1200 કરોડમાં વેચાય માત્ર આટલાં ફ્લેટ, દેશનો સૌથી મોટો સોદો આ શહેરમાં થયો

Share this story

Only so many flats sold for 1200 crores

  • ગુજરાતમાં જંત્રીના ભાવ વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે.

ગુજરાતમાં જંત્રીના ભાવ (Prices of Machinery) વધતાં કાગારોળ છે. રાજ્યમાં જમીન અને મકાનના ભાવોમાં તોતિંગ વધારો થઈ શકે છે. આ સ્થિતિમાં જ મુંબઈમાં એક નવો સોદો થયો છે. જેને પગલે પ્રોપર્ટી માર્કેટમાં નવો ધડાકો થયો છે. મુંબઈની (Mumbai) ગગનચુંબી ઈમારતોમાં ફલેટના ભાવ ભલે ગમે તેટલા વધે પણ માલેતુદાર લોકો એ ગમે એટલી ઉંચી કિંમતે ખરીદી લે છે. વરલી વિસ્તારમાં (Worli area) તાજેતરમાં ૨૩ ફલેટ ૧૨૦૦ કરોડ રૂપિયામાં વેચાયા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ડી- માર્ટના સ્થાપક રાધાકિશન દામાણીની નજીકના લોકો એમના સંબંધીઓ અને મિત્રોએ આ ફલેટ ખરીદ્યા છે. હાલ વરલીમાં એની બેસન્ટ રોડ પર બંધાઈ રહેલા થ્રી સિકસટી વેસ્ટના ટાવર- બીમાં આ ફલેટસ ખરીદાયા છે. જેને પગલે મુંબઈમાં આ રેકોર્ડબ્રેક નવો સોદો છે. 5000 ચોરસ ફૂટનો ફ્લેટનો ભાવ અહીં 75થી 80 કરોડ રૂપિયા ચાલે છે પણ સામટા 23 ફ્લેટની ખરીદીથી એક ફલેટ દીઠ અહીં 20 કરોડનો ફાયદો થયો છે. આમ ગુજરાતમાં 20 કરોડના ફ્લેટની કલ્પના મુશ્કેલ છે પણ અહીં એક ફ્લેટમાં 20 કરોડનો ફાયદો થતાં 1200 કરોડમાં એક સાથે 23 ફ્લેટ ખરીદાયા છે.

અધધ ભાવને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટો ઘડાકો થયો છે. ફલેટની ખરીદી માટે દામાણીના નજીકના વર્તુળો અને બિલ્ડર  વચ્ચે લાંબા અરસાથી વાતચીત ચાલતી હતી. ૪-૫ મહિના બાદ આ ડીલ ફાઈનલ થઈ હોવાનું મનાય છે. તમામ ફલેટસનું શુક્રવારે રજિસ્ટ્રેશન પાર પડયું છે. ગયા વર્ષે થ્રી સિકસ્ટી વેસ્ટના અમુક એપાર્ટમેન્ટ ૭૫થી ૮૦ કરોડમાં વેચાયા હતા.

મુંબઈના આ પ્રોજેક્ટમાં વેચાયેલા તમામ એપાર્ટમેન્ટ ૫૦૦૦ ચો. ફુટના છે. જેની કિંમતે અંદાજે ૫૦થી ૬૦ કરોડ રૂપિયા છે. સંબંધિત બિલ્ડર આ ૨૩ ફલેટ વેચીને એક કરોડ રુપિયાનું ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવશે તેમ જાણવા મળે છે. રિયલ એસ્ટેટના જાણકારોના મતે પ્રોપર્ટી મોટા ડિસ્કાઉન્ટમાં વેચાઈ છે.

કારણ કે એકી સાથે ૨૩ ફલેટનો સોદો થયો છે. બિલ્ડર પર ફાઈનાન્સ કંપનીનું ધિરાણ ચૂકવવા દબાણ હોય એટલે તેમણે સસ્તા ભાવે આ સામૂહિક ડીલ માટે સંમતિ દાખવી હોય એ શક્ય છે. જોકે એક સાથે થયેલી આ ડિલને પગલે રિયલ્ટી માર્કેટમાં પણ મોટી તેજી આવે તેવી સંભાવના છે.

ગુજરાતમાં જંત્રી મામલે પેચ ફસાયો છે ત્યારે આગામી દિવસોમાં સરકાર કેવો નિર્ણય લે છે તેની પર મોટો આધાર છે. દામાણી પરિવારે છેલ્લાં થોડા વરસોમાં કેટલીક મોટી પ્રોપર્ટી ડીલ કરી છે. રાધાકિશન અને એમના ભાઈ ગોપીકિશન દામાણીએ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં એક બંગલો ૧૦૦૧ કરોડ રૂ.માં ખરીદ્યો હતો.

આ પણ વાંચો :-