Home Blog Page 1211

Thar ખરીદવાનું સપનું થશે પૂર્ણ ! કિંમત ઘટાડવા માટે મહિન્દ્રાએ બનાવ્યો આ પ્લાન, થશે મોટો બદલાવ

The dream of buying Thar will be fulfilled

  • જો અહેવાલોનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે. થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે.

મહિન્દ્રા થારનો (Mahindra Thar) ઉલ્લેખ થતાં જ દરેક લોકોણઆ મગજમાં એક દમદાર ઓફ-રોડરની છબી  આવી જાય છે. પાવરફુલ એન્જિન (Powerful engine) અને ખાસ સ્ટાઈલના કારણે આ SUV યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે સુવિધાઓ અને લાભો હોવા છતાં આ SUV તેની ઊંચી કિંમત અને ઓછી સિટિંગ કેપીસીટીને હજુ પણ કારણે ઘણા ખરીદદારોની બકેટ લિસ્ટની બહાર છે.

પણ એક રિપોર્ટ પ્રમાણે સામે આવ્યું છે કે તેનું સસ્તું વર્જન પણ ટૂંક સમયમાં બજારમાં આવવાની અપેક્ષા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મહિન્દ્રા ટૂંક સમયમાં માર્કેટમાં સસ્તી થાર લોન્ચ કરશે. થારનું આ નવું વર્ઝન મોટા ફેરફાર સાથે રજૂ કરવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર મહિન્દ્રા થારને ટૂંક સમયમાં નવી પાવરટ્રેન તરીકે રજૂ કરવામાં આવશે.  આ SUVને નવા 1.5-લિટર ડીઝલ એન્જિન સાથે રજૂ કરવાની તૈયારી થઈ રહી છે જે હાલના 2.2-લિટર (ડીઝલ) અને 2.0-લિટર (પેટ્રોલ) સાથે વહેંચવામાં આવશે. આ નવા એન્જિનને જ ઉમેરતાની સાથે જ આ SUV નવા ટેક્સ બ્રેકેટમાં સરળતાથી ફિટ થઈ જશે કારણ કે તે પહેલાથી જ અંડર ફોર મીટર સેગમેન્ટમાં આવે છે. આ SUVની લંબાઈ માત્ર 3,985 mm છે.

કેવું હશે મહિન્દ્રા થારનું નવું સસ્તું વેરિઅન્ટ :

જણાવી દઈએ કે આ એન્ટ્રી-લેવલ વેરિઅન્ટમાં કંપની 1.5-લિટર ડીઝલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 117hpનો પાવર જનરેટ કરે છે. જો કે કંપનીએ Marazzo માં પણ આ જ એન્જિનનો ઉપયોગ કર્યો હતો. આ એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે અને એવું બની શકે કે તેમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન શામેલ ન પણ કરવામાં આવે. જે આ વેરિઅન્ટની કિંમતને ન્યૂનતમ રાખવામાં મદદ કરશે.

શું હશે કિંમત અને ક્યારે થશે લોન્ચ?

રિપોર્ટ્સ અનુસાર કંપની આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં નવી સસ્તી મહિન્દ્રા થાર રજૂ કરી શકે છે. જો કે લોન્ચ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. પરંતુ એક્સપર્ટસનું માનવું છે કે નવા થારના વર્તમાન મોડલ કરતાં તેની કિંમત ઘણી ઓછી હશે. વર્તમાન મોડલની કિંમત 13.59 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટુનવા વર્ઝનને 10 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-

કોણ છે ટાટાની વહુ માનસી ? જે સંભાળશે ઈનોવા કાર બનાવતી કંપનીની કમાન

0

Who is Tata’s daughter-in-law Mansi

  • નવેમ્બર 2022માં વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુ પછી, કિર્લોસ્કર-ટોયોટા ગ્રુપની કમાન હવે તેમની પુત્રી માનસી ટાટાને સોંપવામાં આવી છે. કંપની દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી હતી.

