Home Blog Page 1169

Instagram પર કંઈક નવું આવ્યું : કંપનીએ Broadcast Channelનું આપ્યું ફીચર, જાણો કઈ રીતે કરશે કામ

Something new has come on Instagram

  • મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેમની મેટા ચેનલ સાથે એક જાહેરાત કરતાં લખ્યું કે ન્સ્ટાગ્રામ પર નવી બ્રોડકાસ્ટ ચેનલો રજૂ કરી છે જે મેસેજિંગ ટૂલ છે.

Broadcast Channels Features on Instagram : મેટા ઈન્સ્ટાગ્રામ (Meta Instagram) પર અનેક અપડેટ કરતું રહે છે એવામાં મેટાએ ઈન્સ્ટાગ્રામ પર નવી બ્રોડકાસ્ટ ચેનલો રજૂ કરી છે જે એક-થી-ઘણા મેસેજિંગ ટૂલ છે. એટલે કે આ નવી બ્રોડકાસ્ટ ચેનલ ક્રિએટર્સને મોટા પાયે સીધા તેમના ફોલોઅર્સ સાથે જોડાવવાની અનુમતિ આપશે.

જણાવી દઈએ કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે સોશ્યલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેમની મેટા ચેનલ સાથે આ જાહેરાત કરી હતી. આ સાથે જ કંપનીએ તેના એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે નિર્માતાઓ તેમના નવીનતમ અપડેટ્સ અને પડદા પાછળની ક્ષણો શેર કરવા માટે વોઇસ નોટ્સનો ઉપયોગ પણ કરી શકે છે અને ચાહકોના પ્રતિસાદ માટે પોલ પણ બનાવી શકે છે.

જો કે ફક્ત નિર્માતાઓ જ બ્રોડકાસ્ટ ચેનલોમાં મેસેજ મોકલી શકશે અને રીસીવરો મળેલ મેસેજ કે કન્ટેન્ટ પર તેમની પ્રતિક્રિયા આપી શકે છે આ સિવાય બીજી બાજુનો યુઝર્સ પોલ દ્વારા વોટિંગ કરી શકે છે. આ વિશે માહિતી આપતાં કંપનીએ કહ્યું કે આવનારા સમયમાં આ બ્રોડકાસ્ટ ચેનલોમાં ઘણા વધુ ફીચર્સ પણ ઉમેરવામાં આવશે. આ આવનાર ફીચર્સમાં બીજા ક્રિએટરને એડ કરવા, કંઈપણ પૂછવા માટે ક્રાઉડસોર્સ પ્રશ્નો અને ઘણું બધું શામેલ કરવામાં આવશે.

એકવાર ક્રિએટર બ્રોડકાસ્ટ ચેનલો એક્સેસ કરે અને ઈનબોક્સમાં પહેલો મેસેજ કરે ત્યારે તેના ફોલોઅર્સ બ્રોડકાસ્ટ ચેનલો સાથે જોડાવા માટે આપમેળે મેસેજ મળશે અને વધુમાં ફોલોઅર્સ કોઈપણ સમયે આ ચેનલોને છોડી અથવા મ્યૂટ કરી શકે છે અને ક્રિએટર તરફથી મળતી નોટિફિકેશન નિયંત્રિત કરી શકે છે.

ક્રિએટર એમની સ્ટોરીમાં જોન ચેનલ સ્ટીકરનો ઉપયોગ કરીને તેમના ફોલોઅર્સને પણ જોડાવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. આ વિશે મેટા એ જણાવ્યું હતું કે અમે હાલમાં યુ.એસ.માં થોડા સર્જકો સાથે બ્રોડકાસ્ટ ચેનલોનું પરીક્ષણ કરી રહ્યા છીએ અને આવનાર મહિનાઓમાં વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ સાથે જ આગામી મહિનાઓમાં મેસેન્જર અને ફેસબુક પર બ્રોડકાસ્ટ ચેનલોનું પરીક્ષણ કરીશું.

આ પણ વાંચો :-

i phone માટે ડિલિવરી બોયની હ*યા : 3 દિવસ સુધી લાશને ઘરમાં રાખી અને પછી…, સમગ્ર ઘટના જાણી હચમચી જશો

Delivery boy for i phone: keep the dead body

  • એપલ કંપનીના મોબાઈલ આઇફોનનો દુનિયાભરમાં જબરદસ્ત ક્રેઝ છે. કર્ણાટકમાં એક એવી ઘટના સામે આવી છે કે એક યુવકે આઈફોન માટે એક ડિ‌લિવરી બોયને મોતને ઘાટ ઉતારી દીધો છે.

