Home Blog Page 1151

13 માર્ચ 2023, આજનું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”

13 March 2023, Today’s Horoscope

મેષઃ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતુ જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રા‌િપ્‍ત માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ નશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજ-શોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડાંમાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીનાં વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારનાં ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વદારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિનાં યોગ બને છે. આથી લોકોને સાલહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસનાં યોગ બને છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં તારીખે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, આ આગાહી ધ્રુજાવી નાંખશે !

0

Rain will break in these districts in

  • Gujarat Weather : હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની (Meteorological department) ગરમીને લઈને એક ભયાનક આગાહી સામે આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો 13 અને 18 માર્ચે કમોસમી વરસાદની (Unseasonal rain) આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી (Thunder storm activity) સાથે રાજ્યમાં વરસાદ રહેશે. આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે.

જેના કારણે કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા અપીલ કરાઈ છે અને જરૂરી ઉપાય કરવા અપીલ કરી છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.

આ પણ વાંચો :-

વિધર્મી યુવકે યુવતીને ફસાવી : બિઝનેસમાં પાર્ટનર બનાવી 22 વર્ષીય યુવતી સાથે માણ્યું શરીરસુખ

0

The heretical young man trapped the girl

  • સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.

વેસુ (Vesu) વિસ્તારમાં વિધર્મી યુવકે 24 વર્ષય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. વિધર્મી વસીમએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ (misdemeanor) આચર્યું હતું. વેસુ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં વસીમ અકરમએ પોતાના સનરાઈઝ ઇવેન્ટમાં યુવતીને ભાગીદાર પણ બનાવી હતી. યુવતીને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચારતો હતો. જોકે બાદમાં યુવતીને વિધર્મી યુવકની અસલી ઓળખની જાણ થઈ જતા યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

27 વર્ષીય વિધર્મી વસીમ અકરમ મૂળ રાજસ્થાનનો વતની છે. લગ્ન પ્રસંગમાં મંડપ ડેકોરેશન ઇવેન્ટ મેનેજમેન્ટનો કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વસીમએ પોતાનું નામ વાસુ હોવાનું કહી યુવતી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ પોતાના ઇવેન્ટ મેનેજમેન્ટમાં ભાગીદાર પણ બનાવ્યું હતું.

આરોપીએ વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું. ઈવેન્ડ મેનેજમેન્ટની ઓફિસ શીફટીંગ કરતા યુવતીને આધારકાર્ડ મળતા વિધર્મી ભાંડો ફૂટ્યો હતો. આ વિધર્મી વસીમ છે ના કે વાસુ યુવતીએ ઘટનાને લઈ વેસુ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વેસુ પોલીસ મથકના પીઆઇ જણાવ્યું હતું કે ભોગ બનનારે ફરિયાદ આપી હતી કે ઉધના વિસ્તારમાં રહેતો 24 વર્ષીય વાસુ વાલડીયા ઉર્ફે અકરમ વાહિલે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. ભોગ બનનાર મહેન્દુ મુકવાનું કામ કરે છે.

આરોપી લગ્નના ઇવેન્ટમાં મેનેજમેન્ટ નું કામ કરે છે.કોઈ પ્રસંગમાં બંને ભેગા થયા હતા. બંને સાથે મળીને ભાગીદારીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ નો બિઝનેસ શરૂ કર્યો હતો. ઇવેન્ટ મેનેજમેન્ટ ની ઓફિસ બીજી જગ્યાએ બદલતા હતા. દરમિયાન ભોગ બનનાર ને આરોપીનો આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં આરોપીની સાચી હકીકત સામે આવી હતી.

આ પણ વાંચો :-

Ameerah Al Taweel : હિંદૂ ધર્મનો અભ્યાસ કરનાર આ મુસ્લિમ દેશની રાજકુમારી સામે હીરોઈનો પણ છે ફિક્કી !

Ameerah Al Taweel

  • તવીલ માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. 18 વર્ષની ઉંમરે તે સાઉદી પ્રિન્સ અલ વાલિદ બિન તલાલના પ્રેમમાં કેદ થઈ ગઈ હતી. તે તેના કરતા 28 વર્ષ મોટો હતો.

