Home Blog Page 1130

ના હોય…માત્ર 599 રૂપિયામાં મળે છે Realme નો 180000 રૂપિયાવાળા સ્માર્ટફોન, ખરીદવા માટે પડાપડી !

Realme’s 180000 rupees smartphone

  • Flipkart Smartphone Discount : Realme 9i 5G એક દમદાર સ્માર્ટફોન છે જેના પર ફ્લિપકાર્ટ તરફથી અત્યાર સુધીનું સૌથી ભારે ભરખમ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો જલદી કરજો કારણ કે તમારી પાસે વધુ સમય નથી.

Realme 9i 5G એક દમદાર સ્માર્ટફોન છે જેના પર ફ્લિપકાર્ટ (Flipkart ) તરફથી અત્યાર સુધીનું સૌથી ભારે ભરખમ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો જલદી કરજો કારણ કે તમારી પાસે વધુ સમય નથી.

ફ્લિપકાર્ટ આ સ્માર્ટફોનને ખરીદનારા ગ્રાહકો માટે એક એવી ઓફર લઈને આવ્યું છે કે જેને જોઈને કોઈ પણ ના પાડી શકશે નહીં. આ સ્માર્ટફોનમાં એ તમામ ખાસિયતો છે જે કોઈ પણ યૂઝરને જરૂર પડ઼તી હોય છે. જો તમે પણ એક જબરદસ્ત સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો આ સ્માર્ટફોન તમારા બજેટમાં ફીટ થશે અને આ સાથે જ તમને જબરદસ્ત ફીચર્સ પણ મળશે.

ડિસ્કાઉન્ટ ઓફર :

રિયલમી 9 આઈ 5જી સ્માર્ટફોનની અસલ કિંમતની વાત કરીએ તો ફ્લિપકાર્ટ પર તે ₹17999 રૂપિયામાં રજિસ્ટર છે. પરંતુ આ કિંમત પર ગ્રાહકોએ આ સ્માર્ટફોન ખરીદવાનો હોતો નથી કારણ કે કંપની પહેલેથી જ તેના પર 16 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

ફ્લિપકાર્ટ તરફથી ઓફર કરવામાં આવતા 16 ટકા ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકો તેને ફક્ત ₹14999 રૂપિયામાં ખરીદી શકે છે. આ કિંમત સ્માર્ટફોનની અસલ કિંમત કરતા ઘણી ઓછી છે અને મોટાભાગના ગ્રાહકોના બજેટમાં ફીટ પણ થઈ જશે. પરંતુ જે લોકોને આ કિંમત વધુ લાગતી હોય તેઓએ પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આ સ્માર્ટફોન પર વધુ એક ઓફર છે જે તમારી ખુબ બચત કરાવી શકે છે.

શું છે ઓફર :

રિયલમી 9આઈ 5જી સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને ફ્લિપકાર્ટ તરફથી ₹14400 નું એક્સચેન્જ બોનસ અપાઈ રહ્યું છે. જો તમને એક્સચેન્જ બોનસ વિશે અંદાજો ન હોય તો અમે તમને જણાવી દઈએ કે આ બોનસ તમને ત્યારે જ મળશે.

જ્યારે તમે તમારો જુનો ફોન એક્સચેન્જ કરશો અને તેના માટે કંપની તમને ₹14400 નું એક્સટેન્ડ બોનસ ઓફર કરી શકે છે.  જો તમને આ એક્સચેન્જ બોનસ પૂરેપૂરું મળી જાય તો તમારા સ્માર્ટફોનની કિંમતમાંથી ₹14400 ઓછા કરી દેવાશે અને ત્યારબાદ તમને ફક્ત 599 રૂપિયા જ ફોન માટે ચૂકવવાના થશે.

આ પણ વાંચો :-

Skin Care માં મીઠાના પાણીનો વધી રહ્યો છે ટ્રેંડ, જાણો તેનાથી થતા ફાયદા અને નુકસાન વિશે

Salt water is a growing trend

  • Skin Care With Salt Water : સોલ્ટ વોટરના ઉપયોગથી ફાયદા થાય છે તેની સાથે કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે પૂરતી માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે.

આજના સમયમાં સ્કીન કેર (Skin care) માટે સોલ્ટ વોટર નો ઉપયોગ વધવા લાગ્યો છે. સાથે જ સોલ્ટ બાથનું ચલણ પણ વધી રહ્યું છે. તેનાથી ત્વચા ને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ કહેવાય છે ને કે દરેક વસ્તુના ફાયદાની સાથે કેટલાક નુકસાન પણ હોય છે. સોલ્ટ વોટરના ઉપયોગથી ફાયદા થાય છે તેની સાથે કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે પૂરતી માહિતી મેળવી લેવી ખૂબ જ જરૂરી છે.

