આઈ લવ યુ વાળા વિવાદ બાદ રંગીલા શિક્ષક થયા ઘરભેગા ! વિદ્યાર્થિનીની ફરિયાદને પગલે કડક કાર્યવાહી

Share this story

After the controversy with I Love You

  • રાજકોટની કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીને ગણિતના શિક્ષકે આઈ લવ યુ બોલાવ્યો હોવાનો આક્ષેપ થયો હતો.. બાલમુકુંદ પંડિત નામના ગણિતના શિક્ષક સામે વાલીએ આરોપ લગાવ્યો હતો.

રાજકોટમાં (Rajkot) શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. રાજકોટ શહેરના રેલ નગરમાં આવેલ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલની. (Karnavati International School) 8માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સ્કૂલના મેથ્સના (Maths) શિક્ષકે કરેલી હરકતના કારણે આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો. એટલું જ નહીં ફરી એકવાર આ પ્રકારના કિસ્સાને કારણે શિક્ષણને લાંછન લાગ્યું.

બાલમુકુંદ નામના શિક્ષકે વિદ્યાર્થિનીને એક સંજ્ઞા પૂછતા વિદ્યાર્થિનીનેએ સંજ્ઞા સમજાઈ નહીં. ત્યારે શિક્ષક દ્વારા ચાલુ ક્લાસ દરમ્યાન વિદ્યાર્થીની પાસે બધા વિદ્યાર્થી વચ્ચે I LOVE U મારી સામે બોલવાનું કહેતા વિદ્યાર્થિની માટે આઘાતજનક વાત બની હતી.

બાદમાં વિદ્યાર્થિની દ્વારા અન્ય ક્લાસ દરમ્યાન રડી ઘરે આવી તેની માતા સાથે વાત કરતા સમગ્ર મમલો સામે આવ્યો હતો. માતા પિતા દ્વારા સ્કૂલ સંચાલકો સામે સમગ્ર વાત મૂકતા સ્કૂલના સંચાલકો દ્વારા બાલમુકુંદ નામના મેથ્સ ના શિક્ષક ને આ વર્ષ પુરું થાય પછી છુટા કરી દેવાનું કહેવામાં આવ્યું હતું. તો શું કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ બીજી કોઈ વિદ્યાર્થિની સાથે આવી અથવા આનાથી પણ વધારે ઘટના સર્જાય તેની રાહ જોઈ રહી છે.

વધુમાં વિદ્યાર્થિનીના માતા પિતાને અન્ય વાલીઓ દ્વારા ટેલીફોનીક વાતમાં જણાવ્યું હતું કે તમારી દીકરી સાથે જે ઘટના બનીએ પેલી વાર નથી થયું અન્ય વિદ્યાર્થિની સાથે પણ આનાથી વધારે થયું છે ત્યારે ગંભીર મામલે પીડિતાના વાલી દ્વારા મામલો ઉજાગર કરવા મીડિયાનો સંપર્ક સાધ્યો હતો અને વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા  શિક્ષણ મંત્રી પાસે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

રાજકોટના કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક સામે આરોપ :

ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે શિક્ષકે I LOVE U બોલાવ્યાનો આરોપ લાગ્યો હતો. જે અંતર્ગત વિદ્યાર્થીનીની માતાએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે આ વાતને ધ્યાને લઈને તુરંત જ ખાનગી સ્કૂલના સંચાલકે શિક્ષકને ફરજ મુક્ત કરવાની આપી ખાત્રી. જોકે સમાજની રૂએ હજુ આ મામલે પોલીસ ફરિયાદ કરાઈ નથી.

ઉલ્લેખનીય છે કે  વેલેન્ટાઈન વિક નિમિતે રોઝ ડે હતો ત્યારે શાળામાં આ પ્રકારની ઘટના બની હતી. ત્યારે સ્ફુલ સંચાલકનું એવું નિવેદન સામે આવ્યું હતું કે શિક્ષક તો I LOVE THIS FORMULA બોલાવતા હતા. વાલીને ગેરસમજણ થઈ છે. બાદમાં જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસમાં આવ્યા હતા. જેને ઓડિયો સાથેના સીસીટીવી પણ આપવામાં આવ્યા છે.

વાલીઓના વિરોધને કારણે વિવાદ વધતા કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યાં. સમગ્ર મામલે DEOના આદેશ બાદ શાળાના સંચાલકોની શાન ઠેકાણે પડી. તેથી તુરંત વિદ્યાર્થિની સાથે કરેલી અભદ્ર ટિપ્પણી મામલે કડક કાર્યવાહી કરીને શાળાએ ગણિતના શિક્ષક બાલમુકુંદ પંડિતને સસ્પેન્ડ કર્યા.

આ પણ વાંચો :-