Holi of government employees will improve
- કેન્દ્ર સરકાર માર્ચના પહેલા અઠવાડિયામાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 4 ટકાનો વધારો કરે તેવી સંભાવના છે.
કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવવાના છે. કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થું હાલના 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે સરકાર. આ અસર માટે નક્કી કરવામાં આવેલા ફોર્મ્યુલા હેઠળ મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) પૂરા 4 ટકાનો વધારો થઈ શકે છે.
શ્રમ મંત્રાલયના AICPI આંકડા પરથી વધી શકે 4 ટકા ડીએ :
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 4 જાન્યુઆરી અને 4 જુલાઈથી મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીએ)માં વધારો કરવાનો નિયમ છે. સરકાર દ્વારા હાલનું મોંઘવારી ભથ્થું 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકે છે. આ માટે એક ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે.
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરી દર મહિને લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા ઔદ્યોગિક કામદારો માટેના ગ્રાહક ભાવાંક (સીપીઆઇ-આઇડબલ્યુ)ના આધારે કરવામાં આવે છે. લેબર બ્યૂરો શ્રમ મંત્રાલયનો ભાગ છે.
નવું ડીએ 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે :
ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ડિસેમ્બર, 2022 માટે સીપીઆઇ-આઇડબલ્યુ 31 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં વધારો 4.23 ટકા થાય છે. પરંતુ સરકાર ડીએમાં દશાંશ લેતી નથી. આવી સ્થિતિમાં, ડીએ ચાર ટકા પોઇન્ટ વધી શકે છે. તેને 38 ટકાથી વધારીને 42 ટકા કરી શકાય છે.
નાણાં મંત્રાલયનો ખર્ચ વિભાગ ડીએ વધારવાનો પ્રસ્તાવ મૂકશે એમ તેમણે જણાવ્યું હતું. તે તેની આવકની અસર વિશે પણ જણાવશે. આ પ્રસ્તાવને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તે 1 જાન્યુઆરી 2023થી લાગુ થશે.
હોળી પહેલા મળી શકે ડીએ વધારો :
મીડિયા રિપોર્ટ અનુસાર હોળી-ધૂળેટીના તહેવાર પહેલા સરકાર કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી શકે છે.
આ પણ વાંચો :-