એક્સપર્ટનું જણાવવું છે કે સોલ્ટ વોટર થી ફાયદા અને નુકસાન બંને થઈ શકે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કીનના ડેડ સેલ્સ નીકળી જાય છે અને સ્કીનનું ટેક્સચર સુધરે છે. પરંતુ સાથે જ તેનાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્કીન ઉપર ખંજવાળ સનબર્ન જેવી નેગેટિવ ઇફેક્ટ પણ જોવા મળે છે. તેનો ઉપયોગ કર્યા પછી ત્વચાની સંભાળ કરવી જરુરી છે. આમ ન કરવાથી ત્વચા પર રેશિસ પણ થઈ શકે છે.

આ બાબતોને રાખો ધ્યાનમાં :

– જો તમે સોલ્ટ વોટરથી સ્કીનની સંભાળ રાખવા ઈચ્છો છો તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખાસ જાણવું જરૂરી છે. તેનો ઉપયોગ કરીને તમે એન્ટી ઇન્ફલામેટરી માસ્ક બનાવી શકો છો. તેના માટે તમારે મીઠું પાણી અને મધનો ઉપયોગ કરવો પડશે.

– તમે મીઠામાંથી સ્ક્રબ પણ બનાવી શકો છો. તેના માટે અડધો કપ ઓલિવ ઓઇલ અથવા તો નાળિયેરનું તેલ લેવું અને તેમાં સી વોટર મિક્સ કરીને સ્કીન ઉપર સ્ક્રબિંગ કરો. ત્યાર પછી મોસ્ચ્યુરાઈઝર લગાવી લેવું.

– તમે સોલ્ટ બાથ પણ લઈ શકો છો તેના માટે નહાવાના પાણીમાં બે ચમચી મીઠું ઉમેરી દેવું. તેનો ઉપયોગ કરવાથી સ્કીનમાં રહેલું એક્સ્ટ્રા ઓઇલ દૂર થઈ જાય છે.

આ પણ વાંચો :-

New Rules from 1st April, 2023 : ખિસ્સા પર વધશે બોજો, 1 એપ્રિલથી લાગૂ થશે આ નિયમ,

0

New Rules from 1st April, 2023

  • New Rules from 1st April, 2023 : એપ્રિલનો મહિનો અનેક ફેરફારો લાવશે જે તમારે જાણવા જરૂરી છે. શેર બજાર, રોકાણ, આવકવેરો, સહિત અનેક અન્ય ખર્ચાઓ સંલગ્ન નિયમો બદલાઈ રહ્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. પાન-આધાર કાર્ડની લિંકિંગ ડેડલાઈન 31 માર્ચ સુધીમાં પૂરી થઈ રહી છે.

એપ્રિલનો મહિનો અનેક ફેરફારો લાવશે જે તમારે જાણવા જરૂરી છે. શેર બજાર, રોકાણ, આવકવેરો, સહિત અનેક અન્ય ખર્ચાઓ સંલગ્ન નિયમો બદલાઈ રહ્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. પાન-આધાર કાર્ડની લિંકિંગ ડેડલાઈન 31 માર્ચ સુધીમાં પૂરી થઈ રહી છે. એક એપ્રિલ બાદ લિંક કર્યા વગરનું પાન ઈનએક્ટિવ થઈ જશે. અનેક ઓટો કંપનીઓ પોતાની ગાડીઓ મોંઘી કરશે આ ઉપરાંત એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે તથા બેંકોની રજાઓની યાદી જેવા ફેરફાર પણ છે. જે દર મહિનાની પહેલી તારીખ રિવાઈઝ થાય છે. ખાસ જાણો આ ફેરફારો વિશે…

1. PAN કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે :

જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ લિંક (PAN Card Link) કરાવ્યું ન હોય તો તમે 31 માર્ચ પહેલા કરાવી લેજો જેથી કરીને પહેલી એપ્રિલથી તમારું પાનકાર્ડ ઈનએક્ટિવ ન થઈ જાય. આવકવેરા (Income tax) એક્ટની સેક્શન 139AA મુજબ દરેક વ્યક્તિ જેને 1 જુલાઈ 2017ના રોજ એક PAN ફાળવવામાં આવ્યું છે અને જે આધાર નંબર (Aadhaar Number) મેળવવા પાત્ર છે. નિર્ધારિત ફોર્મ અને યોગ્ય રીતથી પોતાના આધાર નંબરની જાણકારી આપશે. બીજા શબ્દોમાં કહીએ તો આવી વ્યક્તિઓએ 31 માર્ચ સુધીમાં લેટ ફી પેમેન્ટ સાથે પોતાનું આધાર અને પેન અનિવાર્ય રીતે લિંક કરાવવું પડશે. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલ બાદ તમારે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે.