વિક્રમ કિર્લોસ્કરના (Vikram Kirloskar) નિધન બાદ કિર્લોસ્કર ગ્રૂપે કંપનીની બાગડોર માનસી ટાટાને સોંપી દીધી છે. માનસી ટાટાની નિમણૂક અંગેની માહિતી કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (KIRLOSCAR SYSTEMS PRIVATE LIMITED) દ્વારા આપવામાં આવી હતી. કંપનીએ માનસીને કિર્લોસ્કર સંયુક્ત સાહસના બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

આજે કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ (KSPL) માં માનસી ટાટાની નિમણૂક વિશે માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે તેમને તાત્કાલિક અસરથી કંપનીની કમાન સોંપવામાં આવી છે તમને જણાવી દઈએ કે વિક્રમ કિર્લોસ્કરનું નવેમ્બર 2022માં નિધન થયું હતું. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમની એકમાત્ર સંતાન માનસી કંપનીનું નેતૃત્વ કરી શકે છે.

પત્ની ગીતાજન્લી નિભાવી રહી છે આ જવાબદારી :

આ નિમણૂક પછી માનસી ટાટા ટોયોટા એન્જિન લિમિટેડ, કિર્લોસ્કર ટોયોટા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ, ટોયોટા મેટિરિયલ હેન્ડલિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને ડેનો કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડનું નેતૃત્વ કરશે. પુત્રી માનસી ઉપરાંત વિક્રમ કિર્લોસ્કરની પત્ની ગીતાજન્લી કિર્લોસ્કર કિર્લોસ્કર સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી નિભાવી રહી છે.

કોણ છે માનસી ટાટા

32 વર્ષીય માનસી પહેલાથી જ તેના પિતાની કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ છે. તેણે યુએસએના રોડ આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનથી ગ્રેજ્યુએશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે પિતાને કંપનીમાં મદદ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2019માં તેણીએ નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે લગ્ન કર્યા.

નોએલ ટાટા રતન ટાટાના સાવકા ભાઈ છે. બિઝનેસ ઉપરાંત માનસીને પેઈન્ટિંગનો પણ ઘણો શોખ છે. તેણે 13 વર્ષની ઉંમરે તેનું પ્રથમ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેને સ્વિમિંગનો ખૂબ જ શોખ છે. તમને જણાવી દઈએ કે માનસી અને તેનો પરિવાર ખૂબ જ સાદું જીવન જીવે છે. ટાટા પરિવારની પુત્રવધૂ હોવા છતાં તે લો પ્રોફાઇલ જીવન જીવે છે.

છુટી ગયો પિતાનો સાથ :

ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઈસ ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરનું 29 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. ફોર્ચ્યુનર અને ઈનોવા જેવી કાર ઉત્પાદક ટોયોટાને ભારતમાં લાવવાનો શ્રેય વિક્રમ કિર્લોસ્કરને જાય છે. તેણે 1997માં ટોયોટા સાથે ડીલ કરી હતી. જે બાદ જાપાની કાર બનાવતી કંપનીએ ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો :-

29 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા – થશે મોક્ષની પ્રાપ્તિ

29 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ
નાણાંકીય બાબતો અંગે શુભ પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ
સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ. આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ
નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ
માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતી રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધી ચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
બુદ્ધિથી કાર્ય સફળતા મળતી જણાય. એડ્વોકેટ, વિમા સંબંધી ક્ષેત્રેથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ
અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ
આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતી રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગ‌તિથી આનંદ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આરોગ્ય સારૂં.

ધનઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે. નોકરી-ધંધામાં પ્ર‌ગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ
માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ
અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ ઓઇલ, પેટ્રોલ, ન્યાય ક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારું. આરોગ્ય મધ્યમ.

