Home Blog Page 1189

વાયરલ વિડીયો : ચાલતી બાઈક પર રોમાન્સ કરવો ભારે પડ્યો, હવે જેલમાં કરજો આશિકી

Viral video: Romancing on a moving bike became difficult

  • ભિલાઈમાં કપલનો ચાલતી બાઈક પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઈકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.

ભિલાઈમાં (Bhilai) કપલનો ચાલતી બાઈક પર રોમાન્સનો વીડિયો વાયરલ (Romance video viral) થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઈકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.

વાસ્તવમાં આખો મામલો ભિલાઈનો છે જ્યાં એક છોકરો ભિલાઈના જયંતિ સ્ટેડિયમના પાછળના રોડ પર નંબર વગરની હાઈસ્પીડ બ્લેક કલરની બાઈકમાં નીકળ્યો હતો. તેની પાછળ કેટલાક સ્કૂટર અને બાઈક ચાલકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરો અને છોકરી બાઈક પર ફિલ્મી સ્ટાઈલમાં રોમાન્સ કરી રહ્યાં છે. છોકરાના જેકેટથી છોકરીનો ચહેરો છુપાયેલો હતો.

ચાલતી બાઈક પર કપલે રોમાન્સ કર્યો :

આ કપલ ટાઉનશીપના રસ્તાઓ પર રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. બંને કપલ જયંતિ સ્ટેડિયમથી સ્મૃતિ નગર સુધી આ રીતે એકબીજાને ગળે વળગીને નીકળ્યા હતા. આ લોકોએ અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી હતી. ત્યારે આ વીડિયોથી પોલીસની ફજેતી થઈ રહી હતી. કારણ કે થોડા દિવસો પહેલા જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેની ચિંતા કર્યા વગર આ પ્રેમી યુગલ આફત દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવી હરકતો બાઈક પર કરી રહ્યું હતું. તેમ છતાં આ પ્રેમી કપલને રોકવા વાળું કોઈ રસ્તા પર દેખાયુ ન હતું.

આ પણ વાંચો :-

મને ડેટ કરવા તલપાપડ હતી નોરા, જેક્લીનનું કર્યું બ્રેનવોશ : સુકેશે કર્યા નવા ખુલાસા

Nora was eager to date me, brainwashed Jacqueline

  • સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી પર નવો પત્ર લખીને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને તે સિરિયસ રિલેશનશિપમાં હતા. જેને જોઈને નોરાને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી.

210 કરોડના મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) દિલ્હીની તિહાર જેલમાં (Tihar Jail) બંધ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) પત્ર લઈને અનેક દાવા કર્યા છે. જણાવી દઈએ કે તેનો દાવો છે કે બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi) જેકલીન સાથેના તેના સંબંધોને લઈને ઈર્ષ્યા કરતી હતી અને આ માટે નોરા વારંવાર તેને ફોન કરીને તેનું બ્રેઈનવોશ કરવાનો પ્રયાસ કરતી હતી. સુકેશે પોતાના વકીલો અનંત મલિક અને એકે સિંઘ દ્વારા પ્રેસ સ્ટેટમેન્ટ (Press Statement) બહાર પાડ્યું છે.

નોરા મને ડેટ કરવા માંગતી હતી :

210 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી પર નવો પત્ર લખીને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને તે સિરિયસ રિલેશનશિપમાં હતા. જેને જોઈને નોરાને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી. સુકેશે પત્રમાં લખ્યું છે – નોરા નહતી ઈચ્છતી કે હું અને જેકલીન સાથે રહીએ. નોરા મને ડેટ કરવા માંગતી હતી. જેના કારણે તે ઈચ્છતી હતી કે મારું અને જેકલીનનું બ્રેકઅપ થઈ જાય એ માટે જેક્લીન વિરુદ્ધ ઉશ્કેરવા માટે દિવસમાં ઘણી વખત ફોન કરતી હતી.

‘નોરા દિવસમાં 10 વખત કોલ કરતી હતી’

સુકેશે કહ્યું કે નોરા ઈચ્છતી હતી કે હું જેક્લીનને છોડી દઉં અને તેની સાથે ડેટિંગ કરવાનું શરૂ કરી દઉં. નોરા મને દિવસમાં ઓછામાં ઓછી 10 વખત કોલ કરવાનાં પ્રયાસો કરતી હતી અને જો હું તેના કોલનો જવાબ ન આપું તો તે મારા પર ફોન કરતાં રહેવા માટે દબાણ બનાવતી હતી.

