Home Blog Page 1129

આકાંક્ષા દુબેના મોત પહેલાં આખરે શું થયું હતું ? વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે આકાંક્ષાનો છેલ્લો વીડિયો

happened before the death of Akanksha Dubey? 

  • Akanksha Dubey Mobile : ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ રવિવારે વારાણસીની એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુના થોડા કલાકો પહેલા તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પણ આવી હતી. જેની પોલીસ તપાસ કરી રહી છે.

ભોજપુરી (Bhojpuri) અભિનેત્રી આકાંક્ષા દુબેએ (Akanksha Dubey) રવિવારે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 25 વર્ષની આકાંક્ષાનો મૃતદેહ સારનાથની એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. આકાંક્ષા દુબેના (Akanksha Dubey) મોત પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુના માત્ર 15 કલાક પહેલા જ આકાંક્ષાએ તેનો છેલ્લો વીડિયો શેર કર્યો હતો અને થોડા કલાકો પહેલા તે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર લાઈવ પણ આવી હતી. આ દરમિયાન તે રડતી જોવા મળી હતી.

આકાંક્ષા શૂટિંગ બાદ હોટલમાં રોકાઈ હતી :

આકાંક્ષા દુબેની લાશ વારાણસીના સારનાથમાં એક હોટલના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ પછી તે હોટલમાં રોકાઈ હતી અને સવારે તેનો મૃતદેહ ફાંસીથી લટકતો જોવા મળ્યો હતો. સવારે મેક-અપ આર્ટિસ્ટે આકાંક્ષાને ફોન કર્યો.

પરંતુ તેણે ફોન ન ઉપાડતાં તે હોટલ પહોંચી. જ્યાં આકાંક્ષાનો રૂમ અંદરથી બંધ હતો. આ પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસની હાજરીમાં માસ્ટર કી વડે રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો તો આકાંક્ષાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે :

આપઘાત કરતા પહેલા આકાંક્ષા દુબેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી મોં ઢાંકીને રડતી જોઈ શકાય છે. રવિવારે પોતાના જીવનનો અંત લાવવાના થોડા કલાકો પહેલા આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી અને રડી પડી. હાલ પોલીસ દરેક એંગલથી તપાસમાં લાગેલી છે.

આકાંક્ષાના મૃત્યુનું રહસ્ય મોબાઈલ દ્વારા ખુલશે :

આકાંક્ષા દુબેએ કથિત રીતે માત્ર 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે પોલીસ તેના મોબાઈલની તપાસ કરી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેના મોતનું રહસ્ય બહાર આવી શકે છે. કારણ કે વીડિયોમાં આકાંક્ષા રડતી જોવા મળી રહી છે. હવે મોબાઈલ ચેક કરવાની સાથે પોલીસ તેમના રડવાનું કારણ પણ શોધી રહી છે.

આ પણ વાંચો :-

MGNREGA Wage : મનરેગાના મજૂરો માટે સારા સમાચાર, સરકારે વિવિધ રાજ્યોમાં વેતન દરમાં કર્યો વધારો

0

MGNREGA Wage

  • MGNREGA Wage : કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે. જે અંતર્ગત મજૂરોનું વેતન રૂ.7 થી વધારીને રૂ.26 કરવામાં આવ્યું છે.

મનરેગાના (MGNREGA) કામદારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે (Central Govt) નાણાકીય વર્ષ 2023-24 માટે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ મજૂરોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) હેઠળ વેતન દરોમાં ફેરફાર અંગે સૂચના બહાર પાડી છે.

આ સૂચના મનરેગા એક્ટ 2005ની કલમ 6(1) હેઠળ જારી કરવામાં આવી હતી. આ અંતર્ગત મજૂરોનું વેતન 7 રૂપિયાથી વધારીને 26 રૂપિયા કરવામાં આવ્યું છે, જેમાં નવા દર 1 એપ્રિલથી લાગુ થશે. આ વધારા પછી, હરિયાણામાં સૌથી વધુ દૈનિક વેતન 357 રૂપિયા પ્રતિ દિવસ અને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સૌથી ઓછું 221 રૂપિયા પ્રતિ દિવસ હશે.

રાજસ્થાનમાં વેતનમાં સૌથી વધુ વધારો થયો છે :

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર તેના લાભાર્થીઓ માટે વેતન દર નોટિફિકેશન દ્વારા નક્કી કરી શકે છે. ગત વર્ષના દરની સરખામણીએ વેતનમાં સૌથી વધુ ટકાવારીનો વધારો રાજસ્થાનમાં થયો છે. રાજસ્થાન માટે સંશોધિત પગાર 255 રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. જે 2022-23માં 231 રૂપિયા હતો.

