Home Blog Page 1207

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીની કારને નડ્યો અકસ્માત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

0

Indian cricket team player

  • અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ખેલાડી રિષભ પંતની (Rishabh Pant) કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ (Hammadpur Jal) પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી (Plastic surgery) કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર રિષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડો. સુશીલ નાગરે જણાવ્યું કે, હાલમાં રિષભ પંતની હાલત સ્થિર છે. તેમને રૂરકીથી દિલ્હી રેફર કરવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રિષભ પંત :

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર રિષભની ​​કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના ? 

શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર રિષભ પંત કારમાં દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યા હતા.જણાવી દઈએ કે રિષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેમની કાર નરસન નગર પહોંચી. ત્યારે કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ. આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઉતાવળમાં ક્રિકેટર રિષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંથી તેમને દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન…

0

Prime Minister Narendra Modi

  • હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

વડાપ્રધાન મોદીએ (Narendra Modi) ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાનની માતા હીરાબાનું નિધન થયુ છે. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના (Heeraba) નિધનની જાણકારી આપી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ

મોદીજીએ બીજા એક ટ્વીટ માં લખ્યું છે કે, જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવન જીવો, એટલે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતાથી જીવન જીવો.

આ પણ વાંચો :-

દીપિકાની “ભગવા બિકીની” પર ફરશે સેંસર બોર્ડની કાતર, મેકર્સે ‘બેશરમ રંગ’માં કરવા પડશે ફેરફાર

Deepika’s ‘Saffron Bikini’ to Censor Board

  • ‘પઠાણ’ ફિલ્મ હાલમાં જ સર્ટિફિકેશન માટે સીબીએફસી એગ્ઝામિનેશન કમિટી પાસે પહોચી. ફિલ્મને ખૂબ જ બારીકાઈથી જોવામાં આવી. આ ફિલ્મ 2023માં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલિઝ થવાની છે.

વર્ષ 2023માં આવનારી ફિલ્મ પઠાણને લઈને ઘણો હંગામો થઈ રહ્યો છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને દીપિકા પાદુકોણની (Deepika Padukone) મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પઠાણના પહેલા સોન્ગ ‘બેશરમ રંગ‘ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દીપિકા પાદુકોણની ‘ભગવા બિકીની’ને લઈને ઘણું રાજકારણ થયું હતું.

ફિલ્મ પર બેન મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે. સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સે ફિલ્મમાં ઘણા ફેરફાર કરવા પડશે.

સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ પઠાણ હાલમાં જ સર્ટિફિકેશન માટે CBFC એગ્ઝામિનેશન કમિટી પાસે ગઈ હતી. CBFCની ગાઈડલાઈન અનુસાર ફિલ્મને બારીકાઈથી જોવામાં આવી હતી. કમિટીએ મેકર્સને ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સલાહ આપી છે. આ ફેરફારો ફિલ્મના સોન્ગ વિશે પણ છે. કમિટીએ પઠાણને તેની થિયેટર રિલીઝ પહેલાં રિવાઈઝડ વર્ઝનને સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.

એજન્સી અનુસાર, CBFC સોર્સ કહે છે કે “સેન્સર બોર્ડ હંમેશા જ ક્રિએટિવ એક્સપ્રેશંસ અને લોકોની સેંસિબિલિટી વચ્ચે યોગ્ય બેલેન્સ જાળવી રાખે છે.” અમારું માનવું છે કે પરસ્પર વાતચીત દ્વારા તમામ મુદ્દાઓનો ઉકેલ શોધી શકાય છે. જ્યાં સુધી સૂચિત ફેરફારો ન થાય ત્યાં સુધી, હું જણાવવા માંગુ છું કે આપણી સંસ્કૃતિ અને માન્યતાઓ ભવ્ય, જટિલ અને સૂક્ષ્મ છે.