આ પણ વાંચો :-

શું તમારા Phone ની બેટરી ઝડપથી ડૂલ થાય છે ? તુરંત જ આ સુવિધાને બંધ કરો; દિવસો સુધી ચાલશે

Does your phone’s battery drain quickly

  • ફોન ત્યારે જ શ્રેષ્ઠ છે જ્યારે તેની બેટરી લાઈફ સારી હોય. ઘણા લોકો એપ્સનો વધુ ઉપયોગ કરે છે, જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. પરંતુ ત્યાં એક રસ્તો છે જેના દ્વારા આ સમસ્યા હલ કરી શકાય છે. આવો જાણીએ…

iPhone સૌથી લોકપ્રિય સ્માર્ટફોન છે. ઘણા iPhone વપરાશકર્તાઓને માત્ર એક જ ફરિયાદ હોય છે કે તેમની બેટરી લાઈફ નબળી છે. જેમની પાસે જૂના iPhone ઉપકરણો છે તેઓ એટલા પરેશાન છે કે ફોનને બેથી ત્રણ વાર ચાર્જ કરવો પડે છે. પરંતુ હવે એપલે તેના નવા iPhonesમાં આ સમસ્યા દૂર કરી છે.

iPhone 14 Plus અને iPhone 14 Pro Max ના મોબાઈલની બેટરી લાઈફ વધુ છે અને તે આખો દિવસ આરામથી ચાલી શકે છે. ફોન ત્યારે જ શ્રેષ્ઠ છે જ્યારે તેની બેટરી લાઈફ સારી હોય. ઘણા લોકો એપ્સનો વધુ ઉપયોગ કરે છે. જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. પરંતુ ત્યાં એક રસ્તો છે જેના દ્વારા આ સમસ્યા હલ કરી શકાય છે. આવો જાણીએ…

iPhone નું બેકગ્રાઉન્ડ રિફ્રેશ ફીચર કેવી રીતે બંધ કરવું?

– તમારા iPhone ના સેટિંગ્સમાં જાઓ અને જનરલ પર ટેપ કરો
– બેકગ્રાઉન્ડ રિફ્રેશ પર ટેપ કરો.
– જો તમે કોઈ ખાસ એપ માટે બેકગ્રાઉન્ડ રિફ્રેશ ફીચરને ડિસેબલ કરવા માંગતા હો, તો એપની સામે ટૉગલ દબાવો.
– જો તમે તેને સંપૂર્ણપણે બંધ કરવા માંગતા હો, તો ટોપ પર બેકગ્રાઉન્ડ રિફ્રેશ વિકલ્પ પર ટેપ કરો અને તેને બંધ પર સેટ કરો.
– આ સિવાય તમે WiFi વિકલ્પ પસંદ કરીને બેકગ્રાઉન્ડ રિફ્રેશનો આનંદ માણી શકો છો. તે Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરીને ડેટાને સાચવે છે.

એક સુવિધાને બંધ કરીને તમે ફોનની બેટરીને વધારે સારી રીતે વધુ ચાલે એ ટિપ્સ અજમાવી શકો છો. આ સુવિધા એ બેકગ્રાઉન્ડ રિફ્રેશ છે. આ સુવિધા એપ્લિકેશન્સને બેકગ્રાઉન્ડમાં રિફ્રેશ કરવાની મંજૂરી આપે છે. જ્યારે તમે ફોન ખોલો છો. ત્યારે એપ્સ અપ-ટુ-ડેટ હશે. આવો જાણીએ આ ફીચરને કેવી રીતે બંધ કરવું…

આ પણ વાંચો :-

ઉઠતાની સાથે જ કોફી જોઈતી હોય તો ખાસ વાંચી લેજો, સ્વાસ્થ્યને થઈ શકે છે આ ગંભીર સમસ્યા

If you want coffee as soon as you wake up

  • ઘણા લોકો એવા હોય છે જેમને સવારે ઉઠતાની સાથે જ કોફીની તલબ લાગે છે. જો તમને પણ સવારે ઉઠતા જ કોફી જોઈએ છે તો તમને જણાવી દઈએ કે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એવા ઘણા લોકો છે જે સવારે ઉઠ્યા બાદ પણ થાકેલા અને આળસ મહેસુસ કરે છે. ફરી ઉંઘને ભગાવવા માટે અને એક્ટિવ ફીલ કરવા માટે ઘણા લોકો સવારે કોફીનું સેવન (Coffee consumptionCoffee consumption) કરે છે. કોફીનો એક ધૂંટ પીતા જ લોકોને ખૂબ જ ફ્રેશ ફીલ થાય છે. ઘણા લોકો તો એવા છે જેમની કોફી વગર સવાર પણ નથી થતી.

