Home Blog Page 1189

06 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ -લખો ‘હર હર મહાદેવ’

06 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે, ત્યારબાદ મોજ-શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્રફળ મળતું જણાય.

મિથુન
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્ક
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્રવર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યા
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલા
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક
નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય.‌ વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધન
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મેડિટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકર
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેતું જણાય.

કુંભ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદ-ખાંસી રહે. આઈસ્ક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીન
નાના ભાઈ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

 

05 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : આ 6 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે માં ખોડલ- લખો “જય શ્રી ખોડિયાર”

05 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણ મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે, બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ
રોગપ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકર-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનોસાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્યું છે. આજે સંભાળજો. શરદી-ખાંસી, તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

સુંદર યુવતીના ચક્કરમાં ફસાયા વૃદ્ધ વેપારી : પાટણમાં ઝડપાઈ હનીટ્રેપની ગેંગ, પડાવતા હતા લાખો રૂપિયા

0

Old businessman caught in the circle of a beautiful girl

  • પાટણ તાલુકાના એક વ્યક્તિને ટોળકી દ્વારા હનીટ્રેપમાં ફસાવી તેની પાસે પૈસાની માંગણી કરી હતી. વેપારીએ આ ઠગ ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળકીને ઝડપી પાડી હતી.

પાટણમાં ઈંટોના વ્યવસાય (Brick business) સાથે સંકળાયેલા વ્યક્તિને મહિલા દ્વારા ફોન કરી તેઓને મળવા બોલાવ્યા હતા. જે બાદ વેપારી સામે કેસ કરવાની મહિલા સાથે રહેલ અન્ય આરોપીઓ દ્વારા પણ વેપારીને ફરિયાદ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

વેપારી સાથે મારઝુડ કરી પૈસાની માંગણી કરી :

મળતી માહિતી મુજબ હનીટ્રેપનો ભોગ બનનાર વ્યક્તિએ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ તેઓના મોબાઈલ નંબર પર એક અજાણી મહિલાનો ફોન  આવ્યો હતો અને તેમને મહિલાએ મળવા બોલાવ્યા હતા. ભોગ બનનાર મહિલાને મળવા ગયા હતા. મહિલા સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા.

બીજા દિવસે પણ મહિલાએ તેઓને બાલીસણા મળવા બોલાવ્યા હતા. ત્યારે ભોગ બનનાર પોતાની ગાડી લઈને બાલીસણા મહિલાને મળવા ગયા હતા. ત્યારે બાદ મહિલાને ખેતરમાં લઈ જઈ તેની સાથે શારીરીક સબંધ બાંધ્યા હતા. તે દરમ્યાન પાંચ શખ્શો ત્યાં આવી ચડ્યા હતા અને વેપારી સાથે મારઝુડ કરી વેપારીનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવ્યો હતો.

મામલાની પતાવટ માટે ટોળકીએ વેપારી પાસે પાંચ લાખની માંગણી કરી :

મહિલા તેમજ તેની સાથે આવેલા પાંચ શખ્શોએ વેપારીને કહેલ કે તમે મહિલા પર બળાત્કાર કર્યો છે અને પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. પાંચ શખ્શોએ વેપારીના ખીસ્સા તપાસી રૂપિયા એક લાખ પડાવી લીધા હતા.

ત્યારે સમગ્ર મામલાની પટાવટ માટે પાંચ લાખની માંગણી કરી વેપારીને ઘરે મોકલ્યો હતો. વેપારીએ ઘરે પહોચ્યા બાદ તેના પુત્રને સમગ્ર આપવીતી જણાવી હતી. જે બાદ પુત્રએ પોલીસમાં ફરિયાદ કરવાનું કહેતા વેપારીએ બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાંચ આરોપીઓ ઝડપાયા જ્યારે બે આરોપીઓ ફરાર :

હનીટ્રેપની તપાસ પાટણ એલ.સી.બી.ને સોંપવામાં આવતા પોલીસે પૂજા સંજયકુમાર જોષી,  સંજયજી સોમાજી ઠાકોર, મંગાજી બચાજી ઠાકોર, અનિલ પરમાર, રાજપૂત હિંમતસિંહને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બે આરોપીઓ ઠાકોર નવઘણજી દેવાજી અને ઠાકોર વામનજી ભેમાજીની શોધખોળ હાથ ધરી પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4 લાખ 61 હજારનો મુદ્દામાદ કબ્જે કર્યો હતો.

આ પણ વાંચો :-

‘સ્ટાર બનવા માટે આદિલે મારો ઉપયોગ કર્યો’- રાખી સાવંતે પતિ પર…

Adil used me to become a star

  • રાખી સાવંતના પતિ આદિલ ખાન સાથેના સંબંધો ખૂબ જ તંગ ચાલી રહ્યા છે. તે તેના પતિ પર ગુસ્સે થઈને છેતરપિંડીનો આરોપ લગાવતી જોવા મળી રહી છે.

ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત (Rakhi Sawant) માટે આ સમય સારો નથી ચાલી રહ્યો. અભિનેત્રીએ તાજેતરમાં તેની માતા ગુમાવી છે. આ સિવાય તેના પતિ આદિલ ખાન (Adil Khan) સાથે પણ તેના સંબંધો ખૂબ જ તંગ ચાલી રહ્યા છે. હાલમાં જ રાખી સાવંતના કેટલાક વીડિયો (Videos) સામે આવ્યા છે જેમાં તે પોતાના પતિ પર ગુસ્સે થઈને તેના પર છેતરપિંડીનો (Fraud) આરોપ લગાવતી જોવા મળી રહી છે. રાખીને જોઈને લાગે છે કે અભિનેત્રીના લગ્ન જોખમમાં છે.

વિરલ ભિયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક વીડિયો શેર કર્યા છે, આ વીડિયોમાં રાખી રડતી જોવા મળી રહી છે. તે પતિ આદિલની વાત કરી રહી છે. તેને ચેતવણી પણ આપી છે. વીડિયોમાં રાખી કહે છે કે, મેં સત્ય સાથે ઈસ્લામ કબૂલ કર્યો છે. હું ઉમરાહ માટે જઈશ. હું 30 દિવસ ઉપવાસ કરીશ.

હું ભગવાનમાં માનું છું અને હું સાચી પત્ની છું. હું નથી ઈચ્છતી કે તમે હવે આદિલનો કોઈ ઈન્ટરવ્યુ લો અને તેને સ્ટાર બનાવો. તે આજ ઈચ્છતો હતો. તેણે મારો ઉપયોગ કર્યો. તેણે મને કહ્યું કે તે છોકરીને છોડી દેશે. કુરાન પર શપથ પણ લીધા હતા. પરંતુ આદિલે તે છોકરીને બ્લોક ન કરી અને હવે તે છોકરી તેને બ્લેકમેલ કરી રહી છે.

આદિલનું બીજી છોકરીઓ સાથે અફેર :

રાખી સાવંતે આદિલ પર વધુ આરોપ લગાવતા કહ્યું કે, હવે મારી માતા નથી,  મને કોઈ વાતનો ડર નથી. હું તે છોકરાને ચેતવણી આપવા માંગુ છું કે જ્યારે હું બિગ બોસ મરાઠીમાં હતી. ત્યારે મારો ઘણો ફાયદો લેવામાં આવ્યો હતો. આદિલે મારા 8 મહિનાના લગ્નને ગુપ્ત રાખ્યા અને અન્ય યુવતીઓ સાથે અફેર ચાલુ રાખ્યા. અને મીઠી-મીઠી વાતો કરી. કહે છે કે હું તેમના માટે ભગવાન છું. પરંતુ એવું નથી. ભગવાન સાથે મારી સરખામણી ન કરો. હું માટી છું અને માટીમાં ભળી જઈશ. મારે પત્ની, બાળકોની માતા બનવું છે. હું એક માનવી બનવા માંગુ છું.

અંતે રાખીએ કહ્યું કે તે હવે આદિલના અફેરના ફોટા અને વીડિયો હાલ નહી બતાવે. તે શાંત રહેશે. પરંતુ જ્યારે સમય આવશે. ત્યારે તે બધા રહસ્યો જાહેર કરશે. તેણે આદિલને ચેતવણી આપી છે અને તે બદલો લેવાના મૂડમાં હોવાનું જણાય છે. એવું લાગતું હતું કે રાખીનું અંગત જીવન ફરી એકવાર પાટા પર આવશે પરંતુ હવે તે દેખાતું નથી. રાખીની માતાના મૃત્યુ સમયે તેનો પતિ આદિલ તેની સાથે હતો. બધું બરાબર હતું. પરંતુ હવે રાખીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો :-

ડાયટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ, સવારે ઉઠતાં જ ગ્લોઈંગ અને સુંવાળી દેખાશે ત્વચા

Include these five things in the diet

  • આવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે ત્વચાને નિખારવામાં મદદરૂપ સાબિત થાય છે. ફૂલ જેવી ત્વચા મેળવવા માટે તમારે પણ આ વસ્તુઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ.

કહેવાય છે કે આપણે જે પણ ખોરાક (Food)  લઈએ છીએ તેની સીધી અસર શરીરના આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય પર પડે છે. તમે જોયું જ હશે કે લાંબા સમય સુધી બહારનું ખાધા પછી ચહેરો ડ્રાય, ઓઈલી અને નિર્જીવ દેખાવા લાગે છે.

આ કારણથી જંક ફૂડની (Junk food) જેમ ઝેરી તત્વોને વધારવાને બદલે માત્ર તે જ વસ્તુઓનો આહારમાં સમાવેશ કરવામાં આવે છે જે શરીરને ડિટોક્સ કરે છે અને ટોક્સિંસ (Toxins) દૂર કરે છે. ત્યારે શરીર અંદરથી સ્વચ્છ બને છે અને ત્વચા પણ બહારથી ડાઘ-મુક્ત દેખાવા લાગે છે.

કાકડી :

કાકડીને આહારમાં સામેલ કરવાના ઘણા ફાયદા છે. કાકડીમાં વિટામીન સી, વિટામીન કે અને ઘણા એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. કાકડી ખાવાથી શરીરને એન્ટી-એજિંગ ગુણ પણ મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે કાકડીને ચમકદાર ત્વચા મેળવવા માટે ખાઈ શકાય છે અને ચહેરા પર પણ લગાવી શકાય છે. કાકડીના ટુકડા આંખો પર રાખવાથી ડાર્ક સર્કલ દૂર થઈ જાય છે. તેમજ તેનો રસ ત્વચા પર લગાવવાથી ફાયદો થાય છે.

દાડમ :

જો તમે ત્વચાને લાંબા સમય સુધી ચમકદાર અને યુવાન રાખવા માંગતા હોવ તો દાડમને આહારનો ભાગ બનાવો. વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર દાડમ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.

હળદર :

ઔષધીય ગુણો ધરાવતી હળદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે. આ કારણે તેને અલગ-અલગ રીતે તમારા આહારનો ભાગ બનાવવો એ એક સારો નિર્ણય સાબિત થાય છે. શાકભાજીમાં હળદર ઉમેરવાની સાથે તેનો રસ પી શકાય, હળદરનું દૂધ પી શકાય.

પાલક :

આહારમાં પાલકનો સમાવેશ કરવાના ઘણા કારણો છે. તે ત્વચાને સ્વસ્થ રાખે છે, તેને ડાઘ રહિત બનાવે છે, તેને ચમકદાર બનાવે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયાને ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે. તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેને જ્યુસ અને સૂપ બનાવીને પણ પી શકો છો.

આ પણ વાંચો :-

ગુજરાતના આ ગામે જમીનમાંથી પ્રગટ થઈ હનુમાનજીની 100 કિલોની પ્રતિમા – દાદાએ સપનામાં દર્શન આપ્યા અને

0

A 100 kg statue of Hanumanji appeared

  • કેશોદ ગામના એક વૃદ્ધ હનુમાનજીના ભક્ત અશ્વિનભાઈ દવેને છેલ્લા 3 મહિનાથી હનુમાનજી સ્વપ્નમાં આવતા હતા. ભક્ત જણાવે છે કે હનુમાનજીએ સ્વપ્નમાં આવીને તેમને કહ્યું કે તેમની મૂર્તિ નરસિંહ સરોવરના કાંઠે દટાયેલી છે.