સુકેશનું આ નિવેદન નોરા ફતેહીના દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આપવામાં આવેલા નિવેદન બાદ આવ્યું છે. તે સમયે નોરાએ સુકેશ ચંદ્રશેખર પર આરોપ લગાવ્યો હતો કે તે તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગે છે અને તેના બદલામાં મોટું ઘર આપવા તૈયાર છે. તેના પાછલા નિવેદનમાં કહ્યું હતું- મને કહેવામાં આવ્યું હતું કે સુકેશ પાછળ ઘણી અભિનેત્રીઓ છે પણ તે મને પસંદ કરે છે. શરૂઆતમાં મને ખબર નહોતી કે સુકેશ કોણ છે. બાદમાં જાણવા મળ્યું કે તે એલએસ કોર્પોરેશન નામની કંપનીમાં કામ કરે છે. મારો તેમની સાથે કોઈ અંગત સંપર્ક નહોતો કે મેં ક્યારેય તેમની સાથે કોઈ વાતચીત કરી નથી.

હું તેમને પહેલીવાર EDની ઓફિસમાં મળી હતી. નોરાએ એમ પણ કહ્યું કે સુકેશે તેને મોંઘી ભેટ અને મોટા ઘરનું વાયદો કોઈ બીજા દ્વારા કર્યો હતો. તેની એક જ શરત હતી કે મારે તેની ગર્લફ્રેન્ડ બનવું જોઈએ. જોકે EDના પહેલા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે નોરાએ સુકેશ પાસેથી મોંઘી ભેટ, વાહનો અને બ્રાન્ડેડ બેગ લીધી હતી.

આ પણ વાંચો :-

હું રહીશ તો પ્રેમી સાથે જ, લગ્નના થોડા જ દિવસમાં ઘરેથી ભાગી મહિલા, પછી જે થયું…

0

If I live with my lover

  • લગ્ન બાદ સારી રીતે જીવન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક એવી ઘટના બની કે હવે વરરાજાને રોવાના દિવસો આવ્યા છે.

લગ્ન (Marriage) બાદ સારી રીતે જીવન ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક એવી ઘટના બની કે હવે વરરાજાને રોવાના દિવસો આવ્યા છે. વાત જાણે એમ છે કે એક પરિણીત મહિલા લગ્નના લગભગ એક મહિના પછી તેના પ્રેમી સાથે ભાગી ગઈ. ત્યારથી તે મહિલા પ્રેમી (Woman Lover) સાથે જ રહે છે. ત્યારે હવે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી છે અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી રહી છે.

મળતી જાણકારી અનુસાર ચુરુ જિલ્લાના રાજલદેસરની રહેવાસી પરિણીત સરોજે એસપી ઓફિસમાં ફરિયાદ કરી છે. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું કે 9 ડિસેમ્બર, 2022ના રોજ તેના લગ્ન ચુરુમાં રહેતા એક યુવક સાથે થયા હતા. તે આ લગ્ન માટે તૈયાર ન હતી. પરંતુ પરિવારના સભ્યોએ તેની વાત સાંભળી નહીં. પરિણીત મહિલાએ જણાવ્યું કે લગ્નના પાંચ વર્ષ પહેલાથી જ નજીકના ગામમાં રહેતા મુકેશ સિંહ સાથે તેનો પ્રેમ સંબંધ ચાલતો હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ પરિવારના સભ્યો લગ્ન માટે તૈયાર ન હતા.

13 જાન્યુઆરીએ તે તેના સાસરિયાના ઘરેથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યાંથી બંને ભટિંડા ગયા અને પછી સીકર આવીને રહેવા લાગ્યા. જે બાદ પરિવારજનો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. બંનેએ એકબીજા સાથે રહેવા અને પોલીસ તરફથી રક્ષણ આપવાની માગ કરી છે. આ સિવાય પોલીસ તેમના પરિવારજનોની પણ માહિતી એકઠી કરી રહી છે.

આ પણ વાંચો :-

અંબાલાલ પટેલની નવી ભયાનક આગાહી : આ તારીખથી શરૂ થશે ઉનાળો, આવશે વાવાઝોડું, સમુદ્રમાં થશે હલચલ

0

Ambalal Patel’s New Terrifying Prediction

  • અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે. 25થી 27 જાન્યુઆરી દરમિયાના કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 10થી નીચે રહેશે.

ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં પવનની દિશા બદલાતા કાતિલ ઠંડીનો (Gujarat Winter Forecast) અહેસાસ ગુજરાતીઓને થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે અને હાડ થીજવતી ઠંડીનો (bone-chilling cold) અહેસાસ થશે.

આ સિવાય ઠંડા પવન પણ ફૂંકાશે. બીજી બાજુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) પણ કડકડતી ઠંડી અને માવઠાની આગાહી કરી છે. પવનની દિશા બદલાવવાના કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોને થશે. રાજ્યમાં 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ :

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે. 25થી 27 જાન્યુઆરી દરમિયાના કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 10થી નીચે રહેશે. આ સાથે તેઓએ માવઠાની આગાહી કરતા જણાવ્યું કે ઠંડીની સાથે માવઠુ પણ પડશે. બે દિવસ માવઠુ થઈ શકે છે. 23થી 29 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન માવઠાની શક્યતા રહેલી છે. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે.

આ રાજ્યોમાં વરસાદની આગાહી :

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે. જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જેના કારણે આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.

રાજ્યમાં હજુ ઠંડી ભુક્કા કાઢશે !

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. તો 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતાઓ વધુ છે અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.

આ પણ વાંચો :-

 

22 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : આ 8 રાશિના જાતકોના તમામ દુ:ખ હરશે માં ખોડલ – લખો “જય શ્રી ખોડિયાર”

22 January 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPapers

મેષ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઈ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતા આનંદ વધે.

વૃષભ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતાપિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારું રહેતું અનુભવાય.

મિથુન
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારો કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. મન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક
મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઈ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે-સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે.

ધન
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અેકપણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે.

મકર
ગુરુ-ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેતી રહેવું.

મીન
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન,મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

હાઈકોર્ટની કડક ટિપ્પણી, છોકરાઓને ખબર હોવી જોઈએ કે ‘ના’ નો અર્થ ના જ હોય

0

High Court’s stern remark

  • દેશમાં શાળાઓ અને કોલેજોમાં સતત વધી રહેલા યૌન ઉત્પીડનના કેસોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એક ખુબ જ મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ભદ્દી ટિપ્પણીઓ સહન કરવામાં નહીં આવે. બાળકોને નાની ઉંમરમાં જ શીખવાડવું જોઈએ કે મહિલાઓ સાથે આદરથી વ્યવહાર કરવો જોઈએ.

દેશમાં શાળાઓ અને કોલેજોમાં સતત વધી રહેલા યૌન ઉત્પીડનના (Sexual harassment) કેસોને ધ્યાનમાં રાખીને કેરળ હાઈકોર્ટે (Kerala High Court) એક ખુબ જ મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ ભદ્દી ટિપ્પણીઓ સહન કરવામાં નહીં આવે. બાળકોને નાની ઉંમરમાં જ શીખવાડવું જોઈએ કે મહિલાઓ સાથે આદરથી વ્યવહાર કરવો જોઈએ.

કોર્ટે કહ્યું કે સારો વ્યવહાર અને શિષ્ટાચાર સાથે જોડાયેલી વાતોને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવી ખુબ જ જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું કે અનેકવાર એવી ધારણાઓ બને છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમ ચરિત્ર નિર્માણ પર કેન્દ્રિત છે પરંતુ સચ્ચાઈ એ છે કે આ સંપૂર્ણ રીતે એકેડેમિક પરિણામો અને રોજગાર પર કેન્દ્રિત છે.

તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગુણવત્તાવાળા શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણા બાળકો મોટા થઈને સારા નાગરિક બને. કમ સે કમ પ્રાઈમરી ક્લાસના સ્તરે શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં સારા ગુણો અને મૂલ્યો માટે પ્રોત્સાહન આપવું જોઈએ.

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ દ્વન રામચંદ્રને એક અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી. હકીકતમાં આ અરજીમાં એક કોલેજના પ્રિન્સિપાલના આદેશ અને આંતરિક ફરિયાદ સમિતિના આદેશને પડકારવામાં આવ્યો હતો. એવું કહેવાયું હતું કે અરજીકર્તાએ ગેરવર્તણૂંક કરી અને કોલેજ કેમ્પસમાં કેટલીક છોકરીઓને ખોટી રીતે સ્પર્શ કર્યો. અરજીકર્તાએ તેને દોષિત ઠેરાવનારી ફરિયાદ સમિતિના રિપોર્ટને પડકારતા કહ્યું કે તેનો પક્ષ સાંભળવાનો મોકો સુદ્ધા આપવામાં આવ્યો નથી.

