Home Blog Page 1180

મોંધવારીવાળું મનોરંજન.: ટીવી જોવું પણ થશે મોંઘું, DTHના રિચાર્જમાં થઈ શકે વધારો

0

Slow entertainment.

  • જો તમારા ઘરે ટીવી છે તો તમારા માટે ખર્ચ વધી શકે છે. કેમકે આગામી દિવસોમાં ડિટીએચ રીચાર્જની કિંમતમાં વધારો થઈ શકે છે.

દેશમાં ચારેકોર મોંઘવારી (inflation) બોકાસો બોલાવી રહી છે આવી કપરી સ્થિતિમાં મોંઘવારીનો વધુ એક ડામ શહન કરવાનો વારો આવે તો નવાઈ નહિ ! કારણ કે દેશમાં આગામી દિવસોમાં ટીવી જોવાનું મોંઘુ થવા જઈ રહ્યું છે. કેમકે ડિટીએચ બીલની કિંમત વધશે. અને જેની સિધી અસર ડિટીએચ (DTH) જોનારા ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

25 થી 50 રૂપિયા નો થઈ શકે છે વધારો :

એક રિપોર્ટ પ્રમાણે ટીવી જોવાનું થોડા જ સમયમાં મોંઘુ થશે. મહત્વનું છે કે એક સાથે વધારો જો કરવામાં આવશે તો ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો તેમજ તે પરેશાન પણ થઈ શકે છે તેથી ડિટીએચમાં કરવામાં આવતો ભાવ વધારો તબક્કાવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકના બિલમાં રૂપિયા 25 થી રૂપિયા 50 નો વધારો કરવામાં આવશે.

Ficci ey 2022 દ્વારા બતાવાઈ શકયતા :

Ficci ey 2022 દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આગામી દિવસોમાં ગ્રાહકોના ટીવી સબસ્ક્રિષ્ન પર અને યુઝર arpu 223 છે. ટાટા પ્લે દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર કંપની દ્વારા વધારો 44 થી 6 હપ્તામા કરવામાં આવશે. DTHના બિલમાં 5% થી 6% સુધીનો વધારો થશે. દેશમાં OTT પ્લેયર ખૂબ જ ઝડપી વધી રહ્યા છે. અને ડિટીએચ માટેનું મેદાન પણ વધારી રહ્યા છે. તેથી જો DTH સેવામાં વધારો થતા OTT પ્લેટફોર્મ પર વપરાશકર્તાનો વધારો જોવા મળશે.

આ પણ વાંચો :-

વિજળી વિના ચાલે છે આ પંખા, ઉનાળામાં ACની માફક ઠંડો કરી દે છે રૂમ

0

This fan runs without electricity

  • તમારી આ સમસ્યાનો પણ એક ઉપાય છે. બજારમાં આવા ઘણા પંખા છે જે વીજળી વિના ચલાવી શકાય છે અને તે આખા રૂમને આરામથી ઠંડા કરી દે છે. વાસ્તવમાં અમે અહીં સોલર પંખાની વાત કરી રહ્યા છીએ. જેના ઉપયોગથી વીજળીનું બિલ નહીં આવે.

જો ઉનાળામાં લાઈટ બંધ (Lights off) થઈ જાય તો થોડા જ સમયમાં ખરાબ સ્થિતિ થવા લાગે છે. ગરમીથી રાહત મેળવવા કુલર, એસી, પંખા આખો દિવસ ચાલુ રહે છે. આ જ કારણ છે કે વીજળીનું બિલ (Electricity bill) પણ ઘણું આવે છે. પરંતુ તમારી આ સમસ્યાનો પણ એક ઉપાય છે. બજારમાં આવા ઘણા પંખા છે જે વીજળી વિના ચલાવી શકાય છે અને તે આખા રૂમને આરામથી ઠંડા કરી દે છે.

