Home Blog Page 1147

Women Property Rights : જાણો પત્ની ક્યારે માંગી શકે છે પતિની મિલકતમાં પોતાનો હક

0

Women Property Rights

  • Women Property Rights : જો તમે એક મહિલા છો અને પતિ સાથે તમારા સંબંધો તુટી જાય છે તો તમારે જાણવું જોઈએ કે તમે શું દાવો કરી શકો છો. તમારે તમારા અધિકારો વિશે સ્પષ્ટપણે જાગૃત હોવું જોઈએ.

જો તમે એક મહિલા છો અને પતિ સાથે તમારા સંબંધો તુટી જાય છે તો તમારે જાણવું જોઈએ કે તમે શું દાવો કરી શકો છો. તમારે તમારા અધિકારો વિશે સ્પષ્ટપણે જાગૃત હોવું જોઈએ. જેથી સંબંધ તૂટ્યા (Relationship broke) પછી તમારે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ચાલો જાણીએ કે સંબંધ ખતમ થયા પછી મહિલાઓ શું દાવો કરી શકે છે.

જો મિલકત પતિ-પત્નીએ મળીને ખરીદી હોય :

જો પત્ની પતિથી અલગ થઈ ગઈ હોય તો તે તેના પતિના હિસ્સામાંથી તેના હિસ્સાનો કલેમ કરી શકે છે. તેના નામે 50 ટકા ઉપરાંતનો દાવો કરી શકાય છે. આ સાથે જ મહિલાને છૂટાછેડા ન થાય ત્યાં સુધી મિલકતમાં રહેવાનો અધિકાર પણ રહેશે.

જો મિલકત પતિના નામે હોય અને તેણે ખરીદી હોય :

જો મિલકત પતિના નામે હોય, તો પણ પત્ની તેના હિસ્સાનો દાવો કરી શકે છે કારણ કે તે વર્ગ 1 ની કાનૂની વારસદાર છે. છૂટાછેડામાં તેણી માત્ર ભરણપોષણ તરીકે પોતાનો હિસ્સો માંગી શકે છે.

જો મિલકત પતિના નામે હોય પણ પૈસા પત્નીએ આપ્યા હોય :

પતિ દાવો કરી શકે છે જ્યાં સુધી પત્ની મિલકત ખરીદી હોવાનો દાવો સાબિત ન કરે. જો તેણી આમ કરે છે, તો તે મિલકતમાં તેના હિસ્સાનો દાવો કરી શકે છે.

જો મિલકત પત્નીના નામે હોય અને પૈસા પતિએ આપ્યા હોય :

જ્યાં સુધી પતિ પોતાનું યોગદાન સાબિત ન કરે ત્યાં સુધી પત્ની સંપૂર્ણ માલિક રહેશે. જો તે સાબિત કરે છે, તો પત્ની છૂટાછેડામાં ભરણપોષણ હેઠળ જ તેનો દાવો કરી શકે છે. જો પત્નીને મુક્ત કરવામાં આવી રહી હોય, તો તે વર્ગ 1 કાનૂની વારસદાર હોવાને કારણે તેના પર હિસ્સાનો દાવો કરી શકે છે.

જો મિલકત પત્નીના નામે હોય અને તેણે પૈસા આપ્યા હોય :

મહિલાએ પોતાના પૈસાથી ખરીદેલી કોઈપણ મિલકત. લગ્ન પહેલા હોય કે પછી તે તેની જ રહેશે. તે તેને વેચી શકે છે, તેને પોતાની પાસે રાખી શકે છે અથવા તે જેને ઈચ્છે તેને ભેટ આપી શકે છે. તેનો નિર્ણય હશે.

આ પણ વાંચો :-

‘મારું સ્કર્ટ ઉંચું કરીને તેણે અંદર હાથ નાખ્યો’, હોળી પર અભિનેત્રી સાથે બની એક મોટી દુર્ઘટના

‘Lifting my skirt he put his hand inside

  • એક્ટ્રેસ અને મોડલ સોફિયા હયાત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તો બીજી તરફ તે પોતાના નિવેદનોને કારણે અહેવાલોમાં રહે છે. હાલમાં જ તેણે હોળી પાર્ટીની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

તેની દરેક તસવીર ટ્રેન્ડમાં (Image trend) રહે છે અને ચાહકો તેની બોલ્ડ તસવીરો જોવાનું પસંદ પણ કરે છે. એક સમયે દેશના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસમાં (Big Boss) જોવા મળેલી સોફિયા (Sofia) લાંબા સમયથી અન્ય કોઈ શોમાં જોવા મળી નથી. પરંતુ તે તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ શેર કરેલી હોળી પાર્ટીની ઘટના જાણીને તમે પણ ગુસ્સે થઈ જશો. સોફિયાએ કહ્યું કે હોળી પાર્ટીમાં તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. કોઈએ તેના સ્કર્ટની અંદર હાથ નાંખી દીધો હતો. આ ઘટના બાદ તેણી હચમચી ગઈ હતી.

