Home Blog Page 1144

22 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે લક્ષ્મીજીની અસીમ કૃપાથી આ 7 રાશિના જાતકોને નહિ નડે વિઘ્ન

22 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ-બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતી. નોકરીમાં બઢતી, પ્રગતી સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્ર વર્ગ તરફથી સાથ-સહકાર મળે.

વૃષભ
દિવસ દરમિયાન મોજશોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતી થતી જણાય. દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.

મિથુન
સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતીથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્ક
બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથે આનંદ. બપોર બાદ ઉદાસીનતાનો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસીથી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.

સિંહ
પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યા
સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલા
આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. સ્થાવર જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃશ્ચિક
આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધન
સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચકોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવવો. શક્ય બને.

મકર
ખેડૂતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ-બગીચાની શોભા વધે. ધન પ્રાપ્‍તી થાય. સત્તા, હોદ્દો, માન, સન્માન વધતા જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભ
બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ બપોર બાદ આનંદ. ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીન
બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી-ધંધામાં પ્રગતી થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.

આ પણ વાંચો :-

Diesel Price : ડીઝલ પર મોટું અપડેટ, વધ્યા આટલા રૂપિયા, ચેક કરો નવા ભાવ

0

Diesel Price 

  • Diesel Price Update : ઈંધણના ભાવમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર સામાન્ય લોકો ઉપર પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તો અનેક અન્ય સામાનના ભાવમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત જો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થાય તો લોકોના ખિસ્સા ઉપર પણ તેની અસર થતી હોય છે.

ઈંધણના (Fuel) ભાવમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર સામાન્ય લોકો ઉપર પડે છે. પેટ્રોલ અને ડીઝલના (Diesel) ભાવમાં વધારો થાય તો અનેક અન્ય સામાનના ભાવમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત જો પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવ ઓછા થાય તો લોકોના ખિસ્સા ઉપર પણ તેની અસર થતી હોય છે. જયારે ડીઝલના ભાવ અંગે હવે એક મોટું અપડેટ આવ્યું છે.

ડીઝલની નિકાસ :

સરકારે ડીઝલની નિકાસ પર લાગનારા અપ્રત્યાશિત લાભ કર (Windfall Profit Tax) માં વધારો કરતા તેને એક રૂપિય પ્રતિ લીટર કરી દીધો છે. જ્યારે ઘરેલુ સ્તર પર ઉત્પાદન થતા ક્રૂડ ઓઈલ પર ટેક્સમાં કાપ મૂકાયો છે. સરકાર તરફથી આ જાણકારી 20 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા એક આદેશમાં આપવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું કે ઓએનજીસી જેવી તેલ ઉત્પાદક કંપનીઓના ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર લાગનારી ડ્યૂટીને 4400 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 3500 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવી છે.

ટેક્સ :

ડીઝલ નિકાસ પર કર 0.50 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને એક રૂપિયો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. વિમાન ઈંધણ એટીએફ પર લાગતા કરમાં કોઈ ફેરફાર કરાયો નથી. જે હજુ પણ શૂન્ય છે. આદેશમાં કહેવાયું છે કે નવા કરના દરો 21 માર્ચથી પ્રભાવમાં આવશે. જમીન અને સમુદ્રના પેટાળમાંથી કાઢવામાં આવતા ક્રૂડ ઓઈલ પર પ્રોસેસ કરીને તને પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઈંધણ જેવા અલગ અલગ ઈંધણોમાં ફેરવવામાં આવે છે.

અપ્રત્યાશિત લાભ કર :

ગત ચાર માર્ચે સરકારે ડીઝલની નિકાસ પર લાગતા અપ્રત્યાશિત લાભ કરમાં કાપ કરતા 0.50 રૂપિયા પ્રતિ લીટર કરવાની સાથે જ વિમાન ઈંધણ એટીએફ પર લાગતા કરને શૂન્ય કરી દીધો હતો. સરકારે ગત વર્ષ જુલાઈમાં પહેલીવાર ઓઈલ ઉત્પાદક કંપનીઓ પર અપ્રત્યાશિત લાભ કર લગાવ્યો હતો.