જેથી ભક્ત અશ્વિનભાઈ જૂનાગઢ (Junagadh) પહોંચ્યા અને મોડી સાંજે ખોદકામ કરાવ્યું. તો જમીનમાંથી હનુમાનજીની પૌરાણિક પ્રતિમા (Mythical statue of Hanumanji) નીકળતા તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા.

અશ્વિનભાઈ એ જણાવ્યું કે તેમને આવતા સપનાની વાતને લઈને છેલ્લા ઘણા દિવસોથી તે જૂનાગઢ જવાનું વિચારી રહ્યા હતા. ત્યારે તેઓ સાંજે નરસિંહ સરોવરના કાંઠે પહોંચ્યા અને ત્યાં અતુલભાઈ ની મદદ લઇ જેસીબ થી નરસિંહ સરોવરની પાછળ તેઓ ને સ્વપ્નમાં આવેલ જગ્યાએ ખોદકામ કરતા જમીનમાંથી સિંદુર (Vermilion) લગાવેલ સાડા ચાર ફૂટ લાંબી અને અઢી ફૂટ પહોળી હનુમાનજીની પૌરાણિક પ્રતિમાના દર્શન થયા.

તે પ્રતિમાને બહાર કાઢીને લોકોએ ઉચકતા ચાર-પાંચ લોકોના હાથે માંડ માંડ ઊંચકાઈ હતી. મૂર્તિ નું વજન આશરે 100 કિલોથી વધુ પણ હોઈ શકે તેવું જાણવામાં આવ્યું છે. આજે હનુમાનજીનો વાર એટલે શનિવાર અને તેમાં આજે જ ઢળતી સાંજે જમીનમાંથી હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થતા હાજર સૌ ભાવિ ભક્તો પ્રગટેશ્વર હનુમાનજી હોવાનું જાહેર કરીને ચાર ચોકમાં આરતી કરીને પૂજન-અર્ચન કર્યા.

આ પ્રગટેશ્વર હનુમાનજી ની વાત સમગ્ર શહેરમાં પ્રસરી જતા જોતજોતા માં તો હનુમાનજીની પ્રગટ થયેલ મૂર્તિના દર્શન કરવા માટે ભારે ભીડ જામી હતી અને સ્થળ પર હનુમાન ચાલીસાના પાઠ અને જય શ્રી રામના નારા થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. નરસિંહ સરોવરના કાંઠે મોડી સાંજ સુધી ધાર્મિક માહોલ છવાયો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતના શિક્ષકો હવે શાળામાં મનફાવે તેમ કપડા નહિ પહેરી શકશે 

0

Teachers in Gujarat will no longer

  • સરકારી શાળામાં ભણાવતા શિક્ષકોના પહેરવેશ છૂટછાટ પર હવે લગામ મૂકવામા આવશે. નવા પ્રસ્તાવ મુજબ તેઓને ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરીને શાળામાં આવવું પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની શિક્ષણનીતિ (Education policy) પર વિપક્ષોએ કાદવ ઉછાળ્યો હતો. ત્યારે હવે સરકાર (Govt) આ છબી સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગુજરાતની શિક્ષણનીતિમાં ધરખમ ચેન્જિસ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતની સરકારી શાળાના શિક્ષકો મનફાવે તેમ કપડા પહેરીને નહિ આવી શકે. આ માટે પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પ્રસ્તાવ મુજબ શિક્ષકો જિન્સ-ટીશર્ટ જેવા કપડા નહિ પહેરી શકે. તેઓને ભારતીય સંસ્કૃતિમાં શોભે તેવા પહેરવેશ સાથે શાળામાં આવવાનું રહેશે.આ વિશે માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવન કોરાટે જણાવ્યું કે આજે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બેઠક યોજાશે.

આ બેઠકમાં શૈક્ષણિક સ્ટાફ એટલે કે શિક્ષકો ભારતીય સંસ્કૃતિને શોભે તેવા પોશાક પહેરવા માટે નો પ્રસ્તાવ મુકવામાં આવનાર છે. આ બેઠકમાં ચર્ચા થઈ કે શિક્ષકો શાળામાં યોગ્ય પહેરવેશ પહેરે તે જરૂરી છે.

