Home Blog Page 1152

કરોડો મહિલાઓની સમસ્યા આ એક ગુજરાતણે દૂર કરી, શોધી કાઢ્યો એવા કાંસકો જેનાથી વાળ નહિ તૂટે

This one Gujarati solved the problem

  • Hair Problem : ગુજરાતની એક મહિલાએ LED કાંસકો બનાવ્યો છે. જેનાથી વાળ ખરતા અટકે છે, સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર થાય છે.

આજની દરેક મહિલાની (Women) એક જ સમસ્યા છે કે વાળ બહુ જ ખરે છે. દરેક મહિલાને એવો ડરે છે કે ક્યાંક તે ટાલિયા તો નહિ બની જાય ને. વાળની સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. આવામાં ગુજરાતની એક મહિલાએ એક એવી શોધ કરી છે જે કરોડો મહિલાઓ માટે આશાનું નવુ કિરણ લઈને આવી છે.

મહિલાઓની આ સમસ્યા જોઈને ગુજરાતની તનીષાને એવુ થયું કે, એવુ કંઈક કરું કે મહિલાઓની સમસ્યા દૂર થાય. ડેન્ડ્રફ (Dandruff) અને ખરતા વાળ માટે મહિલાઓ લાખો રૂપિયા ખર્ચે છે. પંરતુ દરેકની તાકાત આટલા રૂપિયા ખર્ચવાની હોતી નથી. તેથી તેઓએ LED કાંસકો બનાવ્યો.

મૂળ ભાવનગરના તનીષા લાખાણી હાલ અમદાવાદમાં રહે છે. તેઓ શરૂઆતમાં અલગ અલગ બ્યૂટી પ્રોડક્ટની કંપનીમાં નોકરી કરતા હતા. પરંતું તેના બાદ તેઓને કંઈક કરવાની ઈચ્છા થઈ. તેથી તેઓએ બે વર્ષ પહેલા પોતાની કંપની શરૂ કરી. જેમાં તેઓએ સ્કીન અને હેલ્થકેર પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. આ બાદ તેઓએ નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનુ શરૂ કર્યું. પરંતુ તેઓને મહિલાઓની વાળની સમસ્યા માટે કંઈક કરવુ હતું. તેથી તેઓએ LED કાંસકાની શોધ કરી.

આ LED કાંસકો વાળ ખરવાની સમસ્યા તો દૂર કરે જ છે સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર કરે છે. તનીષાએ રિસર્ચ બાદ આ કાંસકો તૈયાર કર્યો છે. જેના ફાયદા અદભૂત છે.

LED કાંસકાના ફાયદા :

  • કાંસકામાં લાલ અને વાદળી કલરની લાઈટ છે. બંને કલરની લાઈટ અલગ અલગ કામ કરે છે.
  • કાંસકામાં વાઇબ્રેટર હોવાથી તેનાથી મસાજ પણ થઈ શકે છે.
  • તેમજ સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ થાય છે.
  • કાંસકામાં લાલ કલરની લાઈટથી વાળને મજબૂતી મળે છે. જ્યારે વાદળી કલરની લાઈટથી વાળમાં રહેલા ડેન્ડ્રફ કે કચરો પણ રહેતો નથી.
  • કાસકામાં વાઇબ્રેશનથી વાળ પણ મજબૂત થાય છે.

આજકાલ વાળની સમસ્યાથી નિજાત મેળવવા જ્યાં મહિલાઓ લાખો રૂપિયા પાર્લરમાં જઈને ખર્ચે છે છતાં કોઈ સોલ્યુશન આવતુ નથી. પરંતું આ કાંસકાથી વાળ ઉતરવાની સમસ્યામાં 67 ટકાનો ઘટાડો થાય છે તેવુ તનીષાનો દાવો છે. તો સાથે જ વાળનો ગ્રોથ પણ 98 ટકા વધે છે.

કાંસકા માટે ISO અને BIS સર્ટિફિકેટ પણ મેળવાયા છે. માર્કેટમાં કાંસકો લાવ્યા બાદ તેને લોકો સુધી પહોંચાડવું તનીષા માટે અઘરું હતુ. છતાં તેઓએ ધીરે ધીરે લોકોમાં વિશ્વાસ કેળવ્યો.

આ પણ વાંચો :-

સરકારી કર્મચારીઓને ભેટ, 90,720 રૂપિયા વધી જશે તમારો પગાર! જલદી થઈ શકે છે જાહેરાત

0

Gift to government employees

  • 7th Pay Commission : સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં વધારો કરે છે. મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે સમય સમય પર મોંઘવારી ભથ્થામાં સંશોધન કરવાનું હોય છે.

કેન્દ્રીય કર્મચારીઓના (Central employee) ડીએમાં જલદી વધારો થઈ શકે છે. લાંબા સમયથી તેમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે તેને વધારવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટે આ મુદ્દે નિર્ણય લીધો છે. હવે તેની જાહેરાત થવાની બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી (PM Modi) 15 માર્ચે આની જાહેરાત કરી શકે છે.

હકીકતમાં સરકાર વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (Dearness Allowance) એટલે કે ડીએમાં વધારો કરે છે. મોંઘવારીથી રાહત માટે સરકારે સમય સમય પર મોંઘવારી ભથ્થામાં સંશોધન કરવાનું હોય છે. વર્ષના પહેલા મહિના એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરવામાં આવે છે. આ વર્ષે મોંઘવારી ભથ્થું વધવાનું હતું પરંતુ હજુ સુધી તેની જાહેરાત થઈ નથી. તેમ માનવામાં આવી રહ્યું છે કે સરકાર જલદી તેની જાહેરાત કરી શકે છે.

15 માર્ચ સુધી થઈ શકે છે જાહેરાત :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 1 માર્ચે કેબિનેટ દ્વારા આ કર્મચારીઓના DAમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેને સરકારની મંજૂરી મળવાની બાકી છે. માનવામાં આવે છે કે સરકાર 15 માર્ચે આની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો કરોડો કેન્દ્રીય કર્મચારીઓ જાન્યુઆરીથી ડીએની વધેલી રકમ મેળવી શકશે. 90,720 રૂપિયા આ રીતે વધશે

સામાન્ય રીતે ડીએની રકમ વર્ષમાં બે વખત વધારવામાં આવે છે. આ પહેલા સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. જો આ વખતે પણ ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવે છે, તો આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 38 થી વધીને 42 ટકા થઈ જશે.

હાલની રકમ રૂ.6840 થી વધીને રૂ.7560 થશે. આ સંદર્ભમાં, 7560×12 = 90,720 રૂપિયા વધશે. એટલે કે દરેક કર્મચારીના વાર્ષિક પગારમાં લગભગ 90 હજાર રૂપિયાનો વધારો થશે. જો આમ થશે તો લગભગ 1 કરોડ કર્મચારીઓના ખાતામાં પૈસા આવશે, તેની સાથે જાન્યુઆરીથી એરિયર્સની રકમ પણ ઉમેરી શકાશે.

આ પણ વાંચો :-

10 માર્ચ 2023, આજનું રાશિફળ : ગણેશજીની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

10 March 2023, Today’s Horoscope

મેષઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મન-ભેદ ન થાય એનું ધ્યાન રાખવું. સ્થાવર-જંગમ મિલકતમાં કરેલા રોકાણોથી લાભ સંભ‍વે. નોકરી-ધંધામાં રાહતનો અનુભવ થાય.

વૃષભઃ
ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસનો યોગ બને છે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આવક અને ખર્ચ બંને થોડા-થોડા વધતા જણાય. દિવસ દરમિયાન આનંદ જળવાય.

મિથુનઃ
સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. નાણાંકીય ક્ષેત્રે ઘટાડાનો અનુભવ થાય. શરદી-કફનો ઉપદ્રવ રહે. માતાની તબિયત સાચવવી. નોકરી-ધંધામાં સામાન્ય.