સોફિયાએ એક ન્યૂઝ પોર્ટલને કહ્યું, “હું હોળીની પાર્ટીમાં ગઈ હતી જ્યાં ઘણા સેલેબ્સ આવ્યા હતા. હું દરેક સાથે ફોટા ક્લિક કરવામાં આરામદાયક અનુભવ કરતી નથી. પણ મને ખબર નહોતી, મેં ત્યાં પાણીપુરી ખાધી હતી, જેમાં કદાચ ગાંજો જેવો નશો ભેળવી દેવામાં આવ્યો હતો. તે ખાધા પછી હું નશામાં આવી ગઈ અને બધા સાથે ફોટા ક્લિક કરવા લાગી.

સોફિયાના જણાવ્યા મુજબ તે પાર્ટીમાં એક વ્યક્તિએ તેના સ્કર્ટની અંદર હાથ નાંખવાનો પ્રયાસ કર્યો. સોફિયાએ પહેલા તેની અવગણના કરી. પરંતુ જ્યારે તેણે ફરીથી આ બદકામ કર્યું, ત્યારે તેણે તે માણસને દૂર ધકેલી દીધો હતો. અભિનેત્રીએ આ ઘટના પર પોતાની નારાજગી વ્યક્ત કરી પરંતુ એમ પણ જણાવ્યું હતું કે તેના એક મિત્રએ તેની મદદ કરી અને તેના ઘરે છોડી દીધી.

સોફિયા હયાત તેના વિવાદો માટે પણ જાણીતી છે અને તે તેના બિકીની લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે. અભિનેત્રી બિગ બોસ સીઝન 7 માં જોવા મળી હતી. આટલું જ નહીં સોફિયા હયાતના ઘણા ફોટોશૂટે ઈન્ટરનેટ પર હંગામો મચાવ્યો હતો અને એક વખત તેણે ઓમના પોસ્ટર પાસે નગ્ન પોઝ પણ આપ્યો હતો. ત્યારબાદ તેની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

Most Expensive Wood : ચંદનના લાકડા કરતાં પણ મોંઘું છે આ લાકડું, 1 કિલોની કિંમતમાં તો આવી જશે લક્ઝરી કાર

Most Expensive Wood

  • African Blackwood : આ વૃક્ષના લાકડાના ઊંચા ભાવનું એક કારણ તેની મર્યાદિત સંખ્યા છે. આ વૃક્ષ વિશ્વમાં સૌથી દુર્લભ માનવામાં આવે છે. તેના એક વૃક્ષને ઉગાડવામાં 60 વર્ષ જેટલો સમય લાગે છે.

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે તેની ઊંચી કિંમતોને (High prices) કારણે હેડલાઇન્સમાં રહે છે. પછી ભલે તે ધાતુઓ, ખનિજો અથવા કુદરતી વસ્તુઓ વિશે હોય. આમાંના કેટલાકના ભાવ હંમેશા ચોંકાવનારા હોય છે. લાકડા સાથે પણ આવું જ કંઈક થાય છે. સામાન્ય રીતે જ્યારે લાકડાની વાત આવે છે. ત્યારે ચંદનને (Sandalwood) સૌથી મોંઘું લાકડું માનવામાં આવે છે. પરંતુ એવું નથી.

રિપોર્ટ અનુસાર, ચંદન વિશ્વનું સૌથી મોંઘું લાકડું નથી. આજે અમે તમને એ લાકડા વિશે જણાવીશું જે ચંદન કરતાં પણ અનેક ગણું મોંઘું છે. તે લાકડાના એક કિલોની કિંમત એટલી છે કે આટલા પૈસા આપીને તમે લક્ઝરી કાર ખરીદી શકો છો.

