Home Blog Page 1175

‘ધંધા કરના હે તો હર મહિને પંદરા હજાર દેના પડેગા’, સુરતમાં ખંડણીખોરની દાદાગીરી, પોલીસ કયા વહેમમાં

‘If you do business, you will have

  • સુરતમાં પોલીસના ડર વગર જ આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં વેપારી પાસેથી હપ્તો માંગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતને અત્યાર સુધી સ્માર્ટ રાજ્ય અને શાંત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ હવે શહેરોમાં પણ ફિલ્મી સ્ટાઈલ પ્રમાણે હપ્તા ઉઘરાવવાની ઘટના સામે આવી છે. એક સમયના શાંત ગણાતા સુરતમાં (Surat) હવે ક્રાઈમના રેશિયામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.

મારામારી, ચોરી, લૂંટફાટ, છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની ઘટનાઓમાં મોટા પાયે ઉછાળો આવી રહ્યો છે આવી સ્થિતિમાં ડાયમંડ સીટીમાં હપ્તો માંગવાની ઘટના સામે આવતા પોલીસના અસ્તિત્વ અને કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

ફિલ્મી સ્ટાઈલ હપ્તો ઉઘરાવવામાં આવે છે :

સુરતમાં આરોપીઓને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ગુન્હો કરતા સ્હેજમાં પણ અટકતા નથી આવી સ્થિતિ વચ્ચે ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરત શહેરમાં વેપારી પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે. ઘટનાની વાત કરીએ તો હપ્તાખોરો દ્વારા વેપારી પાસેથી રૂપિયા 15 હજાર આપવા માટે ધમકી આપવામાં આવી છે.

ધમકી આપનાર શખ્સ હાસીમ સિદ્દીક હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાન ધરાવનાર વેપારીને ધમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જો ધંધો તારે શાંતિથી કરવો હોય તો મને રૂપિયા 15 હજાર હપ્તા પેટે આપ.

આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ :

વેપારી આ ધમકીથી ડરી જતા માથાભારે શખ્સને રૂપિયા 15 હજાર આપી દીધા હતા. અને આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. લિંબાયત પોલીસે આ મામલાની વિગત મળતા ખંડણી મામલે ફરિયાદ નોંધી હપ્તો ઉઘરાવનાર હપ્તા ખોરને પકડવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં હાસીમ સિદ્દીક સહિતના ચારેય આરોપીઓ આગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

આ પણ વાંચો :-

રવિન્દ્ર જાડેજાએ આંખના પલકારામાં કરી નાખી મસમોટી ભૂલ, તમને પણ વિશ્વાસ નહીં આવે

0

Ravindra Jadeja made a huge mistake

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના (Nagpur) વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ ગઈ કાલે સાત વિકેટ ગુમાવીને 321 રન કર્યા હતા. ત્યારબાદ આજે રમત શરૂ થતા જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એક એવી ભૂલ કરી બેઠો જેના કારણે તે પોતે પણ સ્તબ્ધ થઈ ગયો અને તેણે વિકેટ ગુમાવી.

ભારતના પહેલા દાવમાં 400 રન :

આજે રમત શરૂ થયા બાદ રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયો અને ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહેતા ભારત 400 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાને 223 રનની કિંમતી લીડ મળી છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં પહેલાદાવમાં 5 વિકેટ લીધી અને દમદાર બેટિંગ કરી 185 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 70 રન પણ કર્યા. અક્ષર પટેલે પણ સારું યોગદાન આપતા 174 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 84 રન કર્યા. મોહમ્મદ શમીએ 37 રન કર્યા. રોહિત શર્માએ 120 રન કર્યા.

એક ભૂલ અને જાડેજા આઉટ :

રવિન્દ્ર જાડેજા સારી રીતે સેટ થઈ ગયો હતો. મેચના ત્રીજા દિવસે શરૂઆતની ઓવરોમાં જ પણ એક એવી ભૂલ કરી કે તે વિકેટ ગુમાવી બેઠો. રવિન્દ્ર જાડેજાને પણ ટોડ મર્ફીએ પોતાનો શિકાર બનાવ્યો. આ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા જે પ્રકારે આઉટ થયો તે જોઈને બધા ચોંકી ગયા. તે એક સીધા બોલ પર ક્લિન બોલ્ડ થઈ ગયો.

શાનદાર ઈનિંગ :

ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં બોલ અને બેટ એમ બંનેથી ધમાલ મચાવી. રવિન્દ્ર જાડેજાએ મેચની પહેલી ઈનિંગમાં 22 ઓવર ફેંકી અને 5 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગમાં તેણે રવિન્દ્ર જાડેજાએ 70 રન પણ કર્યા. 9 ચોગ્ગા પણ ફટકાર્યા.

આ પણ વાંચો :-

VIDEO : કૂતરા-બલાડાંની જેમ બાઝી પડ્યાં કોંગ્રેસ કાર્યકરો, ગુરુદ્વારા સાહિબમાં એન્ટ્રીને લઈને ઝગડ્યાં

0

VIDEO : Congress workers, furious like dogs

  • કોંગ્રેસની ભારત જોડો યાત્રા પટના પહોંચી હતી આ દરમિયાન ગુરુદ્વારામાં જવા બાબતે વિવાદ સર્જાતા કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.

રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રા બિહારની (Bihar) રાજધાવી પટના પહોચી હતી. અત્યાર સુધી આ યાત્રા શાંતિ પૂર્ણ માહોલમાં નીકળી રહી હતી પરંતુ અચાનક જ શુક્રવારે આ ભારત જોડો યાત્રા વિવાદોની વચ્ચે આવી ગઈ છે. કેમકે આ યાત્રામાં કોંગ્રેસ પાર્ટીના (Congress Party) કાર્યકર્તાઓ જ આમને સામને કુતરા બિલાડીની જેમ ઝઘડી પડ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે આ મારપીટ ત્યારે થઈ.

જ્યારે ગુરૂદ્વારા પટના સાહિબ તખ્ત શ્રી હરમિંદરમાં પ્રેવશને લઈને કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઝઘડામાં એ હદ્દે કોંગ્રેસ કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા કે એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા હતા. હાલ તો આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ જ આમને સામને કુતરા બિલાડીની જેમ ઝઘડી પડ્યા :

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શુક્રવારે બિહારના પટનામાં પહોચી હતી. આ કાર્યક્રમની રૂપારેખા પ્રમાણે ગુરૂદ્વારામાં નમન કરવાનું પણ આયોજન હતુ. આ દરમિયાના ગુરૂદ્વારામાં પ્રવેશને લઈને કોંગ્રેસના જ કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા અને એકબીજા સાથે મારપીટ કરી રહ્યા હતા. આ ઘટના દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ સિંહ અને રાજ્ય વિધાયક દળના નેતા અજીત શર્મા દ્વારા તમામ કાર્યકર્તાને મારપીટ કરતા રોકવામાં આવી રહ્યા હતા.

શરૂઆત ક્યાથી થઈ :

કોંગ્રેસ નેતા શમ્મી કપૂર અને પપ્પુ ત્રિવેદી વચ્ચે સૌ પ્રથમ શાબ્દીક બોલાચીલી થઈ હતી. આ બોલાચાલીએ મોટુ સ્વરૂપ ધારણ કરતા બંને નેતાના સમરર્થકો પણ સામેલ થયા હતા અને મામલો મારપીટ સુધી પહોચી ગયો હતો. આ દરમિયાન હાજર પોલીસ જવાનો દ્વારા મામલો શાંત પાડવાની કોશિસ થઈ રહી હતી. પરંતુ રાજકુમાર રાજ કે જેઓ બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પુર્વ ઉપાધ્યાક્ષ રહી ચુક્યા છે અને તેમને જેમતેમ કરીને મામલો શાંત પાડ્યો હતો.