કર્કઃ
જીવનસાથી સાથે આનંદમાં દિવસ વ્યતિત થાય. પ્રેમી પાત્રના મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. શેરબજારથી લાભ, સ્નાયુનો દુઃખાવો અનુ‍ભવી શકાય. વાણી ઉપર કાબુ જરૂરી.

સિંહઃ
માન-સન્માન વધતા જણાય. સફેદ વસ્તુની ખરીદી થાય. સંતાન અંગે ચિંતા રહે. મગજની ઈજાથી સાચવવું. પરિવારમાં આનંદનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જમાય. આવક જળવાય.

કન્યાઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય. વાણી દ્વારા અર્થોપાર્જન શક્ય બને. હાડકાનો દુઃખાવો અનુભવાય. જુના મિત્રોના મિલન-મુલાકાત શક્ય બને. લક્ષ્મીનો લાભ મળતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે.

તુલાઃ
સ્થાવર-જંગમ મિલકત માટે સારો દિવસ. કરેલા રોકાણો ફળદાયી બનતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. પેટની ગરબડ રહે. આરોગ્ય જળવાય. સાંસારિક જીવનમાં આનંદ વર્તાય.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો નથી. આવકનું પ્રમાણ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. જીદ છોડવી.

ધનઃ
નિર્ણયો લેવામાં અવઢવનો અનુભવ થાય. પાણીથી દૂર રહેવું. આવક જળવાય. પરિવારના સ્ત્રી-સભ્યોની પ્રગતિ થતી જણાય. ખોટા વિચારોથી દૂર રહેવું. એકંદરે સામાન્ય દિવસ.

મકરઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. આવક આવતી અનુભવાય. કાર્યક્ષેત્રે સાવધાની જરૂરી. પરિવારમાં મતભેદ ટાળવા. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાાં આરોગ્ય સાચવવું.

કુંભઃ
દિવસ દરમિયાન તમામ બાબતોમાં સાવધાની જરૂરી. નાણાં ઉછીના આપવા નહીં. શેરબજારમાં જોખમ ટાળવું. પ્રવાસ દરમિયાન સાચવવું. ભાગ્યનો સાથ મળતો નથી. વિચારો પર કાબુ જરૂરી.

મીનઃ
મિત્રવર્તુળના સહકારને કારણે આવકનું પ્રમાણ વધે. સંતાન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભવે. સ્વાસ્થ્ય સારું રહે.

આ પણ વાંચો :-

ઉત્તર-દક્ષિણ ગુજરાતના ખેડૂતો ફરી થઈ જજો સાવધાન, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો

0

Farmers of North-South Gujarat

  • Gujarat Forecast: આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી કરી છે.

ગુજરાતમાં ગરમીનો (Heat) પ્રારંભ થઈ ગયો છે. જો કે ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવી ગયું…એ મોટો સવાલ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠું પડશે. હવામાન ખાતાએ (weather account) રાજયમાં માવઠાની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગના મતે ડાંગ, વલસાડ, સુરત અને નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા (Sabarkantha) અને કચ્છમાં માવડું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ વરસશે.

 આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે હીટવેવની આગાહી રહેશે. આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાનનો પારો જશે. આવતીકાલે ખેડૂતોને સિંચાઈને લઇને પણ હવામાન વિભાગ એડવાઈઝરી જાહેર કરશે.

હવામાન વિભાગ પણ આ પ્રકારના વાતાવરણને કારણે ચિંતામાં છે કે, આ ઉનાળો છેકે, પછી ચોમાસું. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી 24 કલાક ખુબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સમાચાર ખુબ જ ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો :-

Disney+ Hotstar યૂઝર્સ માટે ખરાબ સમાચાર ! 31 માર્ચ પછી આ સુવિધા થઈ રહી છે સમાપ્ત

0

Bad news for Disney+ Hotstar users 

  • હવે Disney+ Hotstar યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. એપ્લિકેશન 31 માર્ચથી સબસ્ક્રાઇબર્સને HBO કન્ટેન્ટ ઓફર કરશે નહીં. કંપનીએ તેના Twitter હેન્ડલ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ સમાચાર ચાહકોને ચોંકાવી રહ્યાં છે.