દુનિયામાં ઘણા એવા રાજવી પરિવારો છે, જેમની અઢળક સંપત્તિ સામે બ્રિટનનો શાહી પરિવાર (Britain’s royal family) ક્યાંય ઊભો નથી. આ પરિવારોની મહિલાઓની સ્થિતિ અલગ છે. તેમની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. તેમાંથી એક અમીરા અલ તાવીલ છે, જે સાઉદી અરેબિયાના શાહી પરિવારનો ભાગ છે અને પ્રખ્યાત ઉદ્યોગપતિ અલ વાલીદની પૂર્વ પત્ની છે.

અમીરા અલ તાવીલનું નામ દુનિયાભરના શાહી લોકોની યાદીમાં સૌથી ઉપર આવે છે. તેમને બ્યુટી વિથ બ્રેઈન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. અમીરાના લગ્ન 18 વર્ષની ઉંમરે થયા હતા. ત્યારે જ તે 5 બિલિયન ડોલરની રખાત બની ગઈ હતી. વર્ષ 2013માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી તેણે યુએઈના બિઝનેસમેન ખલીફા બિન બુટ્ટી અલ મુહૈરી સાથે લગ્ન કર્યા.

તે ઘણા કારણોસર હેડલાઇન્સમાં રહી છે. આમાંથી પ્રથમ અન્ય ધર્મોનો અભ્યાસ કરવાનો છે અને બીજો સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવા બદલ ધરપકડ છે. અમીરાએ યુનિવર્સિટી ઓફ હેવન (University of Haven) અને લંડનની કિંગ્સ કોલેજ, યુકેમાંથી તુલનાત્મક ધર્મનો અભ્યાસ કર્યો છે. તેણે ખ્રિસ્તી, યહુદી અને હિંદુ ધર્મનો અભ્યાસ કર્યો છે.

તેણી કહે છે કે આ અભ્યાસે તેણીની આંખો ખોલી અને અન્ય ધર્મો માટે તેણીનું સન્માન વધાર્યું. જ્યારે પણ સાઉદી અરેબિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે બુરખા-હિજાબ પહેરેલી મહિલાઓ ધ્યાનમાં આવે છે. પણ અમીરાએ વિચાર બદલવાનો પૂરો પ્રયાસ કર્યો. વર્ષ 2016માં તેણે હિજાબ પહેર્યા વગર સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.

હવે જ્યારે અમીરા એક ઈવેન્ટમાં જાય છે ત્યારે તે ડ્રેસ અને ગાઉનમાં જોવા મળે છે. તે દરેક ડ્રેસને એકદમ પરફેક્શન સાથે કેરી કરે છે અને તેમાં તે ખૂબ જ સેક્સી લાગે છે. તેની ફેશન સેન્સ પણ શાનદાર છે. તેણી જાણે છે કે તેના પર કયા પ્રકારનાં કપડાં સારા લાગે છે.

અમીરા તેના પતિ ખલીફા બિન બુટ્ટી અલ મુહૈરી સાથે એક ઈવેન્ટમાં જોવા મળી ત્યારે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ હતી. તેણે તેમાં બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તે આ ડ્રેસમાં તબાહી મચાવી રહી હતી અને લોકો તેના પરથી નજર હટાવી શકતા ન હતા. તેણે આ ડ્રેસ સાથે ડાયમંડ જ્વેલરી પહેરી હતી.

તવીલ માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. 18 વર્ષની ઉંમરે તે સાઉદી પ્રિન્સ અલ વાલિદ બિન તલાલના પ્રેમમાં કેદ થઈ ગઈ હતી. તે તેના કરતા 28 વર્ષ મોટો હતો. અલ વાલીદ સાથેના લગ્ન પછી તે સાઉદી શાહી પરિવારની રાજકુમારી બની ગઈ. પરંતુ વર્ષ 2013માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા.

 

IPLમાં ચીયરલીડર હતી આ સ્ટાર ખેલાડીની બહેન, નામ જાણીને ઉડી જશે તમારા હોશ !

0

The sister of this star player was

  • Indian Premier League 2023 : આઈપીએલ 2023 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL વિશ્વની સૌથી મોટી લીગ છે, અહીં રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે. ત્યારે એક ખેલાડીની બહેન પણ આ લીગમાં ચીયરલીડર રહી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સના ચીયર લીડિંગ ગ્રુપનો એક ભાગ હતી. આ ખેલાડીની ગણતરી વિશ્વના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાં થાય છે.

