં આવ્યા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, ‘દારૂના કારણે થયેલા મૃત્યુ વિશે પૂછવામાં આવી રહ્યું છે કે તે ક્યાં સુધી બંધ થશે. તો અમે કહીશું કે દારૂના સેવનથી મૃત્યુ થશે તેવું સ્પષ્ટ લખ્યું છે. સરકાર આ સમગ્ર મામલે ગંભીર છે અને આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે CPI ધારાસભ્ય સતેન્દ્ર કુમારની માંગ પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. સતેન્દ્ર કુમારે મૃતકોના પરિજનોને વળતરની માંગ કરી હતી. નીતિશ કુમારે કહ્યું, જેઓ દેશ પર રાજ કરી રહ્યા છે. તેમના રાજ્યની શું હાલત છે. ત્યાં પણ પ્રતિબંધ છે. આજે આપણે અલગ થઈ ગયા છીએ તેથી તેઓ હોબાળો કરી રહ્યા છે. દારૂ પીને મૃત્યુ પામનારને અમે વળતર તરીકે એક પૈસો પણ નહીં આપીએ.

મૃત્યુનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો :

છાપરામાં ઝેરી દારૂ પીવાથી મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક વકીલે સીજેઆઈની બેંચ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરી છે. પરંતુ સીજેઆઈએ વહેલી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, જો મામલો આટલો મહત્વપૂર્ણ હતો.

તો તમારે ઉલ્લેખિત સૂચિમાં સામેલ કરવું જોઈતું હતું. હવે શિયાળુ વેકેશન બાદ જાન્યુઆરીમાં જ સુનાવણી શક્ય બનશે. અરજીમાં તપાસ માટે એસઆઈટીની રચના અને પીડિતોને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

ગ્વાલિયરમાં માતાએ એવી બાળકીને જન્મ આપ્યો કે બાળકીને જોવા લોકોની લાઈન લાગી

0

In Gwalior, a mother gave birth

  • ડોક્ટરોની ટીમનું કહેવું છે કે તેને રેર એટલે કે કેટલાક હજારો કેસમાંથી એક કહી શકાય. હજારોમાંથી એક બાળકમાં આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. હાલ બાળકીની તબિયત સારી છે. બાળકી હાલ કમલારાજા હોસ્પિટલના બાળ તથા શિશુ રોગ વિભાગના સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ છે. બાળક પર 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે.

ગ્વાલિયરના (Gwalior) કમલા રાજા મહિલા અને બાળ તથા શિશુ રોગ વિભાગમાં એક અનોખી બાળકીનો જન્મ થયો છે. જેના ચાર પગ છે. પ્રસૂતાનું નામ આરતી કુશવાહ હોવાનું કહેવાયું છે જે સિકંદર કંપુની રહીશ છે. અનેક લોકો આ અનોખી બાળકીને જોવા માટે આવી રહ્યા છે. આ બાળકીના જન્મ બાદ બાળ અને શિશુ રોગ વિભાગના વિશેષજ્ઞ ચિકિત્સકો ઉપરાંત અન્ય ડોક્ટરોની ટીમે પણ જયારોગ્ય હોસ્પિટલ સમૂહના અધીક્ષકની સાથે બાળકીનું પરીક્ષણ કરવામાં આવ્યું.

ડોક્ટરોનું કહેવું છે કે બાળકીના જન્મ દરમિયાન તેના શરીરમાં વિકૃતિ છે અને કેટલાક ભ્રૂણ વધારાના બની ગયા છે. જેને મેડિકલ સાયન્સની ભાષામાં ઈશિયોપેગસ કહેવામાં આવે છે. જેમાં શરીરના નીચેના ભાગનો વધારાનો વિકાસ થઈ જાય છે.

હજારોમાં એક કેસ હોય છે :

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે હજારો કેસમાંથી એક કહી શકાય. હજારોમાંથી એક બાળકમાં આ પ્રકારના લક્ષણ જોવા મળ્યા છે. હાલ બાળકીની તબિયત સારી છે. બાળકી હાલ કમલારાજા હોસ્પિટલના બાળ તથા શિશુ રોગ વિભાગના સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ છે. બાળક પર 24 કલાક નિગરાણી રાખવામાં આવી રહી છે. આ સાથે જ ડોક્ટર સર્જરીના માધ્યમથી તેના વધારાના બે પગ કાઢવાની પણ વાત કરી રહ્યા છે. આ મામલે ડોક્ટરોની ટીમ વધુ તપાસ કરી રહી છે. ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.