Disney + Hotstar એ ભારતમાં સૌથી લોકપ્રિય OTT પ્લેટફોર્મ છે. લાઇવ ક્રિકેટ, વેબ સિરીઝ અને લેટેસ્ટ મૂવીઝને કારણે IPL ટ્રેન્ડમાં રહે છે. હવે  Disney+ Hotstar યુઝર્સ માટે આ ખરાબ સમાચાર છે. એપ્લિકેશન 31 માર્ચથી સબસ્ક્રાઈબર્સને HBO કન્ટેન્ટ ઓફર કરશે નહીં. કંપનીએ તેના ટ્વિટર હેન્ડલ (Twitter handle) દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.

HBO સામગ્રી Disney + Hotstar પર દેખાશે નહીં :

એટલે કે હવે ડિઝની પ્લસ હોટસ્ટાર યુઝર્સ The Last of Us, Succession, Game of Thrones, House of the Dragon, The Wire, The Sopranos, Silicon Valley જેવી સામગ્રી જોઈ શકશે નહીં.  Disney+ Hotstar પ્લેટફોર્મ પર તાજેતરની હિટ ફિલ્મોમાંની એક HBOની નવી ટીવી શ્રેણી ધ લાસ્ટ ઓફ અસ છે.

IPL પણ માણી શકશે નહીં :

અમે તમને જણાવીએ કે Disney + Hotstar ભારતીય વપરાશકર્તાઓને IPL સ્ટ્રીમિંગ પણ ઓફર કરશે નહીં કારણ કે તેણે Viacom18 ના સ્ટ્રીમિંગ અધિકારો ગુમાવ્યા છે.  Disney+ Hotstar સબ્સ્ક્રાઇબર્સ માટે આ એક મોટા આંચકા જેવું છે.

Disney + Hotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હાલમાં ભારતમાં 1499 રૂપિયામાં ઉપલબ્ધ છે. પ્લેટફોર્મ પરથી IPL અને HBO કન્ટેન્ટને દૂર કર્યા પછી ઘણા ભારતીય વપરાશકર્તાઓ માટે Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન ખરીદવું વધુ અર્થપૂર્ણ નથી.

Tweet કરેલી માહિતી :

Tweetના જવાબમાં @Hotstar_Helpsએ કહ્યું, ‘HBO સામગ્રી 31 માર્ચથી Disney+ Hotstar પર ઉપલબ્ધ રહેશે નહીં. તમે Disney+ Hotstar ની વિશાળ લાઇબ્રેરી અને 10 ભાષાઓમાં ટીવી શો અને મૂવીઝમાં 100,000 કલાકથી વધુ સામગ્રીના પ્રીમિયર કવરેજનો આનંદ લેવાનું ચાલુ રાખી શકો છો.’

તમને જણાવી દઈએ કે ઘણા ભારતીય ટેલિકોમ ઓપરેટરોએ Disney + Hotstar બંડલ પ્રીપેડ પ્લાન ઘટાડી દીધા છે. IPL અને HBO કન્ટેન્ટ Disney + Hotstarમાંથી જતું હોવા છતાં, પ્લેટફોર્મ હજુ પણ ડિઝની અને માર્વેલ કન્ટેન્ટના અધિકારો ધરાવે છે. આ માટે યુઝર્સ તેનું સબસ્ક્રિપ્શન લઈ શકે છે.