આ પણ વાંચો :-

એક વિવાહ ઐસા ભી, IASએ દીકરીના એવી રીતે લગ્ન કર્યા કે સૌ જોતા રહી ગયા

0

Ek Vivah Aisa Bhi, IAS married the son

  • આજના સમયમાં લગ્ન એ દેખાદેખી અને રૂતબો બતાવવાની ફેશન થઈ ગઈ છે. ડેસ્ટિનેશન વેડિંગ, પ્રિવેડિંગ ફોટોસૂટ ફેશન બની ગઈ છે. પરંતુ એક IASએ પોતાની દીકરીના એવી રીતે લગ્ન કર્યા. જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. આ લગ્ને સમાજના અન્ય લોકો માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે.

હાલ લગ્નગાળાની સિઝન (Wedding season) ચાલી રહી છે. લાખો કરોડોના ખર્ચ કરી લોકો શાનદાર રીતે લગ્ન કરતા હોય છે. પરંતુ ગ્લાલિયરમાં (Gallier) એક એવા લગ્ન જોવા મળ્યા છે જેના દરેક વખાણ કરી રહ્યા છે. IAS અધિકારી કિશોર કાન્યાલે (Kishore Kanyale) પોતાની દીકરીના લગ્નમાં નિરાધાર લોકોને ભોજન માટે બોલાવી સમાજને નવી રાહ ચિંધી છે. કિશોર કાન્યાલ ગ્વાલિયરમાં મ્યુનિસિપલ કમિશનર છે.

નિરાધાર લોકોને બોલાવ્યા લગ્નમાં :

મ્યુનિસિપિલ કમિશનર કિશોર કાન્યાલની દીકરી દેવાંશીની હાલમાં જ લગ્ન થયા છે. ત્યારે કિશોર કાન્યાલએ દીકરીના લગ્ન પહેલાં એક જાણીતી હોટલમાં ભોજન સમારોહ રાખ્યો હતો. પરંતુ તેમાં જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેને લઈને આ ભોજન સમારોહ ખુબ જ ચર્ચામાં રહ્યો. આ IAS અધિકારીએ પોતાની દીકરીના લગ્નમાં નિરાધાર લોકોને બોલાવી હોટલમાં શાનદાર ભોજન કરાવ્યું.

IASની દરિયાદિલીએ જીત્યા દિલ :

ગ્લાલિયર શહેરના નિરાશ્રિત અને નિરાધાર લોકોને IAS અધિકારીએ ના માત્ર ભોજન માટે આમંત્રણ આપ્યું. પરંતુ ખુદ અધિકારીએ પોતના હાથથી ભોજન પીરસીને નિરાધાર લોકોને જમાડ્યા. જેમાં આ નિરાધાર પરિવારોના લોકો ખૂશીથી ભોજનનો આનંદ માણ્યો હતો. કિશોર કાન્યાલ નિરાધાર લોકો માટે કામ કરનારી સંસ્થા સ્વર્ગસદન સાથે પણ તે જોડાયોલા છે.

નિરાધારોને ભોજન સાથે ભેટ આપી :

નિરાધાર લોકોની સેવા કરતી સંસ્થા સાથે કિશોર કાન્યાલ લાંબા સમયથી જોડાયેલા છે. ત્યારે તેમણે કહ્યું દીકરીના લગ્નમાં આવા નિરાધાર લોકોને બોલાવવા અમારા માટે સૌભાગ્યની વાત છે. ત્યારે આવા નિરાધાર લોકોને ભોજન કરાવ્યા બાદ તેમને ભેટ પણ આપવામાં આવી. મહત્વનું છે કિશોર કાન્યાલની દીકરી દેવાંશી તમિલનાડુની VITમાં અભ્યાસ કર્યો છે. દેવાંશી એમિટી યુનિવર્સિટીની ગોલ્ડમેડાલીસની સાથે ભરતનાટ્યમમાં પણ પારંગત છે.