2. મોંઘી થશે આ ગાડીઓ :

BS-6 ના બીજા ફેઝના ટ્રાન્ઝિશન સાથે ઓટો કંપનીઓનો ખર્ચો સતત વધી રહ્યો છે આ ઉપરાંત ઈન્ફલેશનને જોતા તેઓ આ વધેલા ખર્ચાને ગ્રાહકો પર નાખી રહી છે અને આવામાં જો તમે પહેલી એપ્રિલ પછી ગાડી ખરીદવાનું વિચારતા હોવ તો તમારા ખિસ્સા ઉપર પણ વધુ બોજો  પડશે. Honda, Maruti Suzuki, Tata Motors, Hero Motocorp જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ પહેલી એપ્રિલથી પોતાની ગાડીઓના અલગ અલગ વેરિએન્ટ્સના ભાવ વધારશે.

3. દિવ્યાંગજનો માટે જરૂરી બનશે UDID :

દિવ્યાંગોએ 17 સરકારી યોજનાઓનો લાભ લેવા માટે એક એપ્રિલથી ફરજિયાતપણે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા દિવ્યાંગજનો માટેના વિશિષ્ટ ઓળખપત્ર (UDID) સંખ્યા બતાવવી પડશે. સરકારે કહ્યું છે કે જેમની પાસે UDID ન હોય તો તેમણે દિવ્યાંગતા પ્રમાણપત્ર સાથે UDID નામાંકન સંખ્યા (ફક્ત UDID પોર્ટલ દ્વારા મળેલ) પ્રદાન કરવું પડશે. દિવ્યાંગ કેસોના વિભાગ તરફથી  બહાર પડેલા એક કાર્યાલય વિજ્ઞપ્તિ મુજબ એ ખ્યાલ રાખવામાં આવે કે કાયદેસર UDID સંખ્યાની ઉપલબ્ધતા હોવા પર દિવ્યાંગતા પ્રમાણપત્રની ભૌતિક કોપી કે દિવ્યાગતા પ્રમાણપત્ર અપલોડ કરવાની જરૂર નથી.

4. હાઈ પ્રીમીયમવાળી વીમા પોલીસી પર લાગશે ટેક્સ :

બજેટ 2023માં જાહેરાત થઈ હતી કે જો તમારું વીમાનું પ્રીમીયમ વાર્ષિક 5 લાખથી વધુ હશે તો તેનાથી થતી કમાણી પર ટેક્સ લાગશે. અત્યાર સુધી વીમાથી થતી રેગ્યુલર ઈન્કમ સંપૂર્ણ રીતે ટેક્સફ્રી હતી. તેનો ફાયદો HNI એટલે કે નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલને મળતો હતો. ત્યારબાદ HNI ને ઈન્શ્યુરન્સથી થનારી કમાણી પર લિમિટેડ લાભ જ મળશે. તેમાં ULIP પ્લાનને સામેલ કરાયો નથી. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થશે.

5.  LPG, CNG, PNG ના ભાવમાં ફેરફાર :

દર મહિનાની પહેલી તારીખે દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ ઓઈલ અને ગેસના ભાવમાં સંશોધન કરે છે. બની શકે કે આ વખતે પણ પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવમાં ફેરફાર જોવા મળે. તમારા કુકિંગ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો :-

બોયફ્રેન્ડની કરી હત્યા, પછી જેલમાં એક રાત માટે કરી નવા પ્રેમીની માંગ

Killing a boyfriend

  • એબીગેલ વ્હાઈટ, જેલની સજા ભોગવી રહ્યી છે. જેની પર બોયફ્રેન્ડ બેડગ્લી લેવિસની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે.પહેલા બોયફ્રેન્ડની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને હવે તેણે જેલની અંદર ખૂબ જ વિચિત્ર માંગણી કરી છે.

ઈંગ્લેન્ડના (England) ફૂટબોલ ખેલાડીની હત્યા કરનાર ઈંગ્લિશ મોડલ એબીગેલ વ્હાઈટને (English model Abigail White) ગયા વર્ષે 18 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને તે ઈંગ્લેન્ડની (England) જેલમાં જેલના સળિયા પાછળ છે. પરંતુ જેલની અંદર આ મોડલની વિચિત્ર માંગણીઓથી જેલ પ્રશાસન પરેશાન થઈ ગયું છે.

ફેક બાર્બી તરીકે ફેમસ બનાવનારી આ મોડલ ઈંગ્લેન્ડના 22 વર્ષીય ફૂટબોલ ખેલાડી બ્રેડલી લુઈસ સાથે રિલેશનશિપમાં હતી. બંનેને ત્રણ બાળકો પણ છે. પરંતુ ગયા વર્ષે માર્ચમાં નકલી બાર્બીએ તેના બોયફ્રેન્ડ પર રસોડામાં રાખેલી 7 ઈંચની છરી વડે હુમલો કર્યો હતો. તેણે તેના બોયફ્રેન્ડની છાતીમાં છરી મારી દીધી હતી. હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના પરિવારજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. લુઈસ આ મોડલથી અલગ થવા માંગતો હતો. પરંતુ એબીગેલ આ માટે તૈયાર નહોતી.

18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી  :

લેવિસની હત્યાનો કેસ એબીગેલ વ્હાઈટ સામે દાખલ કરવામાં આવ્યો હતો. મહિનાઓ સુધી કોર્ટમાં સુનાવણી ચાલી. લુઈસના પરિવારે પણ એબીગેઈલ પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને અંતે લુઈસને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જો કે એબીગેલે કહ્યું કે તે માત્ર તેના બોયફ્રેન્ડને ડરાવવાનો પ્રયાસ કરી રહી હતી અને અકસ્માતે તેનું મોત થઈ ગયું. લુઈસની હત્યામાં દોષી સાબિત થયા બાદ મોડલને ગયા વર્ષે ઓક્ટોબરમાં 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે.

આ મોડલે જેલ પ્રશાસન પાસેથી ખૂબ જ વિચિત્ર માંગ કરી હતી :

પાંચ મહિના જેલમાં રહ્યા બાદ હવે આ નકલી બાર્બી ફરી ચર્ચામાં આવી છે. આ મોડલે જેલ પ્રશાસન પાસે જેલની અંદર પુરુષ સાથે રાત વિતાવાની માંગણી કરી છે. આ મોડલ કહે છે કે એ એક શારીરિક જરૂરિયાત છે અને તે જેલની અંદર પણ પૂરી થવી જોઈએ. તેણે આ અંગે જેલમાં રહેલી અન્ય ઘણી યુવતીઓ સાથે પણ વાત કરી અને આ મામલે તેમનો સહકાર માંગ્યો. હવે આ જેલમાં બંધ અન્ય ઘણી છોકરીઓ પણ ફેક બાર્બીના સમર્થનમાં આવી છે.

જેલમાં આવી કોઈ જોગવાઈ નથી :

એબીગેલે આ વિશે જેલ મેગેઝિન ઈનસાઈડ ટાઈમ્સને વાત કરી હતી. તેણે કહ્યું કે હવે જ્યારે તે 18 વર્ષની સજા માટે જેલમાં છે. ત્યારે તેને લાગ્યું કે મહિલા કેદીઓને તેમના પાર્ટનર સાથે રાત વિતાવવાની છૂટ આપવી જોઈએ. અથવા તો જેલમાં જ મહિલાઓ અને પુરૂષોને રાત્રે સાથે રહેવાની જોગવાઈ હોવી જોઈએ. જેલ પ્રશાસનનું કહેવું છે કે આવી માંગ પહેલીવાર સામે આવી છે. કેદીઓના પરિવારજનોને દિવસ દરમિયાન મળવાની છૂટ છે. પરંતુ જેલમાં આવી કોઈ જોગવાઈ નથી.

આ પણ વાંચો :-

આ પેટ્રોલ કાર CNG કાર જેટલી આપે છે માઈલેજ, 1 લીટરમાં 27KM ચાલશે, કિંમત..

This petrol car gives same mileage

  • Best Mileage Petrol Car : માર્કેટમાં કેટલીક એવી કાર છે જે પેટ્રોલ પર ચાલતી હોવા છતાં સીએનજી જેવી માઈલેજ આપે છે. આવી જ એક કાર મારુતિ સુઝુકી સેલેરિયો છે.

પેટ્રોલના (Petrol) ભાવમાં સતત વધારાને કારણે લોકો વધુ માઈલેજ ધરાવતી કારની શોધમાં છે. આ માટે ઘણા લોકો ઇલેક્ટ્રિક કે સીએનજી કાર ખરીદી રહ્યા છે. પરંતુ આની કોઈ જરૂર નથી. માર્કેટમાં કેટલીક એવી કાર છે, જે પેટ્રોલ પર ચાલવા છતાં CNG જેવી માઈલેજ આપે છે. આવી જ એક કાર મારુતિ સુઝુકી સેલેરિયો (Maruti Suzuki Celerio) છે. અહીં અમે તમને સેલેરિયોની કિંમતથી લઈને ફિચર્સ સુધીની વિગતો આપી રહ્યા છીએ.

કિંમત અને વેરિએન્ટ :

મારુતિ સુઝુકી સેલેરિયો કુલ ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે – LXi, VXi, ZXi અને ZXi+. મારુતિ સેલેરિયોની કિંમત રૂ. 5.33 લાખથી શરૂ થાય છે અને રૂ. 7.12 લાખ સુધી જાય છે. મારુતિ સુઝુકી સેલેરિયોમાં પાંચ લોકોની બેઠક ક્ષમતા છે. તે Renault Kwid, Maruti WagonR અને Tata Tiago સાથે સ્પર્ધા કરે છે.

એન્જિન અને ટ્રાન્સમિશન :

મારુતિ સુઝુકી સેલેરિયોમાં 1.0-લિટર, K10C પેટ્રોલ એન્જિન છે જે 66bhp અને 89Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન પાંચ-સ્પીડ મેન્યુઅલ યુનિટ અને AGS (AMT) ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. કારમાં CNG ઓપ્શન પણ ઉપલબ્ધ છે. CNG મોડમાં, આ એન્જિન 56bhp અને 82Nm ટોર્ક જનરેટ કરે છે. માઈલેજના સંદર્ભમાં, તે પેટ્રોલ મોડમાં 26.6kmpl અને CNGમાં 35.6 km/kg ઓફર કરે છે.

ખાસ વિશેષતા :

મારુતિ સુઝુકી સેલેરિયો સ્માર્ટપ્લે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હાઈટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ સાથે આવે છે. તેમાં સુરક્ષા માટે ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ, સીટ-બેલ્ટ રિમાઇન્ડર, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને રીઅર ડિફોગર છે.

આ પણ વાંચો :-

Tips to Buy Gold : રિયલ ગોલ્ડના નામે ગ્રાહકો સાથે થઈ રહી છે છેતરપિંડી ! 

0

Tips to Buy Gold

  • How to Choose Best Gold Jewellery : ભારતમાં જ્વેલરીને લઈને લોકોમાં ઘણો ક્રેઝ છે. બીજી તરફ, જ્વેલરી ખરીદતી વખતે છેતરપિંડી થવાનું જોખમ પણ એટલું જ વધારે છે. આવી સ્થિતિમાં આપણે અસલી અને નકલી ઘરેણાંની ઓળખ કરવામાં સક્ષમ હોવા પણ જરૂરી છે.

દેશમાં લગ્નની (Marriage) સિઝન નજીક આવતા જ જ્વેલરી માર્કેટમાં ઝડપી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે. ઘણી વખત જ્વેલર્સ (Jewellers) તમને નકલી ઘરેણાં પકડાવી દે છે અને લાખોની કિંમતનો માલ પડાવી લે છે. ઘણીવાર ગ્રાહક તેને શુદ્ધ સોનું (Gold) કહીને નકલી ઉત્પાદન પકડાવે છે.

તેથી દરેક વ્યક્તિએ ખરીદી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. અહીં કેટલીક ટિપ્સ છે જેના દ્વારા તમે અસલી અને નકલી જ્વેલરી વચ્ચે તફાવત કરી શકો છો. તમને જણાવી દઈએ કે સરકારે જૂન 2021થી સોનાના વેચાણ દરમિયાન હોલમાર્કિંગ ફરજિયાત કરી દીધું છે. ઘણી વખત જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનું વેચીને તમારી સાથે છેતરપિંડી કરે છે.

રિયલ અને નકલી સોનું કેવી રીતે ઓળખવું :

1. હાલમાં સાચા અને નકલી સોનાની ઓળખ કરવી ખૂબ જ સરળ છે. બસ આ માટે તમારે કેટલીક બેઝિક ટિપ્સ ફોલો કરવી પડશે. સોનું ખરીદતી વખતે BIS ના ત્રિકોણાકાર ચિહ્નને તપાસો. આ સિવાય, હોલમાર્કિંગ મૂલ્ય તપાસવા માટે બ્રેકઅપમાં જ્વેલરીની રસીદ લો.

