અહીં વિદ્યાર્થીઓ કરે છે સ્કૂલ બેગ લાવ્યા વગર કરે છે ચિંતામુક્ત થઈને અભ્યાસ

Share this story
  • સુરત શહેરને ‘હીરાનું શહેર’ કહેવામાં આવે છે કારણ કે અહીં હીરાનો વેપાર થાય છે. જો કે આ વખતે આ શહેર તેના હીરા માટે નહીં, પરંતુ તેના શિક્ષણ માટે ચર્ચામાં છે.

શહેરના ઘણા વાલીઓ હવે તેમના બાળકોને શાળાએ મોકલવાને બદલે ગુરુકુલમાં (Gurukul) મોકલવા લાગ્યા છે. ગુરુકુલમાં પરીક્ષાની ચિંતા કર્યા વગર અભ્યાસ કરવામાં આવે છે. અહીં ભણતા વિદ્યાર્થીઓએ બેગ લાવવાની જરૂર નથી અને ન તો તેમને કોઈ પ્રકારની પરીક્ષા આપવાની હોય છે.

વિદ્યાર્થીઓ પાસે ગમે ત્યારે ગુરુકુલ આવવા અને છોડવાનો વિકલ્પ છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે કંઈપણ શીખી શકે છે. આ શાળા કે ગુરુકુલનું નામ ‘નાલંદા ગુરુકુલ વિદ્યાલય’ છે. જે 1997નાં વર્ષથી બાળકોને તણાવમુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. આ ગુરુકુલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં ભણતા બાળકોને પણ અહીં અપાતા શિક્ષણનો લાભ મળી રહ્યો છે કારણ કે તેમના ગ્રેડમાં સુધારો થઈ રહ્યો છે.

પુસ્તકીય શિક્ષણ સિવાય અન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે :

બંકિમ ઉપાધ્યાય નાલંદા ગુરુકુલ વિદ્યાલયના સ્થાપક છે. તે કહે છે, “અમે બોર્ડની પરીક્ષાઓ સિવાય બીજી કોઈ પરીક્ષા લેતા નથી. પરંતુ અહીં ભણતા વિદ્યાર્થીઓ તમામ વિષયોનો અભ્યાસ કરે છે. પુસ્તકોમાંથી મળેલ શિક્ષણ ઉપરાંત જીવનના પાઠ ભણાવવામાં આવે છે. હરીફાઈથી કયારેય પણ બાળકો સફળ થતો નથી અને હરીફાઈમાં પડે ત્યારે પોતાની લીટી લાંબી કરવા કરતાં બીજાની લીટી ટૂંકી કરવા માંડે છે. આ સાથે તેવોએ જણાવ્યું હતું કે જો બાળક હરીફાઈ કરવા લાગશે તો વિવેકાત્મક બુદ્ધિ ખોઈ બેસશે છે.

ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, “અનૌપચારિક શાળામાં શિફ્ટ થયા પછી, મારા પરફોર્મન્સમાં સુધારો થયો છે કારણ કે દરેક સમયે કોઈ મને જજ કરતું નથી. મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

અહીં ભણતા વિદ્યાર્થીઓએ શું કહ્યું?

11મા ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તે પોતે ફાઈનાન્સમાં કારકિર્દી બનાવવા માંગે છે. શાહે કહ્યું, ‘અહીંના શિક્ષકો તમારી કુશળતાને ઓળખે છે અને તેમને વધુ સુધારવા માટે કામ કરે છે. મને વર્ષો પહેલા ખબર પડી હતી કે મારી પાસે ગણતરીની આવડત છે. હું તેમાં ખૂબ જ સારી છું અને ફાઈ નાન્સમાં કારકિર્દી બનાવવા માંગુ છું.

આ પણ વાંચો :-