વાસ્તવમાં અમે અહીં સોલર પંખાની વાત કરી રહ્યા છીએ. જેના ઉપયોગથી વીજળીનું બિલ નહીં આવે. ચાલો જાણીએ કેટલાક સોલાર ટેબલ પંખા વિશે જે વર્ષો અને વર્ષો સુધી ઓછા ખર્ચે ચાલશે અને વીજળીનું બિલ પણ જનરેટ કરશે નહીં.

d.light SF20 સોલર રિચાર્જેબલ ટેબલ ફેન : આ પંખો એક ચાર્જ પર લગભગ 8 કલાક કામ કરી શકે છે. તે ઉનાળાની ઋતુમાં માત્ર ઠંડી હવા જ નથી આપતો પણ જંતુઓ અને માખીઓને પણ દૂર રાખે છે. તેનો ઉપયોગ આખા રૂમને ઠંડક આપવા માટે થઈ શકે છે. પાવર કટ દરમિયાન પણ તમને અને તમારા પરિવારને આરામ આપે છે.

D.Lite SF20 સોલર રિચાર્જેબલ ફેન ઈ ન-બિલ્ટ LED લાઈટ સાથે આવે છે જે પાવર કટ દરમિયાન ઉપયોગી છે. પંખા સાથે આવતી 16W સોલાર પેનલ મજબૂત છે અને ઓછામાં ઓછી જાળવણી સાથે પાંચ વર્ષથી વધુ ચાલે છે. આ સોલર પંખાની ઓનલાઈન કિંમત 4,195 રૂપિયા છે અને તે 1 વર્ષની વોરંટી સાથે પણ આવે છે.

Lovely સોલર ફેન – DC 12Volt : આ ટેબલ ફેન ડીસી 12 વોલ્ટ કરંટ પર કામ કરે છે અને 24 વોટની પાવરફુલ મોટર સાથે આવે છે. આ પંખો આયર્ન અને પીવીસી મટિરિયલથી બનેલો છે. તે સ્ટાઈલિશ રીતે ડિઝાઇન કરાયેલ ઉચ્ચ ગુણવત્તાની બ્લેડ સાથે આવે છે. આ પંખો 1.65-2.0 એમ્પીયર લે છે. ગ્રાહકો તેને સ્કાય બ્લુ અને વ્હાઇટ કલરમાં ખરીદી શકે છે.

આ ટેબલ ફેન બે એડજસ્ટેબલ સ્પીડ ધરાવે છે. જે 2400 rpm સુધી ઓફર કરે છે. જેથી તમે ઇચ્છો તે એરફ્લોનું સ્તર સેટ કરી શકો. તેનું વજન 3 કિલો છે અને તે 6 મહિનાની વોરંટી સાથે આવે છે. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 1,449 રૂપિયા છે.

આ પણ વાંચો :-

આજથી થશે પ્રેમના સપ્તાહની શરૂઆત, આજે રોઝ ડે પછી પ્રપોઝ ડે

0

Today will be the start of the week of love

  • આજથી એટલે કે 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન્સ ડે વીકની શરૂઆત થઈ ગઈ છે. આજનો દિવસ રોઝ ડે તરીકે ઉજવવામાં આવશે. આ વીક  પ્રેમી-પ્રેમીકા માટે જાણીતું છે.

ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો (Month of Love) કહેવામાં આવે છે. જે લોકોને પોતાના પાર્ટનરથી પ્રેમ હોય છે તે આ મહિનાની આતૂરતાપૂર્વક રાહ જુએ છે. હકીકતમાં ફેબ્રુઆરીના મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. તો વેલેન્ટાઈન ડે (Valentine’s Day) પહેલા સપ્તાહ માટે અલગ-અલગ દિવસ નક્કી છે. આ અલગ-અલગ દિવસને પ્રેમ કરનારા લોકો અલગ-અલગ રીતે ઉજવે છે.

વેલેન્ટાઈન વીક :

7 ફેબ્રુઆરીએ વેલન્ટાઈન્સ વીકની શરૂઆત થાય છે. આ વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. 7 ફેબ્રુઆરી રોઝ ડે (February 7- Rose Day)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમ કરનાર કપલ એકબીજાને ગુલાબનું ફુલ આપી પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. ત્યારબાદ આઠ ફેબ્રુઆરી પ્રપોઝ ડે (February 8- Propose Day)ના રૂપમાં મનાવે છે. આ દિવસે પ્રેમી કપલ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરે છે અને જણાવે છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે.