દક્ષિણ આફ્રિકાના (South Africa) સ્ટાર ક્રિકેટર જેક કાલિસની (Jacques Kallis) ગણના વિશ્વના બેસ્ટ ઓલરાઉન્ડરોમાં થાય છે. તે વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ અને ODI ફોર્મેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા છે અને 250 થી વધુ વિકેટ પણ લીધી છે.

જેક કાલિસ IPL 2009 દરમિયાન ચર્ચામાં આવ્યો જ્યારે તેની બહેન જેનીન કાલિસ (Janine Callis) એક ચીયરલીડર તરીકે IPLમાં ભાગ લઈ રહી હોવાનું બહાર આવ્યું હતુ.

જેનીન કાલિસ IPL 2009 દરમિયાન ચીયરલીડર તરીકે ભારત આવી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે આ કામ શોખ માટે કરે છે અને તેના વિશે કોઈ શું વિચારે છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ચીયરલિડિંગ ગ્રુપનો ભાગ હતી.

જીની કાલિસ વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે અને લંડનમાં રહે છે. તેણીએ હવે ચીયરલીડિંગ છોડી દીધું છે. તે હવે પરિણીત છે અને એક પુત્રીની માતા પણ છે.

કાલિસે તેની ટેસ્ટ કારકિર્દીમાં 166 મેચ રમી છે અને 55.37ની એવરેજથી 13289 રન બનાવ્યા છે. જ્યારે ODI કારકિર્દીમાં તેણે 328 મેચ રમી છે અને 44.36ની એવરેજથી 11579 રન બનાવ્યા છે.

ટેસ્ટ કરિયરમાં તેણે 166 મેચમાં 292 વિકેટ લીધી હતી. તે જ સમયે, ODI કારકિર્દીમાં, તેણે 328 મેચમાં 273 વિકેટ લીધી. તેની T20 કારકિર્દીમાં, તેણે 25 મેચ રમી, જેમાં 666 રન બનાવ્યા અને 12 વિકેટ લીધી.

આ પણ વાંચો :-

Marutiની 5 કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, ન તો SUV ન તો 7 સીટર, કિંમત 3.53 લાખથી શરૂ

Customers broke down on 5 Maruti cars

  • Maruti Best Selling Cars : અહીં અમે તમને મારુતિ સુઝુકીની 5 સૌથી વધુ વેચાતી કાર વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ 5 કારમાંથી 4 હેચબેક છે અને એક સેડાન છે.

Maruti Best Selling Cars : મારુતિ સુઝુકી (Maruti Suzuki) લાંબા સમયથી દેશની સૌથી મોટી કાર સેલિંગ કંપની છે. ફેબ્રુઆરી મહિનામાં મારુતિએ (Maruti) અજાયબીઓ કરી હતી. ટોચની 10 સૌથી વધુ વેચાતી કારમાંથી પ્રથમ 6 કાર માત્ર મારુતિ સુઝુકીની છે. ટોપ 10ની યાદીમાં બે વાહનો ટાટા મોટર્સ (Tata Motors) અને એક હ્યુન્ડાઈના (Hyundai) છે. અહીં અમે તમને મારુતિ સુઝુકીની 5 સૌથી વધુ વેચાતી કાર વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ 5 કારમાંથી 4 હેચબેક છે અને એક સેડાન છે.

Maruti Suzuki Baleno : બલેનો ગયા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી કાર રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં તેનું વેચાણ સતત વધી રહ્યું છે. મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં બલેનોના 18,592 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બલેનોને 12,570 ખરીદદારો મળ્યા હતા. એટલે કે તેના વેચાણમાં 47.91 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની કિંમત 6.56 લાખથી શરૂ થાય છે.

Maruti Suzuki Swift : બજારમાં હાલમાં સ્વિફ્ટના નવા મોડલની રાહ જોવાઈ રહી છે, તેમ છતાં સ્વિફ્ટ તેની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહી છે. ફેબ્રુઆરીમાં હેચબેકે 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ તેના વેચાણમાં 4 ટકાનો ઘટાડો થયો છે.

