ગુજરાતના આ ગામે જમીનમાંથી પ્રગટ થઈ હનુમાનજીની 100 કિલોની પ્રતિમા – દાદાએ સપનામાં દર્શન આપ્યા અને

Share this story

A 100 kg statue of Hanumanji appeared

  • કેશોદ ગામના એક વૃદ્ધ હનુમાનજીના ભક્ત અશ્વિનભાઈ દવેને છેલ્લા 3 મહિનાથી હનુમાનજી સ્વપ્નમાં આવતા હતા. ભક્ત જણાવે છે કે હનુમાનજીએ સ્વપ્નમાં આવીને તેમને કહ્યું કે તેમની મૂર્તિ નરસિંહ સરોવરના કાંઠે દટાયેલી છે.

જેથી ભક્ત અશ્વિનભાઈ જૂનાગઢ (Junagadh) પહોંચ્યા અને મોડી સાંજે ખોદકામ કરાવ્યું. તો જમીનમાંથી હનુમાનજીની પૌરાણિક પ્રતિમા (Mythical statue of Hanumanji) નીકળતા તેમના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા.

અશ્વિનભાઈ એ જણાવ્યું કે તેમને આવતા સપનાની વાતને લઈને છેલ્લા ઘણા દિવસોથી તે જૂનાગઢ જવાનું વિચારી રહ્યા હતા. ત્યારે તેઓ સાંજે નરસિંહ સરોવરના કાંઠે પહોંચ્યા અને ત્યાં અતુલભાઈ ની મદદ લઇ જેસીબ થી નરસિંહ સરોવરની પાછળ તેઓ ને સ્વપ્નમાં આવેલ જગ્યાએ ખોદકામ કરતા જમીનમાંથી સિંદુર (Vermilion) લગાવેલ સાડા ચાર ફૂટ લાંબી અને અઢી ફૂટ પહોળી હનુમાનજીની પૌરાણિક પ્રતિમાના દર્શન થયા.

તે પ્રતિમાને બહાર કાઢીને લોકોએ ઉચકતા ચાર-પાંચ લોકોના હાથે માંડ માંડ ઊંચકાઈ હતી. મૂર્તિ નું વજન આશરે 100 કિલોથી વધુ પણ હોઈ શકે તેવું જાણવામાં આવ્યું છે. આજે હનુમાનજીનો વાર એટલે શનિવાર અને તેમાં આજે જ ઢળતી સાંજે જમીનમાંથી હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થતા હાજર સૌ ભાવિ ભક્તો પ્રગટેશ્વર હનુમાનજી હોવાનું જાહેર કરીને ચાર ચોકમાં આરતી કરીને પૂજન-અર્ચન કર્યા.

આ પ્રગટેશ્વર હનુમાનજી ની વાત સમગ્ર શહેરમાં પ્રસરી જતા જોતજોતા માં તો હનુમાનજીની પ્રગટ થયેલ મૂર્તિના દર્શન કરવા માટે ભારે ભીડ જામી હતી અને સ્થળ પર હનુમાન ચાલીસાના પાઠ અને જય શ્રી રામના નારા થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. નરસિંહ સરોવરના કાંઠે મોડી સાંજ સુધી ધાર્મિક માહોલ છવાયો હતો.

આ પણ વાંચો :-