કોર્ટે કહ્યું કે યૌન ઉત્પીડનના મોટાભાગના મામલાઓમાં આરોપ છોકરાઓ પર લગાવવામાં આવે છે. બહુ ઓછા આરોપ છોકરી પર લાગે છે. હવે સમય આવી ગયો છે કે બધા બેસીને વિચારે કે આ મામલે શું કરવું જોઈએ. છોકરાઓને ખબર હોવી જોઈએ કે છોકરીઓ અને મહિલાઓની સહમતિ વગર તેમને સ્પર્શ કરવો જોઈએ નહીં. તેમને ખબર હોવી જોઈએ કે ‘ના’નો અર્થ ના જ હોય છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતીઓની એક પહેલ અને યુપીમાં નોકરીનો ઢગલો થશે, કરોડોનું રોકાણ કરશે

0

An initiative of Gujaratis and jobs will pile up in UP

  • ગુજરાતના 22 રોકાણકારોએ અમદાવાદમાં આયોજિત B2G બેઠક અને રોડ શો દરમિયાન UPમાં 38,000 કરોડના MOUમાં હસ્તાક્ષર કર્યા. આ MOUથી રાજ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50,000થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે.

ગુજરાતીઓએ તો દુનિયાના ખૂણેખાચરે બિઝનેસ વિકસાવ્યો છે. ત્યારે હવે ગુજરાતીઓ યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં વેપાર કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (Chief Minister Yogi Adityanath) નીતિ અને પ્રદેશમા આવેલા મોટા બદલાવ બાદ ગુજરાતના (Gujarat) રોકાણકારોએ યુપીમાં રોકાણ કરવા માટે મહોર લગાવી દીધી છે. શુક્રવારે આ અંગે એમઓયુ કરવામાં આવ્યા. જેમાં 22 રોકાણકારોએ 38 હજાર કરોડના રોકાણ (Investment) પર હસ્તાક્ષર કર્યા.

આ એમઓયુ બાદ ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે 50 હજારથી વધુ રોજગારીની તકો મળશે. આ ઉપરાંત અન્ય રોકાણકારોએ પણ ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ઈન્વેસ્ટમેન્ટ આગામી ફેબ્રુઆરી મહિનામાં રાજધાની લખનઉમાં (Lucknow) આયોજિત થનારા યુપી ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2023 માં થશે.

ઉલ્લેખનીય છે કે યુપીને સર્વોતત્મ બનાવવામાં અલગ અલગ રાજ્યોમાં મોટા શહેરોમાં આયોજિત રોડ શોમાં યુપીમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ આવવાના પ્રયાસો ચાલુ છે. અમદાવાદમા બીટુજી મીટિંગ્સ અને રોડ શોની આગેવાનીમાં કેબિનેટ મિનિસ્ટર એકે શર્માએ કરી હતી.

કેબિનેટ મિનિસ્ટર પીડબલ્યુડી જતીન પ્રસાદે યોગી સરકારની ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી નીતિઓ વિશે માહિતી આપીને ઉદ્યોગપતિઓને પ્રદેશમાં ઈન્વેસ્ટમેન્ટ માટે આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન રાજ્યમંત્રી જયેન્દ્ર પ્રતાપસિંહ રાઠોડે કહ્યું કે યુપીની નીતિ અને મહોલ સૌથી સારો છે. તેથી અમે તમને ઈન્વેસ્ટમેન્ટ કરીને મોટી તક ઉઠાવવા આમંત્રિત કરી રહ્યાં છીએ.

બાગપતમાં અમૂલ લગાવશે મિલ્ક પ્લાન્ટ :

રોડ પહેલા બિઝનેસ ટુ ગર્વનમેન્ટ મીટિંગનો દોર ચાલ્યો હતો. આ દરમિયાન ત્રણ ડઝનથી વધુ રોકાણકારોએ ઉત્તર પ્રદેશના પ્રતિનિધિમંડળથી યુપીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાની નીતિ તક વિશે માહિતી મેળવી. તથા રાહત અને છૂટછાટ વિશે પણ માહિતી મેળવી. જેના બાદ રોકાણકારોએ એમઓયુ ફાઈનલ કર્યા હતા. સૌથી મોટો એમઓયુ ગુજરાતની નામચીન ફાર્મા કંપની ટોરેન્ટ ફાર્મા દ્વારા કરવામા આવ્યા છે.

