Home Blog Page 1143

એકદમ ફૂલગુલાબી બની ગયું બેંગલુરુ.. સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

0

Bengaluru has become completely pink. 

  • દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુમાં અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે.

દક્ષિણ ભારતીય (South Indian) શહેર બેંગલુરુમાં (Bengaluru) અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ (Cherry blossom) જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની (Japan) યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને તમે પણ ખુશખુશાલ થઈ જશો.

વાત જાણે એમ છે કે બેંગલુરુના રસ્તાઓ આજકાલ પીંક ટ્રમ્પેટ્સ કે જે Tabebuia rosea કે પછી pink poui નામથી પણ ઓળખાય છે તેવા જે મૂળ તો દક્ષિણ મેક્સીકોમાં જોવા મળતા હોય છે તેવા ઝાડના ફૂલોથી છવાયેલા છે. આ ઝાડ પર સામાન્ય રીતે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના સૂકા હવામાનમાં ફૂલો આવતા હોય છે.

જો કે આ ઝાડ પર ઓગસ્ટ, સપ્ટેમ્બર, એપ્રિલ અને મેમાં પણ ફૂલો જોવા મળતા હોય છે. આ વૃક્ષોથી બેંગલુરુના રસ્તાઓ છવાયેલા છે અને તેના ગુલાબી ફૂલોથી રસ્તાઓ છવાઈ જતા એકદમ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જેમાં દરેકને પ્રકૃતિની સુંદરતા દેખાય છે. બેંગલુરુના આ ગુલાબી રંગથી સજાઈ જવાનો શ્રેય તબેબુઈયાના ફૂલોને આપવામાં આવી રહ્યો છે. જે દર વર્ષે વસંતની આજુબાજુ ખીલે છે. સોશિયલ મીડિયામાં હાલ બેંગલુરુના આ ગુલાબી વૃક્ષોની તસવીરો જોવા મળી રહી છે.

હાલના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સાંજના સમયે શહેરમાં બહાર ફરવા નીકળતા હોય છે અને આ સુંદરતાને નીહાળીને તેને કેમેરામાં કેદ કરે છે અને પ્રકૃતિની સુંદરતાના સાક્ષી બને છે. ખરેખર આ જાપાન નહીં….પરંતુ ભારતનું બેંગલુરુ છે !

આ પણ વાંચો :-

Rajinikanth ની દીકરી ઐશ્વર્યાના ઘરમાં ચોરી, 18 વર્ષ જુની કામવાળી ચોરી ગઈ 100 તોલા સોનું અને…

Rajinikanth’s daughter  

  • Aishwaryaa Rajinikanth Jewellery Stolen : રજનીકાંતની દીકરી એશ્વર્યા રજનીકાંતના ઘરમાં ચોરી થઈ છે. એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનુ અને ચાર કિલો ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોરીના કેસમાં તેનો ડ્રાઇવર અને કામવાળી સંડોવાયેલા નીકળ્યા.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની (Superstar Rajinikanth) દીકરી અને ફિલ્મ ડિરેક્ટર એશ્વર્યા રજનીકાંત (Aishwarya Rajinikanth) હાલ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે તેના ઘરમાં થયેલી મોટી ચોરી. એશ્વર્યાના ઘરમાં 21 માર્ચે મોટી ચોરી થઈ છે. આ મામલે એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કર્યા બાદ ઘરમાં જ કામ કરતા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

મંગળવારે સામે આવ્યું હતું કે રજનીકાંતની દીકરી એશ્વર્યા રજનીકાંતના ઘરમાં ચોરી થઈ છે. એશ્વર્યાના ઘરમાંથી 100 તોલા સોનુ અને ચાર કિલો ચાંદીના દાગીના ચોરાયા હતા. પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા ચોરીના કેસમાં તેનો ડ્રાઈવર અને કામવાળી સંડોવાયેલા નીકળ્યા.

ચોરીના આ કેસમાં પોલીસે ઐશ્વર્યાની 18 વર્ષ જૂની કામવાળી ઈશ્વરીની ધરપકડ કરી છે. જેણે તેના ડ્રાઈવર વેંકટેશના કહેવા પર ચોરી કરી હતી. મહત્વનું છે કે ઈશ્વરી છેલ્લા 18 વર્ષથી ઐશ્વર્યાના ઘરમાં કામ કરતી હતી અને ઐશ્વર્યાને તેના પર વિશ્વાસ હતો. એશ્વર્યા લોકરની ચાવી ક્યાં રાખે છે તે પણ કામવાળીને ખબર હતી. તે છેલ્લા ઘણા સમયથી લોકર ખોલીને એક એક કરીને સોના ચાંદીના ઘરેણા ચોરી કરતી હતી. ઘરેણા વેંચીને તેણે ઘર પણ ખરીદી લીધું હતું. આ મામલે ખુલાસો થયા બાદ પોલીસે તેના મકાનના દસ્તાવેજ પણ જપ્ત કરી લીધા છે.