Maruti Suzuki Alto : મારુતિ સુઝુકીની સૌથી નાની હેચબેક પણ સારી કામગીરી કરી રહી છે. અલ્ટોએ ફેબ્રુઆરીમાં 18,114 યુનિટ વેચ્યા છે અને તે ત્રીજી સૌથી વધુ વેચાતી કાર રહી છે. અલ્ટોની કિંમત રૂ. 3.53 લાખથી શરૂ થાય છે.

આ પણ વાંચો :-

Portable Fridge : ભારતનું સૌથી સસ્તું પોર્ટેબલ રેફ્રિજરેટર, કારમાં પણ સાથે રાખીને ફરી શકશો

Portable Fridge

  • Car Fridge : આ ફ્રિજની સૌથી મોટી ખાસિયત તેની કિંમત અને મજબૂત ડિઝાઈન છે, જેના કારણે યુઝર્સ તેને ગમે ત્યાં લઈ જઈ શકે છે અને તેને ઓછામાં ઓછી જગ્યામાં ફીટ કરી શકે છે.

જે લોકો સતત મુસાફરી કરે છે, તેમના માટે બજારમાં ઘણા પ્રકારના પોર્ટેબલ ફ્રિજ (Portable fridge) ઉપલબ્ધ છે જેથી ઉનાળાની ઋતુમાં તેમને કોઈ સમસ્યા ન થાય. કેટલાક કૂલિંગ ચેમ્બર (Cooling chamber) પણ ઉપલબ્ધ છે જે તમે મુસાફરી દરમિયાન તમારી સાથે રાખી શકો છો. તમારા પીણાં. ઠંડા રાખી શકો છો. ઉનાળાની ઋતુમાં એવરેજ કુલીંગ ખૂબ જ જરૂરી છે.

આવી સ્થિતિમાં તમે તમારી કાર રોકો અને હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં રોકાઈ જાઓ અને ત્યાંથી ઠંડુ પાણી અથવા ઠંડા પીણા ખરીદો, આમ કરવાથી તમને ઘણો ખર્ચ થઈ શકે છે. જો તમે પણ સતત મુસાફરી કરવાના શોખીન છો, તો આજે અમે તમારા માટે એક એવું પોર્ટેબલ રેફ્રિજરેટર (Portable refrigerator) લાવ્યા છીએ. જે તમને ખૂબ ગમશે અને તેની પાછળનું કારણ છે તેની કિંમત અને તેમાં મળતુ જોરદાર મજબૂત કુલિંગ..

કયું છે આ રેફ્રિજરેટર?

રેફ્રિજરેટરનું નામ Goldie Mini Refrigerator Portable Fridge છે અને ગ્રાહકો તેને Amazon પરથી ખરીદી શકે છે. જો આપણે તેની કિંમત વિશે વાત કરીએ તો તેની વાસ્તવિક કિંમત લગભગ ₹5000 છે, પરંતુ આ સમયે ગ્રાહકોને 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ તેને ખરીદવા માટે માત્ર ₹2000 ચૂકવવા પડશે. આ શ્રેણીમાં બજારમાં કોઈ પોર્ટેબલ રેફ્રિજરેટર ઉપલબ્ધ નથી અને જો ઉપલબ્ધ હોય તો પણ તે તમામ સમાન સુવિધાઓ પ્રદાન કરતું નથી, અને તેની કિંમત પણ આટલી ઓછી નથી. આ એક હળવા વજનનું રેફ્રિજરેટર છે જેને તમે સરળતાથી જોડે રાખી શકો છો અને તમારી કારમાં પણ વાપરી શકો છો.

વિશેષતા શું છે?

જો આપણે આ પોર્ટેબલ રેફ્રિજરેટર વિશે વાત કરીએ, તો તમને તેના પર ઘણી બધી સુવિધાઓ જોવા મળશે. આમાં, સૌ પ્રથમ, ગ્રાહકોને રેફ્રિજરેટરની અંદર એક જબરદસ્ત ઇન્સ્યુલેશન લેયર, સીલિંગ સ્ટ્રીપ, ઓવરલોડ પ્રોટેક્શન સાથે કૂલિંગ ફેન પણ ઉપલબ્ધ છે.

આ કારણે તમે રેફ્રિજરેટરને થોડા કલાકો માટે ચાલુ રાખી દો અને થોડા કલાકો પછી તેને ચાલુ કરો તો પણ અંદરની ઠંડક જળવાઈ રહે છે. આ રેફ્રિજરેટર તમારી કાર સાથે જોડાય છે અને તેમાંથી પાવર લે છે. તેની કિંમત માત્ર ₹ 2000 હોવાને કારણે, તમે તેને સરળતાથી ખરીદી શકો છો.