જો તમે પણ તેમાંથી એક છો અને રોજ સવારે ઉઠતા જ સૌથી પહેલા કોફી પીવો છો તો તમને જણાવી દઈએ કે આમ કરીને તમે પોતાના સ્વાસ્થ્યને બગાડી રહ્યા છો. સવારે ખાલી પેટે કોફી પીવી તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કઈ રીતે…

કેમ ખાલી પેટ ન પીવી જોઈએ કોફી

એવા ઘણા કારણ છે જેના કારણે સવારના સમયે ખાલી પેટે કોફીનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ ખાલી પેટ કોફીનું સેવન ન કરવું જોઈએ. તેનું સૌથી પહેલુ કારણ છે કે સવારે ખાલી પેટે કોફીનું સેવન કરવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધવા લાગે છે જે ઓવ્યૂલેશન, વજન અને હોર્મેન્સ પર ખરાબ અસર કરે છે.

સવારે સ્ટ્રેસ હોર્મોનનું લેવલ ખૂબ વધારે હોય છે અને સાંજના સમયે ખૂબ જ ઓછુ. એવામાં હવે તમે સવારે સૌથી પહેલા કૈફીનનું સેવન કરો છો તો કોર્ટિસોલનું લેવલ ઓછુ થવાની જગ્યા પર વધી જાય છે.

કોર્ટિસોલ હોર્મોન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો તો કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન ખૂબ વધારે થઈ જાય છે. તેના કારણે બ્લડ શુગર લેવલ વધી શકે છે જે ઈંસુલિન હોર્મોનને વધારી શકે છે. કોર્ટિસોલનું લેવલ વધારે થવા પર વજન વધવા અને ઉંધ સાથે સંબંધિત મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :-

પહેલાં AIIMS હવે ભારતીય રેલવેની વેબસાઈટ પર સાયબર એટેક ! 3 કરોડ યુઝર્સનો ડેટા લીક, સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

0

Before AIIMS now cyber attack on Indian Railways website

  • હેકર્સે રેલવે ટિકિટ બુક કરાવનારા 3 કરોડ લોકોનો ડેટા ચોરી લીધો. જેમાં ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, ઉંમર અને લિંગ સહિતની અંગત માહિતીનો સમાવેશ.

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર ડેટા ચોરીના પ્રયાસ બાદ ભારતીય રેલ્વેમાં (Indian Railways) સંભવિત ડેટા ચોરીના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે રેલ્વે કે કોઈ સરકારી અધિકારી દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રાપ્ત અહેવાલો અનુસાર હેકર્સે રેલવે ટિકિટ બુક (Railway Ticket Book) કરાવનારા 3 કરોડ લોકોનો ડેટા ચોરી લીધો છે. તેમાં ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામું, ઉંમર અને લિંગ સહિતની અંગત માહિતીનો સમાવેશ થાય છે.

આ 3 કરોડ લોકોના ડેટાની ચોરી :

એક રાષ્ટ્રીય અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ હેકર ફોરમે 27 ડિસેમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. હેકર ફોરમની વાસ્તવિક ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે ‘શેડો હેકર‘ તરીકે ઓળખાય છે. આરોપ છે કે આ હેકર ફોરમ 3 કરોડ મુસાફરોનો આ ડેટા ડાર્ક વેબ પર વેચી રહી છે.

હેકર જૂથે કહ્યું કે તેની પાસે ભારતીય રેલ્વેમાં ટિકિટ બુક કરાવનારા ત્રણ કરોડ લોકોના ઈમેલ અને મોબાઈલ નંબર સહિતની અંગત માહિતી છે. હેકર જૂથે એવો પણ દાવો કર્યો હતો કે તેણે અનેક સરકારી વિભાગોના અધિકૃત ઈમેલ એકાઉન્ટની ચોરી કરી છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં પત્નીની ફરિયાદ બાદ ફેમસ ‘સની પાજી દા ઢાબા’નાં માલિક અને પિતા ફરાર

The owner and father of the famous

  • અમનવીર સિંઘ ઉર્ફે સની પાજી અને તેમના પિતા સામે પત્નીએ જ ફરિયાદ કરી છે. અત્યારે આ કેસમાં પાછલા બારણે કોઈ પોલીસ કર્મી કે અધિકારી સની પાજીને કેટલી મદદ કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

સની પાજી દા ઢાબા‘ના (Sunny Paji Da Dhaba) સંચાલક પિતા પુત્ર પોલીસ પકડથી બચવા માટે નાસી રહ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે. પત્નીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ પતિ અને સસરાને પકડવા માટે તેમના ઘરે પહોંચી હતી. પરંતુ ત્યાં તેમને ધર્મનો ધક્કો થયો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં અમનવીર સિંઘ ઉર્ફે સની પાજી (Amanveer Singh alias Sunny Paji) અને તેના પિતા તેજન્દ્ર સિંઘ (Tejandra Singh) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાવતાની સાથે મહિલા પોલીસ આરોપી પતિ અને સસરાની ધરપકડ કરવા માટે તેમના ઘરે પહોંચી હતી. પરંતુ પોલીસની ધરપકડથી બચવા બંને પિતા પુત્ર ઘર મૂકીને ભાગી ગયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. ત્યારે ઘર મૂકીને ભાગી ગયેલા પિતા પુત્રને પોલીસે હાજર થવા હુકમ પણ કર્યો છે.

શહેરના જામનગર રોડ પર રહેતી અમ્રિત કૌર ઉર્ફે ભૂમિકા વ્યાસ દ્વારા પોતાના જ પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, તેના લગ્ન શિખ જ્ઞાતિના રિતીરિવાજ મુજબ થયા હતા. 2017ના જાન્યુઆરીના મહિનામાં ગુરુદ્વારા ખાતે તેના અને અમનવીર સિંઘના લગ્ન થયા હતા. લગ્ન પૂર્વે બંને 2014માં ડાન્સ ક્લાસમાં મળ્યા હતા. જ્યાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

લગ્ન જીવન દરમિયાન રાજવીર અને યુવરાજ નામના બે સંતાનો પણ તેમને થયા છે. લગ્ન બાદ પણ સોશિયલ મીડિયામાં છવાઈ રહેતો અમનવીર સિંઘ ઉર્ફે સની અન્ય યુવતીઓ સાથે વાતચીત કરતો હતો. જે બાબતે મને જાણ થતા મેં સનિ તેમજ તેના પિતા સાથે પણ વાતચીત કરી હતી. જે સંદર્ભે મારા પતિએ કહ્યું હતું કે હું અન્ય યુવતીઓ સાથે વાતચીત શરૂ જ રાખીશ. તો બીજી તરફ મારા સસરા પણ મારા પતિને આ બાબતમાં સપોર્ટ કરતા હતા.

મારા પતિ અને મારા સસરા બંને દારૂ પીવાની કુટેવ ધરાવે છે. દારૂ પીને અવારનવાર મારી સાથે ગેરવર્તન કરવામાં આવતું હતું. મારા પતિ પોતાની પાસે રહેલી રિવોલ્વર અને તલવાર બતાવી તને મારી નાખીશ તેવી ધમકી પણ આપતા હતા. મારા સસરાએ મને પહેરેલા કપડે મારા પિયરમાં મૂકી ગયા હતા.

ત્યારથી આજ દિવસ સુધી હું મારા પિયર ખાતે રહું છું. તેમજ મારા દાગીના કરિયાવરમાં જે કંઈ પણ વસ્તુ હું લાવી હતી. તે તમામ વસ્તુ ભેગી એક પણ વસ્તુ મને પાછી આપવામાં નથી આવી.  અત્યાર સુધીમાં મારા પરિવારના વડીલો દ્વારા પાંચ પાંચ વખત સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં મારા પતિ સુધર્યા નથી.

ઉલ્લેખનીય છે કે, અમનવીર સિંઘ ઉર્ફે સની પાજી પોલીસ અધિકારીઓ સાથે સારો ઘરબો ધરાવે છે. કોઈ નવા પોલીસ અધિકારી ક્રાઈમ બ્રાન્ચ કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવે તો તેમને ગુલદસ્તો આપવાની ટેવ પણ ધરાવે છે.

VIDEO : જોવા ગયા હતા સલમાન ખાનને પણ ખાવા પડ્યા ડંડા : જુઓ સલમાનના ફેન્સની કેવી થઈ હાલત

VIDEO : Salman Khan also had to eat Danda

  • સલમાન ખાનના ચાહકો પર મુંબઈ પોલીસે તેના જન્મદિવસ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો સોમવારનો છે. જ્યારે સલમાન પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો.

સલમાન ખાનના (Salman Khan) ચાહકો પર મુંબઈ પોલીસે તેના જન્મદિવસ (birthday) પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો સોમવારનો છે. જ્યારે સલમાન પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. જોકે રવિવાર રાતથી જ સલમાનનો જન્મદિવસ ચાલી રહ્યો હતો અને હંમેશની જેમ તેણે તેના પનવેલ ફાર્મહાઉસ પર પરિવાર અને મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ આ વખતે આખો દિવસ ત્યાં વિતાવવાને બદલે સલમાને મુંબઈ (Mumbai) વહેલા પરત ફરવાનું નક્કી કર્યું.

આ સમાચાર તેના ચાહકો માટે ખાસ બન્યા. પરિણામે બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ સ્થિત તેમના એપાર્ટમેન્ટ ગેલેક્સીની સામે લોકોની ભીડ થઇ હતી. ચાહકોની ભીડ જોઈને સલમાન બાલ્કનીમાં આવ્યો અને તેમનું અભિવાદન કર્યું. પરંતુ ધીમે-ધીમે ભીડ અને સ્થિતિ બગડવા લાગી. લોકો ત્યાં લગાવેલા બેરિકેડસમાંથી બહાર આવ્યા અને હંગામો મચાવવા લાગ્યા. પરિણામે મુંબઈ પોલીસે લોકોને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સલમાનને જોઈને લોકો પાગલ થયા :

કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ગેલેરીમાં ફેન્સનું અભિવાદન કરવા પહોંચ્યા પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. સલમાનને જોઈને ઘણા ચાહકો બેકાબૂ થઈ ગયા. આવી સ્થિતિમાં ત્યાં તૈનાત પોલીસે પરિસ્થિતિ તેમના હાથમાંથી નીકળી જતી જોઈ. લોકો એકબીજાને ધક્કો મારીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘણા લોકોએ પોલીસને પાછળ ધકેલી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે લાઠીચાર્જ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો :-

હવેથી ભાજપના નેતાઓ સરકારી કારનો નહીં કરી શકે ઉપયોગ, લેવાયા આ નિર્ણયો

0

From now on, BJP leaders cannot

  • ગુજરાતમાં અત્યાર સુધી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કોઈ પણ સંગઠનના કાર્યક્રમોમાં જવા માટે સરકારી કારનો જ ઉપયોગ કરતા હતા. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બનતાંની સાથે જ તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા હતા જે હવે પછી નહીં કરી શકે.