વેલેન્ટાઈન્સ :

ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે (February 9- Chocolate Day)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ચોકલેટ આપવામાં આવે છે. તો 10 ફેબ્રુઆરીએ ટેડી ડે (February 10- Teddy Day) ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ પોતાના પાર્ટનરને ગિફ્ટમાં ટેડી બિયર આપે છે. તો 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે (February 11- Promise Day)મનાવવામાં આવે છે. પ્રોમિસ ડે પર પાર્ટનર પોતાના પ્રેમી-પ્રેમીકાને અલગ-અલગ પ્રકારની પ્રોમિસ કરે છે.

વેલેન્ટાઈન્સ ડે :

તો 12 ફેબ્રુઆરીએ હગ ડે (February 12- Hug Day) મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને ગળે લાગે છે. તો 13 ફેબ્રુઆરીએ કિસ ડે (February 13- Kiss Day)મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને કિસ કરે છે. અંતમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ ડે (February 14- Valentine’s Day)ના રૂપમાં મનાવવામાં આવે છે.

Days Name of the Day Valentine’s Week 2023 List
Day – 1 Rose Day Feb 07, 2023
Day – 2 Propose Day Feb 08, 2023
Day – 3 Chocolate Day Feb 09, 2023
Day – 4 Teddy Day Feb 10, 2023
Day – 5 Promise Day Feb 11, 2023
Day – 6 Hug Day Feb 12, 2023
Day – 7 Kiss Day Feb 13, 2023
Day – 8 Valentine Day Feb 14, 2023

 

આ પણ વાંચો :-

રાહુલનો ગુજરાતથી નાતો : ભારત યાત્રા બાદ હવે રાજ્યના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા

0

Rahul’s ties to Gujarat

  • દેશમાં લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દક્ષિણ ભારત પર પોતાનું ફોકસ વધાર્યું છે. કોંગ્રેસે પણ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી કરી હતી. બની શકે કે પીએમ મોદી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. ભાજપ આ માટે બેઠકો કરી રહ્યું છે.

દેશમાં લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દક્ષિણ ભારત પર પોતાનું ફોકસ વધાર્યું છે. કોંગ્રેસે પણ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી (South India) કરી હતી. બની શકે કે પીએમ મોદી (PM Modi) દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. ભાજપ આ માટે બેઠકો કરી રહ્યું છે.

મોદી અને શાહ લોકસભાની ચૂંટણી સાથે હાલમાં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરી રહ્યાં છે. હાલમાં પ્રથમ તબક્કાની યાત્રા કોંગ્રેસે પૂરી કરી છે. હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસે બીજા તબક્કાની યાત્રાની શરૂઆત કરી છે. આ બીજા તબક્કાની યાત્રા પદયાત્રા સ્વરૂપ નહીં હોય.

રાહુલ ગાંધી બીજા તબક્કામાં પોરબંદર ખાતેથી યાત્રાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. હવે પૂર્વોત્તર રાજ્યોને કોંગ્રેસ લક્ષ્માં રહેશે. અમદાવાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે બીજા તબક્કામાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આસામ સુધીની યાત્રા કરે તેવી શક્યતા છે. જોકે આ યાત્રા પદયાત્રા સ્વરૂપે નહિ હોય. તેમ ગુજરાત કોંગ્રેસના સૂત્રો કહે છે અલબત્ત, હજુ સુધી આ યાત્રા અંગે હાઈકમાન્ડે લીલી ઝંડી આપી નથી. આગામી સમયમાં આ અંગેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. હવે આગામી દિવસો જ બતાવશે કે રાહુલ શું નિર્ણય લેશે પણ હાલમાં કોંગ્રેસમાં આ ચર્ચા જામી છે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. કન્યા કુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. હવે બીજા તબક્કામાં ગુજરાતના પોરબંદરથી આસામ સુધીની યાત્રા યોજાય તેવો વર્તારો છે. આગામી દિવસોમાં છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસની મહત્વની બેઠક બોલાવાઈ છે.

જેમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આગામી કાર્યક્રમો ફાઈનલ થવાના છે. ભારત જોડો યાત્રા અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ હાથ સે હાથ જોડી યાત્રા શરૂ કરી છે. જો રાહુલની બીજા તબક્કાની યાત્રા પોરબંદરથી શરૂ કરવાનો નિર્ણય એટલા માટે લેવાઈ શકે છે આ શહેર મહાત્મા ગાંધી સાથે નાતો ધરાવે છે.

આ પણ વાંચો :-

મહિલા IPLને લઈને મોટું એલાન, જાણો ક્યારથી ક્યાં સુધી અને ક્યાં રમાશે ટૂર્નોમેન્ટ

0

Big announcement about women’s IPL

  • IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે મહિલા આઈપીએલની તારીખ જાહેર કરી દીધી છે.

2023ના વર્ષની મહિલા આઈપીએલની (Women’s IPL) તારીખ જાહેર થઈ છે. IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે ટ્વિટ કરીને મહિલા આઈપીએલની તારીખની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મુંબઈમાં 4 થી 26 માર્ચની વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ રમાશે.

અરુણ ધુમલે કહ્યું છે કે પાંચ ટીમોની મહિલા પ્રીમિયર લીગ (WPL 2023)ની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની અંતિમ મેચ 26 માર્ચે રમાશે. તેમણે એ પણ માહિતી આપી છે કે ટૂર્નામેન્ટની તમામ મેચ મુંબઈમાં રમાશે. મુંબઈની પણ એક ટીમ છે.

26 માર્ચે આઈપીએલની ફાઈનલ :

26 માર્ચે આઈપીએલની ફાઈનલ મુંબઈમાં રમાશે. આઈપીએલ ચેમ્પિયન બનનાર ટીમને 6 કરોડનું ઈનામ આપવામાં આવશે.

કુલ પાંચ ટીમો રમશે :

2023ની મહિલા આઈપીએલમાં કુલ પાંચ ટીમો રમશે જેનું વેચાણ પણ થઈ ગયું છે. મહિલા આઈપીએલને વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ એવું નામ આપવામાં આવ્યું છે. વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને લખનઉનો સમાવેશ થાય છે. ઘણી મોટી કંપનીઓએ આ ટીમોને ખરીદવા માટે દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી લીધી છે.

કઈ ટીમને કોણે ખરીદી :

પાંચ મોટી કંપનીઓએ મહિલા આઈપીએલની ટીમની ખરીદી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડમાં, મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને 912.99 કરોડમાં, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને 901 કરોડ રૂપિયામાં,  જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડમાં અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે.

 ચેમ્પિયન ટીમને મળશે 6 કરોડ રૂપિયા :

મહિલા આઈપીએલ 2023નો હજુ કાર્યક્રમ જાહેર કરાયો નથી પરંતુ તે 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. મહિલા આઇપીએલમાં ખેલાડીઓ માટે ઈનામી રકમ રુપિયા 10 કરોડ નક્કી કરવામાં આવી છે. જ્યારે ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સ અપ ટીમને 3 કરોડ મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.

વાયકોમ-18 કંપનીએ જીત્યા મેચ દેખાડવાના રાઈટ્સ :

ઉલ્લેખનીય છે કે રિલાયન્સની આગેવાનીવાળી વાયકોમ-18 કંપનીએ મહિલા આઈપીએલની મેચ દેખાડવાના રાઈટ્સ હાંસલ કર્યાં છે.

આ પણ વાંચો :-

પરિવારને જાણ કર્યા વગર બાઈક લઈને નિકળી ગયો 15 વર્ષનો છોકરો, બસની અડફેટે આવતા થયું મોત

0

A 15-year-old boy took a bike without informing

  • સગીર બાળકોને વાહન ચલાવવા આપી દેવું કેટલું ભારે પડી શકે છે તેવી ઘટના સુરતમાં સામે આવી છે. અહીં 15 વર્ષનો યશ નામનો છોકરો પરિવારને જાણ કર્યા વગર બાઈક લઈને નિકળી પડયો હતો. રસ્તા પર બસની ટક્કરે આવી જતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.

