ગુજરાતવાસીઓ હવે કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, જાણો તારીખ સાથેની આ ભયંકર આગાહી

Share this story

Gujaratis should be ready to bake in scorching heat now

  • ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત : કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઈ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે.

ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળશે. ફરી એકવાર આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં (Minimum temperature) ઘટાડો નહીં થાય. જેના કારણે આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે.

તાપમાનમાં વધારો નોંધાશે. જેના કારણે ગરમીનો અહેસાસ થશે. પવનની ગતી ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને (Western Distbans) કારણે તાપમાનમાં વધારો નોંધાશે. હાલ નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદ 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઈ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે. જો કે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો :-