મહિલા IPLને લઈને મોટું એલાન, જાણો ક્યારથી ક્યાં સુધી અને ક્યાં રમાશે ટૂર્નોમેન્ટ

Share this story

Big announcement about women’s IPL

  • IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે મહિલા આઈપીએલની તારીખ જાહેર કરી દીધી છે.

2023ના વર્ષની મહિલા આઈપીએલની (Women’s IPL) તારીખ જાહેર થઈ છે. IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે ટ્વિટ કરીને મહિલા આઈપીએલની તારીખની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મુંબઈમાં 4 થી 26 માર્ચની વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ રમાશે.

અરુણ ધુમલે કહ્યું છે કે પાંચ ટીમોની મહિલા પ્રીમિયર લીગ (WPL 2023)ની પ્રથમ મેચ 4 માર્ચે રમાશે. જ્યારે આ ટૂર્નામેન્ટની અંતિમ મેચ 26 માર્ચે રમાશે. તેમણે એ પણ માહિતી આપી છે કે ટૂર્નામેન્ટની તમામ મેચ મુંબઈમાં રમાશે. મુંબઈની પણ એક ટીમ છે.

26 માર્ચે આઈપીએલની ફાઈનલ :

26 માર્ચે આઈપીએલની ફાઈનલ મુંબઈમાં રમાશે. આઈપીએલ ચેમ્પિયન બનનાર ટીમને 6 કરોડનું ઈનામ આપવામાં આવશે.

કુલ પાંચ ટીમો રમશે :

2023ની મહિલા આઈપીએલમાં કુલ પાંચ ટીમો રમશે જેનું વેચાણ પણ થઈ ગયું છે. મહિલા આઈપીએલને વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ એવું નામ આપવામાં આવ્યું છે. વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને લખનઉનો સમાવેશ થાય છે. ઘણી મોટી કંપનીઓએ આ ટીમોને ખરીદવા માટે દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમને ખરીદી લીધી છે.

કઈ ટીમને કોણે ખરીદી :

પાંચ મોટી કંપનીઓએ મહિલા આઈપીએલની ટીમની ખરીદી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડમાં, મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને 912.99 કરોડમાં, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને 901 કરોડ રૂપિયામાં,  જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડમાં અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે.

 ચેમ્પિયન ટીમને મળશે 6 કરોડ રૂપિયા :

મહિલા આઈપીએલ 2023નો હજુ કાર્યક્રમ જાહેર કરાયો નથી પરંતુ તે 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. મહિલા આઇપીએલમાં ખેલાડીઓ માટે ઈનામી રકમ રુપિયા 10 કરોડ નક્કી કરવામાં આવી છે. જ્યારે ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સ અપ ટીમને 3 કરોડ મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.

વાયકોમ-18 કંપનીએ જીત્યા મેચ દેખાડવાના રાઈટ્સ :

ઉલ્લેખનીય છે કે રિલાયન્સની આગેવાનીવાળી વાયકોમ-18 કંપનીએ મહિલા આઈપીએલની મેચ દેખાડવાના રાઈટ્સ હાંસલ કર્યાં છે.

આ પણ વાંચો :-