1 કિલો લાકડાની કિંમત 8 લાખ રૂપિયા  :

અમે તમને આ લાકડાની કિંમત જણાવીએ તે પહેલા ચંદનની કિંમત જાણવી જરૂરી છે. ચંદન સરેરાશ 7 થી 8 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. પરંતુ અમે તમને જે લાકડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેની સાથે આવું નથી. આફ્રિકન બ્લેકવુડ નામના આ લાકડાની કિંમત 8 હજાર પાઉન્ડ એટલે કે 7-8 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.

આ વૃક્ષ 25-40 ફૂટ ઊંચું છે :

આફ્રિકન બ્લેકવુડ વૃક્ષ સરેરાશ 25-40 ફૂટ ઊંચું હોય છે. આ વૃક્ષ વિશ્વના 26 દેશોમાં જોવા મળે છે. મૂળભૂત રીતે, તમે આ વૃક્ષ આફ્રિકન ખંડના મધ્ય અને દક્ષિણ ભાગોમાં વધુ જોશો. જો આ ઝાડમાંથી તમને 5-6 કિલો લાકડું મળે તો તેને વેચીને સરસ ઘર ખરીદી શકો છો.

એક વૃક્ષ ઉગાડવામાં 60 વર્ષ લાગે છે :

આ વૃક્ષના લાકડાના ઊંચા ભાવનું એક કારણ તેની મર્યાદિત સંખ્યા છે. આ વૃક્ષ વિશ્વમાં સૌથી દુર્લભ માનવામાં આવે છે. તેના એક વૃક્ષને ઉગાડવામાં 60 વર્ષ જેટલો સમય લાગે છે. આ તમામ કારણોને લીધે તેની કિંમતો સતત વધી રહી છે. મર્યાદિત સંખ્યા અને વધુ માંગને કારણે હવે આ લાકડાની ગેરકાયદેસર દાણચોરી પણ થઈ રહી છે.

આ લાકડું અહીં વપરાય છે :

અહેવાલ મુજબ ઘણા લક્ઝરી ફર્નિચર અને કેટલાક ખાસ સંગીતનાં સાધનો એટલે કે શહનાઈ, વાંસળી અને ઘણાં સંગીતનાં સાધનો આફ્રિકન બ્લેકવુડમાંથી બનાવવામાં આવે છે. કારણ કે આ લાકડાનો ઉપયોગ ખાસ ઉત્પાદનો બનાવવા માટે થાય છે તેથી તે આટલું મોંઘું છે.

આ પણ વાંચો :-

13 માર્ચ 2023, આજનું રાશિફળ : મહાદેવ આ રાશિના લોકો ઉપર થશે અતિપ્રસન્ન – એક વાર લખો “હર હર મહાદેવ”

13 March 2023, Today’s Horoscope

મેષઃ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતુ જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રા‌િપ્‍ત માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ નશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજ-શોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડાંમાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીનાં વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારનાં ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વદારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિનાં યોગ બને છે. આથી લોકોને સાલહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસનાં યોગ બને છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં તારીખે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, આ આગાહી ધ્રુજાવી નાંખશે !

0

Rain will break in these districts in

  • Gujarat Weather : હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની (Meteorological department) ગરમીને લઈને એક ભયાનક આગાહી સામે આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હિટવેવની આગાહી કરાઈ છે. તો 13 અને 18 માર્ચે કમોસમી વરસાદની (Unseasonal rain) આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી (Thunder storm activity) સાથે રાજ્યમાં વરસાદ રહેશે. આગામી 2 દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે.

જેના કારણે કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હિટવેવની આગાહી કરાઈ છે. 13 અને 14 માર્ચે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, કચ્છ, ડાંગ, તાપી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હિટવેવ વિસ્તારમાં બહાર ન જવા અપીલ કરાઈ છે અને જરૂરી ઉપાય કરવા અપીલ કરી છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગના મતે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મેહસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 12 માર્ચથી વાદળો બંધાશે. 14થી 17 માર્ચ કમોસમી વરસાદ વરસી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 25થી 28 માર્ચે ફરી કમોસમી વરસાદની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે. આ 3થી 8 એપ્રિલે વાતાવરણમાં પલટો આવશે. 14મી એપ્રિલે ફરી અષાઢી માહોલ જેમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સાથે જ આ દરમિયાન કરા પણ પડી શકે છે. માર્ચ મહિના દિવસો ખેડૂતો માટે સારા ગણાશે નહીં.

આ પણ વાંચો :-

વિધર્મી યુવકે યુવતીને ફસાવી : બિઝનેસમાં પાર્ટનર બનાવી 22 વર્ષીય યુવતી સાથે માણ્યું શરીરસુખ

0

The heretical young man trapped the girl

  • સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.

વેસુ (Vesu) વિસ્તારમાં વિધર્મી યુવકે 24 વર્ષય યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. વિધર્મી વસીમએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ લગ્નની લાલચ આપી દુષ્કર્મ (misdemeanor) આચર્યું હતું. વેસુ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતો સનરાઈઝ ઇવેન્ટનો માલિક વસીમએ વેસુ વિસ્તારમાં રહેતી મેંદી મૂકવાનું કામ કરતી 24 વર્ષ યુવતીને નામ બદલી પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં વસીમ અકરમએ પોતાના સનરાઈઝ ઇવેન્ટમાં યુવતીને ભાગીદાર પણ બનાવી હતી. યુવતીને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચારતો હતો. જોકે બાદમાં યુવતીને વિધર્મી યુવકની અસલી ઓળખની જાણ થઈ જતા યુવતીએ વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

27 વર્ષીય વિધર્મી વસીમ અકરમ મૂળ રાજસ્થાનનો વતની છે. લગ્ન પ્રસંગમાં મંડપ ડેકોરેશન ઇવેન્ટ મેનેજમેન્ટનો કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી વસીમએ પોતાનું નામ વાસુ હોવાનું કહી યુવતી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ પોતાના ઇવેન્ટ મેનેજમેન્ટમાં ભાગીદાર પણ બનાવ્યું હતું.

આરોપીએ વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું. ઈવેન્ડ મેનેજમેન્ટની ઓફિસ શીફટીંગ કરતા યુવતીને આધારકાર્ડ મળતા વિધર્મી ભાંડો ફૂટ્યો હતો. આ વિધર્મી વસીમ છે ના કે વાસુ યુવતીએ ઘટનાને લઈ વેસુ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વેસુ પોલીસ મથકના પીઆઇ જણાવ્યું હતું કે ભોગ બનનારે ફરિયાદ આપી હતી કે ઉધના વિસ્તારમાં રહેતો 24 વર્ષીય વાસુ વાલડીયા ઉર્ફે અકરમ વાહિલે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હોય તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. ભોગ બનનાર મહેન્દુ મુકવાનું કામ કરે છે.

આરોપી લગ્નના ઇવેન્ટમાં મેનેજમેન્ટ નું કામ કરે છે.કોઈ પ્રસંગમાં બંને ભેગા થયા હતા. બંને સાથે મળીને ભાગીદારીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ નો બિઝનેસ શરૂ કર્યો હતો. ઇવેન્ટ મેનેજમેન્ટ ની ઓફિસ બીજી જગ્યાએ બદલતા હતા. દરમિયાન ભોગ બનનાર ને આરોપીનો આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેમાં આરોપીની સાચી હકીકત સામે આવી હતી.

આ પણ વાંચો :-

Ameerah Al Taweel : હિંદૂ ધર્મનો અભ્યાસ કરનાર આ મુસ્લિમ દેશની રાજકુમારી સામે હીરોઈનો પણ છે ફિક્કી !

Ameerah Al Taweel

  • તવીલ માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. 18 વર્ષની ઉંમરે તે સાઉદી પ્રિન્સ અલ વાલિદ બિન તલાલના પ્રેમમાં કેદ થઈ ગઈ હતી. તે તેના કરતા 28 વર્ષ મોટો હતો.

દુનિયામાં ઘણા એવા રાજવી પરિવારો છે, જેમની અઢળક સંપત્તિ સામે બ્રિટનનો શાહી પરિવાર (Britain’s royal family) ક્યાંય ઊભો નથી. આ પરિવારોની મહિલાઓની સ્થિતિ અલગ છે. તેમની સુંદરતાની ચર્ચા આખી દુનિયામાં થાય છે. તેમાંથી એક અમીરા અલ તાવીલ છે, જે સાઉદી અરેબિયાના શાહી પરિવારનો ભાગ છે અને પ્રખ્યાત ઉદ્યોગપતિ અલ વાલીદની પૂર્વ પત્ની છે.

અમીરા અલ તાવીલનું નામ દુનિયાભરના શાહી લોકોની યાદીમાં સૌથી ઉપર આવે છે. તેમને બ્યુટી વિથ બ્રેઈન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. અમીરાના લગ્ન 18 વર્ષની ઉંમરે થયા હતા. ત્યારે જ તે 5 બિલિયન ડોલરની રખાત બની ગઈ હતી. વર્ષ 2013માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી તેણે યુએઈના બિઝનેસમેન ખલીફા બિન બુટ્ટી અલ મુહૈરી સાથે લગ્ન કર્યા.

તે ઘણા કારણોસર હેડલાઇન્સમાં રહી છે. આમાંથી પ્રથમ અન્ય ધર્મોનો અભ્યાસ કરવાનો છે અને બીજો સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવા બદલ ધરપકડ છે. અમીરાએ યુનિવર્સિટી ઓફ હેવન (University of Haven) અને લંડનની કિંગ્સ કોલેજ, યુકેમાંથી તુલનાત્મક ધર્મનો અભ્યાસ કર્યો છે. તેણે ખ્રિસ્તી, યહુદી અને હિંદુ ધર્મનો અભ્યાસ કર્યો છે.

તેણી કહે છે કે આ અભ્યાસે તેણીની આંખો ખોલી અને અન્ય ધર્મો માટે તેણીનું સન્માન વધાર્યું. જ્યારે પણ સાઉદી અરેબિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારે બુરખા-હિજાબ પહેરેલી મહિલાઓ ધ્યાનમાં આવે છે. પણ અમીરાએ વિચાર બદલવાનો પૂરો પ્રયાસ કર્યો. વર્ષ 2016માં તેણે હિજાબ પહેર્યા વગર સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી હતી. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.

હવે જ્યારે અમીરા એક ઈવેન્ટમાં જાય છે ત્યારે તે ડ્રેસ અને ગાઉનમાં જોવા મળે છે. તે દરેક ડ્રેસને એકદમ પરફેક્શન સાથે કેરી કરે છે અને તેમાં તે ખૂબ જ સેક્સી લાગે છે. તેની ફેશન સેન્સ પણ શાનદાર છે. તેણી જાણે છે કે તેના પર કયા પ્રકારનાં કપડાં સારા લાગે છે.

અમીરા તેના પતિ ખલીફા બિન બુટ્ટી અલ મુહૈરી સાથે એક ઈવેન્ટમાં જોવા મળી ત્યારે સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ હતી. તેણે તેમાં બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તે આ ડ્રેસમાં તબાહી મચાવી રહી હતી અને લોકો તેના પરથી નજર હટાવી શકતા ન હતા. તેણે આ ડ્રેસ સાથે ડાયમંડ જ્વેલરી પહેરી હતી.

તવીલ માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ પ્રખ્યાત છે. 18 વર્ષની ઉંમરે તે સાઉદી પ્રિન્સ અલ વાલિદ બિન તલાલના પ્રેમમાં કેદ થઈ ગઈ હતી. તે તેના કરતા 28 વર્ષ મોટો હતો. અલ વાલીદ સાથેના લગ્ન પછી તે સાઉદી શાહી પરિવારની રાજકુમારી બની ગઈ. પરંતુ વર્ષ 2013માં બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા.

 

IPLમાં ચીયરલીડર હતી આ સ્ટાર ખેલાડીની બહેન, નામ જાણીને ઉડી જશે તમારા હોશ !

0

The sister of this star player was

  • Indian Premier League 2023 : આઈપીએલ 2023 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPL વિશ્વની સૌથી મોટી લીગ છે, અહીં રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે. ત્યારે એક ખેલાડીની બહેન પણ આ લીગમાં ચીયરલીડર રહી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સના ચીયર લીડિંગ ગ્રુપનો એક ભાગ હતી. આ ખેલાડીની ગણતરી વિશ્વના સૌથી સફળ ઓલરાઉન્ડરોમાં થાય છે.

દક્ષિણ આફ્રિકાના (South Africa) સ્ટાર ક્રિકેટર જેક કાલિસની (Jacques Kallis) ગણના વિશ્વના બેસ્ટ ઓલરાઉન્ડરોમાં થાય છે. તે વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટેસ્ટ અને ODI ફોર્મેટમાં 10,000 થી વધુ રન બનાવ્યા છે અને 250 થી વધુ વિકેટ પણ લીધી છે.

