HomeNationalNew Rules from 1st April, 2023 : ખિસ્સા પર વધશે બોજો, 1...

New Rules from 1st April, 2023 : ખિસ્સા પર વધશે બોજો, 1 એપ્રિલથી લાગૂ થશે આ નિયમ,

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

New Rules from 1st April, 2023

  • New Rules from 1st April, 2023 : એપ્રિલનો મહિનો અનેક ફેરફારો લાવશે જે તમારે જાણવા જરૂરી છે. શેર બજાર, રોકાણ, આવકવેરો, સહિત અનેક અન્ય ખર્ચાઓ સંલગ્ન નિયમો બદલાઈ રહ્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. પાન-આધાર કાર્ડની લિંકિંગ ડેડલાઈન 31 માર્ચ સુધીમાં પૂરી થઈ રહી છે.

એપ્રિલનો મહિનો અનેક ફેરફારો લાવશે જે તમારે જાણવા જરૂરી છે. શેર બજાર, રોકાણ, આવકવેરો, સહિત અનેક અન્ય ખર્ચાઓ સંલગ્ન નિયમો બદલાઈ રહ્યા છે. ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. પાન-આધાર કાર્ડની લિંકિંગ ડેડલાઈન 31 માર્ચ સુધીમાં પૂરી થઈ રહી છે. એક એપ્રિલ બાદ લિંક કર્યા વગરનું પાન ઈનએક્ટિવ થઈ જશે. અનેક ઓટો કંપનીઓ પોતાની ગાડીઓ મોંઘી કરશે આ ઉપરાંત એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે તથા બેંકોની રજાઓની યાદી જેવા ફેરફાર પણ છે. જે દર મહિનાની પહેલી તારીખ રિવાઈઝ થાય છે. ખાસ જાણો આ ફેરફારો વિશે…

1. PAN કાર્ડ ઈનએક્ટિવ થઈ શકે છે :

જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ લિંક (PAN Card Link) કરાવ્યું ન હોય તો તમે 31 માર્ચ પહેલા કરાવી લેજો જેથી કરીને પહેલી એપ્રિલથી તમારું પાનકાર્ડ ઈનએક્ટિવ ન થઈ જાય. આવકવેરા (Income tax) એક્ટની સેક્શન 139AA મુજબ દરેક વ્યક્તિ જેને 1 જુલાઈ 2017ના રોજ એક PAN ફાળવવામાં આવ્યું છે અને જે આધાર નંબર (Aadhaar Number) મેળવવા પાત્ર છે. નિર્ધારિત ફોર્મ અને યોગ્ય રીતથી પોતાના આધાર નંબરની જાણકારી આપશે. બીજા શબ્દોમાં કહીએ તો આવી વ્યક્તિઓએ 31 માર્ચ સુધીમાં લેટ ફી પેમેન્ટ સાથે પોતાનું આધાર અને પેન અનિવાર્ય રીતે લિંક કરાવવું પડશે. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલ બાદ તમારે 10 હજાર રૂપિયા દંડ ભરવો પડશે.

2. મોંઘી થશે આ ગાડીઓ :

BS-6 ના બીજા ફેઝના ટ્રાન્ઝિશન સાથે ઓટો કંપનીઓનો ખર્ચો સતત વધી રહ્યો છે આ ઉપરાંત ઈન્ફલેશનને જોતા તેઓ આ વધેલા ખર્ચાને ગ્રાહકો પર નાખી રહી છે અને આવામાં જો તમે પહેલી એપ્રિલ પછી ગાડી ખરીદવાનું વિચારતા હોવ તો તમારા ખિસ્સા ઉપર પણ વધુ બોજો  પડશે. Honda, Maruti Suzuki, Tata Motors, Hero Motocorp જેવી કંપનીઓએ જાહેરાત કરી છે કે તેઓ પહેલી એપ્રિલથી પોતાની ગાડીઓના અલગ અલગ વેરિએન્ટ્સના ભાવ વધારશે.

3. દિવ્યાંગજનો માટે જરૂરી બનશે UDID :

દિવ્યાંગોએ 17 સરકારી યોજનાઓનો લાભ લેવા માટે એક એપ્રિલથી ફરજિયાતપણે કેન્દ્ર દ્વારા જારી કરાયેલા દિવ્યાંગજનો માટેના વિશિષ્ટ ઓળખપત્ર (UDID) સંખ્યા બતાવવી પડશે. સરકારે કહ્યું છે કે જેમની પાસે UDID ન હોય તો તેમણે દિવ્યાંગતા પ્રમાણપત્ર સાથે UDID નામાંકન સંખ્યા (ફક્ત UDID પોર્ટલ દ્વારા મળેલ) પ્રદાન કરવું પડશે. દિવ્યાંગ કેસોના વિભાગ તરફથી  બહાર પડેલા એક કાર્યાલય વિજ્ઞપ્તિ મુજબ એ ખ્યાલ રાખવામાં આવે કે કાયદેસર UDID સંખ્યાની ઉપલબ્ધતા હોવા પર દિવ્યાંગતા પ્રમાણપત્રની ભૌતિક કોપી કે દિવ્યાગતા પ્રમાણપત્ર અપલોડ કરવાની જરૂર નથી.

4. હાઈ પ્રીમીયમવાળી વીમા પોલીસી પર લાગશે ટેક્સ :

બજેટ 2023માં જાહેરાત થઈ હતી કે જો તમારું વીમાનું પ્રીમીયમ વાર્ષિક 5 લાખથી વધુ હશે તો તેનાથી થતી કમાણી પર ટેક્સ લાગશે. અત્યાર સુધી વીમાથી થતી રેગ્યુલર ઈન્કમ સંપૂર્ણ રીતે ટેક્સફ્રી હતી. તેનો ફાયદો HNI એટલે કે નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલને મળતો હતો. ત્યારબાદ HNI ને ઈન્શ્યુરન્સથી થનારી કમાણી પર લિમિટેડ લાભ જ મળશે. તેમાં ULIP પ્લાનને સામેલ કરાયો નથી. આ નિયમ 1 એપ્રિલથી લાગૂ થશે.

5.  LPG, CNG, PNG ના ભાવમાં ફેરફાર :

દર મહિનાની પહેલી તારીખે દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ ઓઈલ અને ગેસના ભાવમાં સંશોધન કરે છે. બની શકે કે આ વખતે પણ પેટ્રોલ, ડીઝલ વગેરેના ભાવમાં ફેરફાર જોવા મળે. તમારા કુકિંગ ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img