ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ આ છે ! જ્યાં એક રસોડે એકસાથે જમે છે આખા ગામના લોકો

Share this story

This is the best and ideal village of Gujarat 

  • Chandanki Village : મહેસાણાના બહુચરાજીમાં આવેલું ચાંદણકી ગામ દેશનું એકમાત્ર એવુ ગામ છે. જ્યાં તમામ લોકો એક રસોડે જમે છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે.

એક આદર્શ ગામ તરીકે તમને કોઈ ગામનું નામ લેવું હોય તો કયું લો. ત્યારે આંખ મીંચ્યા વગર ગુજરાતના એક જ ગામનું નામ મોઢે આવે. એ છે મહેસાણાના બેચરાજી તાલુકાનું ચાંદણકી (Chandanki) ગામ. આ ગામની ખાસિયત છે કે, આ ગામમાં કોઈના ઘરે ચુલો સળગતો નથી.

ચુલો માત્ર ગામમાં એક જ જગ્યાએ પેટવાય છે અને આખું ગામ એક રસોડે જમે છે. 21 મી સદીમાં માનવામા ન આવે તેવો આ કિસ્સો છે. પરંતુ આ સાચું છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે. તેથી જ ચાંદણકી ગામ ગુજરાતના નક્શામાં અનોખું ગામ તરીકે તરી આવ્યું છે.

ગામમાં મોટાભાગના વૃદ્ધો, સંતાનો વિદેશમાં :

મહેસાણા જિલ્લામાં આવેલ તીર્થધામ બહુચરાજીથી અંદાજે5 કિલોમીટર દૂર ચાંદણકી ગામ આવેલું છે. આ ગામમાં અંદાજે એક હજારની વસતી છે. આ ગામમાં 1000ની વસ્તી સામે 900 લોકો તો અમેરિકા અને અમદાવાદમાં સ્થાયી થયા છે. મોટાભાગના લોકો વૃદ્ધ છે. આ એવા વૃદ્ધો છે, જેમના સંતાનો ધંધા-રોજગાર અર્થે દેશ-વિદેશમાં વસવાટ કરે છે.

વતન તેમજ વૃધ્ધ મા-બાપથી દુર રહેતા સંતાનોને ઢળતી ઉંમરમાં માતાઓને ભોજન બનાવવાની કડાકુટ ન રહે તે માટે હંમેશા ચિંતા કોરી ખાતી હતી. ગામના વડીલોને જમવાની ચિંતામાંથી મુક્ત કરવા તેમના સંતાનોએ એકસંપ થઈ ગામમાં જ તમામ વડીલો એક જ રસોડે જમે તેવી અનોખી વ્યવસ્થા ઉભી કરી દીધી.

ઘંટનાદ થતા જ બધા ભેગા થાય છે :

એક રસોડે જમવાની પ્રથા અનોખી છે. ત્યારે તેના માટે કેટલાક નિયમો છે. ચાંદણકી ગામમાં સવારના અગ્યાર વાગે ઘંટનાદ થતાં જ તમામ વૃધ્ધો ઘરના દરવાજા બંધ કરીને નીકળી પડે છે. ગામના પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જાય છે.

મંદિર પરિસરમાં થોડી જ વારમાં ટેબલ-ખૂરશી ગોઠવાઈ જાય છે અને વડીલોને સન્માનભેર ભોજન પીરસવાનું શરૂ થઈ જાય છે. આમ એકસાથે બધા સુખ દુખના સાથીની જેમ ભેગા મળીને જમે છે. તો વડીલો એકબીજાને ભોજન પણ પિરસે છે.

કોઈ ઘરે રસોઈ બનાવતું નથી  :

વરિષ્ઠ વૃધ્ધોએતો એવું આયોજન કરી દીધું કે કોઈએ પોતાના ઘરમાં રસોઈ જ બનાવવી નથી પડતી. અને સવાર બપોર સાંજ એક જ રસોડામા ચા-પાણી અને જમવાનું થાય છે. જી હા એ જાણીને નવાઈ લાગશે  કે દરરોજ 60 જેટલા વૃધ્ધો એક જ રસોડે જમે છે. અને રસોઈ બનાવવાની કોઈ ઝંઝટ જ નહિ.

આ પણ વાંચો :-