સુરતના પુણાગામ (Punagam of Surat) વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર દરેક માતાપિતા માટે પણ ચેતવણી સમાન છે. નાની ઉંમરમાં બાળકોને સ્કૂટર કે બાઈક (Scooter or Bike) ચલાવવા આપી દેવી કેટલી ભારે પડી શકે તેવી ઘટના બની છે.

સુરતના પુણા વિસ્તારમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષીય બાળક પિતાની બાઈક લઈને બહાર નિકળ્યો હતો. આ બાળક એક લક્ઝરી બસ સાથે અડફેટે આવતા તેનું કમકમાટીભર્યું મોત થયું છે. બાઇક ચલાવવાના શોખને કારણે આ બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

બાળકોને વાહન આપતા પહેલા માતા-પિતાએ ધ્યાન રાખવું જરૂરી :

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના પુણાગામ વિસ્તારમાં એક 15 વર્ષનો છોકરો બાઇક લઈને રસ્તા પર નિકળી પડે છે. યુવાનીના જોશમાં આ યુવક ભરચક ટ્રાફિકમાં રફતારની મજા આ બાળકને ભારે પડી જાય છે. તે ધડાકાભેર બસ સાથે અથડાઈ છે અને તેનું ઘટનાસ્થળે મોત થઈ જાય છે.

આ ટક્કર એટલી ખતરનાક હતી કે બાળકનું મગજ પણ બહાર દેખાવા લાગે છે. આ બાળકનું નામ યશ છે અને તે નચિકેતા સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તે હજુ બાઈક શીખી રહ્યો હતો અને તેને લઈને આંટો મારવા નિકળી પડે છે.

સુરતના પુણા ગામની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ ટાંક એમ્બ્રોડરીના કારખાનામાં નોકરી કરે છે. તે મૂળ ગીર સોમનાથના ઉના તાલુકાના વતની છે. મનીષ ભાઈએ સેકેન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. ત્યારે આ બાળક પિતાને જાણ કર્યા વગર બાઈક ચાલુ કરીને નીકળી પડયો હતો.

ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાતા તેનું મોત થયું છે. આ બાળક રેશ્મા સર્કલ તરફ જતા ફ્લાય ઓવર બ્રિજ પાસેથી પસાર થયો હતો ત્યારે લક્ઝરી બસની અડફેટે આવી ગયો હતો. બાળક બસમાં કચડાઈ ગયો હતો. ત્યારબાદ તેનું સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે શરૂ કરી તપાસ :

આ અકસ્માતની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એસીપી પીકે પટેલે કહ્યુ કે બાળકની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તે પરિવારને જાણ કર્યા વગર નિકળી ગયો હતો. ત્યારબાદ રસ્તામાં આ અકસ્માત થતાં બાળકનું મોત થયું છે. આ અકસ્માત બાદ બસનો ટ્રાઈવર ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીની મદદથી આ ડ્રાઈવરને શોધવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધીને સમગ્ર તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

07 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : સાંઈ બાબાની અસીમ કૃપાથી આ 7 રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

07 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ-બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારું મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ‌-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમિસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાયય નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે.‌ પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

રોજના આટલા કપથી વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક….

Drinking more than this cup

  • ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.

દરેક ઉંમરના લોકો ચાના (Tea) શોખીન હોય છે. મોસમ ગમે તે હોય, ચા પીનારાઓની સંખ્યા હંમેશા વધુ હોય છે. તેને વિશ્વનું સૌથી લોકપ્રિય પીણું (Popular Drink) ગણી શકાય. અબજો લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. શિયાળામાં તો ચા પીવાનું ચલણ વધી જાય છે.