આ પણ વાંચો :-

ખાવાના શોખીન લોકોને અહીં પડશે મજા, દુનિયાના 7 સ્થળની દરેકે લેવી જોઈએ મુલાકાત

Food lovers will have fun here, 7 must-visit places in the world

  • કેટલાક લોકોને ખાણી-પીણીના શોખીન હોય છે. જેતી તેઓ સ્વાદીષ્ટ વાનગીઓ આરોગવા માટે નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. દરેક શહેર અને દરેક રાજ્યમાં કેટલીક ખાણી-પીણીની વસ્તુઓ ખુબ જ લોકપ્રિય હોય છે.

આજના આધુનિક યુગમાં ઘર કરતા બહાર જમવા જવાનો લકોમાં વધુ ક્રેઝ જોવા મળે છે. કેટલાક લોકોને ખાણી-પીણીનો ખુબ જ શોખ હોય છે. જેથી ખાવામાં માટે તેઓ અમુક ખાસ સ્થળની પણ મુલાકાત લેવા જતા હોય છે. પરંતુ કેટલાક એવા સ્થળ છે જે ખાવાના શોખીનો માટે જ બન્યા છે.

કેટલાક લોકોને ખાણી-પીણીના શોખીન હોય છે. જેતી તેઓ સ્વાદીષ્ટ વાનગીઓ આરોગવા માટે નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. દરેક શહેર અને દરેક રાજ્યમાં કેટલીક ખાણી-પીણીની વસ્તુઓ ખુબ જ લોકપ્રિય હોય છે. ત્યારે અહીં કેટલીક એવી જગ્યા અંગે તમને જણાવીશું જ્યાં ખાવાના શોખીન લોકોએ એક વખત જરૂર જવું જોઈએ.

ટેસ્ટ એવો કે આંગણીઓ ચાટતા રહી જશો:

દુનિયાની કેટલાક સ્થળો પર્યટકો માટે હોટફેવરીટ હોય છે. આવા સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે તમે ફરવા જાઓ તે સ્થળે એક વખત ભોજનનો પણ ટેસ્ટ જરૂર કરવો જોઈએ. કેટલા સ્થળે ત્યાંની વાનગીઓનો સ્વાદ લીધા વગર તમારી યાત્રા અધૂરી રહેશે. જો તમે ફરવાની સાથે સાથે સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખાવા માગતા હો તો દુનિયાના 7 એવા સ્થળ છે જ્યાં તમને બંને એકસાથે મળી રહેશે.

જાપાની ડિશ તમને કરશે દિવાના :

ટોક્યોનું જાપાન ફરવા જતા લોકોમાં ખુબ જ લોકપ્રિય હોય છે. ત્યારે ખાણી-પીણીના શોખીન લોકો માટે પણ ટોક્યો ખુબ જ સારી જગ્યા છે. ટોક્યોમાં અનેક પ્રકારની રેસ્ટરન્ટ આવેલી છે. જેની ટ્રેડિશનલ ડિશ આરોગી તમે ત્યાંના ભોજનના દિવાના થઈ જશો.

બેંકોક-થાઈલેન્ડ પણ છે ખાસ :

જો તમે મોડર્ન ફ્યૂઝન ડિશનો સ્વાદ માણવા માગતા હો ત બેંકોક અને થાઈલેન્ડની તમારે મુલાકાત લેવી જોઈએ. અહીં તમે સ્ટ્રીટ ફૂડ અને ટ્રેડિશનલ થાઈ ડિશનો આનંદ લઈ શકો છો. જેમાં સ્પાઈસી કરીથી લઈને ડેઝર્ટ  સુધીની તમામ પ્રકારની ડિશ તમે આરોગી શકો છો.

ઈસ્તાનબુલમાં હોય છે અફ્લાતુન ભોજન :

ફૂડીઝ લોકોએ એક વખત ઈસ્તાનબુલ જરૂર જવું જોઈએ. તમે અહીં મિડલ ઈસ્ટર્ન અને મેડિટેરેનિયન ફ્લેવરનો સ્વાદ માણી શકશો. ઈસ્તાનબુલમાં એકથી ચડિયાતી એક સ્વાદિષ્ટ ડિશ તમે આરોગી શકો છો.

