ગુરૂગ્રામમાં પુરપાટ ઝડપે દોડતી કારે 4 કિમી સુધી બાઈકને ઘસડતા રોડ પર સર્જાયા ચિનગારીના દ્રશ્યો

Share this story

In Gurugram, a car running

  • ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ઘસડી હતી.

દિલ્હીના સુલતાનપુરી-કાંઝાવાલા હિટ એન્ડ રન કેસ (Sultanpuri-Kanzawala hit and run case) લોકો હજુ સુધી ભૂલ્યા નથી એવામાં હરિયાણાના (Haryana) ગુરુગ્રામમાં પણ તેના જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઈકને લગભગ 4 કિલોમીટર સુધી ખેંચી હતી. આ સાથે જ રસ્તા પર ઘસતી વખતે બાઈકમાંથી તણખા નીકળતા રહ્યા.

ડ્રાઈવર 4  કિલોમીટર સુધી કાર ચલાવતો રહ્યો :

ગુરુગ્રામ (Gurugram) પોલીસે આ વિશે વાત કરતાં ગુરુવારે જણાવ્યું હતું કે એક વ્યક્તિની કથિત રીતે મોટરસાઇકલને તેની સ્પીડ કાર વડે 4 કિલોમીટર સુધી ખેંચી જવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આગળ પોલીસે જણાવ્યું કે કારે પહેલા રોડની કિનારે પાર્ક કરેલી મોટરસાઈકલને ટક્કર મારી અને એ પછી ટુ-વ્હીલર કાર નીચે નીચે ફસાઈ ગયું. ત્યારે કારચાલકે એ ફસાયેલ વાઈક સાથે ગાડી ચલાવી અને લગભગ 3 કિમી સુધી પોતાની સાથે ખેંચી ગયું. મળતી માહિતી મુજબ મોટરસાઈકલ માલિક બાઉન્સર તરીકે કામ કરે છે.

ટક્કર બાદ બાઇક કારની નીચે ફસાઈ ગયું હતું :

બાઉન્સરએ પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની જ્યારે તે ડ્યુટી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો અને તે તેની મોટરસાઈકલ રોડની સાઈડમાં પાર્ક કર્યા પછી નજીકમાં ઉભો હતો ત્યારે કારે તેના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને ટક્કર બાદ બાઈક કારની નીચે ફસાઈ ગયું હતું. આ પછી કાર ચાલક તેને પોતાની ખેંચી ગયો હતો.

બાઈકના માલિક મોનુએ જણાવ્યું હતું કે આ હિટ એન્ડ રન કેસમાં એ માંડ માંડ બચ્યો હતો જો કે તેની બાઇકને ભારે નુકસાન થયું હતું. જણાવી દઈએ કે ગુરુગ્રામના સેક્ટર 65માં હોન્ડા સિટી કાર એક મોટરસાઇકલને ખેંચી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ  :

ગાડીની નીચેથી મોટરસાઈકલ નીકળીને રોડની બાજુમાં પડી જતાં કાર ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. જો કે હાલ મોટરસાયકલ ચાલકની ફરિયાદના આધારે ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ભારતીય દંડની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), 336 (જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવું), 427 (નુકસાન પહોંચાડવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેને કહ્યું, ‘અમે ફરિદાબાદના રહેવાસી સુશાંત મહેતા તરીકે ઓળખાયેલા આરોપીની ધરપકડ કરી છે અને તેની કાર કસ્ટડીમાં લીધી છે.

આ પણ વાંચો :-