આ સિઝનમાં લોકો ચા એક વાર નહીં પણ ઘણી વખત પીતા હોય છે. કેટલાક લોકો તો ચાના વ્યસની બની જાય છે અને દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. જો કે ચાની વધુ પડતી આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચાના વધુ પડતા સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર લોકોએ દિવસમાં ત્રણ કે ચાર કપથી વધુ ચા ન પીવી જોઈએ. જો તમે એક દિવસમાં 710 mlથી વધુ ચા પીઓ છો તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઘણા સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચાનું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણ કે આવી બેદરકારી ખૂબ મોંઘી પડી શકે છે.

વધુ પડતી ચા પીવાની 4 આડઅસર :

-ચામાં કેફીન ભરપૂર માત્રામાં હોય છે. કેફીનના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ગભરામણ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

-જો તમે આયર્નની ઉણપથી પણ પરેશાન છો તો તમારે વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ઘટકો આયર્નનું શોષણ ઘટાડે છે અને આ જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. આવા લોકોએ તરત જ ચાથી દૂર રહેવું જોઈએ.

-વધુ પડતી ચા પીવાના કારણે કેટલાક લોકોને ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે. ચામાં રહેલું કેફીન તમારા ઊંઘના ચક્રને પણ અસર કરી શકે છે. ઊંઘવાના 6 કલાક પહેલા કેફીનનું સેવન કરવાથી ઊંઘ બગડી શકે છે.

-સગર્ભા સ્ત્રીઓ માટે ચાનું વધુ પડતું સેવન અત્યંત જોખમી બની શકે છે. કેફીનનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ અસર કરે છે.

આ પણ વાંચો :-

કેનેડાથી માત્ર 5000 રુપિયા લઈ ભારત આવી હતી આ અભિનેત્રી, બની ‘નંબર 1 આઈટમ ગર્લ’, હવે છે 39 કરોડની માલકીન

This actress who came to India from Canada

  • બિગ બોસ સિઝન 10માં નોરાએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી બિગ બોસના ઘરમાં આવી હતી. ભલે ત્યારે તે શોમાં વિનર ન બની પંરતુ બિગ બોસનું ઘર તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું.

બોલીવૂડ એક્ટ્રેસ અને ફેમસ ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) સલમાન ખાનના શો બિગ બોસથી ચર્ચામાં આવી હતી. બિગ બોસ સિઝન 10માં નોરાએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી બિગ બોસના ઘરમાં આવી હતી. ભલે ત્યારે તે શોમાં વિનર ન બની પંરતુ બિગ બોસનું ઘર તેના માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયું.

બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા બાદ બોલીવૂડમાં તેને ખૂબ જ કામ મળ્યું. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચોપ ડાન્સરની વાત કરવામાં આવે તો નોરા ફતેહી (Nora Fatehi Dance Moves) નું નામ પહેલાન નંબર પર આવે છે. નોરા (Item Number in Movies) હવે ભારતની દિલબર ગર્લ બની ગઈ છે.

નોરા ફતેહીનો આજે  જન્મદિવસ છે. તેનો જન્મ 6 ફેબ્રુઆરી 1991ના રોજ કેનેડાના ક્યૂબેક શહેરમાં થયો હતો. આજે તે 31 વર્ષની થઈ ગઈ છે. આમ તો નોરા ફતેહી 2014 થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે પરંતુ તેને સફળતા 2018માં આવેલી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ના ગીત ‘દિલબર દિલબર‘ થી મળી. આ ગીત પછી  તે દર્શકોના દિલ પર છવાઈ ગઈ.

5000 રૂપિયા લઈને મુંબઈ પહોંચી હતી :

તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે નોરા કેનેડાથી ભારત આવી ત્યારે તેની પાસે માત્ર 5 હજાર રૂપિયા હતા. પરંતુ આજે તે કરોડપતિ છે. એકવાર નોરાએ બોલિવૂડ લાઈફને આપેલા ઈન્ટરવ્યુમાં તેના સંઘર્ષના દિવસોનો ખુલાસો કર્યો હતો.

