One more ‘Lady Dawn’ in Surat
- સુરતના પૂણા વિસ્તારમાં આતંક (Terror) મચાવનારી લેડી ડોનના (Lady Don) લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. ભાવના એટલેકે ભાવલી છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં (Social Media) છવાયેલી છે.
જોકે હાલમાં તે જેલની હવા ખાઈ રહી છે. દાદાગીરીથી (DadaGiri) લોકોને ડરાવવા અને ચાકૂ મારવાની ઘટનાને પગલે પોલીસે ભાવના ઉર્ફે ભાવલી અને તેના સાથીની ધરપકડ કરી છે. જોકે ભાવલીનો (Bhavli) મારામારીનો વીડિયો સામે આવ્યા બાદ અન્ય લેડી ડોનના નામ પણ સોશિયલ મીડિયામાં (Social media) ચર્ચાનો વિષય બન્યા છે.
પૂણા પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મિડીયામાં ચકચારી બનેલો ભાવલી અને રામુ બાડાની ફાઈટિંગના વિડીયો બાદ પોલીસ દ્વારા આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભાવલી દ્વારા રામૂ બાડો જે તેનો મિત્ર કહેવાય છે તેને ચાકૂ મારવાનો વિડીયો વાયરલ થયો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા 24 વર્ષીય ભાવલી ઉર્ફે ભાવના અનિલ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.
માથાભારે ભાવના ઉર્ફે ભાવલી સામે બે મારામારીની ફરિયાદ દાખલ થયેલી છે. આ ઉપરાંત રાહુલ ઉર્ફે રામુ બાડા જે કામરેજ વાવગામનો રહેવાસી છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી સામે કુલ છ જેટલા ગુના દાખલ થયા હોવાની વિગત જાણવા મળી છે.
જોકે આ દરમ્યાન વરાછાનાં પૂણા વિસ્તારની અન્ય લેડી ડોન પણ ચર્ચામાં આવી ગઈ છે. થોડા સમય અગાઉ અસ્મિતા ઉર્ફે ભૂરીનો વરાછા વિસ્તારમાં આતંક હતો. લેડી ડોન ભૂરી ગામડાની સીધી સાદી છોકરી હતી. પરંતુ હવે તે સુરતમાં લેડી ડોન તરીકે જાણીતી થઈ ગઈ છે. અવારનવાર તેની ગુંડાગીરીના કિસ્સાઓ સામે આવે છે. જોકે ભૂરીના પિતા આજે પણ મજૂરી કામ કરે છે.
આ પણ વાંચો :-