એપલ કંપનીના મોબાઈલ આઈફોનનો (I phone) દુનિયાભરમાં જબરદસ્ત ક્રેઝ છે. મજાકના અંદાજમાં લોકો આઇફોન માટે પોતાની કિડની વેચવાની વાત પણ સોશિયલ મીડિયા પર કરે છે. પરંતુ કર્ણાટકમાં એક એવી ઘટના સામે આવી છે કે એક યુવકે આઈફોન માટે સંપૂર્ણ પ્લાનિંગ સાથે એક ડિ‌લિવરી (Delivery) બોયને મોતને ઘાટ ઉતારી દીધો છે. તેની લાશને પણ રેલવે સ્ટેશનના કિનારે સળગાવીને પુરાવા મિટાવવાની કોશિશ કરી છે.

યુવકની હત્યા કરી તેની લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો :

આઈફોનની સનકમાં મર્ડર જેવા ક્રૂર અપરાધના આ ઘટના કર્ણાટકના હાસન જિલ્લાના અર્સિકેરે શહેરમાં બની છે. ચોંકાવનારી વાત એ છે કે હત્યાને અંજામ આપનાર આરોપીની ઉંમર માત્ર ૨૦ વર્ષ છે. જે વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવી છે તેની ઉંમર ૨૩ વર્ષ છે.

અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલ્વેસ્ટેશન પાસે ૧૧ ફેબ્રુઆરીના રોજ કર્ણાટક પોલીસને એક સળગેલી લાશ મળી હતી. આ પ્રકારે રેલવે સ્ટેશન પાસે સળગેલી લાશ જોઇને પોલીસકર્મીઓ હેરાન થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક ઘટના અંગે પોતાના ઉપરી અધિકારીઓને સૂચિત કર્યા. ઘટનાની ગંભીરતાને જોતાં અધિકારીઓએ તાત્કાલિક ઘટનાની તપાસ માટે એક ટીમનું ગઠન કર્યું. તપાસમાં ખુલાસો થયો તો પોલીસ પણ હેરાન-પરેશાન થઈ ગઈ હતી.

ફોનની ડિલિવરી આપતી વખતે રૂપિયા આપવાનું કહેવાયું હતું :

પોલીસે જણાવ્યું કે અર્સિકેરે લક્ષ્મીપુરા લેઆઉટ પાસે રહેતા હેમંત દત્તાએ એક સેકન્ડ હેન્ડ આઇફોન ઓનલાઇન બુક કર્યો હતો. આ બુકિંગને પહોંચાડવાની જવાબદારી ઈ-કાર્ટે ડિલિવરી બોય હેમંત નાયકને આપી હતી. નક્કી કરેલા સમયે હેમંત લક્ષ્મીપુરા વિસ્તાર સ્થિત ઘર પર પહોંચી ગયો.

ફોન ડિ‌લિવરી કરતી વખતે તેને ૪૬,૦૦૦ રૂપિયા આપવાનું કહેવાયું હતું.  હેમંત દત્તાએ કોઇ પણ બહાને હેમંત નાયકને ઘરની અંદર બોલાવ્યો અને ચપ્પુ લઇને તેની પર તૂટી પડ્યો. તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ ત્રણ દિવસ સુધી લાશ પોતાના ઘરમાં છુપાવીને રાખી.

આ પણ વાંચો :-

શહેનાઝ ગિલ બની Bold, શોર્ટસ પહેરી કરાવ્યું એવું ફોટોશૂટ કે ચાહકો પણ રહી ગયા દંગ

Shahnaz Gill became bold

  • Shehnaaz Gill Bold Photos : જે શહેનાઝ ગિલને બિગ બોસથી લોકચાહના મળી તેના લુકમાં હવે એટલો ફેરફાર થઈ ગયો છે કે તે સતત ચર્ચામાં રહે છે.

હાલ પણ શહેનાઝ (Shahnaz) તેના લેટેસ્ટ લુકના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટામાં શહેનાઝ ગિલ ફૂલ પ્રિન્ટ બ્રા અને શોર્ટ્સમાં જોવા મળી હતી. શહેનાઝ ગિલના બોલ્ડ ફોટોશૂટની (Bold photo shoot) તસવીરો વાયરલ થઈ રહી છે.

આ ફોટામાં શહેનાઝ ગિલ ફૂલ પ્રિન્ટ બ્રા અને શોર્ટ્સમાં જોવા મળી હતી. શહેનાઝ ગિલના બોલ્ડ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે.

શહેનાઝ ગિલનું આ ફોટોશૂટ પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ કર્યું છે. શહેનાઝ ગુલાબી રંગના શોર્ટ્સ સાથે બ્રા પહેરીને એક પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

શહેનાઝ ગિલ ફ્લાવર પ્રિન્ટ બ્રા પહેરીને કેમેરાની સામે બોલ્ડ પોઝ આપ્યા હતા. ફોટોમાં શહેનાઝ ગિલનો કિલર લુક જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે. તસવીરોમાં શહેનાઝ બોલ્ડનેસની સાથે પોતાની સ્ટાઈલથી પણ ફેન્સના દિલ ધડકાવી રહી છે.

આ તસવીરો શહેનાઝ ગીલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેની સાથે કેપ્શનમાં તેણે પિંક કલરનું ફૂલ પણ શેર કર્યું હતું. જો કે આ પહેલીવાર નથી કે અભિનેત્રીએ બોલ્ડનેસ બતાવી હોય. આ પહેલા પણ શહેનાઝ બોલ્ડ લુકમાં તસવીરો શેર કરી ચૂકી છે.

આ પણ વાંચો :-

RICHEST TEMPLE OF INDIA : ભારતના આ મંદિરોમાં એટલું ધન છેકે, નાના-મોટા દેશ ખરીદી શકાય !

0

RICHEST TEMPLE OF INDIA

  • આ છે ભારતના સૌથી ધનિક મંદિર, કરોડો રૂપિયાનું આવે છે દાન.દૂર દૂરથી અહીં રોજ લાખો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. અહીં આવનારા ભાવિકભક્તોમાં સંખ્યાબંધ લોકો અસંખ્ય ધન મંદિરમાં દાન કરીને જાય છે.

ભારતમાં હિન્દુ ધર્મની (Hinduism) આસ્થા મંદિરો સાથે અતૂટ જોડાયેલી છે. ભકતો પોતાની શ્રદ્ધાથી મંદિરોમાં સોના-ચાંદી સહિત લાખો રૂપિયાનું દાન કરતા હોય છે. ભકતો તેમની શ્રદ્ધા દર્શાવવા કઈ પણ કરી છૂટતા હોય છે. અહીં વાત એવા મંદિરોની જ્યા ભકતો પુષ્કળ દાન કરતા હોય છે. જાણો આ 5 મંદિરોની સંપતિ વિશે.

1. પદ્મનાભસ્વામી મંદિર –

કેરળના તિરુવન્તપુરમ શહેરમાં પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર છે. દ્રવીડ શૈલીમાં બનનાર પ્રાચીન મંદિરની સારસંભાળ ત્રાવણકોરનો પૂર્વ શાહી પરિવાર કરે છે. જાણકારી મુજબ, મંદિરની છ તિજોરીઓમાં ફુલ 20 અરબ ડોલરની સંપતિ છે. આટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની વિશાળ સોનાની મૂર્તિ બિરાજમાન છે,  અહીં હજારો ભક્તો દર્શન માટે દૂર દૂરથી આવતા હોય છે. મૂર્તિની અંદાજિત કિંમત 500 કરોડ રૂપિયા છે.

2. તિરૂપતિ બાલાજી મંદિર –

આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં 7 પહાડોથી બનેલા તિરૂપતિ બાલાજી મંદિર (Tirupati Balaji Temple) આજે સૌથી પ્રતિષ્ઠિત અને ધનિક મંદિરોમાં સામેલ થાય છે. વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ સમાન આ મંદિર સમુદ્રતટથી 2,800 ફિટની ઊંચાઈ પર છે. આ મંદિરને તમિલ રાજા થોડઈમાનેએ બનાવ્યું છે.

કોરોના મહામારી પહેલા આ મંદિરમાં દરરોજ 60 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હતા. એમ કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર બિરાજમાન છે. જે વિષ્ણુના અવતાર છે. અંદાજે મંદિરની ફુલ સંપતિ 50 હજાર કરોડ રૂપિયા છે.

3. સાઈબાબા મંદિર –

મહારાષ્ટ્રના અહમદનગરમાં આવેલ શિરડી સાઈ બાબા મંદિરની ખ્યાતિ દેશવિદેશમાં છે. દર વર્ષે લાખો દર્શનાર્થીઓ દેશ-વિદેશથી સાઈબાબાના દર્શન માટે આવતા હોય છે. શિરડી સાઈ સંસ્થાનના રિપોર્ટ મુજબ 480 કરોડ રૂપિયા દર વર્ષે દાન પેટે મંદિરને મળતા હોય છે. કહેવાય છે કે મંદિર પાસે અંદાજે 32 કરોડ રૂપિયાના ચાંદીના ઘરેણા છે અને 6 લાખની કિંમતના ચાંદીના સિક્કા છે. દર વર્ષે અંદાજે 350 કરોડ રૂપિયાનું દાન આવે છે.