આ પણ વાંચો :-

‘જી રહે થે હમ’.. સલમાનના અવાજમાં રિલીઝ થયું ફિલ્મનું નવું ગીત, લોકો કરી રહ્યા છે ટ્રોલ

‘Jee Reah Te Hum’.. New song released  

  • સલમાન ખાનની આવનાર ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે સલમાન ખાનની ફિલ્મનું લેટેસ્ટ રોમેન્ટિક સોન્ગ Jee Rahe The Hum રિલીઝ કરવામાં આવ્યું છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાને (Bollywood actor Salman Khan) 30 વર્ષથી ઈન્ડસ્ટ્રી પર વર્ચસ્વ જમાવ્યું છે. હવે તે વધુ એક નવી બ્લોકબસ્ટર આપવાની તૈયારી કરી રહ્યો છે. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના ખાસ અવસર પર રિલીઝ થવા જઈ રહી છે અને સલમાન ખાનની આવનાર ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મનું લેટેસ્ટ રોમેન્ટિક સોન્ગ Jee Rahe The Hum રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતની ખાસ વાત એ છે કે સલમાન ખાને પોતે આ ગીત ગાયું છે.

લગભગ આઠ વર્ષ પહેલાં સલમાન ખાને ‘મૈં હું હીરો તેરા‘ સાથે તેની શાનદાર ગાયકીનું પ્રદર્શન કર્યું હતું અને બ્લોકબસ્ટર ગીત આપ્યા પછી હવે સલમાન ખાન અમલ મલિક સાથે એક નવા ગીત સાથે પાછો ફર્યો છે.

ઈદ પર રિલીઝ થશે ફિલ્મ  :

સલમા ખાન દ્વારા નિર્મિત કિસી કા ભાઈ કિસી કી જાનનું નિર્દેશન ફરહાદ સામજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન, વેંકટેશ દગ્ગુબાતી, પૂજા હેગડે, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહેનાઝ ગિલ, પલક તિવારી અને વિનાલી ભટનાગર છે. સલમાન ખાનની ફિલ્મમાં એક્શન, કોમેડી, ડ્રામા અને રોમાન્સ ભરપૂર જોવા મળશે અને આ ફિલ્મ 2023ની ઈદ પર રિલીઝ થવાની છે.

આ પણ વાંચો :-

MLA લખેલી થાર ગાડીઓનો માંડવી બીચ પર ત્રાસ, સ્ટંટ કરીને મુસાફરોને કરે છે પરેશાન

0

Thar cars written by MLA harass passengers  

  • Thar Stunt Video : કચ્છના માંડવી બીચ પર ગાડીઓના સ્ટંટથી લોકોને હાલાકી. MLA લખેલી 3 થાર ગાડીથી સ્ટંટ કરતો વીડિયો વાયરલ. નંબર પ્લેટ વગરની ગાડીઓથી નબીરાઓએ કર્યા સ્ટંટ. નબીરાઓ સ્ટંટ કરી લોકોના જીવ મૂકી રહ્યા છે જોખમમાં.

Kutch Mandavi Beach : કચ્છનો માંડવી બીચ ગુજરાતનું ફેવરિટ ટુરિઝમ સ્પોટ (Favorite tourism spot) છે. તે ગુજરાતના જોવાલાયક સ્થળોમાંનું એક છે જ્યાં બારેમાસ પ્રવાસીઓ આવતા હોય છે. પરંતુ હાલ માંડવી બીચ (Mandavi Beach) પર આવતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે ત્રણ થાર ગાડીઓ તેમની આસપાસ ફર્યાં કરે છે. માંડવી બીચ પર ત્રણ થારના સ્ટંટથી પ્રવાસીઓ પરેશાન બન્યા છે. ખાસ વાત તો એ છે કે નંબર પ્લેટ વગરની થાર ગાડીઓ (Thar Car) અહી સ્ટંટ કરી રહી છે.

કચ્છના માંડવી બીચ પર આજકાલ એક નજારો જોવા મળી રહ્યો છે. જેમાં નંબર પ્લેટ વગરની ત્રણ થાર ગાડી દરિયા કિનારે સ્ટંટ કરતી દેખાઈ રહી છે. કેટલાક નબીરા થાર ગાડી લઈને સ્ટંટ કરતા હોવાનું ચર્ચાય છે. ત્યારે નબીરાઓના આ સ્ટંટથી બીચ પર ફરવા આવતા લોકોમાં પરેશાની પેદા થઈ રહી છે.

એક તરફ માંડવી એ કચ્છનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે. અહીંના રમણિય દરિયા કિનારા પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ખાસ રજાના દિવસોમાં કે ઉનાળાના દિવસોમાં બીચ પર લોકોની ભીડ જામતી છે. ત્યારે આ થાર ગાડીઓ લોકોને પરેશાન કરે છે. ચર્ચા છે કે થાર ગાડીઓ પર એમએલએ (ધારાસભ્ય) લખેલું છે. જોખમી રીતે જીપ ચલાવીને પ્રવાસીઓને પરેશાન કરવામાં આવી રહ્યાં છે.

આ જીપમાં બે લાલ રંગની અને એક કાળા રંગની હતી. અને તેના પર એમએલએ લખેલી પ્લેટ હતી. નોંધનીય છે કે બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પણ આ ઘટના અંગે પોલીસ અજાણ હોય તેવુ લાગી રહ્યું છે. આ પ્રકારના સ્ટંટ બીચ પર જોખમી બની શકે છે. પોલીસે આ ઘટનામાં તપાસ કરી જવાબદાર જીપ ચાલકો સામે પગલા ભરવા જોઈએ એવું જાગૃત નાગરિકોનું માનવું છે.

આ પણ વાંચો :-

92 વર્ષની ઉંમરમાં પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે આ બિઝનેસમેન, 66 વર્ષની મહિલા સાથે સગાઈની કરી જાહેરાત

The businessman, who is about 

  • મીડિયા ટાઈકૂન રૂપર્ટ મર્ડોક હવે પાંચમી વખત લગ્ન કરવા તૈયાર છે. તેમણે સગાઈની જાહેરાત કરી છે. આ વખતે તે 66 વર્ષની મહિલાની સાથે લગ્ન કરશે. બન્નેએ પોતાના રિલેશનને લઈને નિવેદન જાહેર કર્યા છે. મર્ડોકે જણાવ્યું કે તે પ્રપોઝ કરતી વખતે કેટલા ગભરાયેલા હતા.

મીડિયા ટાઈકૂન રૂપર્ટ મર્ડોકે (Media tycoon Rupert Murdoch) 5મી વખત લગ્ન કરવાની જાહેરાત કરી છે. પોતાના જ પાર્ટનર એન લેસલી સ્મિથ (Ann Leslie Smith) સાથે તેમણે સગાઈની જાહેરાત કરી છે. લેસલી પોલીસ અધિકારીઓના કાઉન્સલિંગનું કામ કરતી હતી.

ઈવેન્ટમાં મળ્યા હતા  :

લગ્નની જાહેરાત લોકો માટે ચોંકાવનારી એટલા માટે છે કારણ કે મર્ડોકની ઉંમર 92 વર્ષ છે. તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઈવેન્ટ વખતે 66 વર્ષના લેસલીને મળ્યા હતા. તેમણે પોતાના પ્રકાશનોમાં આ વાત જણાવતા કહ્યું, “મને પ્રેમમાં પડવાથી ડર નથી લાગતો. પરંતુ હું જાણતો હતો કે આ મારો છેલ્લો પ્રેમ હશે. આ સારૂ હશે, હું ખુશ છું.”

જણાવી દઈએ કે ગયા વર્ષે જ પોતાની ચૌથી પત્ની જેરી હોલથી તેઓ અલગ થયા છે. ત્યાં જ લેસલી સ્મિથને લઈને તેમણે જણાવ્યું કે તે પ્રપોઝ કરવી વખતે ગભરાયેલા હતા. લેસલીની વાત કરીએ તો તેમના પતિનું મોત થઈ ચુક્યું છે. તે એક ગાયક અને રેડિયો ટીવી એક્ઝિક્યુટિવ હતા.

સંબંધને લઈને લેસલી સ્મિથે શું કહ્યું? 

મર્ડોકની સાથે સંબંધને લઈને લેસલીએ કહ્યું, “અમારા બન્ને માટે આ ભગવાનની ગિફ્ટ છે. અમારી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. હું છેલ્લા 14 વર્ષથી વિધવા છું. મારા પતિ પણ રૂપર્ટની જેમ જ બિઝનેસમેન હતા. આ કારણે હં તેમની ભાષા બોલી શકું છું. અમારા વિચારો પણ એક જેવા છે.”

મર્ડોકને પહેલા ત્રણ લગ્નથી છ બાળકો છે. તેમણે કહ્યું, “અમે બન્ને જીવનનો બીજો ભાગ એક બીજાની સાથે પસાર કરવા માટે ઉત્સુક છીએ.”

આવતા વર્ષે કરશે લગ્ન  :

મીડિયા અહેવાલ અનુસાર, મર્ડોક અને લેસલી આવતા વર્ષે લગ્ન કરશે. લગ્ન બાદ બન્ને કેલિફોર્નિયા, મોંટાના, ન્યૂયોર્ક અને બ્રિટનના અલગ અલગ સ્થાનો પર જીવનની મજા ઉઠાવશે. તે પહેલા મર્ડોકના લગ્ન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ અટેન્ડેન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ મૂળના પત્રકાર એના માન અને ચીની મૂળની વ્યવસાયી વેંડી ડેંગની સાથે થયા હતા.

પહેલી પત્નીઓ સાથે ક્યારે થયા લગ્ન ? 

  • પહેલા લગ્ન 1956માં પેટ્રિશિયા બુકર સાથે થયા હતા જે 1967 સુધી ચાલ્યા.
  • બીજા લગ્ન 1967માં એના માન સાથે થયા અને 1999 સુધી ચાલ્યા.
  • વર્ષ 1999માં ત્રીજા લગ્ન વેંડી ડેંગ સાથે થયા અને 2013માં બન્નેનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.
  • 2016માં મોડલ જેરી હોલ સાથે ચોથા લગ્ન કર્યા. બન્ને 2022માં અલગ થયા.

આ પણ વાંચો :-

કિરણ ખેરને ફરી થઈ ગંભીર બીમારી : હાલમાં જ બ્લડ કેન્સરને આપી હતી મ્હાત

Kiran Kher has suffered a serious  

  • વર્ષ 2021માં કિરણ ખેરને બ્લડ કેન્સર થયું હતું. તેમાંથી સાજા થયા બાદ હાલ કિરણ ખેર કોરોના સંક્રમિત થઈ છે.

કોવિડ 19 રોગચાળાનો ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. જો કે હવે તેના કેસ પહેલા કરતા ઓછા થયા છે પણ તેમ છતાં લોકો તેનો શિકાર બની રહ્યા છે.  આપણે બધા જાણીએ છીએ કે કોરોના મહામારી સમયે ઘણા લોકો સંક્રમિત થયા હતા અને આ વાયરલની ઝપેટમાં બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs) આવી ગયા હતા. હાલ કોરોના ફરી માથું ઊંચકાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

કિરણ ખેર કોરોનાથી સંક્રમિત થઈ :

જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી કિરણ ખેર (Kiran Kher) કોરોનાથી સંક્રમિત થઈ છે. અને કિરણે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી લખ્યું હતું કે ‘હું કોરોના સંક્રમિત થઈ છું એટલે જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તેમને તેનો ટેસ્ટ કરાવવો જોઈએ.’ જણાવી દઈએ કે જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ફેન્સ ખૂબ જ ચિંતિત છે.

નોંધનીય છે કે કિરણ ખેર બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરની પત્ની અને અભિનેતા સિકંદર ખેરની માતા છે.

કિરણ ખેરને થયું હતું બ્લડ કેન્સર  :

જણાવી દઈએ કે વર્ષ 2021માં કિરણને મલ્ટિપલ માયલોમા જે બ્લડ કેન્સરનો એક પ્રકાર હોવાનું નિદાન થયું હતું. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કિરણનું કેન્સર હવે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગયું છે એવામાં હાલ એમના કોવિડ પોઝિટિવના સમાચાર મળ્યા પછી તેના ચાહકો તેમના સ્વાસ્થ્યને લઈને ઘણા ચિંતિત છે.

આ પણ વાંચો :-

Honeymoon માટે એકલી જ નીકળી 37 વર્ષની સિંગલ મહિલા, પાર્ટનર માટે રાખી છે આ ખાસ શરત !

37-year-old single woman went alone
  • Solo Honeymoon : આ સ્ટોરી એટલા માટે પણ ખાસ છે કારણ કે એવું માનવામાં આવે છે કે માત્ર કપલ્સ જ Honeymoon માટે જઈ શકે છે. એકલી વ્યક્તિ હનીમૂન પર જઈ શકતી નથી. પરંતુ મહિલાની આ વાર્તા ખૂબ જ ફિલ્મી છે અને તે એકલી હનીમૂન પર નીકળી છે.

Honeymoon કોઈપણ કપલ માટે ખૂબ જ યાદગાર હોય છે. તેમની યાદો જીવનભર સાચવવા માંગે છે. પરંતુ વિચારો કે જો કોઈ એકલી વ્યક્તિ Honeymoon પર જાય છે તો તે કદાચ ખૂબ જ અનોખો કિસ્સો હશે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક 37 વર્ષીય સિંગલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર હનીમૂન (Influencer honeymoon) પર નીકળતાં હંગામો મચ્યો છે. તેણે જણાવ્યું છે કે તે કેવા પાર્ટનરની શોધમાં છે.

હકીકતમાં યુરોપની સોશિયલ મીડિયા ઈન્ફ્લુન્સર બ્રિટ્ટેની એલીન તાજેતરમાં ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે એકલા હનીમૂન પર જવાનું નક્કી કર્યું. તે ફ્રાંસ અને ઈટાલીમાં તેના ડ્રીમ વેકેશન પર ગઈ હતી. મીડિયાના અહેવાલો અનુસાર તેના માતા-પિતા સપોર્ટિવ છે અને તેઓએ તેના પર ક્યારે લગ્ન કરવા અને ક્યારે ઘર વસાવી લેવાનું દબાણ નથી કર્યું.

તે કહે છે કે તેના પરિવારે તેને જીવન ખુલ્લી રીતે જીવવાની પ્રેરણા આપી છે. તેઓ એમ પણ કહે છે કે તેને એવો જીવનસાથી જોઈએ છે જે તેના પરિવારની જેમ વિચારે અને સ્વતંત્ર હોય.

જોકે એકવાર તે ચોક્કસપણે રિલેશનશિપમાં રહી છે જ્યારે 20 વર્ષની ઉંમરે તે સ્કૂલમાં એક છોકરા સાથે પ્રેમમાં પડી હતી. પરંતુ પછીના કેટલાક વર્ષોમાં તેનું તેની સાથે બ્રેકઅપ થઈ ગયું. આ ઘટના બાદ તેણે વિચાર્યું કે તે પાર્ટનર વગર પણ હનીમૂન પર જઈ શકે છે.

આ બહાને તે ઓછામાં ઓછા એવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકે છે જ્યાં જવાનું તેનું સ્વપ્ન છે. હવે 37 વર્ષની ઉંમરે તેણીને સમજાયું છે કે તેણી શેની રાહ જોઈ રહી છે. હાલમાં તે સિંગલ છે અને ફરતી રહે છે.તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે કહે છે કે તે તેના જીવનસાથીની રાહ જોઈ રહી છે પરંતુ તેમ છતાં તેને કોઈ ઉતાવળ નથી.

આ પણ વાંચો :-

ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ આ છે ! જ્યાં એક રસોડે એકસાથે જમે છે આખા ગામના લોકો

0

This is the best and ideal village of Gujarat 

  • Chandanki Village : મહેસાણાના બહુચરાજીમાં આવેલું ચાંદણકી ગામ દેશનું એકમાત્ર એવુ ગામ છે. જ્યાં તમામ લોકો એક રસોડે જમે છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે.

એક આદર્શ ગામ તરીકે તમને કોઈ ગામનું નામ લેવું હોય તો કયું લો. ત્યારે આંખ મીંચ્યા વગર ગુજરાતના એક જ ગામનું નામ મોઢે આવે. એ છે મહેસાણાના બેચરાજી તાલુકાનું ચાંદણકી (Chandanki) ગામ. આ ગામની ખાસિયત છે કે, આ ગામમાં કોઈના ઘરે ચુલો સળગતો નથી.

ચુલો માત્ર ગામમાં એક જ જગ્યાએ પેટવાય છે અને આખું ગામ એક રસોડે જમે છે. 21 મી સદીમાં માનવામા ન આવે તેવો આ કિસ્સો છે. પરંતુ આ સાચું છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે. તેથી જ ચાંદણકી ગામ ગુજરાતના નક્શામાં અનોખું ગામ તરીકે તરી આવ્યું છે.