શાળામા શિક્ષકો શિક્ષિકા પેન્ટ શર્ટ અને ટી શર્ટ પહેરી આવતા તેમજ મનફાવે તેમ કપડા પહેરીના આવતા હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના કારણે શૈક્ષણિક સ્ટાફને યોગ્ય લાગે તેવા પોશાક પહેરવા માટેનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ હોય તો શિક્ષકો યોગ્ય પરિધાન પહેરે તે જરૂરી છે. તેથી આ પ્રસ્તાવ હવે જલ્દી જ લાવવામાં આવશે.

રાજ્યની માધ્યમિક શાળાઓમાં ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પહેરે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે યોજાનાર સામાન્ય સભામાં આપ પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા થશે. આ ઉપરાંત કોમ્પ્યુટર વિષયની ફી મા આઠ ગણો વધારો કરવાની પણ દરખાસ્ત મુકવામાં આવી છે. અત્યારે કોમ્પ્યુટર વિષયની ફી માત્ર 50 લેખી લેવામાં આવે છે તેની જગ્યાએ 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોમ્પ્યુટર વિષયની ફી મા આઠ ગણો વધારો કરવાની પણ દરખાસ્ત મુકવામાં આવશે. અત્યારે કોમ્પ્યુટર વિષયની ફી માત્ર 50 રૂપિયા લેવામાં આવે છે. જે 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે તેવું ડો. પ્રિયવન કોરાટે જણાવ્યું.

આ પણ વાંચો :-

પહેલા છેતરપિંડી, પછી જાનથી મારી નાખવાની ધમકી, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની પત્ની સાથે ગેરવર્તન

0

First cheating, then death threats

  • ભારતીય ક્રિકેટર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે મામલે દીપકના પિતાએ આગ્રામાં આ મામલે FIR નોંધાવી છે.

ભારતીય ક્રિકેટર દીપક ચહરની (Indian cricketer Deepak Chahar) પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જયાએ કેટલાક લોકોને પૈસા આપ્યા હતા અને જ્યારે તેણે પૈસા પાછા માંગ્યા ત્યારે તેને આ ધમકી મળી હતી. દીપકના પિતાએ આગ્રામાં આ મામલે FIR નોંધાવી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના (Hyderabad Cricket Association) ભૂતપૂર્વ અધિકારી અને તેમના પુત્ર પર જયાને ધમકી આપવાનો આરોપ છે.

દીપકના પિતાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમની પુત્રવધૂએ તેમના પૈસા પાછા માગ્યા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને તેમની સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. પોલીસે દીપકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

ક્રિકેટર દીપક ચહરની પત્ની જયાએ આ લોકોને બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને માહિતી આપતાં દીપકના પિતા લોકેન્દ્ર ચહરે જણાવ્યું હતું કે તેની પુત્રવધૂ જયાએ પરીખ સ્પોર્ટ્સ એન્ડ શોપના માલિક ધ્રુવ પરીખ અને તેના પિતા કમલેશ પરીખ સાથે ભાગીદારી કરી હતી. બંનેને 7 ઓક્ટોબર 2022ના રોજ 10 લાખ રૂપિયા ઓનલાઈન આપવામાં આવ્યા હતા. પરંતુ પૈસા મળ્યા બાદ બંનેનો ઈરાદો બગડી ગયો હતો અને પછી પૈસા પરત કર્યા ન હતા.

ઉંચી પહોંચ હોવાનો રુઆબ બતાવ્યો :

દીપકના પિતાએ જણાવ્યું કે જ્યારે જયાએ પૈસાની માંગણી કરી ત્યારે કમલેશ અને તેના પુત્રએ ઉંચી પહોંચ હોવાનો રુઆબ બતાવ્યો અને જયાને ધમકી આપી અને જયા સાથે મારપીટ પણ કરી. કમલેશ એચસીએમાં ટીમોના મેનેજર રહી ચૂક્યા છે જ્યારે તેમના પુત્રની એમજી રોડ પર પરીખ સ્પોર્ટ્સ નામની દુકાન છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પેઢીના માલિકોની માહિતી એકઠી કરી રહી છે.