4. વૈષ્ણોદેવી મંદિર –

હિન્દુ ધર્મમાં વૈષ્ણોદેવી મંદિર (Vaishno Devi Temple) પ્રત્યે ધાર્મિક આસ્થા જોડાયેલી છે. આ મંદિર ત્રિકુટા પર્વત પર કટરામાં 1700 મીટરની ઉંચાઈએ આવેલું છે. દુનિયાભરથી દર વર્ષે લાખો ભકતો માતાના દર્શન માટે આવતા હોય છે. એક વેબસાઈટ અનુસાર 500 કરોડ રૂપિયા દર વર્ષે ભકતો તરફથી દાન મળતા હોય છે.

5. સિદ્ધિવિનાયક મંદિર –

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ભગવાન ગણેશનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. સિદ્ધિવિનાયક મંદિરનો (Siddhivinayak Temple) મહિમા દેશ વિદેશમાં ફેલાયેલો છે. જે મંદિરની સૂંઢ ડાબી તરફ હોય તે સિદ્ધપીઠથી જોડાયેલી હોય છે. આ મંદિરોને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે.

કહેવાય છે કે સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની માનતા પૂર્ણ થાય છે.  આ જ કારણ છે કે મોટા-મોટા નેતા, અભિનેતાઓ અને ટેલિવિઝન કલાકારોથી લઈ સામાન્ય નાગરિકો દર્શન કરવા અને માનતા પૂર્ણ કરવા આવતા હોય છે. રિપોર્ટ્સ અનુસાર દર વર્ષે મંદિરને દાનમાં અંદાજે 75 થી 125 કરોડ રૂપિયા મળે છે.

આ પણ વાંચો :- 

ખેડૂતોના મુદે ધારાસભ્ય હાર્દિક પટેલની મંત્રીને ધમકી કહ્યું અમારું આ કામ કરો નહીતર ભોગવો…

0

On the issue of farmers, MLA Hardik Patel threatened

  • દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.

વિરમગામ (Viramgam)ના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો પાસેથી કાલા ખરીદતી વખતે વેપારીઓ દ્વારા દેશી કપાસના (Country cotton) ભાવ નક્કી કરવા વેપારી કપાસનો ઉતારો કાઢે ત્યારે ધડીનું માપ 14 કિગ્રા ગણી ધડી પાસ કરવાની માગ કરી છે. હાર્દિક પટેલે ચિમકી પણ આપી છે કે દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.

હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી :

હાર્દિક પટેલે કૃષિ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું કે દેશી કપાસ ઉગાડતા ખેડૂતોનું તોલમાપમાં વેપારીઓ દ્વારા શોષણ થાય છે. તેમણે પત્રમાં લખ્યું છે કે વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધૂકા અને લખતર તાલુકામાં દેશી કપાસનું વાવેતર થાય છે. 6 માસમાં કપાસનો પાક તૈયાર થાય છે. જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાની જરુર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરુરી છે. હજી સુધી આ કપાસનો ટેકામાં સમાવેશ થયો નથી. બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે.

 Mla Hardik Patel Lashed Out At The Minister And Said That Non Violent Agitation Will Continue If The Exploitation Of Desi Cotton Farmers Continues

ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે :

પત્રમાં તેમણે કહ્યું કે વર્ષોથી પ્રતિ 20 કિલો કાલામાંથી 14 કિલો કપાસ અને 14 કિલો કપાસમાંથી 40 ટકા રુ અને 60 ટકા કપાસિયા નીકળે તે વેપારીઓ દ્વારા સ્વીકૃત હતું. હવે તે નિયમ 14.5 કિલો એટલે સાડા ચૌદ કિલોની ધડી ગણે છે. જેમાં 14.5 કિલોનો ઉતારો ના આવે તો પ્રતિ ઓછા 100 ગ્રામ ઉતારાદીઠ 1 પોઈન્ટ માઈનસ ગણીને તેના પ્રતિ 1 પોઈન્ટ પર 7 રુપિયા કાપે છે જ્યારે ઉતારો 14.5 કિલોથી વધારે આવે તો ઉપરના પોઈન્ટ માટે વધારે ભાવ આપવામાં આવતો નથી. તેની પહોંચમાં માત્ર પાસ એવું જ લખવામાં આવે છે.

 Mla Hardik Patel Lashed Out At The Minister And Said That Non Violent Agitation Will Continue If The Exploitation Of Desi Cotton Farmers Continues

પેમેન્ટમાં ખેડૂતોનું શોષણ :

હાર્દિક પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી કપાસ ખરીદ્યા બાદ તેનું પેમેન્ટ વેપારી 15 દિવસે કરે છે અને જો ખેડૂતને તુરત પેમેન્ટ જોઈતું હોય તો પ્રતિ 1 હજાર રુપિયા પર 15 રુપિયા વટાવ કાપી ચૂકવાય છે અને શોષણ કરાય છે.

ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરુ કરવાની પણ ચીમકી :

વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો રાખવામાં આવે છે તે તત્કાળ બંધ કરાવામાં આવે તેવી માગ હાર્દિક પટેલે કરી છે. ખેડૂતોનું શોષણ જો ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરુ કરવાની પણ તેમણે ચીમકી આપી હતી.

આ પણ વાંચો :-

INDvsAUS: રવિન્દ્ર જાડેજા હવે સચિનનો આ રેકોર્ડ તોડવાની નજીક, ઓસ્ટ્રેલિયા સામે મારી શકે છે બાજી

0

INDvsAUS

  • ભારતીય ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ. જાડેજાએ બંને ઈનિંગમાં કુલ 10 વિકેટ લીધી.

ભારત અને ઓસ્ટ્રેલિયા (INDvsAUS) વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેની બીજી મેચ દિલ્હીમાં રમાઈ. જેને ભારતે 6 વિકેટથી જીતી લીધી. ટીમ ઈન્ડિયા માટે બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) શાનદાર પ્રદર્શન કર્યુ. તેમણે પહેલી ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી. તેમને આ મેચ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવી. જાડેજા શાનદાર પર્ફોમન્સના કારણે સચિન તેંડુલકરનો (Sachin Tendulkar) એક રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયા છે.

જાડેજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બીજા સ્થાને :

જાડેજા બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવા મામલે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયા. તેમણે આ મામલે ચેતેશ્વર પૂજારાની બરાબરી કરી લીધી છે. જાડેજા સચિનનો રેકોર્ડ તોડવાની ખૂબ સમીપ પહોંચી ગયા છે. આ ટુર્નામેન્ટમાં જાડેજા અને પૂજારાએ ચાર-ચાર વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે. જ્યારે સચિન આ મામલે ટોપ પર છે. તેમણે 5 વખત આ ખિતાબ જીત્યો છે. સ્ટીવ સ્મિથ ત્રણ એવોર્ડ્સની સાથે ત્રીજા સ્થાને છે.

સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન :

ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ આ સીરીઝની પ્રારંભિક બે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. તેમણે બે ઈનિંગમાં 96 રન બનાવ્યાં છે. જેની સાથે-સાથે 17 વિકેટ પણ લીધી છે. જાડેજા આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે ટોપ પર છે.

તેમણે 67.1 ઓવરમાં 191 રન આપ્યાં છે. જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં કુલ 10 વિકેટ લીધી હતી. આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબરે રવિચંદ્રન અશ્વિન છે. તેમણે 2 મેચમાં 14 વિકેટ લીધી છે.

આ પણ વાંચો :-

17 વર્ષીય કિશોરી બની દેશની સૌથી નાની ઉંમરની અંગદાતા, પિતાને કર્યું લીવરદાન

0

17-year-old girl becomes country’s youngest organ

  • 17 વર્ષીય આ દીકરીએ પોતાની ખોરાકીમાં બદલાવ કરી અને નિયમિત વ્યાયામ કરીને સુનિશ્ચિત કરાવ્યું કે તેનું લિવર પિતાને દાન કરવા માટે સૌથી સારી સ્થિતિમાં છે.

કેરળની (Kerala) 17 વર્ષીય છોકરીએ પોતાના પિતાને પોતાના લીવરનો એક ભાગ ડોનેટ કર્યો. આ ડોનેશન બાદ તે દેશની સૌથી ઓછી ઉંમરની અંગદાતા બની ગઈ છે. 12માં ધોરણમાં અભ્યાસ કરતી છાત્રા દેવાનંદે (Chhatra Devanande) આ દાન માટે ખાસ કેરળનાં (Kerala) ઉચ્ચ ન્યાયાલયમાંથી છૂટ માગી કારણકે દેશનાં કાયદાનુસાર નાબાલિગોને (Minors) અંગદાન કરવાની અનૂમતિ નથી. કોર્ટની મંજૂરી મળ્યાં બાદ દેવાનંદે 9 ફેબ્રુઆરીનાં રોજ પોતાના બિમાર પિતાને બચાવવા માટે પોતાના લીવરનો હિસ્સો દાન કર્યો.