આ પણ વાંચો :-

શું ગુજરાતમાં જ્વાળામુખી ફાટશે ? આ શહેરમાં સતત 18 કલાકથી નીકળી રહ્યો છે ભેદી ધુમાડો

0

Smoke has been coming out  

  • Smoke Coming From Land : સાબરકાંઠાના પ્રાંતિજના નાનપુર ગામમાં ભેદી ઘટના. જમીનમાંથી સતત 18 કલાકથી નીકળી રહ્યા છે ધૂમાડા. 25 ફૂટના અંતરે 2 અલગ-અલગ જગ્યાએ બની ઘટના. મહિલા દાજી જતા સારવાર માટે હોસ્પિટલમાં કરાઈ દાખલ.

ગુજરાત (Gujarat) પર આફતો રોકાવાનું નામ નથી લેતું. એક પછી એક ઘટનાઓ ગુજરાતના આંગણે દસ્તક દેતી રહે છે. ક્યારેક માવઠું, ક્યારેક ભૂકંપ, ક્યારેક ભારે વરસાદ, તો ક્યારેક વાવાઝોડું (Storm) . પરંતું ઉત્તર ગુજરાતમાં જોવા મળેલી આફત ગુજરાત માટે નવી છે. આ આફત જ્વાળામુખી (Volcano) તરફ તો સંકેત નથી કરી રહી ને એવી ચર્ચા છે. સાબરકાંઠાના (Sabarkantha) પ્રાંતિજમાં સતત 18 કલાકથી જમીનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આ ધુમાડો કેવી રીતે આવે છે, એ ખબર નથી. પરંતુ ફાયર વિભાગના પ્રયાસો બાદ પણ ધુમાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો.

સાંબરકાંઠાના પ્રાંતિજના નાનપુરમાંથી એક જમીનમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. સતત બીજા દિવસે 25 ફૂટના અંતરે બે જગ્યાએ ધુમાડો બહાર નીકળી રહ્યો છે. ફાયર વિભાગે પાણીનો મારો કર્યો છતાં પણ ધુમાડો નીકળવાનું ચાલું છે. મહત્વનું છે કે 10 વર્ષ પહેલાં ગ્રામજનો દ્વારા ફેક્ટરીના કચરાનું અહીંયા પૂરાણ કરવામાં આવ્યું હતું. પરંતું હવે એકાએક કેમ ધુમાડો ફાટ્યો છે તે વાતે ચર્ચા જગાવી છે.

પ્રાંતિજના નાનપુરમાં જમીનમાંથી સતત ૧૮ કલાકથી ધુમાડા નીકળે છે. સતત બીજ દિવસે 25 ફૂટના અંતરે બે અલગ સ્થળે જમીનમાંથી ધુમાડા નીકળે છે. 10 વર્ષ પહેલા ગ્રામજનો ફેક્ટરીના કચરાથી આ જગ્યાનુ પુરાણ કર્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગે કરી હતી. જેથી ફાયર વિભાગે અહી આવીને પાણીનો મારો પણ કર્યો. ફાયર વિભાગે પાણીનો મારો કર્યો, પરતું ધુમાડા નીકળવાનું યથાવત છે.

એક મહિલા ઈજાગ્રસ્ત :

તો બીજી બાજુ ધુમાડામાં એક મહિલાના પગ ઢીચણ સુધી ઉતરી જતા તેઓ બંને પગે દાઝી ગયા હતા. મહિલાના પગ દાઝી જતા તાત્કાલિક 108 માં સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાંતિજ ફાયર વિભાગે આવીને પાણીનો મારો કર્યો હતો. મોડી રાત સુધી ટેન્કર દ્વારા પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડો યથાવત છે.