પઠાણ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થશે. શાહરૂખ ખાન આ ફિલ્મથી 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. પઠાણમાં દીપિકા પાદુકોણ સાથે શાહરૂખની જોડી છે. બંને કલાકારો જ્યારે પણ સિલ્વર સ્ક્રીન પર સાથે આવ્યા છે ત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચી ગઈ છે. શાહરૂખ અને દીપિકાની આ ફિલ્મ શું તહેલકો મચાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :-

30 ડિસેમ્બર 2022 રાશિફળ : શુક્રવારના રોજ માં મોગલની કૃપા થશે આ રાશીઓ પર – મળશે સફળતાના માર્ગ

December 30, 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઈચ્છિત આવકની પ્રા‌પ્તિ અટકે. સ્વાસ્ધ્ય સાચવવું. નવા નાણાકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ
આધાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનસુખ સારું. મિત્રોથી લાભ. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારું રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ
માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભાવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઈ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણીશીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ
આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી-ખાંસી-કફથી સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીની પ્રગતિથી આનંદ. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
નાણાકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ. સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃશ્ચિકઃ
આત્મબળ વધતા અગત્યના નિર્ણયો મક્કમતાથી લઈ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ
નાણાકીય આવક વધતી જણાય. નાના ભાઈ બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારું. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ
સમાજસેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટિરિયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેષ લાભ.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસું મજબૂત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ
મનમાં ચંચળતા વધે. વિચારવાયુંનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના ચાંદીની ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો :-

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાની રોકા સેરેમનીનો પહેલો ફોટો થયો વાયરલ

0

First photo of Mukesh Ambani

  • અંબાણી પરિવારમાં હાલમાં ઉજવણીનો માહોલ છે. હવે સારા સમાચાર જ કંઈક આવા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે રોકા સેરેમની યોજાઈ છે. હવે બંને બહુ જલ્દી બંને લગ્ન કરી લેશે.

અંબાણી પરિવારમાં (Ambani family) હાલમાં ઉજવણીનો માહોલ છે. હવે સારા સમાચાર જ કંઈક આવા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની (Anant Ambani) રાધિકા મર્ચન્ટ સાથે રોકા સેરેમની યોજાઈ છે. હવે બંને બહુ જલ્દી બંને લગ્ન કરી લેશે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા રોકા સેરેમની યોજાઈ હતી. આ કપલની રોકા સેરેમનીની (Roca Ceremony) પહેલી તસવીર સામે આવી છે. તેમની વિધિ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.

અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળી છે. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.

કોણ છે રાધિકા મર્ચન્ટ ?

રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન એક હેલ્થકેર ફર્મના CEO છે. રાધિકાએ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 2017માં તેઓ સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ઈસ્પ્રાવા ટીમમાં જોડાયા હતા. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેને વાંચન, ટ્રેકિંગ અને સ્વિમિંગનો શોખ છે. રાધિકા અને અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા અને અનંતનો એક સાથે ફોટો 2018માં વાયરલ થયો હતો.

આ પણ વાંચો :-

પાકમાં ખળભળાટ ! ઈમરાન ખાનના 6 વીડિયો લીક, મહિલાથી માંડીને યુવાન સાથે બાધ્યાં સંબંધ

Bustle in the crop! 6 sex videos of Imran Khan leaked

  • પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન એક મોટા વિવાદમાં ફસાયા છે. ઈમરાન ખાનના 6 સેક્સ વીડિયો લીક થતા ખળભળાટ મચ્યો છે.

પાકિસ્તાનની (Pakistan) રાજનીતિમાં ઈમરાન ખાનના (Imran Khan) સેક્સ ઓડિયો બાદ હવે આ વીડિયોને લઈને તોફાન મચ્યું છે. ઈમરાન ખાન 6 સેક્સ વીડિયો લીક (Sex video leak) થયા છે જે કેટલાક પત્રકારો, બિઝનેસમેન અને અન્ય મહત્વના લોકો સુધી પહોંચ્યા છે અને તેમાંના કેટલાક તો વાયરલ પણ થવા લાગ્યાં છે.

પાકિસ્તાનના જાણીતા પત્રકાર અસદ તૂરે ખુલાસો કર્યો છે કે આ સમયે પાકિસ્તાનના કેટલાક લોકો સુધી કુલ 6 સેક્સ વીડિયો પહોંચ્યા છે. તૂરે કહ્યું કે આ તમામ વીડિયો ઈમરાન ખાનના નજીકના લોકોએ બનાવ્યા છે.

પહેલા વીડિયોમાં ઈમરાન દેખાયા આયલા મલિક સાથે વાંધાજનક હાલતમાં : 

પહેલા વીડિયોમાં ઈમરાન ખાન કથિત રીતે પાકિસ્તાનની પૂર્વ સાંસદ આયલા મલિક સાથે જોવા મળી રહ્યા છે. આ એ જ આયલા મલિક છે જેની સાથે ઈમરાન ખાનનો કથિત ફોન સેક્સ ઓડિયો આવ્યો છે.

બીજા વીડિયોમાં યુવક સાથે સંબંધ :

બીજા સેક્સ વીડિયોમાં ઈમરાન ખાન એક યુવક સાથે જોવા મળી રહ્યાં છે અને તેની સાથે સંબંધ બાંધી રહેલા જોવામાં આવ્યાં હતા.

ત્રીજા વીડિયોમાં સ્વિમિંગ પૂલમાં ગંદી હરકત  :

ત્રીજા વીડિયોમાં ઈમરાન સ્વિમિગ પૂલમાં એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં મસ્તી કરી રહેલા દેખાય છે. ઈમરાન તેમની સાથે સેક્સી ટોક પણ કરી રહ્યાં છે.

ચોથા વીડિયોમાં યુવક સાથે દેખાયા :

ઈમરાન ખાને ચોથા વીડિયોમાં એક જવાન વ્યક્તિ સાથે સંબંધ બાંધ્યો હોવાનો પણ દાવો પાક.પત્રકારે કર્યો છે.
આમાંથી મોટાભાગના વીડિયોમાં ઓડિયો નથી હોતો. આ બતાવે છે કે જે વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો છે તે પોતાની ઓળખ છુપાવવા માંગતો હતો.

પાંચમા-છઠ્ઠા વીડિયોમાં શું છે :

પાંચમા વીડિયોમાં ઈમરાન ખાન વાંધાજનક સ્થિતિમાં બેઠા છે અને તેઓ ગંદી ગંદી વાતો કરી રહ્યાં છે. છઠ્ઠા સેક્સ વીડિયોમાં પણ તેઓ એક મહિલા સાથે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્લેબોયની ઈમેજ ધરાવતા ઇમરાન ખાને સત્તાવાર રીતે ત્રણ લગ્ન કર્યા છે પરંતુ ઘણી મહિલાઓ સાથે તેમના આડા સંબંધો રહ્યાં છે.

આ પણ વાંચો :-

 

અન્નપૂર્ણા યોજનાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, ગુજરાતના 29 સેન્ટર પર મળશે આટલાં રૂપિયામાં ભોજન

0

The government has taken a big decision

  • આજથી રાજ્યમાં અન્નપૂર્ણા યોજનાના વધુ 29 કેન્દ્રો ખુલશે. અગાઉ ઓક્ટોબર મહિનામાં 22 કેન્દ્ર ખોલવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ 5 રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવામાં આવે છે..

બુધવારે કેબિનેટમાં લેવાય નિર્ણય મુજબ અમદાવાદ ખાતે 28 અને ગાંધીનગર ખાતે એક એમ કુલ 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) શરૂ કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રો ઉપર આવનાર શ્રમિક પોતાનું ઈ નિર્માણ કાર્ડ લઈ આવશે અને તેનો ક્યુ આર કોડ સ્કેન (QR code scan) કરાવી પોતાના ટિફિનમાં કે જમવા માટે રૂપિયા પાંચમા ટોકન ટોકન દરે તેને અને તેના પરિવારને એક સમયનું ભોજન પૂરું પાડવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં બંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનો માટે કાર્યરત શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સેવાઓનું વિસ્તરણ કરીને આવતીકાલ તારીખ ૨૯-૧૨-૨૦૨૨ થી રાજ્યમાં વધુ નવા ૨૮ જેટલા કડિયાનાકા પર આ સુવિધાનો શુભારંભ કરાવવામાં આવશે. આમ હવે રાજ્યના કુલ ૫૧ કડિયાનાકા – વિતરણ કેન્દ્રો પર આ યોજનાની સેવાઓ ઉપલબ્ધ બનશે.