એશ્વર્યાએ પોલીસમાં ફરિયાદ ગયા મહિને કરી હતી. ચોરાયેલા ઘરેણામાં એક ડાયમંડ સેટ, એક નવરત્ન સેટ, નેકલેસ, બંગડી અને જુનવાણી ઘરેણાનો સમાવેશ થાય છે. એશ્વર્યાએ ફરિયાદમાં લખાવ્યું હતું કે આ ઘરેણા તેણે છેલ્લી વખત 2019 માં પોતાની બહેન સૌંદર્યના લગ્નમાં પહેર્યા હતા ત્યાર પછી તેણે લોકરમાં રાખી દીધા હતા.

આ પણ વાંચો :-

Voter Id Aadhaar Link : સરકારે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધા

0

Voter Id Aadhaar Link 

  • જો તમે હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું ન હોય તો સમય કાઢીને પહેલા કરાવી લો. કારણ કે કેન્દ્ર સરકારે મતદાર ઓળખ પત્રને આધાર સાથે જોડવા મામલે મોટી રાહત આપી છે. સરકારે વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા એક વર્ષ આગળ વધારી છે. સરકારનું આ પગલું અનેક લોકોને રાહત આપનારું રહેશે.

જે લોકોએ વોટર આઈડીને (Voter Id) આધાર સાથે લિંક કરાવ્યું છે તેમણે સારું કામ કર્યું છે અને જે લોકોએ હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી તેમના માટે કેન્દ્ર સરકારે સમયમર્યાદા આગળ વધારી છે. નાગરિકો પોતાના આધારને વોટર આઈડી  (Voter Id) સાથે ઓનલાઈન કે એસએમએસના માધ્યમથી પણ લિંક કરી શકે છે.

એક વર્ષ સમયમર્યાદા આગળ વધી :

મળતી માહિતી મુજબ સરકારે મતદાર ઓળખ પત્રને આધાર કાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ એક વર્ષ આગળ વધારીને હવે 31 માર્ચ 2024 સુધીની કરી છે. આ અગાઉ મતદાર ઓળખ પત્રને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ આ વર્ષની હતી એટલે કે 1 એપ્રિલ 2023 સુધીની હતી. જો કે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરવું એ સ્વૈચ્છિક છે.

એસએમએસ દ્વારા લિંક કરાવી શકો છો :

જો તમે ઈચ્છો તો તમારું વોટર આઈડી કાર્ડ તમે આધાર સાથે લિંક કરાવવા માટે ફોનનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક એસએમએસ મોકલવાનો રહેશે. તમારા આધાર કાર્ડમાં જે નંબર છે તેનાથી તમે 166 કે 51969 નંબર પર એક SMS મોકલી શકો છો. જેમાં તમારે ECLINK સ્પેસ ઈપીઆઈસી નંબર સ્પેસ આધાર નંબર લખવાનો રહેશે. ત્યારબાદ ઉપર આપેલા નંબર પર સેન્ડ કરી લો.

ટોલ ફ્રી નંબર પર કરો કોલ :

લોકોની સગવડતા માટે કેન્દ્ર સરકારે ટોલ ફ્રી નંબરથી પણ વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની સુવિધા આપી છે. આ માટે કેન્દ્ર સરકારે અલગ અલગ રાજ્યોમાં પોતાના કોલ સેન્ટર કોલ્યા છે. 1950 ટોલ ફ્રી નંબર પર કોલ કરીને તમે લિંક કરાવી શકો છો.

આ પણ વાંચો :-

Salary Hike : પ્રાઈવેટ નોકરી કરનારા માટે આવ્યા ખુશખબર, પગારને લઈને આવ્યા મહત્વના અપડેટ !

0

Salary Hike : Good news for private  

  • Salary Incriment : જો તમે નોકરીયાત હોવ અને પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા હોવ તો તમારા માટે ખુશખબર છે. માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 એપ્રિલથી તમારું ઈન્ક્રીમેન્ટ લાગૂ થઈ જશે. જો કે અનેક કંપનીઓ તેની જાહેરાત થોડા સમય બાદ કરશે અને પોતાના કર્મચારીઓને વધેલા પગારની ચૂકવણી એરિયર સાથે કરશે.

જો તમે નોકરીયાત હોવ અને પ્રાઈવેટ કંપનીમાં (Private Company) કામ કરતા હોવ તો તમારા માટે ખુશખબર છે. માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 એપ્રિલથી તમારું ઈન્ક્રીમેન્ટ લાગૂ થઈ જશે. જો કે અનેક કંપનીઓ તેની જાહેરાત થોડા સમય બાદ કરશે અને પોતાના કર્મચારીઓને વધેલા પગારની ચૂકવણી એરિયર સાથે કરશે. આ બધા વચ્ચે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 2023માં સરેરાશ 10.2 ટકાનો વધારો થઈ શકે છે.

પગારમાં સરેરાશ 10.2% ના વધારાની આશા :

આ વખતે સૌથી વધુ ઈન્ક્રીમેન્ટ ઈ કોમર્સ, પ્રોફેશનલ સર્વિસિસ, અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાં જોવા મળવાની આશા છે. એક રિપોર્ટથી આ વાત સામે આવી છે. પ્રોફેશનલ સેવા આપનારી ઈવાઈના રિપોર્ટ મુજબ ‘ફ્યૂચર ઓફ પે’ 2023 (Future of Pay) માં કહેવાયું છે કે દેશમાં 2023માં પગારમાં સરેરાશ 10.2 ટકાનો વધારો થઈ શકે છે. જે 2022ની સરખામણીમાં 10.4 ટકાની સરખામણીમાં ઓછો છે. પરંતુ આમ છતાં બેવડા અંકની ટકાવારીમાં છે.

2022ની સરખામણીમાં ઓછો :

રિપોર્ટમાં કહેવાયું છે કે આ વર્ષે પગારમાં અંદાજે વધારો તમામ સેક્ટરમાં જોવા મળશે. જે 2022ની સરખામણીમાં મામૂલી ઓછો રહેશે. જો કે કારખાનાઓમાં કામ કરતા કામદારોના મામલામાં આ વર્ષે પગાર વધારો 2022ની સરખામણીમાં ઓછો થવાની શક્યતા છે. રિપોર્ટ મુજબ સૌથી વધુ જે સેક્ટરોમાં પગાર વધારાનો અંદાજો છે તે તમામ ટેક્નોલોજી સાથે જોડાયેલા છે.

એવું કહેવાયુ છે કે ઈ કોમર્સ સેક્ટરમાં સૌથી વધુ 12.5 ટકાનો પગાર વધારો થવાની આશા છે ત્યારબાદ પ્રોફેશનલ સેવાઓમાં 11.9 ટકા અને આઈટી સેક્ટરમાં 10.8 ટકા વધારો થવાની શક્યતા છે. ઈવાઈનો રિપોર્ટ સર્વે પર આધારિત છે. આ સર્વે ડિસેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023 વચ્ચે કરાયો હતો. જેમાં દેશમાં મધ્યમથી લઈને મોટા સંગઠનોના 150 મુખ્ય માનવ સંસાધન અધિકારીઓ સામેલ થયા હતા.

આ પણ વાંચો :-

કેબલ તૂટ્યો અને અચાનક ધડામ દઈને 30 ફૂટ ઊંચાઇએથી રાઈડ નીચે પડી, 7 બાળકો..

0

The cable broke and the ride fell down

  • રાજસ્થાનના અજમેરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. વાસ્તવમાં મેળામાં લગાવવામાં આવેલી એક રાઈડ અચાનક તૂટી પડતા 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

રાજસ્થાનના (Rajasthan) અજમેર જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અજમેરના કુંદન નગરમાં આવેલા ડિઝનીલેન્ડમાં (Disneyland) મંગળવારે કેબલ તૂટવાના કારણે રાઈડ 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી છે. આ ઘટનામાં 7 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

રાઈડમાં કુલ 25 લોકો બેઠા હતા. ઈજાગ્રસ્તોને JLN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો અકસ્માત બાદ ફરાર થઈ ગયેલા રાઈડના સંચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સિવિલ લાઈન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલે ચાલી રહી છે તપાસ : પોલીસ

એક પોલીસ અધિકારીએ કહ્યું, “આ ઘટના રાઈડનો કેબલ તૂટવાને કારણે બની હતી. આ દુર્ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમની જેએલએન સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તમામ ખતરાની બહાર છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.” તેઓએ કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ સાચી સ્થિતિ વિશે જાણકારી આપવામાં આવશે. તેમજ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ કારણે સર્જાઈ દુર્ઘટના :

પોલીસની પ્રારંભિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે રાઈડ કેબલની મદદથી ઉપર ચઢે છે અને તેની મદદથી નીચે આવે છે. આવી સ્થિતિમાં કેબલ તૂટવાને કારણે આ અકસ્માત સર્જાયો છે. સાચું કારણ શું છે? તે તપાસ બાદ જ બહાર આવશે.

આ પણ વાંચો :-

ટ્રેનમાં બરાબર મુસાફરી ટાણે જ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું ? અપનાવો આ રીત

0

What to do if the ticket

  • ભારતીય રેલવે દેશના વિવિધ વિસ્તારોમાં દરરોજ કરોડો લોકોને મુસાફરી કરાવે છે.

જે લોકો ટ્રેનમાં (Train) મુસાફરી કરે છે તેઓ ભારતીય રેલવેની તમામ સુવિધાઓથી પરિચિત હોવા જોઈએ. કેટલીક વખત માહિતીના અભાવે મુસાફરોને (Passengers) મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમ કે મુસાફરી દરમિયાન અથવા મુસાફરી પહેલાં ટિકિટ (ticket) ખોવાઈ જાય તો શું કરવું જોઈએ. આવો અમે તમને જણાવીએ કે આવી સ્થિતિમાં તમે કઈ પ્રક્રિયાથી મુસાફરી કરી શકો છો.

મુસાફરી દરમિયાન TTE તમને બિલકુલ પરેશાન કરી શકશે નહીં. આ માટે તમારે કેટલાક નિયમો જાણવાની જરૂર છે. ટિકિટ ખોવાઈ જવાના કિસ્સામાં તમારે TTEનો સંપર્ક કરવો પડશે અને તેને IRCTC એપમાં કોચ અને બર્થનો સંદેશ બતાવવો પડશે.

આ સિવાય બીજો રસ્તો એ છે કે મુસાફરી પહેલા પેસેન્જરની મુસાફરીની વિગતો એટલે કે પીએનઆર સીટ નંબર, કોચ નંબર રેલવે સાઇડમાં મેસેજ કરવામાં આવે છે. તમે તે સંદેશો TTEને બતાવીને પણ મુસાફરી કરી શકો છો.

જો તમારી પાસે મોબાઈલ અને ટિકિટ બંને નથી. તો આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક TTE પાસે જવું પડશે. TTE તમને બીજી એક ટિકિટ બનાવી આપશે અને તમે તેની સાથે તમારી મુસાફરી પૂર્ણ કરી શકશો. આ માટે તમારે TTEને 50થી 100 રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો :-

ભરઉનાળે ગુજરાતમાં અહીં વરસ્યો ધોધમાર વરસાદ, પૂર આવતા નદી-નાળા છલકાયા, જુઓ ક્યાં કેવો માહોલ

0

Heavy rains here in Gujarat during Bharunal

  • રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ઘઉં. એરંડા, ધાણા, જીરૂ સહિતનાં પાકને નુકશાન થવાની ભીંતિ સેવાઈ રહી છે.

રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસવાનું ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત્ છે તો અમરેલી (Amreli) અને રાજકોટમાં માવઠાએ માઝા મુકી છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ :

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજપડી,ઘાંડલા,ભમ્મર,ચીખલી ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઘાંડલાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. કમોસમી વરસાદને લઇ નદી નાળા છલકાયા છે.

કમોસમી વરસાદનો કહેર યથાવત :

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. શહેરના ઉતરાણ, વરાછા અને કાપોદરામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપી છે.

4 દિવસ કમોસમી વરસાદની આગાહી :

ગુજરાતમાં આજથી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે. આગામી 5 દિવસ તાપમાનમાં વધારો નહી થાય. અમદાવાદમાં સાંજ બાદ વરસાદ થાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો :-

દાળ-ભાત ખાવામાં ગુજરાતીઓ શૂરા, આ મહેણું ભાગ્યું ! આ કોલેજમાં આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ

0

Gujaratis started eating dal and rice

  • ગુજરાતના યુવક યુવતીઓ ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ તેઓને તેની માટે જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન ના અભાવે તેઓ જઈ શકતા નથી. જેને લઈને હવે આ કોર્સ થકી તેઓને જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહેશે.

દેશમાં પહેલીવાર સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના (Veer Narmad South Gujarat University) અંડરમાં આવતી નવયુગ કોલેજને આર્મી, નેવી અને એરફોર્સનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ કોર્સ કર્યા બાદ અગ્નિપથ યોજના (Agnipath Scheme) હેઠળ વિદ્યાર્થીઓને ત્રણેય શાખામાં ભારતી માં મદદરૂપ થશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં રોજગારી મળી રહે એ માટે વર્તમાન સમયની જરૂરિયાતને જોતા VNSGUએ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ શરૂ કર્યા છે.

યુનિવર્સિટીએ આર્મી, નેવી અને એરફોર્સનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા માટે નવયુગ કોલેજને મંજૂરી આપી છે. ગુજરાતના યુવક યુવતીઓ ભારતીય સૈન્યમાં જવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ તેઓને તેની માટે જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન ના અભાવે તેઓ જઈ શકતા નથી. જેને લઈને હવે આ કોર્સ થકી તેઓને જરૂર ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહેશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નિયમ 2020 મુજબ સુરત VNSGUમાં 250 કરતા વધારે કોર્ષની માન્યતાઓ આપી છે. જેને કારણે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 1 કરોડ 40 લાખ લોકોને સ્કિલ અને રોજગારીમાં પરિવર્તન થાય તેના ભાગરૂપે આ કોલેજ નવયુગ કોમર્સ કોલેજ સુરતની અંદર અગ્નિપથ યોજનાની અંદર વધારે વિદ્યાર્થીઓ જોડાઈ તે માટે આ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

આ કોર્સમાં ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ કરી શકશે.આ કોર્સમાં 80 ટકા જેટલું પ્રેક્ટીકલ હશે અને 20 ટકા જેટલું થિયરી હશે. તેમજ કોલેજ દ્વારા અલગ અલગ સેનાના જવાનોને સંપર્ક કરીને એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે થકી કોર્સ કરનાર વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે.

તે ઉપરાંત આ કોર્સના લીધે દક્ષિણ ગુજરાતના લોકો જે રીતે ભારતીય સૈન્યમાં ઓછા લોકો જાય છે. તે રીતે આ કોર્સ કરવાને કારણે આપ મેળે લોકોને લાભ થશે. આ કોર્સ માટે 3600 રૂપિયા જેટલી ફીસ રાખવામાં આવી છે. જો ફેરફાર કરવાનું હશે તો કોલેજ આ કોર્સની અંદર ફેરફાર પણ કરી શકશે.

આ પણ વાંચો :-

સાવ ઓછા બજેટમાં શાનદાર ફોન લેવો હોય તો આ રહ્યાં સૌથી શ્રેષ્ઠ 5 વિકલ્પો

Here are the best 5 options

  • iQOO Z7 5G : iQOO એ ભારતમાં 20 હજારથી ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેનું નામ iQOO Z7 5G છે. ફોન મિડ રેન્જ કેટેગરીમાં આવે છે અને પાવરફુલ ફીચર્સ સાથે આવે છે.

તેમાં MediaTek ડાયમેન્સિટી 920 પ્રોસેસર, 90HZ રિફ્રેશ રેટ, AMOLED ડિસ્પ્લે, 64MP પ્રાઈમરી કેમેરા અને ઘણી આકર્ષક સુવિધાઓનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ iQOO Z7 5G ની કિંમત અને ફીચર્સ..

iQOO Z7 5G price in India :

iQOO Z7 5Gના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,499 રૂપિયા છે. તો ત્યાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે.

iQOO Z7 5G offers :

ફોન પર લોન્ચ ઓફર પણ છે. ફોન પર બેંક કાર્ડ ઓફર પણ છે. HDFC અને SBI કાર્ડ ધારકોને 1500 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર મર્યાદિત સમય માટે જ છે. ડિસ્કાઉન્ટ પછી, 6GB મોડલ રૂ.17499માં ઉપલબ્ધ થશે જ્યારે 8GB રેમ મોડલ રૂ.18499માં ઉપલબ્ધ થશે.

iQOO Z7 5G Specifications :

iQOO Z7 5G ને 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.28-ઇંચ AMOLED ડિસ્પ્લે મળે છે. ફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 920 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોન એન્ડ્રોઇડ 13-આધારિત FuntouchOS 13 સ્કિન આઉટ-ઓફ-ધ-બોક્સ પર ચાલે છે.

iQOO Z7 5G Camera :

iQOO Z7 5G માં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 64MP પ્રાથમિક કેમેરા અને 2MP સેકન્ડરી લેન્સ ઉપલબ્ધ છે. પાછળ 16MP સેલ્ફી કેમેરા ઉપલબ્ધ છે.

iQOO Z7 5G Battery :

iQOO Z7 5G માં 4500mAh બેટરી છે જે USB Type-C પોર્ટ પર 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોન બે રંગ વિકલ્પો (પેસિફિક નાઇટ અને નોર્વે બ્લુ) સાથે આવે છે.

આ પણ વાંચો :-