આ પણ વાંચો :-

લીલા નાળિયેરની મલાઈ ખાવાથી શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા, ઉનાળામાં તો ખાવી જ જોઈએ

These 5 great benefits of eating green coconut milk for the body are a must
  • Tender Coconut Malai Benefit : નાળિયેર પાણીને લોકો પોતાની ડેઈલી ડાયટમાં પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નાળિયેર પાણીની જેમ તેની અંદરની મલાઈ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

નાળિયેર પાણીની (Coconut water) ડિમાન્ડ ભારત સહિત દુનિયા ભરમાં રહે છે કારણ કે નાળિયેર પાણી બોડીને હાઇડ્રેટ કરે છે. તેનો સ્વાદ પણ મીઠું હોય છે તેથી લોકો તેને પીવાનું પસંદ કરે છે. માત્ર સમુદ્ર કિનારે જ નહીં પરંતુ મહાનગરોમાં પણ લોકો નાળિયેર (Coconut) પીવાનું પસંદ કરે છે. નાળિયેર પાણીને લોકો પોતાની ડેઈલી ડાયટમાં પણ ઉપયોગમાં લેતા હોય છે.

પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નાળિયેર પાણીની જેમ તેની અંદરની મલાઈ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. ઘણા લોકો તો નાળિયેર પાણી પીધા પછી મલાઈને ફેંકી દેતા હોય છે પરંતુ નાળિયેર પાણી પીધા પછી મલાઈને પણ ખાવી જોઈએ. કારણ કે તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

વજન ઘટાડવામાં મદદ :

ઘણા લોકો એવું માને છે કે નાળિયેરની મલાઈમાં કેલેરી વધારે હોય છે જેના કારણે વજન વધી શકે છે પરંતુ આ વાત ભૂલ ભરેલી માન્યતા છે. જો તમે મર્યાદિત માત્રામાં મલાઈ ખાશો તો તમારા પેટ અને કમરની ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે.

ડાયજેશન સુધરે છે :

જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે નાળિયેરની મલાઈ જરૂર ખાવી જોઈએ. પાચનતંત્ર માટે નાળિયેરની મલાઈ સુપરફૂડ છે. તે ભોજનને બચાવવામાં મદદ કરે છે અને આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી તેનું સેવન કરવું જ જોઈએ.

ઈમ્યુનિટી વધે છે :

આજના સમયમાં જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેવામાં આ કામ કરવામાં મદદ નાળિયેરની મલાઈ કરી શકે છે. નાળિયેરની મલાઈમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ચેહરા પર ગ્લો લાગે છે :

જો તમે ઉનાળા દરમિયાન નાળિયેરની મલાઈ ખાવાનું રાખશો તો તમારા ચહેરા ઉપર ગ્લો પણ વધશે. મલાઈ ખાવાથી વધતી ઉંમરની અસર પણ ત્વચા પર થતી નથી.

ઈન્સ્ટન્ટ એનર્જી સોર્સ :

ગરમીમાં ઘણી વખત એવું થાય છે કે અચાનક જ તડકાના કારણે તમને નબળાઈ લાગવા લાગે. આ ઉપરાંત પરસેવો પણ વધુ થતો હોય છે તેના કારણે પાણીની ઉણપ પણ સર્જાઈ શકે છે. તેવામાં જો તમે નાળિયેર પાણી કે તેની મલાઈનું સેવન કરો છો તો શરીરને તુરંત જ ઊર્જા મળે છે અને તમે તરોતાજા અનુભવ કરો છો.

આ પણ વાંચો :-

WPL 2023 : 18 બોલમાં ધૂઆધાર બેટિંગ ! WPLમાં સૌથી ઝડપી ફિફ્ટી, સતત 6 બોલમાં…

0

WPL 2023 

  • WPL 2023 : સિઝનની પહેલી જ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ગુજરાત જાયન્ટ્સ સામે બન્યો હતો અને આગામી 5 મેચમાં જ ગુજરાતના બેટ્સમેને તે રેકોર્ડ તોડી નાખ્યો હતો.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023)માં માત્ર 5 મેચ રમાઈ છે અને તાબડતોડ બલ્લેબાજીનો સિલસિલો આગળ વધી રહ્યો છે.  મેચ દર મેચે નવી વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી રહી છે. આવું જ કંઈક ટૂર્નામેન્ટની છઠ્ઠી મેચમાં જોવા મળ્યું હતું, જ્યાં ગુજરાત જાયન્ટ્સની (Gujarat Giants) વિસ્ફોટક ઓપનર સોફિયા ડંકલીએ (Sophia Dunkley) સિઝનની પ્રથમ મેચમાં બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો હતો. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામેની પોતાની ત્રીજી મેચ દરમિયાન ઇંગ્લેન્ડના આ બેટ્સમેને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

બ્રેબોર્ન સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે પાવરપ્લેમાં જ બેંગ્લોરના બોલરોને ખરાબ રીતે ઝૂડ્યા હતા અને 64 રન લૂટી લીધા હતા. ઇનિંગની પહેલી ઓવર મેડન હતી ત્યારે આ સ્થિતિ હતી. મેગન શૂટની આ ઓવરમાં ગુજરાતની ઓપનર સબ્બિનેની મેઘના કોઈ રન બનાવી શકી ન હતી. ત્યાર બાદ બીજી ઓવરમાં સ્ટ્રાઈક પર આવેલા ડંકલીએ ધૂઆધાર બેટીંગ શરૂ કરી હતી.

સતત 6 બોલમાં 26 રન :

ડંકલીએ અહીંથી દરેક ઓવરમાં ઓછામાં ઓછી બે બાઉન્ડ્રી ફટકારવાની પ્રક્રિયા શરૂ કરી. તેણે ચોથી ઓવરમાં રેણુકા ઠાકુરની ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 14 રન લૂટી લીધા હતા. ડંકલીનો સૌથી મજબૂત હુમલો પાંચમી ઓવરમાં આવ્યો હતો.

ડાબા હાથની સ્પિનર ​​પ્રીતિ બોસ સામે બીજા બોલ પર સ્ટ્રાઈક પર આવેલા ડંકલીએ ઓવરના બાકીના પાંચ બોલમાં 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4, 6, 4, 4, 4 ફટકાર્યા હતા. ડંકલીએ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો હતો. આ રીતે તેણે સતત 6 બોલમાં 26 રન બનાવ્યા.

આ પણ વાંચો :-

આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

These Bollywood beauties print crores

  • Bollywood Actress instagram income : આજકાલ દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. પરંતુ સેલિબ્રિટીઝ માટે ઇન્સ્ટાગ્રામ માત્ર મનોરંજનનું સાધન નથી અને તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ છે.

પરંતુ આ દ્વારા તેઓ મોટી કમાણી કરે છે. બોલિવૂડની (Bollywood) ટોચની અભિનેત્રીઓ દરેક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. કરીના કપૂરથી લઈને પ્રિયંકા ચોપરા સુધી તે પોતાની દરેક પોસ્ટ માટે તગડી રકમ વસૂલે છે. આવો જાણીએ તેમના વિશે.

આલિયા ભટ્ટ :

સૌથી પહેલા વાત કરીએ આલિયા ભટ્ટની જેના કરોડો ફેન્સ છે. ફિલ્મો અને એન્ડોર્સમેન્ટ સિવાય આલિયા ઈન્સ્ટાગ્રામ પરથી પણ ઘણી કમાણી કરે છે. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર 75.6 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર દરેક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કેટરીના કૈફ :

હવે વાત કરીએ કેટરિના કૈફની જેની ઇન્સ્ટાગ્રામ પર 70.9 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના તેની દરેક પોસ્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દીપિકા પાદુકોણ :

બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણે બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર દીપિકાના 72.5 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા તેની દરેક પોસ્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે.

પ્રિયંકા ચોપરા :

અંતમાં વાત કરીએ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની, જેણે આખી દુનિયામાં પોતાની પ્રતિભા બતાવીને નામ કમાવ્યું છે. ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 85.4 મિલિયન ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામથી કમાણીના મામલામાં PC બોલિવૂડની તમામ સુંદરીઓથી આગળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા 1 પોસ્ટ માટે 3 કરોડ રૂપિયા લે છે.