શું છે આ ઈશિયોપેગસ :

કમલા રાજા હોસ્પિટલના વિશેષજ્ઞ ડોક્ટરોએ કહ્યું કે જન્મ દરમિયાન જ બાળકીમાં શારીરિક વિકૃતિ જોવા મળી હતી. આવા કેસમાં વધું ભ્રૂણ બની જાય છે. જેને ઈશિયોપેગસ કહે છે. જેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકના શરીરના નીચેના ભાગનો વધુ વિકાસ થઈ જાય છે. આ જોખમની વાત નથી.

બાળકીના બે વધારાના પગ સર્જરી કરીને કાઢી નખાશે. ચાર પગવાળી બાળકીએ જન્મ લીધો તો ખબર સોશિયલ મીડિયામાં ફેલાઈ ગઈ. ત્યારબાદ બાળકીને જોવા માટે હોસ્પિટલમાં લોકોની ભીડ ઉમટી છે. લોકો તેને ચમત્કારી બાળકી કહી રહ્યા છે. પરંતુ મેડિકલની ભાષામાં તેને ઈશિયોપેગસ કહે છે.

આ પણ વાંચો :-

ભારતમાં “અવતાર” મચાવી રહ્યું છે ધૂમ, એડવાન્સ બુકિંગમાં જ વેચાઈ 2500 ટિકિટ

“Avatar” is creating buzz in India

  • Avatar The Way Of Water : અવતાર ફિલ્મની સિક્વલ આવી ચૂકી છે ત્યારે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 કરોડ સુધી પહોંચી ગયું છે.

અવતાર ધ વે ઓફ વોટર (avtar the way of water) ફિલ્મ ભારતના બોક્સ ઓફિસ પર જબરજસ્ત ઓપનિંગ નોંધાવે તેવી અપેક્ષા છે. આ ફિલ્મે સમગ્ર દેશમાં તેના શરૂઆતના દિવસમાં જ એડવાન્સ બુકિંગમાં (Advance booking) રૂપિયા 20 કરોડની ટિકિટ વેચી છે. આ આંકડો આ વર્ષે માત્ર ચાર ફિલ્મો દ્વારા વટાવી શકાયો છે. જેમાં KGF ચેપ્ટર 2, RRR, બ્રહ્માસ્ત્ર શિવાપાર્ટ વન અને ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઓફ મેડનેસનો સમાવેશ થાય છે.

એડવાન્સ બુકિંગમાં રૂપિયા 20 કરોડની કમાણી :

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મે ગુરુવારે રાત સુધી સમગ્ર ભારતમાં એડવાન્સ બુકિંગમાં રૂપિયા 20 કરોડની કમાણી કરી હતી. આ આંકડો ભારતમાં આ વર્ષે ટોચના પાંચ એડવાન્સ બુકિંગ કલેક્શનમાંનો છે. પરંતુ KGF ચેપ્ટર 2 ફિલ્મનું બુકીંગ રૂ. 80 કરોડનું થયું હતું. જેની સરખામણીએ નિર્ધારિત માર્કથી તે ઘણો પાછળ છે. જેણે ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ એડવાન્સ બુકિંગ નોંધાવી છે.

ટિકિટની કિંમત રૂપિયા 2500-3000 :

જ્યારે અવતાર 2 (avtar the way of water) એ સૌથી વધુ એડવાન્સ બુકિંગની સૂચિમાં તેની નીચેની કેટેગરીની ફિલ્મો કરતાં ઓછી ટિકિટ વેચી છે, ત્યારે તેણે બીજા બધાની સરખામણીએ ઊંચી ટિકિટ કિંમતો વસૂલી છે. આની પાછળનું કારણ ફિલ્મનું 3D અને IMAXના વિશાળ સ્ક્રીન પર રિલીઝ છે. કેટલાક શહેરોમાં અમુક IMAX શો માટે ટિકિટની કિંમત રૂપિયા 2500-3000 જેટલી ઊંચી છે. રસપ્રદ વાત એ છે કે આમાંના રવિવાર સુધીના શોની ટિકિટ પણ વેચાઈ ગઈ છે.

જેમ્સ કેમેરોનની ફિલ્મ શુક્રવારે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 40-50 કરોડ રૂપિયાની કમાણી કરે તેવી અપેક્ષા છે. જે કોઈપણ હોલીવુડ ફિલ્મ માટે નક્કર શરૂઆત છે. વાસ્તવમાં બહુ ઓછી ભારતીય ફિલ્મો આ વર્ષે આ મોટી કમાણી કરનાર સંખ્યાનું સંચાલન કરી શકી છે.