IPL મેચમાં પ્રપોઝ કર્યું હતું :

જયા અને દીપકની લવ સ્ટોરી ત્યારે ચર્ચામાં આવી જ્યારે ભારતીય ક્રિકેટરે IPL 2021 દરમિયાન એક મેચ પછી સ્ટેન્ડમાં એક ઘૂંટણ પર બેસી જયાને પ્રપોઝ કર્યું. દીપક આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. બંનેએ ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. જયા દિલ્હીની રહેવાસી છે. દીપક ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો. આ કારણે તે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. આ ઈજાને કારણે તે IPL-2022માંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

અહીં વિદ્યાર્થીઓ કરે છે સ્કૂલ બેગ લાવ્યા વગર કરે છે ચિંતામુક્ત થઈને અભ્યાસ

0
  • સુરત શહેરને ‘હીરાનું શહેર’ કહેવામાં આવે છે કારણ કે અહીં હીરાનો વેપાર થાય છે. જો કે આ વખતે આ શહેર તેના હીરા માટે નહીં, પરંતુ તેના શિક્ષણ માટે ચર્ચામાં છે.

શહેરના ઘણા વાલીઓ હવે તેમના બાળકોને શાળાએ મોકલવાને બદલે ગુરુકુલમાં (Gurukul) મોકલવા લાગ્યા છે. ગુરુકુલમાં પરીક્ષાની ચિંતા કર્યા વગર અભ્યાસ કરવામાં આવે છે. અહીં ભણતા વિદ્યાર્થીઓએ બેગ લાવવાની જરૂર નથી અને ન તો તેમને કોઈ પ્રકારની પરીક્ષા આપવાની હોય છે.

વિદ્યાર્થીઓ પાસે ગમે ત્યારે ગુરુકુલ આવવા અને છોડવાનો વિકલ્પ છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે કંઈપણ શીખી શકે છે. આ શાળા કે ગુરુકુલનું નામ ‘નાલંદા ગુરુકુલ વિદ્યાલય’ છે. જે 1997નાં વર્ષથી બાળકોને તણાવમુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. આ ગુરુકુલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં ભણતા બાળકોને પણ અહીં અપાતા શિક્ષણનો લાભ મળી રહ્યો છે કારણ કે તેમના ગ્રેડમાં સુધારો થઈ રહ્યો છે.

પુસ્તકીય શિક્ષણ સિવાય અન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે :

બંકિમ ઉપાધ્યાય નાલંદા ગુરુકુલ વિદ્યાલયના સ્થાપક છે. તે કહે છે, “અમે બોર્ડની પરીક્ષાઓ સિવાય બીજી કોઈ પરીક્ષા લેતા નથી. પરંતુ અહીં ભણતા વિદ્યાર્થીઓ તમામ વિષયોનો અભ્યાસ કરે છે. પુસ્તકોમાંથી મળેલ શિક્ષણ ઉપરાંત જીવનના પાઠ ભણાવવામાં આવે છે. હરીફાઈથી કયારેય પણ બાળકો સફળ થતો નથી અને હરીફાઈમાં પડે ત્યારે પોતાની લીટી લાંબી કરવા કરતાં બીજાની લીટી ટૂંકી કરવા માંડે છે. આ સાથે તેવોએ જણાવ્યું હતું કે જો બાળક હરીફાઈ કરવા લાગશે તો વિવેકાત્મક બુદ્ધિ ખોઈ બેસશે છે.

ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, “અનૌપચારિક શાળામાં શિફ્ટ થયા પછી, મારા પરફોર્મન્સમાં સુધારો થયો છે કારણ કે દરેક સમયે કોઈ મને જજ કરતું નથી. મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

અહીં ભણતા વિદ્યાર્થીઓએ શું કહ્યું?

11મા ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે પોતે ફાઈનાન્સમાં કારકિર્દી બનાવવા માંગે છે. શાહે કહ્યું, ‘અહીંના શિક્ષકો તમારી કુશળતાને ઓળખે છે અને તેમને વધુ સુધારવા માટે કામ કરે છે. મને વર્ષો પહેલા ખબર પડી હતી કે મારી પાસે ગણતરીની આવડત છે. હું તેમાં ખૂબ જ સારી છું અને ફાઈ નાન્સમાં કારકિર્દી બનાવવા માંગુ છું.

