રોજના આટલા કપથી વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક….

Share this story

Drinking more than this cup

  • ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.

દરેક ઉંમરના લોકો ચાના (Tea) શોખીન હોય છે. મોસમ ગમે તે હોય, ચા પીનારાઓની સંખ્યા હંમેશા વધુ હોય છે. તેને વિશ્વનું સૌથી લોકપ્રિય પીણું (Popular Drink) ગણી શકાય. અબજો લોકોના દિવસની શરૂઆત ચાથી થાય છે. શિયાળામાં તો ચા પીવાનું ચલણ વધી જાય છે.

આ સિઝનમાં લોકો ચા એક વાર નહીં પણ ઘણી વખત પીતા હોય છે. કેટલાક લોકો તો ચાના વ્યસની બની જાય છે અને દિવસમાં ઘણી વખત ચા પીતા હોય છે. જો કે ચાની વધુ પડતી આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચાના વધુ પડતા સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

હેલ્થલાઈનના રિપોર્ટ અનુસાર લોકોએ દિવસમાં ત્રણ કે ચાર કપથી વધુ ચા ન પીવી જોઈએ. જો તમે એક દિવસમાં 710 mlથી વધુ ચા પીઓ છો તો ઘણી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી ઘણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

ઘણા સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે વધુ પડતી મીઠી ચા પીવાથી ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ ધ્યાનથી ચાનું સેવન કરવું જોઈએ અને વધુ પડતા સેવનથી બચવું જોઈએ કારણ કે આવી બેદરકારી ખૂબ મોંઘી પડી શકે છે.

વધુ પડતી ચા પીવાની 4 આડઅસર :

-ચામાં કેફીન ભરપૂર માત્રામાં હોય છે. કેફીનના વધુ પડતા સેવનથી માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં વધારો થઈ શકે છે. વધુ પડતી ચા પીવાથી ગભરામણ પણ થઈ શકે છે. એવું પણ કહી શકાય કે આનાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

-જો તમે આયર્નની ઉણપથી પણ પરેશાન છો તો તમારે વધુ ચા પીવાનું ટાળવું જોઈએ. ચામાં રહેલા ઘટકો આયર્નનું શોષણ ઘટાડે છે અને આ જરૂરી પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે. આવા લોકોએ તરત જ ચાથી દૂર રહેવું જોઈએ.

-વધુ પડતી ચા પીવાના કારણે કેટલાક લોકોને ઊંઘમાં પણ તકલીફ થઈ શકે છે. ચામાં રહેલું કેફીન તમારા ઊંઘના ચક્રને પણ અસર કરી શકે છે. ઊંઘવાના 6 કલાક પહેલા કેફીનનું સેવન કરવાથી ઊંઘ બગડી શકે છે.

-સગર્ભા સ્ત્રીઓ માટે ચાનું વધુ પડતું સેવન અત્યંત જોખમી બની શકે છે. કેફીનનું વધુ પડતું સેવન ગર્ભાવસ્થામાં મુશ્કેલીઓનું કારણ બની શકે છે. આ ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને પણ અસર કરે છે.

આ પણ વાંચો :-