Gujarat Weather : આજે ગુજરાતના આ વિસ્તારોમાં વિનાશ વેરશે વરસાદ

Share this story

Gujarat Weather

  • Gujarat Weather : મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં માવઠાંનો માર યથાવત છે.

એક તરફ હાલ ઉનાળો (Summer) એક પ્રકારે પોતાની હાઈપ પર છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકરી રહ્યાં છે. એવા સમયે ફરી એકવાર કમોસમી વરસાદની (Unseasonal Rain) પણ આગાહી કરવામાં આવી છે. સામાન્ય લોકોને કદાચ આ આગાહી એકાદ બે ડિગ્રી ગરમીથી રાહત આપનારી હોઈ શકે. પણ જગતનો તાત એટલેકે, ખેડૂતો માટે આ કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી છાતીના પાટિયા બેસાડી દે તેવી હોય છે. કારણ કે ખેડૂતોની (Farmers) આખાય વર્ષની મહેનત પર આકાશથી મુસીબત રૂપી પાણી ફરી વળે છે.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી માવઠાની આગાહી કરી છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપી, નવસારી, વલસાડ, સુરતમાં વરસાદ પડી શકે છે.  આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા અને દાહોદમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં અપર એરસર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-