2. અમે તમને જણાવીએ કે જો તમારા સોનાનો હોલમાર્ક 375 છે, તો તે લગભગ 37.5 ટકા શુદ્ધ સોનું છે. જ્યારે સોના પર હોલમાર્ક 585 છે, તો તે 58.5 ટકા શુદ્ધ છે. બીજી તરફ, જ્યારે સોનાનો હોલમાર્ક 990 છે, તો સોનું 99.0 ટકા છે. આ સિવાય જ્યારે સોનાનો હોલમાર્ક 999 છે. પછી તે 99.9 ટકા શુદ્ધ સોનું છે.

3. તમે વાસ્તવિક અને નકલી સોનાને ઓળખવા માટે નાઈટ્રિક એસિડનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત જ્વેલરી પર થોડો સ્ક્રેચ બનાવવાનો છે અને તેના પર નાઈટ્રિક એસિડ રેડવાનું છે. જો સોનાના રંગમાં કોઈ ફેરફાર ન થાય તો સમજવું કે તમારું સોનું વાસ્તવિક છે.

આ પણ વાંચો :-

લગ્ન કરીને હનીમૂન પર નીકળેલી દલજીત કૌર બની બોલ્ડ, શેર કરી દીધી બેડરુમ તસવીર, જોઈને લોકો શરમાયા

Daljit Kaur, who went on honeymoon

  • દલજીત કૌર અને નિખિલના લગ્ન બાદ અભિનેત્રીએ બેડરૂમમાંથી પતિ નિખીલ સાથેની આરામદાયક પળોની તસ્વીર શેર કરી છે.

ટીવી એક્ટ્રેસ દલજીત કૌર (TV actress Daljit Kaur) અને નિખિલના (Nikhil) લગ્ન બાદ બને હનીમૂન માટે સિંગાપુર ગયા છે. આ દરમિયાન બંને પતિ-પત્ની હનીમૂનની (Honeymoon) મોજ માણી રહ્યા છે. આ વેળાએ અભિનેત્રીએ બેડરૂમમાંથી પતિ નિખીલ સાથેની આરામદાયક પળોની તસ્વીર શેર કરી છે. દલજીત અને નિખિલ પટેલની બેડરૂમની તસ્વીર વાયરલ થતા ચાહકો ચોંકી ઉઠ્યા છે.

દલજીત અને નિખિલ પટેલના બેડરૂમમાંથી શેર કરવામાં આવેલ રોમાન્સની આ તસવીર હાલ ઇન્ટરનેટ ઉપર ભારે ધૂમ મચાવી રહી છે. દંપતીની આ તસવીરને લોકો ખૂબ આવકાર આપી રહ્યા છે.

हनीमून पर दलजीत कौर ने शेयर कर दीं बेडरूम फोटोज़, दूसरी तस्वीर देखकर तो शर्मा जाएंगे आप!

મહત્વનું છે કે તસવીરમાં નવદંપતીએ પોતાના પગ પર બને એક સમાન ટેટુ દોરાવ્યા છે. ખાસ વાત એ છે કે કપલે તેના પગ પર દોરાવેલ ટેટુમાં બીજા લગ્નનો ઉલ્લેખ કરી અને ટેક ટુ લખ્યું છે. જે અંગેની તસવીર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

નોંધનીય છે કે દલજીત અને નિખિલના આ બીજા લગ્ન છે આ અગાઉ દલજીતે બિગ બોસમાં તેની સાથે કામ કરતા  ફેમ સાનિલ ભનોટ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ બંને વચ્ચે અણબનાવ બનતા છૂટાછેડા થયા હતા. જેને એક પુત્ર પણ છે અને હવે દલજીતે નિખિલ સાથે લગ્ન કરી લીધા છે. તો નિખિલના પણ આ બીજા લગ્ન છે તેના પણ અગાઉ એક પુત્ર છે.

આ પણ વાંચો :-

નવા જોરદાર ફીચર્સ સાથે આવી રહી છે Suzuki Swift : જાણો નેક્સ્ટ જનરેશનમાં લુકથી લઈને ડિઝાઇનમાં નવું શું હશે

Suzuki Swift coming with new powerful features

  • મારુતિ સુઝુકી દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે.

Maruti suzuki કંપની સમયાંતરે પોતાની લોકપ્રિય કારને અપડેટ કરી અને નવા જનરેશન સાથે બજારમાં આવતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે મારુતિ સુઝુકી (Maruti suzuki) દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે. આ ઉપરાંત એવું પણ જાણવા મળી રહ્યું છે કે નવા સ્વીફ્ટના મોડલમાં એવરેજની પણ સારી ક્ષમતા જોવા મળશે.

મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નેક્સ્ટ જનરેશન Suzuki Swiftના મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે. જેને નવા પ્લેટફોર્મ પર જ બનાવાઈ રહી છે. HEARTECH પ્લેટફોર્મ પર સ્વીફ્ટનું ચાલુ મોડેલ બનાવવામાં આવ્યું છે. જ્યારે નવા જનરેશનને નવા પ્લેટફોર્મ પર જ મજબૂત સ્ટીલના ઉપયોગ સાથે સુરક્ષિત રીતે બનાવવામાં આવશે.

શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઈન :

નેક્સ્ટ જનરેશન સ્વીફ્ટમાં શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઈનને વધુ સારી રીતે બનાવવામાં આવે છે. એટલે કે ઘણા બધા કોસ્મેટિક ફેરફારો પણ કરી દેવામાં આવ્યા છે. ડેસ્કબોર્ડ, ટેકનોલોજીથી સજ્જ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી અને મોટી ટચ સ્ક્રીન સાથે ઈન્ફોટનમેન્ટ સિસ્ટમ સહિત સુવિધાઓ મળે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે સ્વીફ્ટના આ અપડેટ વર્ઝનમાં 1.2 લીટર નેચરલી એસ્પિરિટેડ પેટ્રોલ એન્જીન અને માઇલેજ પણ સારી આપવામાં આવી છે તેમ જ ટ્રાન્સમિશનમાં કોઈ ખાસ ફેરફાર ન કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

આ ઝરણામાં પાણીની જગ્યાએ નીકળી રહ્યું છે લોહી, બરફનો કલર પણ લાલ, વૈજ્ઞાનિકોએ શોધ્યું રહસ્ય

0

Blood is coming out instead of water

  • આ જગ્યા દુનિયાના સૌથી ઠંડી જગ્યા એટલે કે એન્ટાર્કટિકામાં આવેલ છે. લોહીના ઝરણાં સુધી પહોચવા માટે માત્ર હેલિકોટર જ માત્ર એક રસ્તો હતો.

વિશ્વમાં અનેક પ્રકારની અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળતી હોય છે. અમુક ઘટના તો એવી હોય છે કે જેમા આપણે આશ્ચર્ચ પામી જઈએ છીએ. વિશ્વમાં અનેક વિશેષતા  રહેલી હોય છે કોઈ જગ્યા પર સ્વર્ગનો દરવાજો તો ક્યાક પાતાળમાં જવાનો રસ્તો જોવા મળે છે. આજે તમને એવી જ એવી એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે દુનિયાના સૌથી ઠંડી જગ્યા એટલે કે એન્ટાર્કટિકામાં (Antarctica) આવેલી છે. અહી સફેદની જગ્યા પર લાલ પાણીનું ઝરણું જોવા મળે છે જેમા પાણીની જગ્યા પર લોહી નિકળે છે.

તાજેતરમાં જ સાલો યુનિવર્સિટી ઓફ અલાસ્કા ફેયરબેક્સ દ્વારા આ રહસ્યને બહાર લાવવામાં આવ્યુ છે. શોધ અનુસાર લાલ ગ્લેશિયર અથવા બરફ આજથી નહી. પરંતુ છેલ્લા 15 લાખ વર્ષોથી આ મૌજુદ છે અને આ સતત ભારે ઓક્સિજનના કારણે જોવા મળે છે. ખરેખર આ ઘાટીમાં નમકના કારણે પાણી ખારુ છે જેમા આયરનની માત્રા ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક બંધ તળાવ છે જેમા ગરમી અથવા ઓક્સીજન પુરતા પ્રમાણમાં પહોચી શકતુ નથી. તેના કારણે તેની માત્રા ઘણી ઓછી છે.

આ કારણથી પાણીનો રંગ લાલ થઈ જાય છે :

જ્યારે પાણીનો ફ્લો હવાના ઓક્સીજનના સંપર્કમાં આવે છે ત્યારે તેમા રહેલા આયરનમાં કાટ લાગવાથી તેનો રંગ લાલ થઈ જાય છે. અને આ વિસ્તારમાં લોકો રહેતા નથી કારણ કે અહી વાતાવરણ ખૂબ ઠંઠુ છે. લોહીના ઝરણાં સુધી પહોચવા માટે માત્ર હેલિકોપ્ટર જ માત્ર એક રસ્તો છે. જે અમેરિકામાં મેકમડો સ્ટેશનથી મળી શકે અથવા ન્યુજીલેન્ડના સ્કોટ બેસથી મળી શકે છે. સંશોધનકર્તાએ જોયુ કે આ પાણીમાં કેટલાય જીવાણું જીવે છે. જે પેલા આયર્ન અને સલ્ફેટની મદદથી ખીલે છે.

