Home Blog Page 1141

આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ, 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત..

This petrol car gives same mileage

  • Best Mileage Petrol Car : માર્કેટમાં કેટલીક એવી કાર છે જે પેટ્રોલ પર ચાલતી હોવા છતાં સીએનજી જેવી માઈલેજ આપે છે. આવી જ એક કાર મારુતિ સુઝુકી સેલેરિયો છે.

પેટ્રોલના (Petrol) ભાવમાં સતત વધારાને કારણે લોકો વધુ માઈલેજ ધરાવતી કારની શોધમાં છે. આ માટે ઘણા લોકો ઇલેક્ટ્રિક કે સીએનજી કાર ખરીદી રહ્યા છે. પરંતુ આની કોઈ જરૂર નથી. માર્કેટમાં કેટલીક એવી કાર છે, જે પેટ્રોલ પર ચાલવા છતાં CNG જેવી માઈલેજ આપે છે. આવી જ એક કાર મારુતિ સુઝુકી સેલેરિયો (Maruti Suzuki Celerio) છે. અહીં અમે તમને સેલેરિયોની કિંમતથી લઈને ફિચર્સ સુધીની વિગતો આપી રહ્યા છીએ.

કિંમત અને વેરિએન્ટ :

મારુતિ સુઝુકી સેલેરિયો કુલ ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે – LXi, VXi, ZXi અને ZXi+. મારુતિ સેલેરિયોની કિંમત રૂ. 5.33 લાખથી શરૂ થાય છે અને રૂ. 7.12 લાખ સુધી જાય છે. મારુતિ સુઝુકી સેલેરિયોમાં પાંચ લોકોની બેઠક ક્ષમતા છે. તે Renault Kwid, Maruti WagonR અને Tata Tiago સાથે સ્પર્ધા કરે છે.

એન્જિન અને ટ્રાન્સમિશન :

મારુતિ સુઝુકી સેલેરિયોમાં 1.0-લિટર, K10C પેટ્રોલ એન્જિન છે જે 66bhp અને 89Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન પાંચ-સ્પીડ મેન્યુઅલ યુનિટ અને AGS (AMT) ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કારમાં CNG ઓપ્શન પણ ઉપલબ્ધ છે. CNG મોડમાં, આ એન્જિન 56bhp અને 82Nm ટોર્ક જનરેટ કરે છે. માઈલેજના સંદર્ભમાં, તે પેટ્રોલ મોડમાં 26.6kmpl અને CNGમાં 35.6 km/kg ઓફર કરે છે.

ખાસ વિશેષતા :

મારુતિ સુઝુકી સેલેરિયો સ્માર્ટપ્લે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હાઈટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ સાથે આવે છે. તેમાં સુરક્ષા માટે ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ, સીટ-બેલ્ટ રિમાઇન્ડર, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને રીઅર ડિફોગર છે.

આ પણ વાંચો :-

Tips to Buy Gold : રિયલ ગોલ્ડના નામે ગ્રાહકો સાથે થઈ રહી છે છેતરપિંડી ! 

0

Tips to Buy Gold

  • How to Choose Best Gold Jewellery : ભારતમાં જ્વેલરીને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. બીજી તરફ, જ્વેલરી ખરીદતી વખતે છેતરપિંડી થવાનું જોખમ પણ એટલું જ વધારે છે. આવી સ્થિતિમાં આપણે અસલી અને નકલી ઘરેણાંની ઓળખ કરવામાં સક્ષમ હોવા પણ જરૂરી છે.

દેશમાં લગ્નની (Marriage) સિઝન નજીક આવતા જ જ્વેલરી માર્કેટમાં ઝડપી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. ઘણી વખત જ્વેલર્સ (Jewellers) તમને નકલી ઘરેણાં પકડાવી દે છે અને લાખોની કિંમતનો માલ પડાવી લે છે. ઘણીવાર ગ્રાહક તેને શુદ્ધ સોનું (Gold) કહીને નકલી ઉત્પાદન પકડાવે છે.

તેથી દરેક વ્યક્તિએ ખરીદી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. અહીં કેટલીક ટિપ્સ છે જેના દ્વારા તમે અસલી અને નકલી જ્વેલરી વચ્ચે તફાવત કરી શકો છો. તમને જણાવી દઈએ કે સરકારે જૂન 2021થી સોનાના વેચાણ દરમિયાન હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. ઘણી વખત જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનું વેચીને તમારી સાથે છેતરપિંડી કરે છે.

રિયલ અને નકલી સોનું કેવી રીતે ઓળખવું :

1. હાલમાં સાચા અને નકલી સોનાની ઓળખ કરવી ખૂબ જ સરળ છે. બસ આ માટે તમારે કેટલીક બેઝિક ટિપ્સ ફોલો કરવી પડશે. સોનું ખરીદતી વખતે BIS ના ત્રિકોણાકાર ચિહ્નને તપાસો. આ સિવાય, હોલમાર્કિંગ મૂલ્ય તપાસવા માટે બ્રેકઅપમાં જ્વેલરીની રસીદ લો.

2. અમે તમને જણાવીએ કે જો તમારા સોનાનો હોલમાર્ક 375 છે, તો તે લગભગ 37.5 ટકા શુદ્ધ સોનું છે. જ્યારે સોના પર હોલમાર્ક 585 છે, તો તે 58.5 ટકા શુદ્ધ છે. બીજી તરફ, જ્યારે સોનાનો હોલમાર્ક 990 છે, તો સોનું 99.0 ટકા છે. આ સિવાય જ્યારે સોનાનો હોલમાર્ક 999 છે. પછી તે 99.9 ટકા શુદ્ધ સોનું છે.

3. તમે વાસ્તવિક અને નકલી સોનાને ઓળખવા માટે નાઈટ્રિક એસિડનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત જ્વેલરી પર થોડો સ્ક્રેચ બનાવવાનો છે અને તેના પર નાઈટ્રિક એસિડ રેડવાનું છે. જો સોનાના રંગમાં કોઈ ફેરફાર ન થાય તો સમજવું કે તમારું સોનું વાસ્તવિક છે.

આ પણ વાંચો :-

લગ્ન કરીને હનીમૂન પર નીકળેલી દલજીત કૌર બની બોલ્ડ, શેર કરી દીધી બેડરુમ તસવીર, જોઈને લોકો શરમાયા

Daljit Kaur, who went on honeymoon

  • દલજીત કૌર અને નિખિલના લગ્ન બાદ અભિનેત્રીએ બેડરૂમમાંથી પતિ નિખીલ સાથેની આરામદાયક પળોની તસ્વીર શેર કરી છે.

ટીવી એક્ટ્રેસ દલજીત કૌર (TV actress Daljit Kaur) અને નિખિલના (Nikhil) લગ્ન બાદ બને હનીમૂન માટે સિંગાપુર ગયા છે. આ દરમિયાન બંને પતિ-પત્ની હનીમૂનની (Honeymoon) મોજ માણી રહ્યા છે. આ વેળાએ અભિનેત્રીએ બેડરૂમમાંથી પતિ નિખીલ સાથેની આરામદાયક પળોની તસ્વીર શેર કરી છે. દલજીત અને નિખિલ પટેલની બેડરૂમની તસ્વીર વાયરલ થતા ચાહકો ચોંકી ઉઠ્યા છે.

દલજીત અને નિખિલ પટેલના બેડરૂમમાંથી શેર કરવામાં આવેલ રોમાન્સની આ તસવીર હાલ ઇન્ટરનેટ ઉપર ભારે ધૂમ મચાવી રહી છે. દંપતીની આ તસવીરને લોકો ખૂબ આવકાર આપી રહ્યા છે.

हनीमून पर दलजीत कौर ने शेयर कर दीं बेडरूम फोटोज़, दूसरी तस्वीर देखकर तो शर्मा जाएंगे आप!

મહત્વનું છે કે તસવીરમાં નવદંપતીએ પોતાના પગ પર બને એક સમાન ટેટુ દોરાવ્યા છે. ખાસ વાત એ છે કે કપલે તેના પગ પર દોરાવેલ ટેટુમાં બીજા લગ્નનો ઉલ્લેખ કરી અને ટેક ટુ લખ્યું છે. જે અંગેની તસવીર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

નોંધનીય છે કે દલજીત અને નિખિલના આ બીજા લગ્ન છે આ અગાઉ દલજીતે બિગ બોસમાં તેની સાથે કામ કરતા  ફેમ સાનિલ ભનોટ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ બનતા છૂટાછેડા થયા હતા. જેને એક પુત્ર પણ છે અને હવે દલજીતે નિખિલ સાથે લગ્ન કરી લીધા છે. તો નિખિલના પણ આ બીજા લગ્ન છે તેના પણ અગાઉ એક પુત્ર છે.

આ પણ વાંચો :-

નવા જોરદાર ફીચર્સ સાથે આવી રહી છે Suzuki Swift : જાણો નેક્સ્ટ જનરેશનમાં લુકથી લઈને ડિઝાઇનમાં નવું શું હશે

Suzuki Swift coming with new powerful features

  • મારુતિ સુઝુકી દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે.

Maruti suzuki કંપની સમયાંતરે પોતાની લોકપ્રિય કારને અપડેટ કરી અને નવા જનરેશન સાથે બજારમાં આવતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે મારુતિ સુઝુકી (Maruti suzuki) દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે. આ ઉપરાંત એવું પણ જાણવા મળી રહ્યું છે કે નવા સ્વીફ્ટના મોડલમાં એવરેજની પણ સારી ક્ષમતા જોવા મળશે.

મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નેક્સ્ટ જનરેશન Suzuki Swiftના મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે. જેને નવા પ્લેટફોર્મ પર જ બનાવાઈ રહી છે. HEARTECH પ્લેટફોર્મ પર સ્વીફ્ટનું ચાલુ મોડેલ બનાવવામાં આવ્યું છે. જ્યારે નવા જનરેશનને નવા પ્લેટફોર્મ પર જ મજબૂત સ્ટીલના ઉપયોગ સાથે સુરક્ષિત રીતે બનાવવામાં આવશે.

શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઈન :

નેક્સ્ટ જનરેશન સ્વીફ્ટમાં શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઈનને વધુ સારી રીતે બનાવવામાં આવે છે. એટલે કે ઘણા બધા કોસ્મેટિક ફેરફારો પણ કરી દેવામાં આવ્યા છે. ડેસ્કબોર્ડ, ટેકનોલોજીથી સજ્જ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી અને મોટી ટચ સ્ક્રીન સાથે ઈન્ફોટનમેન્ટ સિસ્ટમ સહિત સુવિધાઓ મળે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે સ્વીફ્ટના આ અપડેટ વર્ઝનમાં 1.2 લીટર નેચરલી એસ્પિરિટેડ પેટ્રોલ એન્જીન અને માઇલેજ પણ સારી આપવામાં આવી છે તેમ જ ટ્રાન્સમિશનમાં કોઈ ખાસ ફેરફાર ન કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

આ ઝરણામાં પાણીની જગ્યાએ નીકળી રહ્યું છે લોહી, બરફનો કલર પણ લાલ, વૈજ્ઞાનિકોએ શોધ્યું રહસ્ય

0

Blood is coming out instead of water

  • આ જગ્યા દુનિયાના સૌથી ઠંડી જગ્યા એટલે કે એન્ટાર્કટિકામાં આવેલ છે. લોહીના ઝરણાં સુધી પહોચવા માટે માત્ર હેલિકોટર જ માત્ર એક રસ્તો હતો.

વિશ્વમાં અનેક પ્રકારની અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળતી હોય છે. અમુક ઘટના તો એવી હોય છે કે જેમા આપણે આશ્ચર્ચ પામી જઈએ છીએ. વિશ્વમાં અનેક વિશેષતા  રહેલી હોય છે કોઈ જગ્યા પર સ્વર્ગનો દરવાજો તો ક્યાક પાતાળમાં જવાનો રસ્તો જોવા મળે છે. આજે તમને એવી જ એવી એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે દુનિયાના સૌથી ઠંડી જગ્યા એટલે કે એન્ટાર્કટિકામાં (Antarctica) આવેલી છે. અહી સફેદની જગ્યા પર લાલ પાણીનું ઝરણું જોવા મળે છે જેમા પાણીની જગ્યા પર લોહી નિકળે છે.

તાજેતરમાં જ સાલો યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેયરબેક્સ દ્વારા આ રહસ્યને બહાર લાવવામાં આવ્યુ છે. શોધ અનુસાર લાલ ગ્લેશિયર અથવા બરફ આજથી નહી. પરંતુ છેલ્લા 15 લાખ વર્ષોથી આ મૌજુદ છે અને આ સતત ભારે ઓક્સિજનના કારણે જોવા મળે છે. ખરેખર આ ઘાટીમાં નમકના કારણે પાણી ખારુ છે જેમા આયરનની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક બંધ તળાવ છે જેમા ગરમી અથવા ઓક્સીજન પુરતા પ્રમાણમાં પહોચી શકતુ નથી. તેના કારણે તેની માત્રા ઘણી ઓછી છે.

આ કારણથી પાણીનો રંગ લાલ થઈ જાય છે :

જ્યારે પાણીનો ફ્લો હવાના ઓક્સીજનના સંપર્કમાં આવે છે ત્યારે તેમા રહેલા આયરનમાં કાટ લાગવાથી તેનો રંગ લાલ થઈ જાય છે. અને આ વિસ્તારમાં લોકો રહેતા નથી કારણ કે અહી વાતાવરણ ખૂબ ઠંઠુ છે. લોહીના ઝરણાં સુધી પહોચવા માટે માત્ર હેલિકોપ્ટર જ માત્ર એક રસ્તો છે. જે અમેરિકામાં મેકમડો સ્ટેશનથી મળી શકે અથવા ન્યુજીલેન્ડના સ્કોટ બેસથી મળી શકે છે. સંશોધનકર્તાએ જોયુ કે આ પાણીમાં કેટલાય જીવાણું જીવે છે. જે પેલા આયર્ન અને સલ્ફેટની મદદથી ખીલે છે.

આ પણ વાંચો :-

26 માર્ચ 2023, રાશિફળ : આ 7 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે માં ખોડલ – લખો “જય શ્રી ખોડિયાર”

26 March 2023, Horoscope Gujarat Guardian

મેષ
નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નવા રોકાણોનું ફાયદાકારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકુળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભ
વાયુ-કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજીંગ જેેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિય પાત્રનું મિલન શક્ય બને.

મિથુન
મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નીની તબિયતની કાળજી જરૂરી. નોકરી-ધંધામાં સફળતા. વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઇ ન જવાય અેનું ધ્યાન રાખવું.

કર્ક
દિવસ દરમિયાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે.

સિંહ
વિચારો ઉપર કાબુ રાખવો ખુબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ-શાંતી જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

કન્યા
વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. મિત્રોથી લાભ. જાણીતી વ્યક્તિ દ્વારા દગા-ફટકાનો ભોગ બનવાથી સાવધ રહેવું.

તુલા
પરિવારમાં મતભેદ ન થાય અેનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતીથી દિવસ પસાર કરવો.

વૃશ્ચિક
વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ, રંગ, ટાયર-ટ્યૂબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ, પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

ધન
મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથી સાવચેતી જરૂરી. પત્ની સાથેે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ ચે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ, પત્નીના સંબંધોમાં મધુરતા વધે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભ
આવક જળવાશે. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતી થતી જણાય.

મીન
જુસ્સામાં શક્તિમાં વધારો થાય. અત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

આ પણ વાંચો :-

 

‘પાટીદારો ડોલર કમાવવામાં શૂરા’, આ મહેણું ગુજરાતી યુવકે USમાં ભાગ્યું !

Patidars start earning dollars

  • બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.

ફરી એકવાર એક ગુજરાતના (Gujarat) યુવાને ગુજરાતનો ડંકો દુનિયાભરમાં વગાડ્યો છે. બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન (Hydrogen) વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં (Air pollution) મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.

અમેરિકાના (America) લોસ એન્જેલસ શહેરમાં ત્રીજી માર્ચે એક ઐતિહાસિક ઘટના બની અને દુનિયામાં પ્રથમ વાર હાઈડ્રોજન ઇંધણથી વિમાન ચલાવવામાં આવ્યું અને આ સફળ પરીક્ષણ કર્યું. અમેરિકાની યુનિવર્સલ હાઈડ્રોજન કંપનીએ (Universal Hydrogen Company) અને આ વિમાન બનાવનાર કંપનીમાં કામ કરતી ટીમનો લીડર હતો એક ગુજરાતી.

જી હા ફેનિલ પટેલ નામનો મૂળ મહુવા તાલુકાના અનાવલ ગામનો પરંતુ બારડોલીમાં (Bardoli) પરિવાર સાથે રહેતો યુવાન વર્ષ 2015માં અમેરિકાની ધરતી પર પગ મુકનાર ફેનિલ પટેલ ખુબ જ સ્વછંદી યુવાન છે. પહેલેથી જ કંઇક કરી બતાવવાનો અને દેશને ગૌરવ અપાવવાનો અભિગમ હતો.

No description available.

કંપની ઘણા સમયથી હાઈડ્રોજન વિમાન બનાવવાનો વિચાર કરી રહી હતી અને આખરે કંપનીને વિમાન બનાવવામાં સફળતા પણ મળી. ફેનિલ પટેલની આગેવાનીમાં કંપનીએ એક હાઈડ્રોજન અને પેટ્રોલ બંનેથી ચાલતું એક વિમાન બનાવી લીધું અને ફેનીલના જન્મ દિવસે 3જી માર્ચના રોજ સફળ પરીક્ષણ પણ કરી લીધું. પરીક્ષણ બાદ હાલ આ વિમાન ટુંકા અંતર માટે બનવવામાં આવશે. હાઈડ્રોજનથી ચાલતા વિમાનથી વાયુ પ્રદુષણથી દુનિયાને ચોક્કસ ફાયદો થશે.

ગુજરાતીઓએ હંમેશા દેશમાં કે વિદેશમાં દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે અને પોતાની પ્રતિભા થાકી દેશ અને દુનિયામાં ડંકો વગાડતા આવ્યા છે. આવી જ રીતે ગુજરાતના એક ગામડાના નવ યુવાને વધુ એક વખત ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. હાઈડ્રોજનને ઇંધણ તરીકે વાપરવું એ દુનિયાના દરેક દેશનું સ્વપ્ન છે. અને દુનિયાના દેશો આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે ત્યારે અમેરિકાની જે કંપનીને સફળતા મળી છે એ તેમાં મહદઅંશે ફાળો એક ગુજરાતીનો છે. ત્યારે દેશ સાથે સાથે પરિવારને પણ એટલો જ ગર્વ આ નવયુવાન પર છે.

ફેનિલ જેવા યુવાનો દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરે છે ત્યારે આવા યુવાનો અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનતા હોઈ છે. ફેનિલ એ મેળવેલી સિદ્ધિ કોઈ નાની મોટી સિદ્ધિ નથી જયારે પણ ભવિષ્યમાં પ્રથમ હાઈડ્રોજન વિમાનની વાત થશે ત્યારે ગુજરાતના આ નવયુવાનનું નામ લોકોની જુબાને હશે. ત્યારે જેને નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી એવા ફેનીલના ભત્રીજા માટે પણ ફેનિલ એક પ્રેરણા સ્ત્રોત બની ગયા છે.

આ પણ વાંચો :-

Radio Device : આ ડીવાઈસથી તમે 6 કિલોમીટર દૂર સુધી કરી શકશો વાતચીત ! રિચાર્જ કરવાની પણ જરૂર નથી

Radio Device 

  • Radio Device : જો તમે દૂર-દૂરના વિસ્તારમાં જઈ રહ્યા છો અને ત્યા નેટવર્ક પ્રોબ્લેમ હોય તો આ તમારા માટે એક બેસ્ટ કમ્યુનીકેશન ડીવાઈસ સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે નેટવર્કની ચિંતા કર્યા વિના સરળતાથી એકબીજા સાથે વાત કરી શકો છો.

Communication Device : જ્યારે તમે કામના સંબંધમાં અથવા કોઈ પ્રવાસના સંબંધમાં દૂર-દૂરના વિસ્તારોમાં જાઓ છો. ત્યારે તમને વારંવાર કોલ (Call) કરવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. તેનું કારણ ખરાબ નેટવર્ક છે. ખરેખર નેટવર્કના અભાવે તમે કોલ કરી શકતા નથી. આવી સ્થિતિમાં બજારમાં ઉપલબ્ધ એક સસ્તું ડીવાઈસ (Affordable Device) તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે.

આ ઉપકરણને કારણે તમે સરળતાથી રિચાર્જ કર્યા વિના અને નેટવર્ક ટેન્શન વિના વાત કરી શકો છો અને તેની કિંમત એટલી ઓછી છે કે જેનો તમને વીશ્વાસ પણ નહીં થાય. જો તમે તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને આ ડીવાઈસ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ…

આ ડીવાઈસ શું છે?

અમે તમને જે ડીવાઈસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ Baofeng BF-888S Walkie Talkie Two Way Radio 16CH 400-470MHZ Long Range WT01 Walkie Talkie છે અને તે વાસ્તવમાં એક રેડિયો કમ્યુનિકેશન ડિવાઇસ છે.

આ ઉપકરણનો ઉપયોગ કરીને તમે 6 કિમીની રેન્જમાં કોઈપણ વ્યક્તિ સાથે સરળતાથી વાત કરી શકો છો. શરત માત્ર એટલી કે વાત કરનાર વ્યક્તિ પાસે પણ આ વોકી-ટોકી હોવી જોઈએ. આ વોકી-ટોકી ફ્લિપકાર્ટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આ ખરીદવું તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ જાય છે.

જો આપણે આ વોકી-ટોકીની કિંમત વિશે વાત કરીએ તો ગ્રાહકો તેને ફ્લિપકાર્ટ પરથી માત્ર 1,829 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત કોઈપણ સસ્તા ફીચર ફોન કરતા ઘણી કે ઓછી છે. જો તમે એડવેંચરના શોખીન છો તો તમારા માટે વોકી-ટોકી એક પરફેક્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો :-

લખીને લઈ લો 2024ની ચૂંટણીમાં PM મોદીની ખુરશી ડગમગી જવાની છે…. આ મોટા નેતાએ કર્યો દાવો

0

Write it down PM Modi’s chair 

  • Tej Pratap Statement on PM Modi : મીડિયા સાથે વાત કરતા આ મોટા નેતાએ કહ્યું છે કે, ‘ભાજપનો આખા દેશમાંથી સફાયો થવો નિશ્ચિત છે. આ મારી ભવિષ્યવાણી છે કે નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં જે સિંહાસન પર બેઠા છે તે હલી જશે. મારા શબ્દો યાદ રાખજો..

બિહારના પર્યાવરણ મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદના (Lalu Prasad) મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે દેશની રાજનીતિને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેજ પ્રતાપ યાદવે કહ્યું છે કે દિલ્હીમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) જે સિંહાસન પર બેઠા છે તે સિંહાસન હલી જવાનું છે અને આવું થશે.

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં લાલુ પ્રસાદના મોટા પુત્ર અને બિહારના કેબિનેટ મંત્રી તેજ પ્રતાપે આગાહી કરી છે કે રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં (Defamation cases) દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 2024માં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ખુરશી પર બેસી રહ્યાં છે તે હલી જશે.

આરજેડી નેતા અને રાજ્યના પર્યાવરણ મંત્રીએ કહ્યું, ‘ભાજપ જાણે છે કે 2024માં તેમનો કેન્દ્રમાંથી સફાયો થઈ જશે. હું આગાહી કરી રહ્યો છું કે 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી હલી જશે.

દેશમાં ભાજપની તાનાશાહી :

તેજ પ્રતાપે કહ્યું કે ભાજપે દેશમાં સરમુખત્યારશાહીનો વિકલ્પ પસંદ કર્યો છે. જે રીતે રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તે તદ્દન ખોટું છે. ભાજપ તમામ વિપક્ષી નેતાઓની પાછળ પડી છે, પરંતુ જનતા તેમને યોગ્ય સમયે જડબાતોડ જવાબ આપશે. લોકો જોઈ રહ્યા છે કે કેવી રીતે ભાજપ અમારા પરિવારના સભ્યોને ટાર્ગેટ કરી રહી છે અને પીછો કરી રહી છે.

તેઓ વિપક્ષી એકતાથી ડરે છે અને તેથી તેઓ વિપક્ષી છાવણીના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદે કહ્યું કે, ભાજપ વિપક્ષી એકતાથી ડરે છે. તે જાણે છે કે 2024માં તેને સત્તા પરથી હટાવવામાં આવશે. એટલા માટે તેઓ રાહુલ ગાંધી જેવા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધી રહ્યા છે.

આ પણ વાંચો :-

Former Cuban President : એક કે બે નહીં 35 હજાર મહિલાઓ સાથે સંબંધો ધરાવતા હતા આ રાષ્ટ્રપતિ !

Former Cuban President
  • ફિદેલ કાસ્ત્રો (Fidel Castro)પોતાના દુશ્મનોની વિચારસણી કરતાં 2 ડગલાં આગળ રહેતા હતા. એકવાર તો ફિદેલ કાસ્ત્રોને મારવા માટે એક મહિલા તેમની ગર્લફ્રેન્ડ બની પરંતુ તે સફળ થઈ નહી. આવો ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો (Fidel Castro)ના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા વિશે જાણીએ.

દુનિયામાં એક એવા રાષ્ટ્રપતિ (President) પણ છે જેના વિશે દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજાર મહિલાઓ સાથે સંબંધ હતા. આ ઉપરાંત તેમને 600 થી વધુ વખત મારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. પરંતુ દરેક વખતે બચી ગયા. દુશ્મન તેમનું કશું જ બગાડી શક્યા નહી. આ વ્યક્તિ બીજું કોઇ નહી પરંતુ ક્યૂબા (Cuba)ના રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો (Fidel Castro) હતા.

ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોએ હંમેશા અમેરિકાની નીતિઓનો વિરોધ કર્યો. એટલું જ નહી તેમણે અમેરિકી રાષ્ટ્ર્પતિઓની મજાક પણ ઉડાવી. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને લાંબા સમય સુધી ફિદેલ કાસ્ત્રોને મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ હંમેશા ફેલ રહી.

ફિદેલ કાસ્ત્રો પર 600થી વધુ વખત હુમલા નિષ્ફળ રહ્યા. ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રી મહિલાઓ સાથે તેમના સંબંધ અને તેમની ઉપર થયેલા હુમલાનો ઉલ્લેખ કરે છે. દુશ્મનોએ તેમને ઝેરી સિગરેટથી માંડીને વિસ્ફોટક સિગરેટ સુધી ન જાણે કેટલા મારવાના પ્રયત્નો કર્યા પરંતુ તે ક્યારેય સફળ રહ્યા નહી.

તમને જણાવી દઈએ કે ફિદેલ કાસ્ત્રોનો જન્મ 13 ઓગસ્ટ 1926 મના રોજ ક્યૂબાના બિરાનમાં થયો હતો. તખ્તાપલટ કરીને ફિદેલ કાસ્ત્રોના હાથમાં ક્યૂબાની સત્તા આવી હતી. ફિદેલ કાસ્ત્રોને ક્મ્યુનિસ્ટ ક્યૂબાના જનક કહેવામાં આવે છે. વર્ષ 1959 માં ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબામાં તખ્તાપલટ કર્યું હતું. ત્યારબાદથી તે સતત 2008 સુધી શાસન કરતા રહ્યા.

ફિદેલ કાસ્ત્રો પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં દાવો કરવામાં આવે છે કે તેમના 35 હજારથી વધુ મહિલાઓ સાથે સંબંધ હતા. આ સિલસિલો લગભગ 4 દાયકા સુધી ચાલતો રહ્યો. ફિદેલ કાસ્ત્રો પોતાની તાનાશાહી માટે જાણિતા હતા. લગભગ 49 વર્ષ સુધી તેમણે ક્યૂબા પર રાજ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2008 માં ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોને સત્તાની ચાવી પોતાના ભાઈને સોંપી દીધી હતી. 90 વર્ષની ઉંમરમાં 25 નવેમ્બરના દિવસે તેમનું મોત થયું હતું.

આ પણ વાંચો :-