ગામમાં મોટાભાગના વૃદ્ધો, સંતાનો વિદેશમાં :

મહેસાણા જિલ્લામાં આવેલ તીર્થધામ બહુચરાજીથી અંદાજે5 કિલોમીટર દૂર ચાંદણકી ગામ આવેલું છે. આ ગામમાં અંદાજે એક હજારની વસતી છે. આ ગામમાં 1000ની વસ્તી સામે 900 લોકો તો અમેરિકા અને અમદાવાદમાં સ્થાયી થયા છે. મોટાભાગના લોકો વૃદ્ધ છે. આ એવા વૃદ્ધો છે, જેમના સંતાનો ધંધા-રોજગાર અર્થે દેશ-વિદેશમાં વસવાટ કરે છે.

વતન તેમજ વૃધ્ધ મા-બાપથી દુર રહેતા સંતાનોને ઢળતી ઉંમરમાં માતાઓને ભોજન બનાવવાની કડાકુટ ન રહે તે માટે હંમેશા ચિંતા કોરી ખાતી હતી. ગામના વડીલોને જમવાની ચિંતામાંથી મુક્ત કરવા તેમના સંતાનોએ એકસંપ થઈ ગામમાં જ તમામ વડીલો એક જ રસોડે જમે તેવી અનોખી વ્યવસ્થા ઉભી કરી દીધી.

ઘંટનાદ થતા જ બધા ભેગા થાય છે :

એક રસોડે જમવાની પ્રથા અનોખી છે. ત્યારે તેના માટે કેટલાક નિયમો છે. ચાંદણકી ગામમાં સવારના અગ્યાર વાગે ઘંટનાદ થતાં જ તમામ વૃધ્ધો ઘરના દરવાજા બંધ કરીને નીકળી પડે છે. ગામના પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જાય છે.

મંદિર પરિસરમાં થોડી જ વારમાં ટેબલ-ખૂરશી ગોઠવાઈ જાય છે અને વડીલોને સન્માનભેર ભોજન પીરસવાનું શરૂ થઈ જાય છે. આમ એકસાથે બધા સુખ દુખના સાથીની જેમ ભેગા મળીને જમે છે. તો વડીલો એકબીજાને ભોજન પણ પિરસે છે.

કોઈ ઘરે રસોઈ બનાવતું નથી  :

વરિષ્ઠ વૃધ્ધોએતો એવું આયોજન કરી દીધું કે કોઈએ પોતાના ઘરમાં રસોઈ જ બનાવવી નથી પડતી. અને સવાર બપોર સાંજ એક જ રસોડામા ચા-પાણી અને જમવાનું થાય છે. જી હા એ જાણીને નવાઈ લાગશે  કે દરરોજ 60 જેટલા વૃધ્ધો એક જ રસોડે જમે છે. અને રસોઈ બનાવવાની કોઈ ઝંઝટ જ નહિ.

આ પણ વાંચો :-

‘નાટુ-નાટુ’ સોન્ગ પર ટેસ્લાનો અદ્ભુત ‘ડાન્સ’ થયો વાયરલ, વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે

Tesla’s amazing ‘dance’ on ‘Natu-Natu’ song 

  • Tesla Cars Lights Video On Naatu Naatu : ફિલ્મ ‘RRR’ ના ગીત નાટુ-નાટુ સોન્ગ પર ન્યુ જર્સીમાં ટેસ્લા કાર્સનો લાઈટ્સ ડાન્સ જોવા મળ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકપ્રિય દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરીજીનલ સોન્ગનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘RRR’ની રિલીઝને ટૂંક સમયમાં એક વર્ષ થવા જઈ રહ્યું છે પરંતુ તે સતત સમાચારોમાં રહે છે. આ સાથે જ ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ‘ ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસ્તવમાં ફિલ્મ ‘RRR‘ના ગીત ‘નાટુ નાટુ’ પર કાર્સનો ડાન્સ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ આખરે શું છે સમગ્ર મામલો.

નાટુ નાટુ’ સોન્ગ પર કાર્સની લાઈટિંગ ડાન્સનો કમાલ :

RRR મૂવીના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ન્યુ જર્સીમાં ચાહકોએ ટેસ્લા કારની લાઇટનો ઉપયોગ કરીને ફિલ્મ ‘RRR‘ના ગીત ‘નાટુ નાટુ ‘ પર પરફોર્મ કર્યું છે. વીડિયોમાં લાગે છે કે કાર્સ આ ગીત પર ડાન્સ કરી રહી છે.

આ વિડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ન્યૂ જર્સીમાં ઓસ્કાર વિજેતા સોન્ગ નાટુ નાટુના બીટ પર ટેસ્લા કાર્સનો લાઇટ ડાન્સ’. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

RRRની રિલીઝને એક વર્ષ થવા જઈ રહ્યું છે :

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR‘ વર્ષ 2022માં 24 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરીને 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. ફિલ્મ ‘RRR’માં રામ ચરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. તે જ સમયે અજય દેવગન અને શ્રિયા સરને કેમિયો રોલ કર્યો હતો. આ ફિલ્મની રિલીઝને ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

IAS ની સામે કેમ પોતાની ટોપી નથી પહેરતા IPS ? જાણો કઈ વાતે….

0

Why IPS don’t wear  

  • IAS vs IPS : આખરે મોટા ભાગના આઈપીએસ આઈએએસ અધિકારીની સામે તેમની ટોપી કેમ નથી પહેરતા? આજે અમે તમને જણાવીશું કે મોટાભાગના IPS શા માટે IAS ઓફિસરની સામે તેમની ટોપી નથી પહેરતા.

આપણા દેશમાં UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને જ IAS અને IPSની પોસ્ટ માટે પસંદ કરવામાં આવે છે. બીજી બાજુ જો આપણે IAS અને IPS ની પોસ્ટ વિશે વાત કરીએ. તો IAS અધિકારીની પોસ્ટ IPS અધિકારીની પોસ્ટ કરતાં મોટી છે. એટલા માટે તમે જોયું જ હશે કે ઘણીવાર IASના આગમન પર IPS ઓફિસરે તેને સલામ કરવી પડે છે.

આ સિવાય આજના મુદ્દાની વાત કરીએ તો શું તમે ક્યારેય નોંધ્યું છે કે IPS ઓફિસર IAS ઓફિસરની સામે પોતાની કેપ કેમ નથી પહેરતા. જો નહીં, તો આવો આજે અમે તમને તેની પાછળના રસપ્રદ કારણ વિશે જણાવીશું.

IAS અને IPS વચ્ચે આ જ તફાવત છે :

સૌ પ્રથમ અમે તમને જણાવીએ કે IAS અને IPS બંને અખિલ ભારતીય સેવાઓ છે. પરંતુ બંનેની કેડર નિયંત્રણ સત્તા અલગ છે. IAS અને IPS બંને દેશની શક્તિશાળી પોસ્ટ પર પોસ્ટેડ છે. IAS વિશે વાત કરો પછી તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પોસ્ટ કરવામાં આવે છે. તેમની પાસે જિલ્લાના તમામ વિભાગોની જવાબદારી છે. બીજી બાજુ જો આપણે IPS વિશે વાત કરીએ. તો તેમની પાસે ફક્ત તેમના વિભાગની જવાબદારી છે.

તેથી જ મોટાભાગના IPS IAS અધિકારીની સામે તેમની ટોપી પહેરતા નથી :

હવે વાત કરો કે મોટા ભાગના IPS ઓફિસરો IAS ઓફિસર સામે કેમ કેપ નથી પહેરતા તો કહો કે IPS ઓફિસર જ્યારે IAS ઓફિસર સાથે મીટિંગમાં જાય છે ત્યારે IPS ઓફિસરે IAS ઓફિસરને સલામ કરવી પડે છે. પણ આ જ્યારે IPS તેના સંપૂર્ણ ગણવેશમાં હોય ત્યારે જ કરવું જોઈએ.

જો કોઈ IPS તેની કેપ પહેરે નહીં તો તેઓ IAS અધિકારીને સલામ કરવા માટે બંધાયેલા રહેશે નહીં. તેથી જ મોટા ભાગના IPS IAS અધિકારીની સામે તેમની ટોપી પહેરતા નથી.

આ પણ વાંચો :-