જેક કાલિસ IPL 2009 દરમિયાન ચર્ચામાં આવ્યો જ્યારે તેની બહેન જેનીન કાલિસ (Janine Callis) એક ચીયરલીડર તરીકે IPLમાં ભાગ લઈ રહી હોવાનું બહાર આવ્યું હતુ.

જેનીન કાલિસ IPL 2009 દરમિયાન ચીયરલીડર તરીકે ભારત આવી હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે આ કામ શોખ માટે કરે છે અને તેના વિશે કોઈ શું વિચારે છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ચીયરલિડિંગ ગ્રુપનો ભાગ હતી.

જીની કાલિસ વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે અને લંડનમાં રહે છે. તેણીએ હવે ચીયરલીડિંગ છોડી દીધું છે. તે હવે પરિણીત છે અને એક પુત્રીની માતા પણ છે.

કાલિસે તેની ટેસ્ટ કારકિર્દીમાં 166 મેચ રમી છે અને 55.37ની એવરેજથી 13289 રન બનાવ્યા છે. જ્યારે ODI કારકિર્દીમાં તેણે 328 મેચ રમી છે અને 44.36ની એવરેજથી 11579 રન બનાવ્યા છે.

ટેસ્ટ કરિયરમાં તેણે 166 મેચમાં 292 વિકેટ લીધી હતી. તે જ સમયે, ODI કારકિર્દીમાં, તેણે 328 મેચમાં 273 વિકેટ લીધી. તેની T20 કારકિર્દીમાં, તેણે 25 મેચ રમી, જેમાં 666 રન બનાવ્યા અને 12 વિકેટ લીધી.

આ પણ વાંચો :-

Marutiની 5 કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, ન તો SUV ન તો 7 સીટર, કિંમત 3.53 લાખથી શરૂ

Customers broke down on 5 Maruti cars

  • Maruti Best Selling Cars : અહીં અમે તમને મારુતિ સુઝુકીની 5 સૌથી વધુ વેચાતી કાર વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ 5 કારમાંથી 4 હેચબેક છે અને એક સેડાન છે.

Maruti Best Selling Cars : મારુતિ સુઝુકી (Maruti Suzuki) લાંબા સમયથી દેશની સૌથી મોટી કાર સેલિંગ કંપની છે. ફેબ્રુઆરી મહિનામાં મારુતિએ (Maruti) અજાયબીઓ કરી હતી. ટોચની 10 સૌથી વધુ વેચાતી કારમાંથી પ્રથમ 6 કાર માત્ર મારુતિ સુઝુકીની છે. ટોપ 10ની યાદીમાં બે વાહનો ટાટા મોટર્સ (Tata Motors) અને એક હ્યુન્ડાઈના (Hyundai) છે. અહીં અમે તમને મારુતિ સુઝુકીની 5 સૌથી વધુ વેચાતી કાર વિશે જણાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ 5 કારમાંથી 4 હેચબેક છે અને એક સેડાન છે.

Maruti Suzuki Baleno : બલેનો ગયા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી કાર રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં તેનું વેચાણ સતત વધી રહ્યું છે. મારુતિ સુઝુકીએ ફેબ્રુઆરીમાં બલેનોના 18,592 યુનિટ્સનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બલેનોને 12,570 ખરીદદારો મળ્યા હતા. એટલે કે તેના વેચાણમાં 47.91 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની કિંમત 6.56 લાખથી શરૂ થાય છે.

Maruti Suzuki Swift : બજારમાં હાલમાં સ્વિફ્ટના નવા મોડલની રાહ જોવાઈ રહી છે, તેમ છતાં સ્વિફ્ટ તેની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહી છે. ફેબ્રુઆરીમાં હેચબેકે 18,412 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીએ તેના વેચાણમાં 4 ટકાનો ઘટાડો થયો છે.

Maruti Suzuki Alto : મારુતિ સુઝુકીની સૌથી નાની હેચબેક પણ સારી કામગીરી કરી રહી છે. અલ્ટોએ ફેબ્રુઆરીમાં 18,114 યુનિટ વેચ્યા છે અને તે ત્રીજી સૌથી વધુ વેચાતી કાર રહી છે. અલ્ટોની કિંમત રૂ. 3.53 લાખથી શરૂ થાય છે.