આ પણ વાંચો :-

26 માર્ચ 2023, રાશિફળ : આ 7 રાશિના જાતકોના તમામ કષ્ટ હરશે માં ખોડલ – લખો “જય શ્રી ખોડિયાર”

26 March 2023, Horoscope Gujarat Guardian

મેષ
નાણાંકીય આવક વધતી જણાય. પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યું વાતાવરણ રહે. નવા રોકાણોનું ફાયદાકારક આયોજન કરી શકાય. ધંધાકીય ક્ષેત્રે અનુકુળતા વધે. માતૃપક્ષ તરફથી લાભ. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભ
વાયુ-કફની પ્રકૃતિ રહે. મોસાળ પક્ષ તરફથી લાભ. આવક જળવાય. મનમાં આનંદનો અનુભવ થાય. બેકરી, લોજીંગ જેેવા તથા સરકારી કામ કરનારને લાભ. દામ્પત્ય જીવનમાં મનમેળ રહે. પ્રિય પાત્રનું મિલન શક્ય બને.

મિથુન
મનોબળ ઘટતું જણાય. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પત્નીની તબિયતની કાળજી જરૂરી. નોકરી-ધંધામાં સફળતા. વ્યસનથી દૂર રહેવું. પ્રેમ સંબંધમાં ફસાઇ ન જવાય અેનું ધ્યાન રાખવું.

કર્ક
દિવસ દરમિયાન આનંદ વર્તાય. આવકમાં વધારો થતો જણાય. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ગળાના તથા જ્ઞાનતંતુઓના રોગોથી સાવધાની જરૂરી. જીવનસાથી સાથે સ્નેહ વધે.

સિંહ
વિચારો ઉપર કાબુ રાખવો ખુબ જરૂરી. આવક વધતી જણાય. પરિવારમાં સુખ-શાંતી જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નોકરી-ધંધામાં ઉત્સાહ જળવાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

કન્યા
વાણી દ્વારા વ્યવહારમાં સફળતા મળે. આર્થિક ઉપાર્જન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. મિત્રોથી લાભ. જાણીતી વ્યક્તિ દ્વારા દગા-ફટકાનો ભોગ બનવાથી સાવધ રહેવું.

તુલા
પરિવારમાં મતભેદ ન થાય અેનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે સફળતા અવરોધાતી જણાય. અસંતોષનું પ્રમાણ વધે. અગત્યના કાર્યો ટાળવા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. શાંતીથી દિવસ પસાર કરવો.

વૃશ્ચિક
વાણી વિલાસ સાચવીને કરવો. કડવું બોલવાથી સંબંધો બગડતા જણાય. અભિમાન છોડવું. પેટ્રોલ, રંગ, ટાયર-ટ્યૂબના ધંધાર્થીઓને લાભ. દામ્પત્ય સુખમાં આનંદ, પ્રેમ પ્રસંગોનું નિર્માણ થાય. ચર્મરોગોથી સાચવવું.

ધન
મનમાં ચિંતાનું વાતાવરણ રહે. નકારાત્મક વિચારો વધે. આવક અંગે સામાન્ય દિવસ. આરોગ્ય સાચવવું. મગજના રોગોથી સાવચેતી જરૂરી. પત્ની સાથેે મતભેદ થવાની શક્યતા. માન-સન્માન વધે.

મકર
માનસિક સ્વસ્થતા જળવાય. આત્મવિશ્વાસ વધે. નાણાંની આવક વધે સાથે સાથે ખોટો ખર્ચ ટાળવાની સલાહ ચે. સંતાનોની પ્રગતિથી હર્ષ થાય. પતિ, પત્નીના સંબંધોમાં મધુરતા વધે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભ
આવક જળવાશે. પરિવારમાં આનંદ ઉત્સાહમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. નવા રોકાણો સારી રીતે કરી શકાય. નોકરી-ધંધામાં પ્રગતી થતી જણાય.

મીન
જુસ્સામાં શક્તિમાં વધારો થાય. અત્મવિશ્વાસ બુલંદ બને. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા. નવા કાર્યની શરૂઆત શક્ય બને. સાંધાના દુઃખાવા, વાયુની તકલીફોથી સાચવવું.

આ પણ વાંચો :-