વર્લ્ડની બેસ્ટ રેસ્ટોરન્ટ :

ક્લાસિક ઈટાલિયન અને મોર્ડન અમેરિકન ડિશના સ્વાદની તમે મજા માણી શકો છો. ન્યુયોર્કમાં તમે દરેક ફ્લેવરના ભોજનનો સ્વાદ માણી શકો છો. તો રોમ રોમમાં પણ તમે ટ્રેડિશનલ પિઝાથી લઈને ક્લાસિક પાસ્તા સુધીની દરેક પ્રકારની સ્વાદિષ્ટ ડિશની મજા માણી શકશો.

કપલ્સમાં પેરિસ છે ફેવરિટ :

કપલ્સ માટે ફરવા જવા પેરિસ ફેવરિટ ગણાય છે. અહીં લોકોને દરેક પ્રકારના સ્વાદિત વ્યંજન ખાવા મળે છે. ક્લાસિક ફ્રેચથી મોર્ડન ફ્યૂઝન-ક્યુઝિન સુધીની દરેક પ્રકારની ડિશ ખુબ જ લોકપ્રિય હોય છે. તો શંધાઈ ભોજનના શોખીન લોકો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. અહીં તમે દરેક પ્રકારની ચાઈનીઝ ડિશનો પણ ટ્રેડિશન સ્વાદ માણી શકો છો.

આ પણ વાંચો :-

Breaking news ! અંબાજીમાં મોહનથાળ નહીં ચિક્કી ! ગુજરાત સરકારે લીધો નિર્ણય, મંત્રીએ આપ્યા આ કારણો

0

Breaking news !

  • અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમા લઈ શકાતો નથી. એટલું જ નહીં, મોહનથાળ પ્રસાદ લાંબો સમય સાચવી પણ રાખી શકાતો નથી.

અનેક આંદોલનો છતાં શક્તિપીઠ અંબાજીના (Shaktipeeth Ambaji) માઈભક્તો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ભક્તોને હવે કદાચ ક્યારેય મોહનથાળ નહી મળે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે (Rishikesh Patel) આજે એક નિવેદન આપીને ગરમાવો લાવી લીધો છે. તેમણે જણાવ્યું કે અંબાજીમાં હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે.

અંબાજી પ્રસાદ વિવાદ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે, મોહનથાળ ઉપવાસમા લઈ શકાતો નથી. એટલું જ નહીં, મોહનથાળ પ્રસાદ લાંબો સમય સાચવી પણ રાખી શકાતો નથી. પ્રસાદ એ સ્વાદ માટે નહીં પણ પ્રસાદ માટે છે. મંદિરે નક્કી કર્યું છે કે હાલ ચીકીનો જ પ્રસાદ વેચાશે. સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.

ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં મોહનથાળની પ્રસાદીનો વિવાદ વધી રહ્યો છે. આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી મંદિરમાં બંધ કરાયેલા મોહનથાળ પ્રસાદના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આજે નવ દિવસ વીતી ગયા હોવા છતાં મોહનથાળ પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે લોકોની લાગણીને અવગણીને સરકારે આખરે પ્રસાદમાં ચીક્કી આપવાનો જ નિર્ણય કર્યો છે.

પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી :

અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતિક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્રારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે. જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી.

આ પણ વાંચો :-

12 માર્ચ 2023, આ પાંચ રાશિના જાતકો પર રહેશે માં ખોડિયારની વિશેષ કૃપા -જાણો આજનું રાશિ ભવિષ્ય

12 March 2023 Gujarat Guardian

મેષ
આજે દિવસ દરમિયાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળ તી જણાય. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતી થતી જણાય.

વૃષભ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જૂના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુન
આજે પણ આર્થીક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે, લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જૂના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા
આવકમાં વધારો થતા મન પ્રફૂલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતીથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા
પરોપકાર, હિંમત, ગૂઢ માનસ થતા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિક્સ, બુક સેલરમાં ધંધામાં વધારે પ્રગતી થાય. માતા તથા પત્ની સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેન વધારે કરવી પડશે.

વૃશ્ચિક
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતી ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જૂની ઓળખાણ તાજી થતી જણાય.

મકર
આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય, પરિણામે દિવસ દરમિયાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-