આ પણ વાંચો :-

પિતાએ પોતાની જ દીકરીને બનાવી બ્લુ ફિલ્મોની હિરોઈન, 18 વર્ષની ઉંમરે થઈ ટોપલેસ

The father made his own daughter the heroine of blue films

  • એક પિતા તેના બાળકોના સારા ભવિષ્ય માટે શું નથી કરતો. પરંતુ દુનિયામાં કેટલાક કઠોર પિતા પણ છે, જે પૈસાના લોભમાં દીકરીને ગંદા કામ કરવા મજબૂર કરે છે જાણો આવા જ એક વિચિત્ર કિસ્સા વિશે.

એક પિતા તેના બાળકોના સારા ભવિષ્ય (Good Future) માટે શું નથી કરતો. પરંતુ દુનિયામાં કેટલાક કઠોર પિતા પણ છે, જે પૈસાના લોભમાં દીકરીને ગંદા કામ (Dirty Work) કરવા મજબૂર કરે છે જાણો આવા જ એક વિચિત્ર કિસ્સા વિશે…

એક પિતા પોતાના બાળકો માટે બધુ બલિદાન આપે છે, લોહી અને પરસેવો એક કરીને તેમને જીવનની બધી ખુશીઓ આપે છે જેથી તેમને જીવનમાં વધુ મહેનત ન કરવી પડે. પરંતુ આજના સમાજમાં ઘણી ખબરો એવી મળે છે જે વિચિત્ર હોય છે અને આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણે સંબંધોનું મહત્વ કેટલું બદલી નાખ્યુ છે. કેનેડિયન એડલ્ટ મોડલની (Canadian Adult Model) કહાની સાંભળી તમે પણ ચોંકી જશો. જે પિતાએ પોતાની દીકરીનો સહારો બનવું જોઈએ. તેણે જ તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીની દલદલમાં ધકેલી દીધી.

અમે વાત કરી રહ્યા છીએ કેનેડાના વિન્ડસરની (Windsor) રહેવાસી એમીલુ બેનેટની (Emmylou Bennett). એમિલુએ કેટલીક વાતચીતમાં તેના જીવનના ઘણા પન્ના ખોલ્યા અને જણાવ્યું કે કેવી રીતે તેની બ્લુ ફિલ્મોમાં એન્ટ્રી થઈ. તેણે કહ્યું કે તેને બ્લુ ફિલ્મોમાં મોકલવાનો શ્રેય તેના પિતાને જાય છે. જો કે એમિલુ આનાથી ગુસ્સે નથી અને તેના પિતાના કૃત્યને દબાણ તરીકે નહીં પરંતુ પ્રોત્સાહક પગલા તરીકે જુએ છે.

પિતાની સલાહ પર એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું :

એમિલુને બે મોટી બહેનો પણ હતી અને તેના પિતા હંમેશા ત્રણેયને કહેતા હતા કે જો તેઓ એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતા હોય તો તેમને કોઈ વાંધો નથી. બંને બહેનો તૈયાર નહોતી પણ એમિલુએ વિચાર્યું કે તે પ્રયત્ન કરશે. તેના 18મા જન્મદિવસ પછી, તેણે પહેલીવાર પેજ-3 માટે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું. તે દરમિયાન તે તેના શહેરના એક બારમાં વેઈટ્રેસ તરીકે કામ કરતી હતી.

જ્યારે તેનો ફોટો પહેલીવાર અખબારમાં આવ્યો, ત્યારે બારમાં હાજર લોકોએ તેની સાથે ફોટો ક્લિક કરવાનું શરૂ કર્યું. તેના પિતા પણ આ જ બારમાં આવતા હતા. તેમને આ જોઈ કોઈ જ તકલીફ ન હતી. તેણે એટલું જ કહ્યું કે જો તે આ કામથી ખુશ છે અને સારા પૈસા કમાઈ રહી છે તો તે કામ સારું છે અને એમાં કંઈ ખોટું નથી. જો કે, લોકો ઘણીવાર તેને ખરાબ નજરથી જોવા લાગ્યા અને તેની ટીકા પણ કરવા લાગ્યા.

કરે છે લાખોની કમાણી :

ટૂંક સમયમાં જ તેની સફળતા વધવા લાગી અને તેના પિતાની પ્રેરણાથી તે આગળ વધવા લાગી. હવે તે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક મહિનામાં 30 લાખ રૂપિયા કમાય છે. હવે તેની ઉંમર 35 વર્ષ છે અને તેણે લગ્ન પણ કરી લીધા છે. આ સિવાય તેણે પ્લેબોય ટીવી માટે પણ કામ કર્યું છે અને છેલ્લા 3 વર્ષથી તે સબસ્ક્રીપ્શન સાઈટ ઓન્લીફેન્સ પર પોર્ન કન્ટેન્ટ વેચીને પૈસા કમાઈ રહી છે.

આ પણ વાંચો :-

જો તમારે પણ દીકરી છે તો બેંક આપશે પૂરા 15 લાખ રૂપિયા, 80C હેઠળ કર મુક્તિ પણ

0

If you also have a daughter, the bank will give full 15 lakh rupee

  • તમે દર વર્ષે વધુમાં વધુ રૂ. 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. તમે આ પૈસા માસિક હપ્તામાં પણ જમા કરાવી શકો છો. આ પ્રકારના રોકાણથી તમને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

 કેન્દ્રની મોદી સરકારે (Modi Govt) દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Acoount)  શરૂ કરી છે. આ યોજના હેઠળ તમને તમારી પુત્રીના શિક્ષણ અને તેના લગ્ન માટે બેંક તરફથી 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ પ્રકારના રોકાણથી તમને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સ્કીમમાં રોકાણ (Investment) કરવાથી તમને ઉચ્ચ અભ્યાસ સમયે અથવા લગ્ન માટે ભારે ભંડોળ મળશે.

તમે 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો :

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત અન્ય બેંકો ગ્રાહકોને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાની સુવિધા આપી રહી છે. તમારે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં વાર્ષિક માત્ર 250 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં તમે દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

તમે આ પૈસા માસિક હપ્તામાં પણ જમા કરાવી શકો છો. પરંતુ જો કોઈ કારણોસર તમારી પાસે નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા નથી. તો તમે 250 રૂપિયા જમા કરીને ખાતું ચાલુ રાખી શકો છો.

80C હેઠળ કર મુક્તિ :

SBI તરફથી tweet કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ સરકારી યોજનામાં તમારી પાસે બાંયેધરીકૃત આવક ચાલુ રહેશે. તેમાં રોકાણ કરવાથી તમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ પણ મળશે. આ યોજના ખાસ કરીને દીકરીઓ માટે શરૂ કરવામાં આવી હતી. છોકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી.

હાલમાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સિવાય તમે આ યોજના હેઠળ બે દીકરીઓ માટે ખાતું ખોલાવી શકો છો. જો પહેલી દીકરીના જન્મ પછી બે જોડિયા દીકરીઓ હોય તો આ સ્થિતિમાં આ યોજનાનો લાભ ત્રણેય દીકરીઓ લઈ શકે છે.

આ પણ વાંચો :-

1 એપ્રિલથી નહીં વેચાય આ 6 કાર, હોન્ડા, હ્યુન્ડાઈ અને સ્કોડા કારનો પણ આ યાદીમાં સમાવેશ

These 6 cars will not be sold from April 1

  • Hyundai India i20 ડીઝલનું વેચાણ બંધ કરશે. અગાઉ કંપનીએ પહેલાથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે.  નવા ધારાધોરણો મુજબ વાહન ઉત્પાદકોએ તેમના વાહનોનો રીઅલ-ટાઇમ ઉત્સર્જન ડેટા દર્શાવવો પડશે.