રિપોર્ટ અનુસાર નોરાએ જણાવ્યું હતું કે જ્યારે તે ભારત આવી હતી ત્યારે તેની સાથે માત્ર 5000 રૂપિયા લઈને મુંબઈ પહોંચી હતી. જોકે તે જે એજન્સીમાં કામ કરતી હતી. તેને અઠવાડિયાના 3000 રૂપિયા મળતા હતા. એ જ 3000 માં તેણે પોતાની દિવસનો ખર્ચ મેનેજ કરવો પડતો હતો.

નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે :

નોરાનો શરુઆતનો સમય ખરાબ અને સંઘર્ષમય પસાર થયો હતો પરંતુ આજે નોરા ફતેહી કરોડો રુપિયાની માલિકન છે. Oprice.com વેબસાઈટનું માનીએ તો 2022માં નોરા પાસે 39 કરોડની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ નોરા ફતેહી એક પરફોર્મન્સના 40થી 50 લાખ ચાર્જ કરે છે.

સોશિયલ મીડિયામાં જાહેરાત માટે 5થી 7 લાખ રુપિયા ચાર્જ કરે છે. એક રિપોર્ટ અનુસાર ગુરુ રંધાવાના ગીત નાચ મેરી રાની માટે નોરાએ 45 લાખ રુપિયા લીધા હતા. નોરા ભારતમાં સૌથી વધુ ફી લેનારી ડાન્સર છે.

આ પણ વાંચો :-

લોન માટે વારંવાર ફોન આવતા યુવકે બેંક જઈને ન કરવાનું કરી દીધું, જુઓ વિડીયો 

0

The young man, who was repeatedly called for a loan, refused to go to the bank

  • ગુજરાતના (Gujarat) નડિયાદમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેંક (Bank) ઓફ ઈન્ડિયાની શાખામાં આવેલા બે યુવકોએ એક કર્મચારી સાથે મારપીટ કરી હતી.

આ સમગ્ર ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV Camer) કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને યુવકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે બેંકવાળા એટલા બધા ફોન કરતા હતા કે તેઓ પરેશાન હતા. તેથી જ તેમને પાઠ ભણાવવા માટે આ ઘટના કરવામાં આવી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત બેંકર મનીષ ધનગરે જણાવ્યું કે તે બેંક ઓફ ઈન્ડિયાની (Bank of India) નડિયાદ-કપડવંજ (Nadiad-Kapadvanj) શાખામાં પોસ્ટેડ છે અને અહીં લોન ડેસ્ક સંભાળે છે. તેણે જણાવ્યું કે શુક્રવારે બપોરે સમર્થ બ્રહ્મભટ્ટ નામનો યુવક શાળામાં આવ્યો અને સીધો તેની પાસે ગયો અને મારપીટ કરવા લાગ્યો.

દરમિયાન આ યુવક સાથે આવેલા પાર્થ નામના યુવકે પણ તેને લાતો અને મુક્કો માર્યો હતો. પોલીસે મનીષની ફરિયાદ પર કેસ નોંધીને સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. વીડિયોમાં આરોપીઓની ઓળખ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી.

બેંકર મનીષ ધનગરે જણાવ્યું કે આરોપીઓને બેંકમાંથી બોલાવવામાં આવી રહ્યા છે. તેઓને ઘર વીમા પોલિસીની કોપી જમા કરાવવા માટે સતત કહેવામાં આવતું હતું. પરંતુ આરોપીઓ તેને જમા કરાવતા ન હતા. પરંતુ બેંકના કર્મચારીઓને ધમકાવતા હતા. બીજી તરફ આરોપીએ જણાવ્યું કે તેણે બેંકમાંથી હોમ લોન લીધી હતી.

ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે તેણે તેની હોમ ઈન્સ્યોરન્સ પોલિસી જમા કરાવી નથી. તેણે કહ્યું કે બેંકવાળા એટલા ફોન કરી રહ્યા હતા કે તે નારાજ થઈ ગયો. તેણે બેન્કરોને પાઠ ભણાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો :-