કોર્પોરેટર બની ગયા જજ : રોડ પર જ કરી નાખ્યો છેડતીના કેસનો ફેંસલો અને યુવકને લોહીલુહાણ

Share this story

Corporator turned judge

  • આણંદમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાં સરભરા કરી દેવાની ઘટનાઓ જોવા મળે છે. જોકે અહીં ઘટનામાં ખુદ નેતાજી પોતે જ જજ બની ગયા હતા. અહીં સુધી કે નેતાજી સાથે અન્ય જનતા પણ જોડાઈ ગઈ હતી.

આણંદના (Aanad) રસ્તા પર જાહેરમાં યુવક પર છેડતીના મામલે તૂટી પડ્યા હતા અને તેને લોહી લુહાણ (bloodbath) કરી દીધો હતો. પ્રાપ્ત વિગત અનુસાર યુવકને બાદમાં પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો પણ પોલીસ તે બાબતથી અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ગુરુવારે આણંદમાં રસ્તા પર જ ઘટના બની. જ્યાં એક યુવક આરોપી જાહેર થયો અને રોડ પર જ લોકોએ તેનો કેસ પણ નોંધી દીધો અને જાહેરમાં જ તેનો કેસ ચાલી પણ ગયો અને જાણે કે તેને જાહેરમાં જ સજા પણ સંભળાવીને અમલમાં મુકી દેવાઈ અને આ ઘટનાના મુખ્ય જજ બની ગયા સ્થાનીક કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર ઈકબાલ મલેક. બન્યું એવું કે આણંદ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ મલેકે જાહેરમાં વિદ્યાનગર રોડ પર એક યુવક સાથે મારપીટ કરી હોવાનો એક વીડિયો ફરતો થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકને માર મારવામાં ન માત્ર ઈકબાલ મલેક પણ અન્ય લોકો પણ જોડાયા હતા. લોકોએ યુવકને ખુબ માર માર્યો હતો. જેના કારણે યુવકને મોંઢાના ભાગેથી લોહી પણ વહેવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે પરંતુ અહીં તે વીડિયો દર્શાવી શકાય તેવો નથી.

આણંદના વિદ્યાનગર રોડ પર એક યુવક પર સ્થાનીક કોર્પોરેટરથી લઈ અન્ય લોકોનું ટોળું તૂટી પડયું હતું. જોકે આ ઘટનામાં લોકોનું કહેવું છે કે યુવક એક મહિલા સાથે છેડછાડ કરી રહ્યો હતો. જોકે તેની સત્તાવાર કોઈ વિગતો મળી રહી નથી. કાઉન્સીલર દ્વારા યુવકને માર મારીને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ મથકે લઈ જવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે પોલીસ આ બાબતે અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો :-