નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ : બેંક એકાઉન્ટમાં સરકાર જમા કરાવશે આટલાં હજાર !

Share this story

At the beginning of the new year

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે આ વખતે 13મો હપ્તો …..

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) 13મો હપ્તો નવા વર્ષની ભેટ તરીકે જાન્યુઆરીની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. બે હજાર રૂપિયાની આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનામાં ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.

જોકે 13માં હપ્તા પહેલા પીએમ કિસાન યોજનાની યાદીમાંથી મોટી સંખ્યામાં લોકોના નામ હટાવી શકાય છે. જમીનના રેકોર્ડ અને ઈ-કેવાયસીની ચકાસણી ન થવાને કારણે ઘણા લોકો પીએમ કિસાન યોજનાની રકમથી વંચિત રહી શકે છે.

જણાવી દઈએ કે 12મા હપ્તા દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકોને લાભાર્થીની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. એકલા ઉત્તર પ્રદેશના લગભગ 21 લાખ લોકોને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં લોકોને આ યોજનાથી દૂર રાખવામાં આવ્યા હતા.

13મો હપ્તો મેળવવા માટે PM કિસાન યોજનાની વેબસાઇટની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. જે ખેડૂતો આવું નહીં કરે તેમના ખાતામાં આ યોજનાની રકમ મોકલવામાં આવશે નહીં.

લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે જોઈ શકો ? 

જો તમે PM કિસાન યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો. તો તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થીની યાદીમાં તમારું નામ જોઈ શકો છો. આ માટે તમારે અધિકૃત વેબસાઈટ પર જઈને ફાર્મર્સ કોર્નરની મુલાકાત લેવી પડશે. અહીં તમે લાભાર્થી સ્ટેટસ પર જઈને તમારું નામ ચકાસી શકો છો. આ સાથે કોઈપણ પ્રકારની સમસ્યા પર હેલ્પલાઈન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરો.

આ પણ વાંચો :-