48 વર્ષીય પિતાને દિકરીએ આપ્યું જીવનદાન :

48 વર્ષનાં પ્રતીશ ત્રિશૂરમાં એક કેફે ચલાવે છે. દેવાનંદે ખાસ પોતાનામાં ફેરફારો કર્યાં અને નિયમિત વ્યાયામની સાથે એક સ્થાનિય જીમ પણ જોઈન કર્યું જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તેનું લીવર દાન માટે સૌથી સારી કન્ડીશનમાં છે. સર્જરી અલુવાની રાજગીરિ હોસ્પિટલમાં કરવામાં આવી. દેવાનંદની વીરતાને જોઈને હોસ્પિટલે સર્જરીનાં તમામ ખર્ચાઓને પણ માફ કરી દીધાં.

પિતાનાં જીવનમાં આવ્યો બદલાવ :

એક સપ્તાહ હોસ્પિટલમાં રહ્યાં બાદ દેવાનંદને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેનું કહેવું છે કે તે ગર્વ-ખુશ અને રાહતનો અનુભવ કરી રહી છે. પ્રતીશનું જીવન એકાએક બદલાઈ ગયું જ્યારે ખબર પડી કે તેને લીવરની બીમારીની સાથે-સાથે Cancerous Lesion પણ છે. પરિવારને જરૂરી ડોનર ન મળવાને કારણે બાદમાં દેવાનંદે પોતાના લીવરનો એક હિસ્સો પોતાના પિતાને દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

હાઈકોર્ટે આપી મંજૂરી :

માનવ અંગ પ્રત્યારોપણ અધિનિયમ 1994 અનુસાર નાબાલિગને અંગ દાનની અનૂમતિ આપવામાં આવતી નથી. દેવાનંદે તમામ સંભાવનાઓની જાણકારી મેળવી અને ઉચ્ચ ન્યાયાલયનાં દ્વાર ખટખટાવ્યાં. મોટી વાત તો એ છે કે આ ઉચ્ચ ન્યાયાલયે આ પ્રકારનાં મામલામાં એક નાબાલિગ બાળકીને અંગદાન કરવાની અનૂમતિ આપી.

આ પણ વાંચો :-

રાત્રે રૂમમાં સૂવા ગયેલી યુવતીનો સવારે ઘર પાછળ તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પછી લગ્ન હતા

0

The girl who went to sleep in the room at night was found

  • નવસારીના ચીખલીમાં તલાવચોરા ગામના લગ્નના 5 દિવસ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

આગામી 23મી એપ્રિલે આહીર પરિવારમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી. પરંતુ તેના પહેલા જ દીકરીની લાશ મળતા હવે પરિવાર શોકમાં ડૂબી ગયો છે. રાત્રે રૂમમાં સૂવા માટે ગયેલી યુવતીનો બીજા દિવસે ઘર પાછળ તળાવમાંથી મૃતદેહ મળતા પરિવાર પણ કંઈક અઘટિત થયું હોવાની શંકા સેવી રહ્યો છે.

Bsc ભણેલી પ્રિયંકાના 23મીએ લગ્ન હતા :

વિગતો મુજબ ચીખલી તાલુકાના તલાવચોરા ગામે 22 વર્ષની પ્રિયંકા આહીર નામની યુવતીના ધરમપુરના યોગેશ સાથે 23મી ફેબ્રુઆરીએ લગ્ન નક્કી થયા હતા. Bsc ભણેલી પ્રિયંકાના લગ્ન નજીક હોવાથી પરિવાર તેની તૈયારીમાં વ્યસ્ત હતો. શનિવારે રાત્રે પ્રિયંકા પોતાના રૂમમાં સૂવા માટે ગઈ પરંતુ સવાર પડતા તે રૂમમાં કે ઘરમાં ન દેખાતા પરિવાર ચિંતામાં હતો. ગામમાં દીકરીને શોઘખોળ કરી પણ કોઈ પતો ન લાગ્યો. જ્યારે ઘરની પાછળ આવેલા તળાવમાં જોતા દીકરીનો પાણીમાં તરતો મૃતદેહ દેખાયો જે જોતા જ પરિવારના હોંશ ઉડી ગયા.