આ પણ વાંચો :-

Portable Fridge : ભારતનું સૌથી સસ્તું પોર્ટેબલ રેફ્રિજરેટર, કારમાં પણ સાથે રાખીને ફરી શકશો

Portable Fridge

  • Car Fridge : આ ફ્રિજની સૌથી મોટી ખાસિયત તેની કિંમત અને મજબૂત ડિઝાઈન છે, જેના કારણે યુઝર્સ તેને ગમે ત્યાં લઈ જઈ શકે છે અને તેને ઓછામાં ઓછી જગ્યામાં ફીટ કરી શકે છે.

જે લોકો સતત મુસાફરી કરે છે, તેમના માટે બજારમાં ઘણા પ્રકારના પોર્ટેબલ ફ્રિજ (Portable fridge) ઉપલબ્ધ છે જેથી ઉનાળાની ઋતુમાં તેમને કોઈ સમસ્યા ન થાય. કેટલાક કૂલિંગ ચેમ્બર (Cooling chamber) પણ ઉપલબ્ધ છે જે તમે મુસાફરી દરમિયાન તમારી સાથે રાખી શકો છો. તમારા પીણાં. ઠંડા રાખી શકો છો. ઉનાળાની ઋતુમાં એવરેજ કુલીંગ ખૂબ જ જરૂરી છે.

આવી સ્થિતિમાં તમે તમારી કાર રોકો અને હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં રોકાઈ જાઓ અને ત્યાંથી ઠંડુ પાણી અથવા ઠંડા પીણા ખરીદો, આમ કરવાથી તમને ઘણો ખર્ચ થઈ શકે છે. જો તમે પણ સતત મુસાફરી કરવાના શોખીન છો, તો આજે અમે તમારા માટે એક એવું પોર્ટેબલ રેફ્રિજરેટર (Portable refrigerator) લાવ્યા છીએ. જે તમને ખૂબ ગમશે અને તેની પાછળનું કારણ છે તેની કિંમત અને તેમાં મળતુ જોરદાર મજબૂત કુલિંગ..

કયું છે આ રેફ્રિજરેટર?

રેફ્રિજરેટરનું નામ Goldie Mini Refrigerator Portable Fridge છે અને ગ્રાહકો તેને Amazon પરથી ખરીદી શકે છે. જો આપણે તેની કિંમત વિશે વાત કરીએ તો તેની વાસ્તવિક કિંમત લગભગ ₹5000 છે, પરંતુ આ સમયે ગ્રાહકોને 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ત્યારબાદ તેને ખરીદવા માટે માત્ર ₹2000 ચૂકવવા પડશે. આ શ્રેણીમાં બજારમાં કોઈ પોર્ટેબલ રેફ્રિજરેટર ઉપલબ્ધ નથી અને જો ઉપલબ્ધ હોય તો પણ તે તમામ સમાન સુવિધાઓ પ્રદાન કરતું નથી, અને તેની કિંમત પણ આટલી ઓછી નથી. આ એક હળવા વજનનું રેફ્રિજરેટર છે જેને તમે સરળતાથી જોડે રાખી શકો છો અને તમારી કારમાં પણ વાપરી શકો છો.

વિશેષતા શું છે?

જો આપણે આ પોર્ટેબલ રેફ્રિજરેટર વિશે વાત કરીએ, તો તમને તેના પર ઘણી બધી સુવિધાઓ જોવા મળશે. આમાં, સૌ પ્રથમ, ગ્રાહકોને રેફ્રિજરેટરની અંદર એક જબરદસ્ત ઇન્સ્યુલેશન લેયર, સીલિંગ સ્ટ્રીપ, ઓવરલોડ પ્રોટેક્શન સાથે કૂલિંગ ફેન પણ ઉપલબ્ધ છે.

આ કારણે તમે રેફ્રિજરેટરને થોડા કલાકો માટે ચાલુ રાખી દો અને થોડા કલાકો પછી તેને ચાલુ કરો તો પણ અંદરની ઠંડક જળવાઈ રહે છે. આ રેફ્રિજરેટર તમારી કાર સાથે જોડાય છે અને તેમાંથી પાવર લે છે. તેની કિંમત માત્ર ₹ 2000 હોવાને કારણે, તમે તેને સરળતાથી ખરીદી શકો છો.

આ પણ વાંચો :-