જે 25 હજાર કરોડ રૂપિયાનું છે. આ સાથે જ અમૂલ ઈન્ડિયાએ યુપીના બાગપતમાં નવો મિલ્ક પ્લાન્ટ લગાવવા માટે 900 કરોડના એમઓયુ કર્યા છે. તો 9 એમઓયુ એક હજાર કરોડ કે તેના વધુના રહ્યા છે. કુલ મળીને 22 એમઓયુ 38 હજાર કરોડ રૂપિયાથી વધુના સાઈન કરાયા છે.

આ પણ વાંચો :-

BMW થી તિહાડ જેલ બોલાવતો સુકેશ, સ્પેશ્યલ રૂમમાં આપતો દોઢ લાખ… ત્રણ હિરોઈનના ચોંકાવનારા ખુલાસા

Sukesh calls Tihar Jail from BMW

  • સુકેશ ચંદ્રશેખર પરના છેતરપીંડીના કેસમાં બોલિવૂડની બે અભિનેત્રીઓના પણ નામ સામે આવ્યા છે. જેમાં તિહાર જેલમાં સુકેશ બોલાવતો હોવા સહિતના અનેક ચોંકાવનારા દાવા થયા છે.

મહાઠગ સુકેશ ચંદ્રશેખર કેસમાં (Mahathug Sukesh Chandrasekhar case) બોલિવૂડની બે અભિનેત્રીઓ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) અને નોરા ફતેહીનું (Nora Fatehi) નામ જોડાયું છે. ત્યારે આ બંને સિવાય અન્ય એક અભિનેત્રી પણ વારંવાર તિહાર જેલમાં જતી હતી તેવો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે 200 કરોડની છેતરપિંડીની સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલી હતી.

ચાર્જશીટમાં દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે એપ્રિલ-મે 2018ના મહિનામાં ત્રણ અભિનેત્રીઓ સુકેશને મળવા તિહાર જેલમાં જતી હતી. ત્રણેય અભિનેત્રીઓની પૂછપરછ દરમિયાન તમામ રહસ્યો ખોલ્યા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે તિહાર જેલના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી.

1 કલાકની મુલાકાતના 1.5 લાખ રૂપિયા ! 

દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર જેલમાં અભિનેત્રીઓ 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધી લઈને સુકેશ ચંદ્રશેખરને 45 મિનિટથી 1 કલાક સુધી મુલાકાત કરતી હતી. જેલમાં સુકેશના શાનનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે કોઈ હિરોઈન આવતી ત્યારે તેને એક સ્પેશિયલ રૂમમાં મોકલવામાં આવતી હતી. જ્યાં ટીવી, એસી, ફ્રીજ સહિતની સુવિધાઓ આપવામાં આવતી હતી.

સ્પેશિયલ રૂમમાં સુકેશ સાથે એકલી મિટીંગ કરતી હતી. તેમજ દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે આ વાત અભિનેત્રીઓએ પોતે કહી છે. વધુમાં જણાવ્યું હતું કે અભિનેત્રીઓને BMW કારમાં તિહાર જેલમાં  લાવવામાં આવતા હતા અને તેમને ગેટ નંબર 3 પાસેથી પ્રવેશ આપવામાં આવતો હતો.

આ પણ વાંચો :-

ખોડલધામ મંદિરનો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ : આ મહિલા બન્યાં પ્રથમ મહિલા ટ્રસ્ટી

0

Mangal entry of Khodaldham temple in seventh year

  • ખોડલધામ મંદિરનો આજે સાતમાં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ભવ્ય મહોત્સવ. નરેશ પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર.

રાજકોટના (Rajkot) કાગવડમાં આવેલું પાટીદારોનું ખોડલધામ (Khodaldham) આજે તેના સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આજે ખોડલધામ ખાતે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel), રાજ્ય સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે.

