Food lovers will have fun here, 7 must-visit places in the world
- કેટલાક લોકોને ખાણી-પીણીના શોખીન હોય છે. જેતી તેઓ સ્વાદીષ્ટ વાનગીઓ આરોગવા માટે નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. દરેક શહેર અને દરેક રાજ્યમાં કેટલીક ખાણી-પીણીની વસ્તુઓ ખુબ જ લોકપ્રિય હોય છે.
આજના આધુનિક યુગમાં ઘર કરતા બહાર જમવા જવાનો લકોમાં વધુ ક્રેઝ જોવા મળે છે. કેટલાક લોકોને ખાણી-પીણીનો ખુબ જ શોખ હોય છે. જેથી ખાવામાં માટે તેઓ અમુક ખાસ સ્થળની પણ મુલાકાત લેવા જતા હોય છે. પરંતુ કેટલાક એવા સ્થળ છે જે ખાવાના શોખીનો માટે જ બન્યા છે.
કેટલાક લોકોને ખાણી-પીણીના શોખીન હોય છે. જેતી તેઓ સ્વાદીષ્ટ વાનગીઓ આરોગવા માટે નવી નવી જગ્યાઓ શોધતા રહેતા હોય છે. દરેક શહેર અને દરેક રાજ્યમાં કેટલીક ખાણી-પીણીની વસ્તુઓ ખુબ જ લોકપ્રિય હોય છે. ત્યારે અહીં કેટલીક એવી જગ્યા અંગે તમને જણાવીશું જ્યાં ખાવાના શોખીન લોકોએ એક વખત જરૂર જવું જોઈએ.
ટેસ્ટ એવો કે આંગણીઓ ચાટતા રહી જશો:
દુનિયાની કેટલાક સ્થળો પર્યટકો માટે હોટફેવરીટ હોય છે. આવા સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે તમે ફરવા જાઓ તે સ્થળે એક વખત ભોજનનો પણ ટેસ્ટ જરૂર કરવો જોઈએ. કેટલા સ્થળે ત્યાંની વાનગીઓનો સ્વાદ લીધા વગર તમારી યાત્રા અધૂરી રહેશે. જો તમે ફરવાની સાથે સાથે સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખાવા માગતા હો તો દુનિયાના 7 એવા સ્થળ છે જ્યાં તમને બંને એકસાથે મળી રહેશે.
જાપાની ડિશ તમને કરશે દિવાના :
ટોક્યોનું જાપાન ફરવા જતા લોકોમાં ખુબ જ લોકપ્રિય હોય છે. ત્યારે ખાણી-પીણીના શોખીન લોકો માટે પણ ટોક્યો ખુબ જ સારી જગ્યા છે. ટોક્યોમાં અનેક પ્રકારની રેસ્ટરન્ટ આવેલી છે. જેની ટ્રેડિશનલ ડિશ આરોગી તમે ત્યાંના ભોજનના દિવાના થઈ જશો.
બેંકોક-થાઈલેન્ડ પણ છે ખાસ :
જો તમે મોડર્ન ફ્યૂઝન ડિશનો સ્વાદ માણવા માગતા હો ત બેંકોક અને થાઈલેન્ડની તમારે મુલાકાત લેવી જોઈએ. અહીં તમે સ્ટ્રીટ ફૂડ અને ટ્રેડિશનલ થાઈ ડિશનો આનંદ લઈ શકો છો. જેમાં સ્પાઈસી કરીથી લઈને ડેઝર્ટ સુધીની તમામ પ્રકારની ડિશ તમે આરોગી શકો છો.
ઈસ્તાનબુલમાં હોય છે અફ્લાતુન ભોજન :
ફૂડીઝ લોકોએ એક વખત ઈસ્તાનબુલ જરૂર જવું જોઈએ. તમે અહીં મિડલ ઈસ્ટર્ન અને મેડિટેરેનિયન ફ્લેવરનો સ્વાદ માણી શકશો. ઈસ્તાનબુલમાં એકથી ચડિયાતી એક સ્વાદિષ્ટ ડિશ તમે આરોગી શકો છો.
વર્લ્ડની બેસ્ટ રેસ્ટોરન્ટ :
ક્લાસિક ઈટાલિયન અને મોર્ડન અમેરિકન ડિશના સ્વાદની તમે મજા માણી શકો છો. ન્યુયોર્કમાં તમે દરેક ફ્લેવરના ભોજનનો સ્વાદ માણી શકો છો. તો રોમ રોમમાં પણ તમે ટ્રેડિશનલ પિઝાથી લઈને ક્લાસિક પાસ્તા સુધીની દરેક પ્રકારની સ્વાદિષ્ટ ડિશની મજા માણી શકશો.
કપલ્સમાં પેરિસ છે ફેવરિટ :
કપલ્સ માટે ફરવા જવા પેરિસ ફેવરિટ ગણાય છે. અહીં લોકોને દરેક પ્રકારના સ્વાદિત વ્યંજન ખાવા મળે છે. ક્લાસિક ફ્રેચથી મોર્ડન ફ્યૂઝન-ક્યુઝિન સુધીની દરેક પ્રકારની ડિશ ખુબ જ લોકપ્રિય હોય છે. તો શંધાઈ ભોજનના શોખીન લોકો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. અહીં તમે દરેક પ્રકારની ચાઈનીઝ ડિશનો પણ ટ્રેડિશન સ્વાદ માણી શકો છો.
આ પણ વાંચો :-