આ પણ વાંચો :-

 

હોળીમાં મૂકાયેલા માટીના લાડુથી વરસાદનું અનુમાન : ચાર મહિના આવું રહેશે ગુજરાતનું ચોમાસું

0

Prediction of rain from clay ladles placed in Holi

  • આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરા પાળવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં આ પ્રથા જીવંત છે. આપણા પૂર્વજોએ વરસાદનુ અનુમાન કરવા માટે અનેક રીત બનાવી છે. જે મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવુ રહેશે તેવું ભાંખવામા આવે છે. ત્યારે હોળીનો તહેવાર વરસાદના વરતારા માટે યોગ્ય છે. કેટલાક લોકો હોળીની જ્વાળા કઈ દિશામાં જશે તેના પરથી વરસાદનું અનુમાન લગાવે છે. ત્યારે પંચમહાલના શહેરમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને વરસાદનુ અનુમાન કરાય છે.

આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરા પાળવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં આ પ્રથા જીવંત છે. આપણા પૂર્વજોએ વરસાદનું (Rain) અનુમાન કરવા માટે અનેક રીત બનાવી છે. જે મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવુ રહેશે તેવું ભાંખવામા આવે છે. ત્યારે હોળીનો (Holi) તહેવાર વરસાદના વરતારા માટે યોગ્ય છે. કેટલાક લોકો હોળીની જ્વાળા કઈ દિશામાં જશે તેના પરથી વરસાદનું અનુમાન લગાવે છે. ત્યારે પંચમહાલના (Panchmahal) શહેરમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને વરસાદનું અનુમાન કરાય છે.

પંચમહાલના શહેરા વિસ્તારમાં વર્ષોથી આ રીતે પરંપરા પાળવામાં આવે છે. જેમાં માટીના લાડવા બનાવવામાં આવે છે અને તેને ધૂળેટીના દિવસે કાઢીને તેની ભીનાશ પરથી વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. માટીના ચાર લાડવા બનાવવામાં આવે છે અને તેને આપણી ગુજરાતી મહિનાઓના પ્રમાણે નામ અનુક્રમે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે.

શું છે આ પરંપરા જુઓ :

હોળીના દિવસે માટીના ચાર લાડવા બનાવવામા આવે છે. તેના પર સફેદ દોરો વીંટવામાં આવે છે. જ્યાં હોળીનો ખાડો ખોદાય છે તેમાં ચાર લાડવા મૂકવામાં આવે છે. તેના પર પાણી ભરેલી ગાગર મૂકવામાં આવે છે. ત્યાર બાદ તેના પર છાણાં મૂકવામાં આવે છે. ત્યાર બાદ તેને માટીથી ઉપર દાટી દેવામાં આવે છે. ત્યાર બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. તેના બાદ ધૂળેટીના દિવસે માટીના લાડવા બહાર કાઢવામાં આવે છે.

આ સમયે ગામના તમામ લોકો એકઠા થાય છે. ધૂળેટીના દિવસે લાડવા બહાર કાઢીને માટીમાં કેવુ ભેજ હોય છે તે તપાસવામાં આવે છે. તે મુજબ વરસાદનો વરતારો કાઢવામાં આવે છે.

જેની સાથે માન્યતા છે કે આ પાણી પીવાથી તાવ આવતો નથી. તેમજ ઘરમાં પાણી છાંટવાથી આખુ વર્ષ સુખ શાંતિમય રહે છે. આ વખતે તમામ લાડવા સરખા ભેજ વાળા થયા હોવાથી ચોમાસાના ચારેય મહિના પુરો વરસાદ પડવાનો વર્તારો કાઢવામાં આવ્યો હતો. જોકે આ એક માન્યતા છે. પરંતુ ગ્રામજનો સાથે તેમની શ્રધ્ધા જોડાયેલી છે. આમ, શહેરા પંથકમાં પણ અનોખી રીતે હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-