હકીકતમાં જોઈએ તો માત્ર KGF 2 અને RRR જ શરૂઆતના પાયે છે. વૈશ્વિક સ્તરે પણ ફિલ્મ તેના શરૂઆતના સપ્તાહના અંતે લગભગ $600 મિલિયનની કમાણી કરશે તેવી અપેક્ષા છે. જે તે સપ્તાહના અંતમાં સારી ગતિ જાળવી શકે તો તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક ફિલ્મ જેમ્સ કેમરોનની બની જશે.

અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ :

અવતાર : ધ વે ઓફ વોટર 2009ની બ્લોકબસ્ટર અવતારની સિક્વલ છે. જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. સિક્વલને તે રેકોર્ડ તોડવો મુશ્કેલ લાગી શકે છે. વિશ્વભરમાં આ ફિલ્મ લગભગ $3 બિલિયન જેટલી કમાણી કરશે અને વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર નક્કર છાપ છોડશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો :-

પહેલી જાન્યુઆરીથી આવા ઈલેક્ટ્રિક વોટર હીટર ઉપયોગમાં નહીં લઈ શકાય, સરકારે લીધો મોટો નિર્ણય

0

From January 1, such electric water

  • મંત્રાલયે કહ્યું છે કે 1 જાન્યુઆરી, 2023થી 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર કાયદેસર રહેશે નહીં. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે એટલે કે પહેલી જાન્યુઆરીથી 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર વેચી પણ નહીં શકાય.

ભારતમાં શિયાળાની (Winter) ઋતુ આવી ગઈ છે. શિયાળામાં ઈલેક્ટ્રિક વોટર હીટરની (Electric water heater) ખૂબ માંગ રહે છે. તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. જો તમે પણ ગીઝર ખરીદવા અથવા ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો. તો સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેના વિશે જરૂર જાણી લો.

ઉર્જા મંત્રાલયે કહ્યું છે કે 1 જાન્યુઆરી, 2023થી 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર કાયદેસર નહીં રહે. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. એટલે કે 1 જાન્યુઆરીથી એક સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર વેચવામાં આવશે નહીં.

ઉર્જા મંત્રાલયે જાહેર કર્યું નવુ નોટિફિકેશન :

મંત્રાલય દ્વારા નોટિફિકેશનમાં ટેબલ જારી કરવામાં આવ્યું છે. આ ટેબલમાં એક સ્ટાર રેટિંગ વાળા હિટરના વેલિડેશન વિશે જણાવવામાં આવ્યું છે. 1 સ્ટારવાળા ઈલેક્ટ્રિક વોટર હીટર 1 જાન્યુઆરી 2023 થી 31 ડિસેમ્બર 2025 સુધી માન્ય રહેશે નહીં.

આ હિટરમાં થાય છે વધારે વિજળીની ખપત  :

નોટિફિકેશન મુજબ 6 લિટરથી 200 લિટરની ક્ષમતાના 1 સ્ટાર ઈલેક્ટ્રિક વોટર હીટર આવતા વર્ષથી કાયદેસર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે, 1 સ્ટાર રેટિંગવાળા ડિવાઈસ વધુ પાવર વાપરે છે અને બજેટમાં પણ ગડબડ કરે છે.

મંત્રાલયે કહ્યું કે સ્ટોરેજ ટાઈપના ઈલેક્ટ્રિક વોટર હીટરના એનર્જી પરફોર્મન્સ લેવલને અપગ્રેડ કરવાની જરૂર છે. જેથી ઓછી ઉર્જાની જરૂર પડે. જો તમે પણ 1 સ્ટારવાળા વોટર હીટરનો ઉપયોગ કરો છો. તો વધુ સ્ટારવાળા હીટરનો ઉપયોગ કરો. કારણ કે તે ઓછા પાવર વપરાશમાં ઝડપથી પાણી ગરમ કરે છે.

આ પણ વાંચો :-

કૌન બનેગા કરોડપતિમાં અમદાવાદના ટાબરિયાએ જીત્યા 25 લાખ

0

Tabria from Ahmedabad won 25 lakhs in Kaun Banega Crorepati

  • અમદાવાદના 9 વર્ષના આર્ય શાહે કૌન બનેગા કરોડપતિના જુનિયર કિડસ સ્પેશિયલ એપિસોડમાં 25 લાખ રૂપિયા જીત્યા.

બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડસ સ્પેશિયલ એપિસોડ (Junior Kids Special Episode) ચાલી રહ્યો છે. ત્યારે આ હોટ સીટ પર બેસવા માટે અનેક લોકો આતુર હોય છે. પરંતુ કેટલાક લકી લોકો જ ત્યાં સુધી પહોંચી શકે છે. આવામાં અમદાવાદના (Ahmedabad) 9 વર્ષના ટેણિયાંએ કેબીસીની હોટ સીટ પર પહોંચીને 25 લાખ રૂપિયા જીત્યા છે.

અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર પહોંચનાર લકી ગુજ્જુ બોય એટલે 9 વર્ષનો આર્ય શાહ. વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા ગૌતમભાઈ શાહ અને નેહાબેન શાહનો પુત્ર આર્ય શાહ ધોરણ-4 માં અભ્યાસ કરે છે. આર્ય શાહે ભણવામાં પહેલેથી જ હોશિયાર છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે.

તેથી તેણે કેબીસીના જુનિયર કિડસ સ્પેશિયલ એપિસોડમાં જવાનો નિર્ણય કર્યો હતો અને તેના માતાપિતાએ તેને સાખ આપ્યો. આર્યએ એપ્શિકેશન દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો સાચો જવાબ આપ્યો હતો. જેમાં પાસ થતા તેનો મુંબઈ જવાનો રસ્તો ખૂલ્યો હતો. મુંબઈમાં પણ થયેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આર્ય શાહ ક્લિયર થઈ ગયો હતો. જેના બાદ તેનો પર્સનલ ઈન્ટરવ્યૂ થયો હતો. આ બાદ તેનો KBC માં ઓફિશિયલ પ્રવેશ થયો હતો.

KBC સ્ટેજ પર દરેક કન્ટેસ્ટંટને 9 સ્પર્ધકો સાથે કોમ્પિટિશન હોય છે. જેમાંથી પાર થઈને તે બિગબી સામે હોટ સીટ પર પહોંચ્યો હતો. ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા. ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ના આપ્યો. પરંતુ સારી સ્પીડને કારણે તે હોટ સીટ સુધી પહોંચવામાં સફળ રહ્યો. તેના નામની જાહેરાત થતા જ તેના માતાપિતા ખુશ થઈ ગયા હતા.

તમામ સવાલોનો જવાબ આપીને આર્ય 50 લાખના પ્રશ્ન સુધી પહોચ્યો હતો. આર્યએ 1.20 લાખ, 12.50 લાખ અને 3.20 લાખના પ્રશ્ન માટે પણ આર્યએ લાઈફ લાઈન વાપરી હતી. 50 લાખના પ્રશ્ન પર શોમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ આર્ય શાહનો એપિસોડ સોની ટીવી પર પબ્લિશ થયો છે.

ત્યારે દીકરાની સફળતાથી તેના માતાપિતા ખુશ છે. તેમના દીકરાએ 15 દિવસ મહેનત કરી હતી, અને તે આખરે ફળી છે. કેબીસી માટે મહેનત દરમિયાન આર્યને ચિકનગુનિયા પણ થયો હતો છતા તે હિંમત હાર્યો ન હતો. પૂરતા કોન્ફિડન્સથી કેબીસીમાં રમવા પહોંચ્યો હતો.

આ પણ વાંચો :-

વખણાતું ઉંબાડિયું ખાતાની સાથે જ આંગળા ચાટતા રહી જશો, શિયાળાની ફેવરિટ વાનગી તૈયાર કરવાની જાણી લો નૈસર્ગિક રીત

0

You’ll be left licking your fingers

  • શિયાળાની શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળુ વાનગીઓની પાર્ટીઓ જામે છે. ક્યાંકની પોંન્ક પાર્ટી તો ક્યાંક ઓળા રોટલાની પાર્ટી તો ક્યાંક ટોઠાની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી પણ થતી હોય છે.

શિયાળાની (Winter) સીઝન શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળુ વાનગીઓની પાર્ટીઓ જામે છે. ક્યાંક ની પોંન્ક પાર્ટી તો ક્યાંક ઓળા રોટલાની પાર્ટી તો ક્યાંક ટોઠા ની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી પણ થતી હોય છે. ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉઁબાડિયા (Umbadia) નામની વાનગીની ભારે બોલ બાલા છે. કંદમૂળ  અને લીલી પાપડીને માટલામાં ભર્યાં બાદ ભઠામાં બાફીને અનોખી રીતે બનાવવામાં આવતું ઉઁબાડીયુ એક વાર ચાખી લો. તો એનો સ્વાદ ક્યારેય ભુલાશે નહિ.

