બુટલેગરોને માહિતી આપવા જતા ભેરવાઈ ગયાં 3 કોન્સ્ટેબલો, જિલ્લા પોલીસવડાએ લીધા પગલાં

Share this story

3 constables were sent to give information to the bootleggers

  • જેતપુર પોલીસ સ્ટેશનના એકસાથે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરાતા ખળભળાટ, સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડા મામલે જિલ્લા પોલીસ વડાએ ભર્યું આકરું પગલું.

ગુજરાતમાં (Gujarat) માત્ર નામની જ દારૂબંધી (Prohibition of alcohol) હોવાના અને પોલીસ જ બુટલેગરોને છાવરતી હોવાના અત્યાર સુધીમાં અનેક અહેવાલો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ પ્રકારનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) જેતપુરમાં બુટલેગરોને માહિતી આપનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Cell) દરોડા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલે પાડ્યા હતા દરોડા :

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક મહિના પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમે નવાગઢ વિસ્તારના પાદર નદી કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલ રેડમાં દારૂ બનાવવાના સાધનો સહિત 41 હજાર 130નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જે બાદ દરોડા દરમિયાન હાથે લાગેલા ફોનની કોલ ડિટેલ તપાસતા જેતપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોની બુટલેગરો સાથે સાંઠગાઠ હોવાનું સામે આવ્યું હતું.

તપાસ બાદ ત્રણ બુટલેગરોને કરાયા સસ્પેન્ડ :

તપાસમાં કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા, જગદીશ ઘુઘલ અને નિલેશ મકવાણા બુટલેગરોને દરોડાની માહિતી આપતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી જિલ્લા પોલીસ વડાએ આકરું પગલું ભરતા ત્રણેય કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા, જગદીશ ઘુઘલ અને નિલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો :-