Home Blog Page 1131

શશી થરૂર થઈ ગયાં મોદી સરકારના આ કામથી ખુશ, કરી દીધી મોટી વાત

0
Shashi Tharoor
  • Shashi Tharoor News : શશી થરૂરે કહ્યું, મેં ટવિટ કરીને કહ્યું હતું અને સરકારે માની લીધું, આ સાથે તેમણે કહ્યું કે, વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

ભારતીય રેલ્વે વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) નેટવર્કને ઝડપથી વિસ્તરણ કરવામાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં હવે દક્ષિણના રાજ્ય કેરળને (Kerala) પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ તરફ હવે તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના નેતા શશિ થરૂરે (Congress leader Shashi Tharoor) આ અંગે ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આ મહિનાના અંતમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. મહત્વનું છે કે શશી થરૂરે કહ્યું કે વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

કોંગ્રેસના નેતા શશિ થરૂરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલી પોતાની ટ્વીટને શેર કરતા થરૂરે લખ્યું હતું કે, મને ખુશી છે કે અશ્વિની વૈષ્ણવે 14 મહિના પહેલા જે સૂચન કર્યું હતું તે કર્યું. 25મીએ તિરુવનંતપુરમથી નરેન્દ્ર મોદીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવવાની રાહ જોઈ રહ્યા છીએ. વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

કયા માર્ગ ઉપર દોડશે વંદે ભારત ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલ 2023ના રોજ તિરુવનંતપુરમથી કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે . કેરળ વંદે ભારત ટ્રેન 501 કિલોમીટરનું અંતર કાપશે જે કુલ 7.5 કલાકમાં પૂર્ણ થશે. કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનનો રૂટ પણ સામે આવી ગયો છે. આ ટ્રેન તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે દોડશે. રસ્તામાં આ ટ્રેન કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ ટાઉન, થ્રિસુર, તિરુર, કોઝિકોડ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ કારણે પૂર્ણ ગતિમાં નહીં દોડે વંદે ભારત :

આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. પરંતુ કેરળમાં અયોગ્ય રૂટને કારણે તે ઘણી જગ્યાએ ધીમી ચાલશે. તેમણે જણાવ્યું કે, કાસરગોડ અને તિરુવનંતપુરમ વચ્ચે ટ્રેનની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક છે, પરંતુ અન્ય ઘણા ભાગોમાં તે 70 થી 80 કિમી થઈ જાય છે. કેરળમાં ત્રણ તબક્કામાં ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે. આ માટે 351 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

દેશમાં કેટલી વંદે ભારત ટ્રેન ? 

અત્યાર સુધી દેશમાં કુલ 15 વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે 100 ટકા સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી છે. આ ટ્રેન પહેલીવાર વર્ષ 2019માં દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન PM મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ ટ્રેન 100 ટકા એર કન્ડિશન્ડ છે. તેમાં જીપીએસ સિસ્ટમ, વાઈફાઈ, ઓટોમેટિક ડોર વગેરે જેવી ઘણી સુવિધાઓ છે.

આ પણ વાંચો :-

સલમાન ખાન સાથે સાથે હવે Rakhi Sawantને પણ મળી ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે મોકલ્યો મેઈલ

Salman Khan

  • બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાન અને રાખી સાવંત (Rakhi Sawant)ને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બિશ્નોઈ ગેંગે આપી છે.

જણાવી દઈએ કે આ ધમકીભર્યો (Threatening) જવાબ મેઈલ પર મોકલવામાં આવ્યો છે. આ મેઈલ બોલિવૂડની ડ્રામા ક્વિન રાખી સાવંતને મોકલવામાં આવ્યો છે. આ મેઈલમાં લખ્યું છે કે અમે સલમાન ખાનને (Salman Khan) બોમ્બથી ઉડાવી દઈશું તું (Rakhi Sawant) આ બધામાં વચ્ચે ન પડ નહીં તો ભારે પડશે. જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી કે સલમાનને આ રીતની ધમકી આપવામાં આવી છે. પરંતુ સલમાન સાથે જોડાયેલ આ ધમકીમાં પહેલીવાર રાખી સાવંતને પણ ધમકાવવામાં આવી છે.

બે વાર મોકલવામાં આવ્યો મેઈલ :

અસલિયતમાં આજે સવારે રાખી સાવંતને (Rakhi Sawant) એક મેઈલ આવ્યો. જયારે તે ખોલવામાં આવ્યો ત્યારે તેમાં અભિનેતા સલમાન ખાન અને રાખી સાવંતને જીવથી મારી નાખવાની ધમકી લખેલી હતી. કોઈ ગુર્જર પ્રિંસ નામના વ્યક્તિએ આ મેઈલ મોકલ્યો હતો. જે પોતાને લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ/ ગોલ્ડી બરાર ગ્રુપનો બતાવી રહ્યો છે. મેઈલમાં લખ્યું છે કે, “જય બાલકારી, રાખી અમારી તારી સાથે કોઈ લડાઈ નથી. તું સલમાન ખાનની મેટરમાં ઈનવોલ્વ ના થઈશ; નહીં તો તને પ્રોબ્લેમ થશે.

મેઈલમાં આગળ લખ્યું છે કે તારા ભાઈ સલમાનને અમે બોમ્બેમાં જ મારીશું, તે કેટલી પણ સિક્યોરિટી વધારી લે આ વખતે તેને સિક્યોરિટીમાં જ મારીશું. આ તારા માટે લાસ્ટ વોર્નિંગ છે રાખી નહીં તો તું પણ તૈયાર રહેજે.”

શું છે મામલો ?

પહેલા સલમાનને લોરેન્સ બિશ્નોઈએ એક મીડિયા ચેનલ પર ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેના પર રાખીએ (Rakhi Sawant) સલમાન તરફથી પૂરા બિશ્નોઈ સમાજની માફી માંગી હતી. અભિનેત્રીએ કાન પકડીને ઉઠક-બેઠક કરતા કહ્યું હતું કે બિશ્નોઈ ભાઈ! સલમાન ભાઈએ તમારું શું બગાડયું છે? હું તેમના તરફથી તમારા આખા સમાજની માફી માગું છું. સલમાન પર ખરાબ નજર ના રાખો તે ગરીબોના દાતા છે.

તેમને પૈસાનું ઘમંડ નથી તે પોતાના માટે નહીં પણ ગરીબો માટે કમાય છે. તેમને મારી મા માટે ઘણું બધું કર્યું છે. તેમને છોડી દો પ્લીઝ! 10 એપ્રિલે સલમાન ખાનને કોલ કરીને ધમકી આપવામાં આવી હતી. ફોન કરવાવાળી વ્યક્તિએ કહ્યું કે તે 30 એપ્રિલના રોજ સલમાનને મારી નાખશે. આ ફોન મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ડુંગળીના ભાવ રડાવી રહ્યા છે ખેડૂતોને, 5 વર્ષના સૌથી નીચા ભાવે વેંચાઈ રહી છે ડુંગળી

0
Onion prices
  • Onion Price Drop : છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવામાનના સંકટના કારણે ખેડૂતોને ઘણી જગ્યાએ ખૂબ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. જેના કારણે ભારતમાં ડુંગળીના ભાવ 5 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

દેશમાં ફરી એકવાર ડુંગળીના (Onion) ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડુંગળીના (Onion) ભાવમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ કમોસમી વરસાદ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) અને કરા પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. હવામાનના (Weather) સંકટના કારણે ખેડૂતોને ઘણી જગ્યાએ ખૂબ ઓછા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે. જેના કારણે ભારતમાં ડુંગળીના ભાવ 5 વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

દેશમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાંથી 40 ટકા ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. તેવામાં માર્ચમાં થયેલા વરસાદ અને કરા પડવાના કારણે ઘણી જગ્યાએ ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. હવે ખેડૂતોમાં ગુણવત્તાની ચિંતા વધી છે અને તેઓ આ સ્થિતિમાં વાસ્તવિક કિંમત કરતા ઘણી ઓછી કિંમતે ડુંગળી વેંચી રહ્યા છે.

ખેડૂતો શક્ય તેટલી વહેલી તકે તેમની ડુંગળી વેચવા માટે મોટી સંખ્યામાં એપીએમસી પહોંચી રહ્યા છે. જેના કારણે બજારમાં પણ અચાનક ડુંગળીનો સ્ટોક વધી ગયો છે અને ડુંગળીના ભાવમાં કડાકો થયો છે. જો ખેડૂતો ખરાબ ગુણવત્તાની ડુંગળીનો ચારથી છ મહિના સુધી સંગ્રહ કરરશે તો તેમને પ્રતિ કિલો ડુંગળીના ભાવ 15 રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે. આ રીતે ખેડૂતોને બેવડો માર પડી શકે છે.

એક અહેવાલ મુજબ દરરોજ 24,000 ટન ડુંગળી ખેડૂતો દ્વારા નાશિકની મંડીઓમાં લાવવામાં આવી રહી છે. જેમાંથી 70 ટકા પાકને નુકસાન થયેલું છે. નોંધનીય છે કે આ સીઝનની ડુંગળીની લણણી માર્ચથી મે વચ્ચે કરવામાં આવે છે.

હાલમાં બજારમાં આવતી ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 200 થી 300 રૂપિયા છે. જ્યારે સારી ગુણવત્તાની ડુંગળીનો ભાવ 500 થી 600 રૂપિયા છે. જો કે હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાનો પાક અડધા ભાવે વેચવો પડે છે.

આ પણ વાંચો :-

IPLમાં રોહિત શર્માનો જલવો, નામે કર્યો મોટો રેકોર્ડ, કોહલી-વોર્નરના ક્લબમાં થયા શામેલ

0

Rohit Sharma’s haul in the

  • IPL 2023 MI Vs SRH: મુંબઈ ઈન્ડિયન્સ ટીમને પોતાની કેપ્ટન્સીમાં સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતાડનાર રોહિત શર્માએ આઈપીએલમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. સનરાઈઝર્સ વિરૂદ્ધ 28 રનોની ઈનિંગ રમનાર રોહિતે IPL ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન રોહિત શર્માનો (Captain Rohit Sharma) જલવો યથાવત છે. તેમની કેપ્ટન્સીમાં મુંબઈ ટીમે સૌથી વધારે 5 વખત ટ્રોફી જીતી છે. આવા બીજા પણ ઘણા રેકોર્ડ છે. જે રોહિતે પોતાના નામે કર્યા છે.

રોહિત શર્માએ મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વિરૂદ્ધ મેચ જીતી. જેમાં પોતાના બેટથી શાનદાર શોર્ટ રમ્યા. તેમણે 18 બોલ પર 28 રનોની ઈનિંગ રમી. તેની સાથે તેમણે આઈપીએલ ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

રોહિત 6 હજાર રન બનાવનાર ચોથા પ્લેયર  :

હકીકતે રોહિતે આઈપીએલ ઈતિહાસમાં પોતાના 6 હજાર રન પુરા કરી લીધા છે. રોહિતે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં કુલ 232 મેચ રમી. જેમાં 30.22ના સરેરાશથી 6014 રન બનાવ્યા છે. તે સમયે તેમણે 247 છગ્ગા અને 535 ચોગ્ગા માર્યા છે. તેમણે 1 સેન્ચુરી અને 41 હાફ સેન્ચુરી મારી છે.

હાલના ખેલાડીમાં ધોની પાંચમાં નંબર પર  :

સૌથી વધારે રનોના મામલામાં કોહલી બાદ શિખર ધવન છે. તેમણે 210 મેચોમાં 6477 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર છે. જેમણે 167 મેચોમાં 42.13ના શાનદાર સરેરાશથીસ 6109 રન બનાવ્યા છે. આ ચારે બાદ પાંચમા નંબર પર હાજર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની છે. તેમણે 239 મેચોમાં 5037 રન બનાવ્યા છે.

Gujarat Weather : આજે ગુજરાતના આ વિસ્તારોમાં વિનાશ વેરશે વરસાદ

0

Gujarat Weather

  • Gujarat Weather : મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત છે.

એક તરફ હાલ ઉનાળો (Summer) એક પ્રકારે પોતાની હાઈપ પર છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકરી રહ્યાં છે. એવા સમયે ફરી એકવાર કમોસમી વરસાદની (Unseasonal Rain) પણ આગાહી કરવામાં આવી છે. સામાન્ય લોકોને કદાચ આ આગાહી એકાદ બે ડિગ્રી ગરમીથી રાહત આપનારી હોઈ શકે. પણ જગતનો તાત એટલેકે, ખેડૂતો માટે આ કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી છાતીના પાટિયા બેસાડી દે તેવી હોય છે. કારણ કે ખેડૂતોની (Farmers) આખાય વર્ષની મહેનત પર આકાશથી મુસીબત રૂપી પાણી ફરી વળે છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી માવઠાની આગાહી કરી છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ પડી શકે છે.  આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા અને દાહોદમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

Mukul Roy To Join BJP : TMC નેતા મુકુલ રોય ફરી BJP માં સામેલ થશે ? જાણો શું આપ્યું મોટુ નિવેદન

0

Mukul Roy To Join BJP

  • ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા મુકુલ રોયે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે વાતચીતમાં કૃષ્ણનગર ઉત્તરના ટીએમસી ધારાસભ્યએ કહ્યું કે તેઓ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. હું ભાજપમાં પાછો જઈશ. મેં શુભાંશુ (તેમના પુત્ર અને પૂર્વ ટીએમસી ધારાસભ્ય) સાથે પણ ફોન પર વાત કરી છે. તેણે પણ ભાજપમાં સામેલ થવું જોઈએ.

પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય 2017માં TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી

અપહરણ થિયરીને નકારી કાઢતાં મુકુલ રોયે કહ્યું કે, ભાજપે દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરી છે. મેં કૈલાશ વિજયવર્ગીય સાથે વાત કરી હતી. હું ક્યારેય ટીએમસીમાં પાછો ફરીશ નહીં. રોય હાલમાં દિલ્હીમાં છે.

મુકુલ રોયના પરિવારે દાવો કર્યો :

અગાઉ સોમવારે (17 એપ્રિલ) રાત્રે મુકુલ રોયના પરિવારે દાવો કર્યો હતો કે તે સાંજથી ગુમ હતા. દિલ્હીમાં તેમના આગમન સાથે  તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળો શરૂ થઈ. મુકુલ રોયના પરિવારે દાવો કર્યો હતો કે તેઓની માનસિક સ્થિતિ સારી  નથી અને કોઈ અસ્વસ્થ વ્યક્તિને લઈ રાજકારણ ન રમવું જોઈએ.

ગુમ થવાના દાવા પર મુકુલ રોયે મંગળવારે સવારે દિલ્હીમાં કહ્યું, “હું દિલ્હી આવ્યો છું. કોઈ ચોક્કસ એજન્ડા નથી. હું ઘણા વર્ષોથી સંસદ સભ્ય છું. શું હું દિલ્હી ન આવી શકું? અગાઉ પણ હું નિયમિતપણે દિલ્હી આવતો હતો.

TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા :

પૂર્વ રેલ્વે મંત્રી મુકુલ રોય 2017માં TMC નેતૃત્વ સાથે મતભેદો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રોયે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. પરંતુ પરિણામો જાહેર થયાના લગભગ એક મહિના પછી TMCમાં પાછા ફર્યા હતા.

લોક લેખા  સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું :

ટીએમસીમાં પરત ફર્યા બાદથી તેઓ લોકોની નજરથી દૂર રહ્યા છે. તેમણે ખરાબ તબિયતના કારણે  ગયા વર્ષે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં લોક લેખા સમિતિના અધ્યક્ષનું પદ છોડી દીધું હતું.

આ પણ વાંચો :-  

ડમીકાંડમાં યુવરાજસિંહને પોલીસનું તેડું, આજ સાંજ સુધીમાં કરવું પડશે આ કામ

0

Yuvraj Singh has to be called

  • યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો. ડમીકાંડ મામલે યુવરાજસિંહને પોલીસનું સમન્સ નિવેદન નોંધાવવા જવું પડશે ભાવનગર. રાજ્યમાં ચકચારી બનેલા સ્પર્ધાત્મક પરીક્ષાના ડમીકાંડ મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવ્યું છે.

ગુજરાતમાં (Gujarat) એક બાદ એક સરકારી ભરતીની (Government Recruitment) પરીક્ષાઓ વિવાદમાં આવતી જાય છે. અત્યાર સુધી લેવાયેલી ઘણી બધી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી. આ ઘટનાઓમાં પેપર ફોડનાર અથવા ગેરરીતિ આચરીને (Malpractice) પેપર ખરીદીને પરીક્ષા આપનાર અંગે સરકારનું ધ્યાન દોરના યુવા નેતા યુવરાજસિંહની (Yuvraj Singh) મુશ્કેલીઓમાં વધારે થયો છે. યુવરાજસિંહને ભાવનગર ડમી કાંડમાં (Bhavnagar Damikand) પોલીસનું તેડું આવ્યું છે.

સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવશે. તેથી આજ સાંજ સુધીમાં યુવરાજસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે હાજર રહેવું પડશે. સમગ્ર મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે. જો યુવરાજસિંહ સમન્સનો જવાબ આપવા નિશ્ચિત સમય અવધીમાં હાજર ન થાય તો તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમી કાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.

ડમી કાંડમાં તપાસનો રેલો હવે ભાવનગરથી અમરેલી સુધી પહોંચ્યો છે. SITએ તપાસ માટે અમરેલીમાં ધામા નાંખ્યા છે. ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે શાળાઓમાં SIT તપાસ કરી રહી છે. ધારીના દુધાળા ગામની પ્રગતિ શાળામાં પોલીસે પૂછપરછ કરી હતી. જો કે આ તપાસમાંથી સ્થાનિક પોલીસને બાકાત રાખવામાં આવી છે.

ડમી ઉમેદવાર કાંડમાં મિલન ઘુઘાની પણ અટકાયત કરવામાં આવી છે. મિલને સરકારી ભરતીમાં 7 વાર પરીક્ષા આપી હતી. ધોરણ 12માં ફિઝિક્સનું પેપર તેણે ડમી ઉમેદવાર તરીકે આપ્યું હતું. મિલને દેવર્ષિ નામના વિદ્યાર્થી વતી 12માં ફિઝિક્સનું પેપર ડમી ઉમેદવાર તરીકે આપી હતી. દેવર્ષિ અત્યારે ફિલિપાઈન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. તેની પૂછપરછ દરમ્યાન અન્ય લોકોના નામ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સૌથી પહેલાં પકડાયેલા ચાર આરોપીઓ શરદ પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ડમી કાંડમાં મોટી ભૂમિકા છે. આ ટોળકી ડમી ઉમેદવાર તરીકે બેસાડવાની શરૂઆત ધોરણ 12ની પરીક્ષાથી કરતી હતી. શરદ અને પીકે રમણીક જાની પાસેથી ડમી ઉમેદવારો મેળવતા હતા. શરદ અને પીકે ડમી ઉમેદવાર માટે અસલી ઉમેદવાર પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લેતા હતા.

જેમાંથી ડમી ઉમેદવારને પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા ચૂકવતા હતા. આરોપી બળદેવ ઉમેદવાર માટે નકલી કોલ લેટર અને ડોક્યુમેન્ટ ઉભા કરવાના 10 હજાર રૂપિયા લેતો હતો. તો આ તરફ ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ SITની રચનાના નિર્ણય અને કામગીરીને વખાણી છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે હજુ તેમની પાસે ડમી કાંડને લગતી સ્ફોટક માહિતી છે. જેને તેઓ SITને આપવા તૈયાર છે.

અત્યાર સુધી છ આરોપી ઝડપાયા :

ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે. જેને જોતાં પોલીસે હજુ ઘણા આરોપીઓ સુધી પહોંચવાનું બાકી છે.

આ પણ વાંચો :-

બે કલાક મૃત્યુ પામીને જીવતો થઈ ગયો આ છોકરો ! ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા, જાણો શું છે મામલો

This boy came alive

  • એવું કહેવાય છે કે જીવન અને મરણ એ ઉપરવાળાના હાથમાં છે પરંતુ અનેકવાર કોઈના મોત બાદ ચમત્કારિક રીતે જીવિત થવાના દાવા પણ કરવામાં આવ્યા છે. એક 16 વર્ષનો છોકરો સેમી બરકો..

એવું કહેવાય છે કે જીવન અને મરણ એ ઉપરવાળાના હાથમાં છે પરંતુ અનેકવાર કોઈના મોત (Death) બાદ ચમત્કારિક રીતે જીવિત થવાના દાવા પણ કરવામાં આવ્યા છે. એક 16 વર્ષનો છોકરો સેમી બરકો (Sammy Barco)…તેની સાથે પણ કઈંક આવું થયું હોવાનો દાવો છે કે આ છોકરો થોડી મિનિટ માટે નહીં પરંતુ પૂરા બે કલાક માટે મૃત્યુ પામ્યો હતો. ટેક્સાસના (Texas) મિસૌરી શહેરમાં રોક ક્લાઈમ્બિંગ (Rock Climbing) માટે ગયેલા સેમીને હાર્ટ એટેક આવ્યો અને તેના શરીરે રિસ્પોન્સ આપવાનું જ બંધ કરી દીધુ.

બે કલાક સુધી સીપીઆર :

સેમીને હોસ્પિટલ લઈ જવાયો. બિલકુલ રિસ્પોન્સ આપતો નહતો. આમ છતાં તેની બચાવવામાં લાગેલા ડોક્ટરોએ તેને બે કલાક સુધી સીપીઆર આપ્યો. છતાં જ્યારે કોઈ ફાયદો ન થયો તો ડોક્ટરોએ સેમીના પરિવારને કહી દીધુ કે તે મરી ગયો છે. પરંતુ ભાગ્યને કઈ બીજુ જ મંજૂર હતું.

કથિત રીતે અચાનક પરિવારે સેમીના શરીરમાં મૂવમેન્ટ જોઈ. સેમીની માતા જેનિફરે જોરથી બૂમો પાડી- ઓહ માય ગોડ- તે હલી રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમણે આવો ચમત્કાર ક્યારેય જોયો નથી. જેનિફરે કહ્યું કે અચાનક ભગવાને અમારું સાંભળ્યું અને અમારો છોકરો મરીને જીવતો થઈ ગયો.

સેમીને થયો હતો શોર્ટ ટર્મ મેમરી લોસ :

ડોક્ટરોનું કહેવું છે કે સેમીના મગજમાં લાંબા સમય સુધી ઓક્સીજન પહોંચ્યો નહતો. આથી એવું માનવામાં આવી રહ્યું હતું કે તેને સૂપર રેર જેનેટિક ડિસોર્ડર થયો છે જેણે તેના હાર્ટને અસર કરી છે. જેને Catecholaminergic polymorphic ventricular tachycardia (CPVT) કહે છે. પરંતુ એવું નહતું. તેને ફક્ત શોર્ટ ટર્મ મેમરી લોસ થયો હતો. તેને સમગ્ર ઘટના બરાબર યાદ નથી પરંતુ થોડી સેકન્ડની કહાની ટુકડામાં વાતો યાદ આવી રહી હતી. સેમીનું કહેવું છે કે તે દિવસે શું થયું તે બરાબર યાદ નથી. ઘટના બાદ સેમી બરાબર ઠીક થયો ત્યાં સુધી લગભગ એક મહિનો હોસ્પિટલમાં જ રહ્યો. જો કે હવે તે એકદમ બરાબર છે.

આ પણ વાંચો :-

 

Appleનું હેડક્વાર્ટર કોઈ ખુફિયા એજન્સીથી ઓછું નથી, દરેક ખૂણા પર હોય છે ઝીણવટભરી નજર

Apple’s headquarters

  • Apple Park : એપલ પાર્ક કેલિફોર્નિયામાં આવેલું છે. તે વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ એપલ પાર્કને ઉપરથી જુઓ તો તે ફૂટબોલના મેદાન જેવું લાગે છે. અહીં એપલ બિલ્ડિંગમાં ઘણા લોકડાઉન રૂમ બનાવવામાં આવ્યા છે. Appleના હેડક્વાર્ટરમાં દરેક પગલા પર કેમેરાથી નજર રાખવામાં આવે છે.

કેલિફોર્નિયા (California) સ્થિત એપલના મુખ્ય મથક એપલ પાર્કને જોશો તો તે ફૂટબોલ સ્ટેડિયમ જેવું લાગશે. એપલનું આ હેડક્વાર્ટર (Apple Park) કોઈ ગુપ્તચર એજન્સીથી (Intelligence Agency) ઓછું નથી. તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 175 એકરમાં ફેલાયેલી એપલ બિલ્ડિંગ એરટાઈટ છે.

આ બિલ્ડીંગમાં એવા ઘણા રૂમ છે જે એકદમ સિક્રેટ છે. આ રૂમોમાં કોઈ બારી નથી. આને લોકડાઉન રૂમ કહેવામાં આવે છે. આ બિલ્ડિંગના ઘણા રૂમમાં કાળા કાચ છે. આ રૂમો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે અહીંથી કોઈ માહિતી બહાર ન જઈ શકે.

દરેક ખૂણા પર રખાય છે નજર :

એપલની આ એરટાઈટ બિલ્ડિંગમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં જવાની બિલકુલ મનાઈ છે. બિલ્ડીંગના દરેક ખૂણે ખૂણાની ઉપરાંત ડસ્ટબીન પર પણ બારીકાઈથી નજર રાખવામાં આવે છે. જ્યારે પણ નવા કર્મચારીની ભરતી કરવામાં આવે છે, ત્યારે તેનો રોલ ક્લિયર થતો નથી.

Apple Park Visitor Center - Apple Store - Apple

ઈન્ટરવ્યુના ઘણા રાઉન્ડ પછી કર્મચારીને જોઈનિંગ આપવામાં આવે છે. એપલના ભૂતપૂર્વ કર્મચારીઓ અનુસાર, કંપનીની દરેક પ્રોડક્ટ માટે કોડ નેમ હોય છે. સ્પેશિયલ ટીમમાં કામ કરતા કર્મચારીઓ તેઓ શું કામ કરી રહ્યા છે તે કોઈને કહેતા નથી. એપલમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ એકદમ ફિટ દેખાય છે.

કર્મચારીને મળે છે શાનદાર પગાર :

એપલમાં કામ કરતા કર્મચારીઓને સારો પગાર મળે છે. કંપની કર્મચારીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એપલમાં સિનિયર ડાયરેક્ટર લેવલ પર બે લાખ ડોલર એટલે કે લગભગ 15 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય બોનસ પણ મળે છે. કંપની પ્રયત્ન કરે છે કે કર્મચારી બીજી કંપનીમાં ન જાય. આ માટે કર્મચારીઓને ખૂબ સારો પગાર મળવો જોઈએ.

એપલ ગેરેજમાંથી શરૂ થયું :

એપલ કંપનીની શરૂઆત એક ગેરેજમાં થઈ હતી. 1 એપ્રિલ, 1976ના રોજ સ્ટીવ જોબ્સે તેમના મિત્ર વોઝનિયાક સાથે મળીને ગેરેજમાંથી એપલ કંપનીની શરૂઆત કરી. 1985માં સ્ટીવ જોબ્સનો કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ જોન સ્કલી સાથે વિવાદ થયો હતો. આ કારણે તેમને એપલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સ્ટીવની વર્ષ 1997માં ફરી વાપસી થઈ હતી. જ્યારે ટિમ કૂક ઓગસ્ટ 2011માં કંપનીના સીઈઓ બન્યા હતા. આ પહેલા તેઓ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા.

આ પણ વાંચો :-

Atique Ahmed : દહેશત ફેલાવવાની કોશિશ ! પ્રયાગરાજમાં અતીકના વકીલના ઘર પાસે દેશી બોમ્બથી હુમલો

0

Atique Ahmed: Trying to spread terror

  • Attack in Prayagraj : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના વકીલના ઘરની પાસે દેસી બોમ્બ ફેંકાયો છે. મામલો કટરા ગોબર ગલીનો છે. મળતી માહિતી મુજબ દહેશત ફેલાવવાના હેતુથી આ બોમ્બ ફેંકાયો.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના (Atiq Ahmed) વકીલના ઘરની પાસે દેસી બોમ્બ ફેંકાયો છે. મામલો કટરા ગોબર ગલીનો છે. મળતી માહિતી મુજબ દહેશત ફેલાવવાના હેતુથી આ બોમ્બ ફેંકાયો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કર્નલગંજ પોલીસ (Colonelganj Police) આ મામલે તપાસ કરી રહી છે.

પ્રયાગરાજ પોલીસ કમિશનરે કહ્યું કે આ હુમલો વકીલ દયાશંકર મિશ્રાના ઘરની સામેની ગલીમાં થયો. અફવા ફેલાવવામાં આવી કે દયાશંકર મિશ્રા પર હુમલો થયો છે પરંતુ આ વાત સાચી નથી. ઘટનાની તપાસ થઈ રહી છે. ઘટના પર દયાશંકર મિશ્રાએ કહ્યું કે 24-25 વર્ષના યુવકે આ ઘટનાને અંજામ આપ્યો. મને હતોત્સાહિત કરવાની કોશિશ છે. હું અનેક વર્ષોથી કેસ લડું છું.

સહાયક પોલીસ આયુક્ત (શિવકુટી) રાજેશકુમાર યાદવે કહ્યું કે કર્નલગંજ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા કટરાની ગોબર ગલીમાં કેટલાક યુવકોએ અંગત અદાવતના પગલે બોમ્બ ફેંક્યો હતો. જેમાં સંયોગવશ અતીક અહેમદના વકીલ દયાશંકર મિશ્રાના મકાનની સામે વિસ્ફોટ થયો. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.

સ્થાનિકોના જણાવ્યાં મુજબ હર્ષિત સોનકર નામના યુવકને રોનક આકાશસિંહ અને છોટે સાથે પૈસા મામલે વિવાદ હતો અને આ કારણે સોનકરે રોનક, આકાશ અને છોટેનો પીછો કરતા તેમના પર દેશી બોમ્બ ફેંક્યો. યાદવે વધુમાં જણાવ્યું કે સંયોગવશ બોમ્બ વકીલ દયાશંકર મિશ્રાના મકાન સામે પડ્યો. સોનકર બોમ્બ ફેંકીને ત્યાંથી ભાગી ગયો. આ મામલે એફઆઈઆર નોંધાઈ રહી છે. જલદી આરોપીની ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મિશ્રા ઉમેશ પાલ અપહરણ મામલે અતીક અહેમદ અને અશરફના વકીલ હતા. આ મામલે અતીક અહેમદ અને અન્ય બે લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે અશરફ સહિત સાત લોકોને પુરાવાના અભાવે છોડી મૂકાયા હતા.

નોંધનીય છે કે શનિવારે રાતે પોલીસ કસ્ટડીમાં કાલ્વિન હોસ્પિટલ આવેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ત્રણ યુવકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદથી સમગ્ર શહેરમાં સ્થિતિ સંવેદનશીલ છે.

આ પણ વાંચો :-