ઊંબાડિયાનો સ્વાદ માણ્યાવગર નહી રહી શકે :

હાલ શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે તમે જો અહીં કોઈ હાઈવે પરથી પસાર થતા હશો તો તમને ક્યાંકને ક્યાંક ઊંબાડિયું લખેલા સાઈન બોર્ડ જોવા મળી જશે. જો આ બોર્ડ કોઈ સ્વાદરસિકોના ધ્યાનમાં આવી જાય તો પછી તે વ્યક્તિ ત્યાંથી ઊંબાડિયાનો સ્વાદ માણ્યાવગર નહી રહી શકે. આમ તો વલસાડ જિલ્લો જગવિખ્યાત વલસાડી આફૂસ કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે.

પરંતુ શિયાળામાં વલસાડ જિલ્લામાં તમતમતા અને ચટાકેદાર ઉઁબાડીયાની બોલ બાલા રહે છે. ઊંબાડિયું વલસાડ જિલ્લામાં શિયાળાની સૌથી ફેવરેટ વાનગી છે. વલસાડની આ સ્પેશિયલ વાનગી શક્કરીયા, રતાળુ, બટેટા, અને લીલી પાપડીમાંથી બને છે.

હેલ્થી એવા ઊંબાડિયાનો સ્વાદ માણવો એક લહાવો છે :

આ રીતે પ્યોર નૈસર્ગિક અને હેલ્થી એવા ઊંબાડિયાનો સ્વાદ માણવો એક લહાવો છે. ઉંબાડીયાની બોલબાલા એટલી છે કે નાનાથી લઈ ને મોટા લોકોને શિયાળામાં ઊંબાડિયાના સ્વાદનું ઘેલું લાગે છે. ઉંબાડીયાના સ્વાદનું ઘેલુ માત્ર વલસાડ જિલ્લાના લોકો ને જ નહી પરંતુ વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈના કે અમદાવાદના વલસાડથી પસાર થતા લોકો પણ હાઇવે પરના ઊંબાડિયાના સ્ટોલ પર સ્વાદ માણવાનું ચૂકતા નથી.

સ્થાનિક લોકો માટે પણ રોજગારીના દ્વાર ખૂલ્યા છે :

ઊંબાડિયાનો ચટાકેદાર સ્વાદતો સ્વાદ રસિકોને  ઘેલુ લગાવે છે. આ ચટાકેદાર ઊંબાડિયા એક કિલો ના અઢીસો રૂપિયા થી લઈ 300 રૂપિયા ના ભાવ થી મળે  છે. જોકે તેમ છતાં લોકો મોંઘા ભાવના ઊંબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી, જેના કારણે સ્થાનિક લોકો માટે પણ રોજગારીના દ્વાર ખૂલ્યા છે.

જંક ફૂડ જમાનામાં ફેટી અને ઓઈલી ખાણાની સામે ઊંબાડિયા સ્વસ્થ વર્ધક અને સ્વાદિષ્ટ છે. ત્યારે વલસાડના ગ્રામીણ લોકોને લોકોને ઘર બેઠા જ નવી રોજગારી આપતું આ હેલ્થી ફૂડે આ ગ્રામીણ આદિવાસી લોકો માટે નવી રોજગારીનો માર્ગ પણ ખોલ્યો છે.

આ પણ વાંચો :-

દેવાયત ખવડ “રાણા”નો મામલો છેક દિલ્લી સુધી પહોંચ્યો, જુઓ મયુરસિંહ રાણાના પરિવારે કરી માંગ

0

The case of Devayat Khawad “Rana” reached

  • પીડિત મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડતા લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે.

રાજકોટમાં (Rajkot) પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા (Mayursingh Rana) પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે થોડાક દિવસો અગાઉ રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જ્યાર બાદથી તે અને પોતાનો સાથી મિત્ર પોલીસ પક્કડથી સતત દૂર છે. ગઈકાલે આ અંગે ક્ષત્રિય સમાજે પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી.

દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ગઈકાલે ટળી ગઈ :

વધુમાં તમને જણાવી દઈએ કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઈકાલે ટળી ગઈ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

ધરપકડ નહીં થાય તો સત્યાગ્રહ પર ઉતરીશું : ક્ષત્રિય સમાજના આગેવાન

પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા પહોંચેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો થયાના 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડ અને  તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી નથી. આજે અમે બીજી વખત આવેદન આપવા માટે પહોંચ્યા છીએ. જો હવે દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો અમે કમિશનર કચેરીએ સત્યાગ્રહ પર ઉતરીશું.

આ પણ વાંચો :-