પહેલી એપ્રિલ 2023 થી ઘણા કાર ઉત્પાદકો તેમની કેટલીક કારનું વેચાણ બંધ કરવા જઈ રહ્યા છે. હકીકતમાં કેન્દ્ર સરકારે લાગુ કરેલા BS6 નિયમને કારણે કેટલીક ડીઝલ કાર (Diesel car) હવે દેશમાં વેચાશે નહીં. Hyundai India તેની i20 ડીઝલનું વેચાણ બંધ કરશે.

કંપનીએ પહેલાથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે. તેવામાં હવે સરકારના નવા ધારાધોરણો મુજબ વાહન ઉત્પાદકોએ તેમના વાહનોનો રીઅલ-ટાઇમ ઉત્સર્જન ડેટા દર્શાવવો પડશે. જેના કારણે હોન્ડા, હ્યુન્ડાઈ અને સ્કોડા સહિતની કારનું વેચાણ બંધ થશે.

કંપનીએ Kwid RXE વેરિઅન્ટ લોન્ચ કર્યું :

બંધ થનારી કારમાં પહેલું નામ ક્વિડનું છે. કંપનીએ તેની સંપૂર્ણ લાઇન-અપ અપડેટ કરી છે. 800 CCની આ કારને બંધ કરી દેવામાં આવી છે. તાજેતરમાં કંપનીએ Kwid RXE વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. જેની કિંમત 4.69 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

હોન્ડાએ આ કારને સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી :

હોન્ડા અમેઝ ડીઝલનું વેચાણ બંધ કરી દેવાયું છે. આ કારના આ મોડલને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દેવાયું છે. હોન્ડા ઈન્ડિયાએ ગયા વર્ષે કહ્યું હતું કે તેના 1.5-લિટર ડીઝલ એન્જિનને બંધ કરી શકાય છે કારણ કે તે નવા ઉત્સર્જન ધોરણોને પૂર્ણ કરશે નહીં.

ઓક્ટાવીયા અને સુપર્બ સેડાન બંધ કરાશે :

આ સિવાય Hyundai India i20 ડીઝલનું વેચાણ બંધ કરાય તેવી શક્યતા. અગાઉ, કંપનીએ પહેલેથી જ Grand i10 Nios અને Aura સબકોમ્પેક્ટ સેડાનના ડીઝલ વેરિઅન્ટ્સ બંધ કરી દીધા છે.  માનવામાં આવે છે કે Alto 800, Ignis અને Ciaz એ કેટલાક મોડલ હોઈ શકે છે જે એપ્રિલ 2023 પછી વેચાણ માટે ઉપલબ્ધ નહીં હોય. જ્યારે, નિસાન ઇન્ડિયા પહેલી એપ્રિલ, 2023 સુધીમાં કિક્સ કોમ્પેક્ટ SUV બંધ કરે તેવી શક્યતા છે. સ્કોડા ઓટો ઇન્ડિયા એપ્રિલ 2023 સુધીમાં ઓક્ટાવીયા અને સુપર્બ સેડાનને પણ બંધ કરશે.

આ પણ વાંચો :-

આજે 11 ફેબ્રુઆરીના રોજ આ પાંચ રાશિઓના ભક્તોને થશે અઢળક ફાયદો – અપરમ્પાર કૃપા વરસાવશે છે ભગવાન વિષ્ણુ

Today on February 11, the devotees of these five zodiac signs

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારના તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણ મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે, બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ
રોગપ્રતિકાર શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકર-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનોસાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્યું છે. આજે સંભાળજો. શરદી-ખાંસી, તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

LPG સિલિન્ડર : કેમ લાલ જ રંગનો હોય છે ગેસ સિલિન્ડર, કારણ જાણીને ચોંકી જશો

0

LPG cylinder

  • જો આપણે LPG સિલિન્ડરની (LPG Cylinder) વાત કરીએ તો તેનો રંગ હંમેશા લાલ હોય છે, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ હોય છે. તમને દરેક ઘરમાં સિલિન્ડર જોવા મળશે. તેના લાલ રંગ પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે.