આ પણ વાંચો :-

મોંઘી પડે છે હોમ લોન ? આ રીતે વ્યાજના પૈસા બચાવો, મેળવી શકશો ડબલ ફાયદો

0

Home loan is expensive?

  • આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ હોય તેણે લોન જરૂર લીધેલી હોય છે. પરંતુ વધતા  વ્યાજદરના લીધે હવે હોમ લોન પણ મોંઘી થઈ રહી છે. વ્યાજદરો વધતા મોટા ભાગની બેંકોની લોન ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. ત્યારે વ્યાજના રૂપિયા બચાવી બમણો ફાયદો મેળવવા એક  ખાસ ટ્રીક છે. જેનાથી તમને ખુબ જ ફાયદો થશે.

RBIએ અનેક વખત રેપો રેટ વધારતા તેની સિધી અસર બેંકોના વ્યાજદર (Interest rate) પર  દેખાઈ રહી છે. જેના લીધે હવે બેંકો ફિક્સ ડિપોઝિટ, બચત ખાતા (Savings Account) અને લોન પર વ્યાજ દર વધારી રહી છે. ત્યારે તમે પણ કોઈ બેંકની લોન લીધી હશે તો તમારે પણ વધુ વ્યાજ ચૂકવવું પડશે.

તો આવી સ્થિતિમાંથી બચવા માટે તમે લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવી શકો છો. પરંતુ લોન ટ્રાન્સફર કરવામાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આવો જાણીએ વ્યાજના રૂપિયા બચાવી કેવી રીતે તમે બમણો ફાયદો મેળવી શકો છો.

લોન ટ્રાન્સફર માટે બેંકની કેવી રીતે કરશો પસંદગી ?

તમારે અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવતા પહેલાં હોમ લોન આપતી તમામ બેંકના વ્યાજદરની તપાસ  કરી લેવી જોઈએ. ત્યાર બાદ તમે એવી બેંકની પસંદગી કરો જેનો વ્યાજદર સૌથી ઓછો હોય. ત્યાર બાદ જે બેંકમાંથી તમે લોન લીધી હોય તેની શાખાનો સંપર્ક કરવો જોઈએ. જ્યાં તમે તમારી લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવા માટે રજૂઆત કરી શકો છો. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે સરળતાથી તમારી લોન ટ્રાન્સફર કરાવી શકો છો.

આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો :

લોન ટ્રાન્સફર કરવા માટે તમારે જે બેંકમાંથી લોની લીધી હોય તેમાં ફોરફ્લોઝર માટે અરજી કરવી પડશે. લોની લીધી હોય તે બેંકમાંથી એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અને ડોક્યુમેન્ટ લઈને જે બેંકમાં લોન ટ્રાન્સફર કરવી હોય તેમાં જમા કરાવવા પડશે. આ સિવાય તમે જે બેંકમાંથી લોન લીધેલી છે તેમાંથી NOC પણ લેવી પડશે. જેને તમે જે બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવા માગો છો ત્યાં જમા કરાવવી પડે છે. મહત્વનું છે આ પ્રક્રિયા માટે બેંક એક ટકો પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે.

આવું કરવાથી શું થાય છે ફાયદો?

જો લોન ઓછા વ્યાજદર વાળી બેંકમાં ટ્રાન્સફર થઈ જાય તો તમારો હપ્તો પહેલાની સરખામણીએ ઓછો થઈ જાય છે. ઓછો હપ્તો ભરવાનો હોવાથી તમારે દર મહિને વધારાની બચત પણ થઈ શકે છે. લોન મોટી હોય તો બચત પણ વધારે થાય છે. જેથી તમે આ વધારાની બચતના રૂપિયા કોઈ સારી સ્કીમમાં રોકી સારું રિટર્ન પણ મેળવી શકો છો. આવું કરવાથી તમને બમણો ફાયદો થાય છે હપ્તો ઓછો થવાથી બચત થાય છે અને આ બચતના રૂપિયાનું રોકાણ કરી સારું રીટર્ન પણ મેળવી શકો છો.

આ પણ વાંચો :-