ખોડલધામમાં આજે ધ્વજારોહણ કરવામાં આવશે. અનાર પટેલ સહિત નવા 40 થી વધુ ટ્રસ્ટીઓનો આજે ખોડલધામમાં સમાવેશ કરાયો છે. ખોડલધામ ટ્રસ્ટનાં પ્રથમ મહિલા ટ્રસ્ટી તરીકે અનારબેન પટેલ જોડાયા છે. તો 40થી વધુ ટ્રસ્ટીઓને ખોડલધામનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા.

વહેલી સવારથી જ ખોડલધામનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામ પહોંચ્યા હતા. તેઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીએ માં ખોડલને ધજા ચડાવી અને નરેશ પટેલે મુખ્યમંત્રીને માતાજીનો ખેસ પહેરાવ્યો હતો. આ ભવ્ય મહોત્સવમાં નિરમા ગ્રુપના કરશન પટેલ, કેડીલા ગ્રુપના માલીક, બિપિન પટેલ, કાળુભાઈ મોહનભાઈ ઝાલાવડીયા પણ જોડાશે. આ ઉપરાંત આજે સંસ્થા દ્વારા નવા પ્રકલ્પો લેવામાં આવશે. જેમાં રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે શૈક્ષણિક શંકુલ અને આરોગ્ય ભવન બનાવવામાં આવશે.

આજે ખોડલધામમા યજ્ઞ, લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા લોકસંસ્કૃતિનું રસપાન કરાવવામાં આવશે. તો આજે ખોડલધામ ખાતે એક ભવ્ય સભાનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. મા ખોડલના મંદિર ખોડલધામમાં આજે મોટી સંખ્યામાં લેઉવા પાટીદાર સમાજના લોકો ઉમટશે. જેના કારણે ચાર હજારથી વધુ સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે. દર્શને આવતા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજકોટમાં કાગવડ ખોડલધામ ટ્રસ્ટનો 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય અને ટ્રસ્ટી રમેશ ટીલારા, પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જગદીશ ડોબરીયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવીયા સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં છે. પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.

આ પણ વાંચો :-

સુમુલમાં થયું અમુલ જેવું, તાત્કાલિક 3 અધિકારીઓની હકાલપટ્ટી કરી

0

Like Amul happened in Sumul

  • સુમુલ ડેરીએ 3 ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી. દૂધની ચોરીની આશંકાને પગલે કાર્યવાહી GM-માર્કેટિંગ મનિષ ભટ્ટની હકાલપટ્ટી.

ડેરીઓમાં ખદબદતો ભ્રષ્ટાચાર (Corruption) હવે બહાર આવી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીએ 3 અધિકારીઓની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી છે. ડેરીમાંથી દૂધ ચોરી કરાતું હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કારઈ છે. જેમાં જીએમ-માર્કેટિંગ મનીષ ભટ્ટ (GM-Marketing Manish Bhatt), ડીજીએમ-ઓપરેશન અલ્પેશ શાહ અને મેનેજર એન્જિનિયરિંગ હિરેન પટેલની તાત્કાલિક હકાલપટ્ટી (Immediate expulsion) કરાઈ છે.

ડેરીના વહીવટમાં ગેરરીતિને કારણે સુમુલ ડેરીના ત્રણ અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. ત્યારે સુમુલના ઉચ્ચ અધિકારીઓને ટર્મિનેટ કરતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે. આ ઘટના સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણેય ઉચ્ચ અધિકારીઓની વહીવટમાં ગેરરીતિ કરવા માટે સસ્પેન્ડ કરાયા છે. જોકે, ડેરી દ્વારા તેનુ કારણ અપાયુ નથી. પંરતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ડેરીમાં દૂધ ચોરી થતું હોવાની ગેરીરિતિને પગલે કેટલાક પુરાવા રજૂ કરાયા હતા.

જેમાં આ ત્રણેય અધિકારીઓની સંડોવણી સામે આવી છે. જેથી સુમુલ ડેરીના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ત્રણેય અધિકારીઓની સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્રણેય ઉચ્ચ અધિકારીઓ પર દૂધને બારોબાર સગેવગે કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સુમુલ ડેરીનો વર્ષે 4200 કરોડથી વધારેનો વહીવટ થઈ રહ્યો છે. સુમુલ ડેરી સાથે 2.50 લાખથી વધારે પશુપાલકો સંકળાયેલા છે અને ડેરીમાં રોજ 12થી 14 લાખ લીટર જેટલા દુધની આવક થઈ રહી છે.

આ પણ વાંચો :-