ગુજરાતમાં ભાજપના મોટા નેતાઓ (BJP leader) નારાજ થઈ જાય એવો નિર્ણય લેવાયો છે. સત્તા અને સંગઠનમાં પાવર ધરાવતા ઘણા નેતાઓ સરકારી કારોનો દુરોપયોગ કરતા હતા. હવે એ નહીં કરી શકે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે સરકારી કારનો ઉપયોગ કરી શકશે નહીં. વાહન વ્યવસ્થાને (Vehicle management) લઈને એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ નિર્દેશના અનુસાર હવે ભાજપના નેતા, સાંસદ, ધારાસભ્ય સરકારી ગાડીઓનો ઉપયોગ કરી શકશે નહીં. નિર્દેશમાં ચોખ્ખુ જ કહેવામાં આવ્યું છે કે ભાજપના પ્રદેશ પદાધિકારીઓને સરકારી કારની સુવિધા હવે નહીં આપવામાં આવે અને નેતાઓએ તેમની પોતાની જ કારનો ઉપયોગ કરવાનો રહેશે. જેને પગલે નેતાઓને પોતાનો રૂઆબ ઘટ્યા હોવાનો અહેસાસ થઈ શકે છે.

પાર્ટી નેતા કરતા હતા સરકારી કારનો દુરોપયોગ કરતા હોવાની અનેક ફરિયાદો હતી. આખરે આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કોઈપણ સંગઠનના કાર્યક્રમોમાં જવા માટે સરકારી કારનો જ ઉપયોગ કરતા હતા. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બનતાંની સાથે જ તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા હતા જે હવે પછી નહીં કરી શકે.

કાર્યાલયથી કાર સાથે ડ્રાઈવરની સુવિધાનો ઉપયોગ કરવામાં આવતો હતો જે હવે ભાજપમાં પ્રદેશ પદાધિકારીઓને આ સુવિધા હવે આપવામાં નહીં આવે. નિર્દશો મુજબ પ્રદેશના પદાધિકારીઓને હવે તેમની પોતાની કાર લઈને કાર્યક્રમમાં જવાનું રહેશે. આ વાહન વ્યવસ્થામાં કરાયેલા બદલાવથી ઘણા ઉચ્ચ નેતાઓ નારાજગી વ્યકત કરી હતી પણ આદેશ માનવા સિવાય છૂટકો નથી કારણ કે ભાજપ એ શિસ્તમાં માનનારી પાર્ટી ગણાય છે.

આ પણ વાંચો :-

શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત, હવે આ ખેલાડી બન્યો ટી20 ટીમનો કેપ્ટન

0

Team India announced for Sri Lanka series

  • શ્રીલંકાના વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 અને વનડે સીરીજ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત થઈ ગઈ છે. બંને ટીમોની વચ્ચે 3 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત થશે.

ટીમ ઈન્ડીયા (Team India) નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકાના વિરૂદ્ધ ત્રણ મેચોની ટી20 અને એટલી જ વનડે સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી દીધી છે.

ચેતન શર્મા (Chetan Sharma) ના નેતૃત્વવાળી સસ્પેંડેડ પસંદગી સમિતિએ જ આ સીરીઝ માટે ટીમ ઈન્ડીયાના સ્ક્વોડની પસંદગી કરી છે. ટી20 સીરીઝમાં હાર્દિક પંડયા (Hardik Panday) ટીમની કમાન સંભાળશે.

શ્રીલંકા વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝ  :

તારીખ મેચ સ્થળ
3 જાન્યુઆરી પ્રથમ ટી20 મુંબઇ
5 જાન્યુઆરી બીજી ટી20 પુણે
7 જાન્યુઆરી ત્રીજી ટી20 રાજકોટ
10 જાન્યુઆરી પ્રથમ વનડે ગુવાહાટી
12 જાન્યુઆરી બીજી વનડે કલકતા
15 જાન્યુઆરી ત્રીજી વનડે તિરૂવનંતપુરમ

આ પણ વાંચો :-