મુખ્યમંત્રીના સક્ષમ નેતૃત્વ અને શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે પોષણયુક્ત ભોજન મળી રહી તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂર્ણા યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેના પરિવારજનોને પ્રતિ વ્યક્તિ માત્ર રૂ. 5/- ના નજીવા દરે સાત્વિક અને પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. બાંધકામ સાઈટ પર 50 થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

આ 29 કડીયાનાકા પર માસિક ૭૫ હજાર જેટલા ભોજન વિતરણ થશે. આ અગાઉ અમદાવાદના 19 કેન્દ્રો અને ગાંધીનગરના ત્રણ કેન્દ્રો ઉપર આ યોજના ચાલુ હતી અને આજે અમદાવાદના 28 કેન્દ્રો અને ગાંધીનગરના એક કેન્દ્ર એમ કુલ મળીને 51 કેન્દ્રો ઉપર હાલ આ યોજના કાર્યરત રહેશે.

તારીખ 8 ઓક્ટોબર, 2022 થી આજ દિન સુધી 1.83 લાખ કરતા વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન લેવામાં આવેલ છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત 2017થી અત્યાર સુધી કુલ 1.16 કરોડ જેટલા ભોજન વિતરણ થયા છે.

જરૂરિયાત ધરાવતા મહત્તમ લોકો આ યોજનાનો લાભ લે અને તેમને કમસેકમ એક ટાઈમનું પૌષ્ટિક ભોજન મળી રહે તેઓ શુભ આશય આ યોજના હેઠળ છે. આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવેલ છે. સદર પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. તેનું પોર્ટલ સી.એમ.ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઈન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં રાજ્યના વિવિધ મહાનગરોમાં શ્રમિક અન્નપુર્ણા યોજના હેઠળ નવા કેન્દ્ર શરૂ કરવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે.

આ પણ વાંચો :-

ટૂંક સમયમાં લગ્ન કરી રહ્યા છે તારક મહેતાના “અય્યર ભાઈ” ! બબીતા કરતા પણ વધુ સુંદર દેખાય છે તેમના થનારા પત્ની

Tarak Mehta’s “Iyer Bhai” is getting married soon

  • માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે, કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી’ને પણ માત આપે છે.

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ (Tarak Mehta Ka Ulta Chashma) ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્રો દર્શકોને હસાવવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. ખાસ કરીને શોમાં ‘અય્યર’  અને ‘બબીતા ​​જી‘ની (Babita G) જોડી દ્વારા લોકોને ખૂબ હસાવવામાં આવે છે. આ બંનેની જોડી પર ‘જેઠાલાલ’ની (Jethalal) મસ્તી પણ લોકોને ગમે છે.

લોકો ‘બબીતા ​​જી’ એટલે કે મુનમુન દત્તાની સુંદરતાના કાયલ છે. માત્ર રીલ લાઈફમાં જ નહીં રીયલ લાઈફમાં પણ ‘અય્યર’ તેની પત્નીના મામલામાં નસીબદાર છે. કારણ કે તેની ભાવિ પત્ની સુંદરતાની બાબતમાં ‘બબીતા ​​જી‘ને પણ મ્હાત આપે છે.

લગ્ન કરવા જઈ રહ્યા છે અય્યર  :

મીડિયા અહેવાલ અનુસાર,’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘અય્યર’નું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે રિયલ લાઈફમાં કોઈને ડેટ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. આ સમાચાર પછી તેના ફેંસ ખૂબ જ ઉત્સુક છે અને તે જાણવા માંગે છે કે રિયલ લાઈફમાં તેની ભાવિ પત્ની કોણ છે.

કોણ છે ઐયરની પત્ની?

અત્યાર સુધી તનુજ મહાશબ્દેની ભાવિ પત્ની વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ સમાચાર એ છે કે તેની મંગેતર ખૂબ જ સુંદર છે. તનુજની મંગેતર હોટનેસના મામલે ‘બબીતા ​​જી’ કરતા બે ડગલાં આગળ છે. હાલમાં તનુજ મહાશબ્દેએ તેની ભાવિ પત્નીનો ચહેરો કે તેનું નામ ફેંસ સાથે શેર કર્યું નથી. ફેંસને આશા છે કે તેઓ ટૂંક સમયમાં રહસ્ય પરથી પડદો ઉઠાવશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે.

ક્યારે કરશે લગ્ન?

તનુજ મહાશબ્દે વિશેના આ સમાચાર સાંભળ્યા બાદ ફેંસ તેને પૂછી રહ્યા છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે? સાથે જ ઘણા ફેન્સ પણ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે. ત્યાં જ કેટલાક ફેંસનું કહેવું છે કે ‘અય્યર’ની અસલી પત્નીને જોઈને ‘જેઠાલાલ‘ પણ ચોંકી જશે.

આ પણ વાંચો :-

સુરતમાં કરોડોના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડને લઈને થયો મોટો ખુલાસો

0

There was a big revelation about

  • છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઈ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.

પાલિકાએ શહેરને સ્માર્ટ બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે અનેક વખત સ્માર્ટ પ્રોજેકટ (Smart project) ઉકરડા સમાન બની જતા હોય છે. ત્યારે સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સિટી બસ સ્ટેન્ડમાંથી 80% બસ સ્ટેન્ડ નકામા હોવાનું સામે આવ્યું છે.

આ આરોપ ખુદ ભાજપના કોર્પોરેટર દ્વારા જ લગાડવામાં આવ્યા છે. આ સાથે જ સ્ટેન્ડ પર બસ ઊભી રહેવાના બદલે ડ્રાઇવર રસ્તાની વચ્ચે જ બ્રેક મારી પેસેન્જર બેસાડતા હોવાની ફરિયાદ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઊઠી હતી. આ અંગે સિટી લિંકને અકસ્માતો પર અંકુશ મેળવવા ચાલકો માટે ટ્રેનિંગ વર્કશોપ યોજવા માંગ કરાઈ હતી.

મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં પાલિકા સંચાલિત સિટી બસના લીધે અવાર-નવાર અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્ય વ્રજેશ ઉનડકટે બસચાલકો દ્વારા નિયમોની અવગણના કરવા સામે કડક પગલાં ભરવા રજૂઆત કરી હતી.

ઉનડકટે પાલિકા કમિશનરને રજૂઆત કરતાં કહ્યું કે, પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચે સિટી બસ સ્ટોપ બનાવ્યા છે. જોકે હાલ 80 ટકા બિન ઉપયોગી દેખાઈ રહ્યા છે. ચાલકો બસ સ્ટેન્ડનો ઉપયોગ કરતાં જ નથી અને એકલ-દોકલ પેસેન્જર માટે પણ રોડ પર જ એકાએક બ્રેક મારી દે છે. જેથી પાછળ આવતા વાહનોના અકસ્માત થાય છે.

આ અંગે તેમણે કિસ્સા પણ રજૂ કર્યાં હતાં. આ સાથે જ શહેરભરના બસ સ્ટેન્ડ રેનબસેરા બની ગયા છે તો કેટલાકમાં ફેરિયા અને અસામાજિકોનો કબજો થઈ ગયો છે. જેથી સ્ટોપની મરામત કરવા પણ રજૂઆત કરાઈ હતી.

આ પણ વાંચો :-