તળાવ પાસેથી ફોર્મેટ કરેલો ફોન મળ્યો :

પરિવારે દીકરીનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. જેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને ચીખલી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. તળાવના કીનારેથી પ્રિંયકાનો ફોન મળી આવ્યો હતો, જે ફોર્મેટ કરેલો હતો. ઉપરાંત તેના શરીર પર પણ બચકુ ભર્યું હોય એમ દાંતના નિશાન હતા. એવામાં પ્રિયંકાએ છેલ્લે કોની સાથે વાત કરી હતી કે ફોનમાં અન્ય કોઈ ફોટો-વીડિયોની માહિતી છુપાવવા ફોર્મેટ કરાયો હોવાની શંકા છે.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો :

હાલ તો પરિવારને દીકરીની હત્યા થઈ કે પછી તેણે આ પ્રકારનું કોઈ પગલું ભર્યું તે વિશે કોઈ જાણકારી નથી અને કોઈના પર શંકા પણ નથી. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

ભાજપમાં રહો અને મલામાલ બનો, આ શહેરની 625 બસો ભાજપના મળતિયાઓને પધરાવી દેવાઈ

0

Stay in BJP and be rich, 625 buses of this city

  • અમદાવાદમાં ખાનગી ઓપરેટરો માટે જ એએમટીએસ ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એએમસી તંત્ર આ મામલે બચાવ કરી રહી છે પણ આ આક્ષેપોએ અમદાવાદમાં ચર્ચા જગાવી.

ભાજપ સાથે રહો તો માલામાલ થઈ જશો. એટલે જ ઘણા લોકો કેસરિયો છોડતા નથી. ગુજરાતમાં (Gujarat) ધંધો કરવો હોય તો ભાજપનું પીઠબળ હોવું એ જરૂરી છે. અમદાવાદમાં (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની (Ahmedabad Municipal Transport Service) ૬૨૫ જેટલી બસ ભાજપના મળતીયા ઓપરેટરોને પધરાવી દેવામાં આવી હોવાનો મ્યુનિ.બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલેથી પણ કોંગ્રેસે તો એવો આક્ષેપ કર્યો છે કે જે બજારમાં દસ બસ લઈ આવ્યા હતા એ આજે પાંચસો બસોના ગુજરાતમાં માલિક થઈ ગયા છે.

કોન્ટ્રાકટરોને વર્ષે ૨૨૫ કરોડની રકમ ચૂકવવામાં આવે છે. એ.એમ.ટી.એસ.ના બજેટ ઉપરની ચર્ચા દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હીતેશ બારોટે એક તબક્કે કહ્યું હતું કે, એ.એમ.ટી.એસ.ના ૯૦૦ જેટલા કર્મચારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગમાં ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. જેમના પગારના દર મહિને ૩૬ કરોડનો ખર્ચ પણ મ્યુનિ.તંત્ર ઉપાડે છે.

એ.એમ.ટી.એસ.ની બસ જે ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામા આવી છે. એ ઓપરેટરોને વર્ષે રૂપિયા ૨૨૫ કરોડ જેટલી રકમ એ.એમ.ટી.એસ.દ્વારા ચુકવવામા આવી રહી છે. આ પરિસ્થિતિમાં જે આપણે મ્યુનિસિપલ બસો ચલાવવીએ તો બીજે વધારાનો રુપિયા 1500 કરોડનો ખર્ચ થાય એમ હોવાથી એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરને ચલાવવા આપીએ છીએ.

ખરેખર આ આક્ષેપો સાચા હોય તો આ મામલો તપાસનો વિષય છે. કોંગ્રેસ પક્ષના જગદીશ રાઠોડે તો સુધારા પરની ચર્ચા દરમિયાન અમદાવાદ મ્યુન્સિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બદલીને ભારતીય જનતા પાર્ટી ટ્રાન્સપોર્ટ સર્વિસ રાખવાનો સમય થઈ ગયો હોવાનો બળાપો કાઢ્યો છે. હાલમાં એએમસી પર 3962 કરોડનું જંગી દેવું છે. કોંગ્રેસે આટલેથી પણ ન અટકી બળાપો કાઢ્યો હતો કે, થોડા સમય પહેલાં એએમસીએ 118 જેટલી સીએનજી બસો લેવામાં આવી હતી.

એક બસ દીઠ 25.44 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બસો ખાનગી ઓપરેટરોને પધરાવી દેવામાં આવી છે. હજુ કંગાળ એએમસી બીજી 300 બસો લેવાનું આયોજન કરી રહી છે. એ બસો પણ લઈને ખાનગી ઓપરેટરોને પધરાવી દો એટલે એમને નવી બસો મળી જાય. અમદાવાદમાં ખાનગી ઓપરેટરો માટે જ એએમટીએસ ચલાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. એએમસી તંત્ર આ મામલે બચાવ કરી રહી છે પણ આ આક્ષેપોએ અમદાવાદમાં ચર્ચા જગાવી છે.

એ.એમ.ટી.એસ.માં કોની કેટલી બસ? 

ઓપરેટર               ઓનર       બસ

અર્હમ ટ્રાન્સપોર્ટ      ઉમેદ જૈન  –      109
ટાંક ઓપરેશન્સ      યશવંતભાઈ  –    164
આદીનાથબલ્ક        નરેન્દ્રજૈન  –       115
મારુતી ટ્રાવેલ્સ       એચ.એ.ડાગા  –   144
શ્રી મારુતી ટ્રાવેલ્સ   હસમુખ પટેલ  –    43
શ્રી મારુતી ટ્રાવેલ્સ   એચ.એ.ડાગા  –   100
માતેશ્વરી બસ        બલવંત ટાંક –      50
ટાંક બસ              યશવંત ટાંક   –    50
અહર્મ ટ્રાન્સપોર્ટ     ઉમેદ જૈન –          65
આદીનાથ બ્લેક     નરેન્દ્ર જૈન –          65
ટાંક બસ             યશવંતભાઈ –        70

અમદાવાદીઓને બસો મળતી નથી, પણ સરકારી કાર્યક્રમો હોય તો તુરંત બસો ફાળવાઈ જાય છે. ભલે કોઈ પણ રૂટ કેન્સલ કરી દેવો પડે. જેના પગલે છેલ્લા એક વર્ષમાં સરકારી કાર્યક્રમમાં 6399 બસો ફાળવાઈ છે. પણ તંત્ર તરફથી 5.52 કરોડથી વધુનો ખર્ચ થયો છે. AMTS દ્વારા સરકારી કાર્યક્રમો માટે બસ ફાળવણીની સામે ૧,૫૯,૧૮,૮૯૫ જેટલી રકમ બસની માંગણી કરનાર સંસ્થા દ્વારા ચૂકવવામાં આવ્યા છે.

હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી ૩૭૧૭ બસોની રુપિયા ૩,૩૫,૪૫,૬૭૫ જેટલી રકમ જમા ખર્ચીની પ્રક્રીયા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વસૂલ કરવામા આવશે. કોંગ્રેસના અમરાઈવાડી વોર્ડના કોર્પોરેટરને આપવામા આવેલા લેખિત જવાબમાં આ ખુલાસો કરાયો છે.

જોકે, ખરેખર ભાજપના મળતિયાઓને આ બસો પધરાવી દેવાઈ હોય તો આ મામલો અતિ ગંભીર છે. સત્તાધિશો ખર્ચ બચાવવાને બહાને ખાનગી ઓપરેટરોને ફાયદો કરાવાઈ રહ્યાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

આ પણ વાંચો :-

 

બાળકોને એકલા મૂકતાં પહેલા વિચારજો ! સુરતમાં રખડતા શ્વાનનો આતંક

0

Think before leaving children alone

  • રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી.

સુરત (Surat) શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાંનો આતંક સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનોએ (Dog) એકસાથે હુમલો કર્યો હતો. વિગતો મુજબ રખડતા કૂતરાંઓએ 2 વર્ષની બાળકીને 40 જેટલાં બચકાં ભરી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવી છે.

સુરતના ખજોદ વિસ્તારમાં (Khajod area) દોઢ વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. દોઢ વર્ષની બાળકી ઉપર અચાનક કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ તરફ બાળકીને ખૂબ જ ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ સાથે એક્સ-રે કર્યા બાદ તેને સર્જરી માટે મોકલી દેવાઈ હતી.

જાણો શું હતી સમગ્ર ઘટના? 

સુરતના ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી એક પરિવારની બાળકી ઘર પાસે એકલી જ ઊભી હતી. આ દરમિયાન ઘર પાસે ઊભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોએ ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતાં વધુ બચકાં ભરી લેવાતાં માસૂમની હાલત ગંભીર થઈ ગઈ હતી.

શું કહ્યું ડોકટરે ? 

સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે જણાવ્યું હતું કે, ખજોદ વિસ્તારમાંથી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ઈમર્જન્સી વિભાગમાં તેની માતા લઈ આવી હતી. કૂતરાઓએ બાળકીને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ સાથે શરીર ઉપર 30થી 40 જેટલાં ઈજાનાં નિશાનની સાથે માથાના ભાગે, છાતીના ભાગે અને કમરના ભાગે ઈજા વધુ થઈ છે. જેને લઈ બાળકીને ઈમર્જન્સી વિભાગમાં કૂતરા કરડવાનાં ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી હતી. આ સાથે તેને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-