આપણા જીવનમાં દરેક રંગનું મહત્વ છે. ઘણી વસ્તુઓનો રંગ હંમેશા એક જ રહે છે. જો આપણે LPG સિલિન્ડરની વાત કરીએ તો તેનો રંગ પણ હંમેશા લાલ જ હોય ​​છે. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે. તમને દરેક ઘરમાં સિલિન્ડર જોવા મળશે. તેના લાલ રંગ પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે. ચાલો આજે તમને જણાવીએ કે છેલ્લું ઘરેલું LPG સિલિન્ડર લાલ રંગનો જ કેમ હોય છે.

LPG સિલિન્ડર કેમ લાલ છે?

એલપીજી ગેસનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં હોય છે અને તમે જોયું હશે કે એલપીજી સિલિન્ડરનો રંગ લાલ હોય છે. તેના લાલ થવા પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે. એલપીજી ગેસ અત્યંત જ્વલનશીલ છે. જેનો અર્થ છે કે તેમાં આગ લાગવાની સૌથી વધુ સંભાવના છે અને તેથી તે જોખમ ઊભું કરે છે.

જાણો વિજ્ઞાનનું તર્ક શું છે?

વિજ્ઞાન અનુસાર, લાલ રંગને જોખમ તરીકે દર્શાવવામાં આવ્યું છે, તેથી એલપીજી સિલિન્ડર હંમેશા લાલ રંગના હોય છે. જેથી લોકો એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન થાય અને તમને જણાવી દઈએ કે દરેક ગેસ સિલિન્ડરનો રંગ અલગ-અલગ હોય છે. હિલીયમ ગેસ સિલિન્ડર ભૂરા રંગના હોય છે.

તે જ સમયે કાર્બન ડાયોક્સાઇડ ગેસના સિલિન્ડરનો રંગ રાખોડી હોય છે અને નાઈટ્રસ ઓક્સાઇડ ગેસનું સિલિન્ડર વાદળી છે. તેથી એલપીજી ગેસ સિલિન્ડરને લાલ રાખવામાં આવ્યું છે જેથી તે સરળતાથી ઓળખી શકાય અને અલગ-અલગ ગેસને સિલિન્ડરોના રંગને કારણે ઓળખી શકાય છે.

LPG સિલિન્ડર શા માટે વપરાય છે?

એલપીજી સિલિન્ડરના ઉપયોગ પહેલા ઘણા લોકો સ્ટવનો ઉપયોગ કરતા હતા. સ્ટવમાં લાકડા સળગવાને કારણે ઘણો ધુમાડો નીકળતો હતો અને તેના કારણે ઘણા લોકોને ફેફસાંને લગતી બીમારીઓ પણ થઈ હતી, પછી જ્યારે વિજ્ઞાને એલપીજી ગેસની શોધ કરી તો લોકોએ તેનો ઘરોમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એલપીજી સિલિન્ડરના કારણે પ્રદૂષણ ઓછું થાય છે તેની સાથે જ ઘણા ફાયદા પણ છે.

આ પણ વાંચો :-

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના જામનગરના એક કેસમાં આવ્યો ચુકાદો, જાણો સજા મળી કે રાહત ?

0

Verdict in a case of Jamnagar against

  • ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના 2017ના કેસમાં આજે જામનગર કોર્ટે આપ્યો છે ચુકાદો. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કર્યાં.

જામનગર કોર્ટમાં (Jamnagar Court) ચાલી રહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવી ગયો છે. 2017 ના કેસમાં જામનગરની કોર્ટે હાર્દિક પટેલને (Hardik Patel) નિર્દોષ જાહેર કર્યા છે. 2017 ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. જેમાં પાસ કન્વીનર અંકિત ધેડિયા (Ankit Dhedia) અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે.

ઉલ્લેખનીય છે કે 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી.

જેને લઈને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ (Political speech) કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે.

4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હતી પરંતુ સભામાં રાજકીય ભાષણ થતા ફરિયાદ થઈ હતી. જેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો.

આ પણ વાંચો :-