બિહાર અને ઝારખંડમાં લગભગ 8 ટકાનો વધારો :

બિહાર અને ઝારખંડમાં આ યોજના હેઠળ મજૂરોના વેતનમાં ગયા વર્ષની સરખામણીમાં લગભગ 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ બંને રાજ્યોમાં દૈનિક વેતન રૂ. 210 હતું, જે હવે ઘટાડીને રૂ. 228 કરવામાં આવ્યું છે.

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું વેતન :

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછું દૈનિક વેતન રૂ. 221 છે. જેમાં ગત વર્ષની સરખામણીમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. 2022-23માં બંને રાજ્યોમાં મજૂરોનું દૈનિક વેતન 204 રૂપિયા હતું. કર્ણાટક, ગોવા, મેઘાલય અને મણિપુર એવા રાજ્યો છે. જેણે સૌથી ઓછી ટકાવારી વૃદ્ધિ નોંધાવી છે.

આ પણ વાંચો :-

 

ઓનલાઈન સાઈટ પર પાર્ટનર શોધનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતની શિક્ષકાના 17 લાખ ગયા, જુઓ શું બન્યું

Red light case for partner seekers

  • સુરતની શિક્ષિકાને શાદી ડોટ કોમ પર રજિસ્ટ્રેશન કરાવવું ભારે પડયું. લંડનના ડૉ.પ્રશાંત પીટરના નામે ગઠિયાએ શિક્ષિકાનો સંપર્ક કરી 17.48 લાખની છેતરપિંડી કરી.

સુરતની (Surat) શિક્ષિકાને શાદી ડોટ કોમ (Shaadi.Com) પર રજીસ્ટ્રેશન કરાવવું ભારે પડયું. લંડનના (London) ડોક્ટરના નામે શિક્ષિકા સાથે 17.48 લાખની છેતરપિંડી (Fraud) કરી. લંડનના ડો.પ્રશાંત પીટરના નામે ગઠીયાએ શિક્ષિકાનો કર્યો હતો સંપર્ક. ગઠીયાએ દિલ્લી એરપોર્ટ (Delhi Airport) પર લંડનના DDને રૂપિયામાં કનવર્ટ કરવાના નામે પૈસા પડાવ્યા અને જુદી જુદી સર્વિસના ચાર્ડના બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

ગઠીયો પોતાના પરિવાર સાથે ઈન્ડિયા આવી રહ્યાની કરી હતી વાત કરતો રહ્યો અને  શિક્ષિકાએ પણ વાતમાં આવી જઈ ધડાધડ રૂપિયા ટ્રાન્સફર કરતી રહી હતી. આખરે છેતરાયાનો અહેસાસ થતાં શિક્ષિકાએ સુરત સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ છે.

આ પણ વાંચો :-

માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટ એટેક આવતા નીચે ઢળી પડયા

0

Bhuva died in Mataji’s care, he collapsed due to a heart attack

  • Bhuvo Death In Mataji Mandavao : ભાવનગરના કુડા ગામમાં માતાજીના માંડવામાં ઘૂણતા ભુવાનું મોત થયું છે, હાર્ટ અટેક આવી જતા અચાનક જ ઢળી પડયા ભુવા.

ગુજરાતમાં હાર્ટએટેકથી (Heart attack) મોતની ઘટના સતત વધી રહી છે. લોકોને હવે ચાલુ કાર્યક્રમોમાં હાર્ટએટેક આવી રહ્યાં છે. જેને કારણે લોકોમાં ડરનો માહોલ છવાયો છે. ભાવનગરના (Bhavnagar) કુડા ગામમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત થયું છે.

માતાજીના માંડવામાં ધૂણી રહેલા ભુવાનું ધૂણતા ધૂણતા મોત નિપજતા સૌ કોઈ ચોંકી ગયા હતા. ઘડીભર તો લોકો સમજી શક્યા ન હતા કે ભુવાનું શું થયું છે. કારણ કે તેઓ માતાજીના માંડવામાં ધૂણી રહ્યા હતા અને અચાનક જ ધૂણત ધૂણતા તેઓ નીચે ઢળી પડયા હતા.

માંડવામાં ધૂણતા ભુવાનું મોત :

કુડા ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરાયુ હતું. જેમાં ગાયકો સ્ટેજ પર ભજનો લલકારી રહ્યા હતા અને નીચે મકાભાઈ ગોહિલ નામના ભુવા ધૂણી રહ્યા હતા. માતાજીના રમેળ કાર્યક્રમમાં તેઓ નાચી રહ્યા હતા. ત્યારે અચાનક જ નીચે ઢળી પડયા હતા. તેઓ બેસવાની સ્થિતિમાં હતા. જેથી લોકો પણ પહેલા સમજી ન શક્યા. બાદમાં ખબર પડી કે તેમનું મોત નિપજ્યું છે. આમ મકાભાઈ ગોહિલને ધૂણતા-ધૂણતા હાર્ટ એટેક આવ્યો હતો. ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો : 

આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવું જોતા હશો કે કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવું ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો.

આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો.

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.

જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે. ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.

આ પણ વાંચો :-

જાડેજા-હાર્દિકને મળ્યું પ્રમોશન, રાહુલને મોટો જબરદસ્ત મોટો ઝટકો

0

Jadeja-Hardik

  • BCCI Annual Contract List : બીસીસીઆઈએ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રમોશન થયું છે.  બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.

બીસીસીઆઈએ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની (Annual Contract) યાદી જાહેર કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું (Ravindra Jadeja) પ્રમોશન થયું છે અને હવે તે ગ્રેડ A+ માં આવી ગયો છે. જ્યારે કે એલ રાહુલને (KL Rahul) ગ્રેડ A માંથી ગ્રેડ B માં ડિમોટ કરી દેવાયો છે. બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા આપી છે.

ગ્રે A+માં કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને ઈજાનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની જગ્યા જાળવી રાખી છે. હવે રવિન્દ્ર જાડેજા પણ આ ગ્રેડમાં સામેલ થઈ જવાથી ખેલાડીઓની સંખ્યા ચાર થઈ ગઈ છે. આ ચારેય ખેલાડીઓને ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધીના સમયગાળા દરમિયાન 7 કરોડ રૂપિયા મળશે.

હાર્દિક-અક્ષરનું પણ પ્રમોશન :

હાર્દિક પંડયા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઋષભ પંત, અને અક્ષર પટેલને ગ્રેડ A માં સામેલ કરાયા છે. અક્ષર પટેલ પહેલા ગ્રેડ B અને હાર્દિક પંડયા ગ્રેડ Cમાં હતો. પરંતુ હવે તેમનું પ્રમોશન થયું છે. અનુભવી બેટર ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ગ્રેડ B નો ભાગ છે. શુભમન ગિલની પણ આ વખતે પદોન્નતિ થઈ છે.

ગ્રેડ B માં સામેલ થયેલા ખેલાડીઓને 3 કરોડ રૂપિયા મળે છે. ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ અને વિકેટકિપર બેટર કેએસ ભરત ગ્રેડ C નો ભાગ છે અને તેમને એક કરોડ રૂપિયા મળશે. ભરત, ઈશાન કિશન અને અર્શદીપ સિંહને પહેલીવાર કોન્ટ્રાક્ટમાં જગ્યા મળી છે.

આ ખેલાડીઓ કોન્ટ્રાક્ટ યાદીમાંથી બહાર :

ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને દિગ્ગજ બેટર અજિંક્ય રહાણે હવે  કોન્ટ્રાક્ટ લિસ્ટનો ભાગ નથી. રહાણે અને ઈશાંતને ગત સીઝનમાં ગ્રેડ B કોન્ટ્રાક્ટ અપાયો હતો. વિકેટકિપર બેટર ઋદ્ધિમાન સાહા, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, મિડલ ઓર્ડર બેટર હનુમા વિહારી, ઓપનર મયંક અગ્રવાલ અને ઓલરાઉન્ડર દીપક ચહરની પણ છુટ્ટી થઈ ગઈ છે.

સેન્ટ્રલર કોન્ટ્રાક્ટ પ્લેયર્સ (ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી) :

ગ્રેડ A+ : (વાર્ષિક 7 કરોડ રૂપિયા)- વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A : (વાર્ષિક 5 કરોડ રૂપિયા)- હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ.

ગ્રેડ B : (વાર્ષિક 3 કરોડ રૂપિયા)- ચેતેશ્વર પૂજારા, કે એલ રાહુલ, શ્રેયસ ઐય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ.

ગ્રેડ C : (વાર્ષિક 1 કરોડ રૂપિયા)- ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, દીપક હુડ્ડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત.

આ પણ વાંચો :-

કચ્છી કોયલ ગીતા રબારીના ભજનો પર થીરક્યા બાબા રામદેવ, Video માં જુઓ

0

Thirakya Baba Ramdev

  • Geeta Rabari And Baba Ramdev : હરિદ્વારના પતંજલિ આશ્રમમાં સંન્યાસ દીક્ષા સમારોહમાં ગીતા રબારીના ભજનો પર બાબા રામદેવ ઝૂમ્યા હતા.

ધાર્મિક નગરી હરિદ્વારમાં (Haridwar) કચ્છી કોયલ ગીતા રબારી (Geeta Rabari) છવાયા હતા. યોગ ગુરુ બાબા રામદેવના (Baba Ramdev) પતંજલિ આશ્રમમાં સંન્યાસ દીક્ષા સમારોહમાં ગીતા રબારીએ પોતાના કોયલ કંઠથી લોકોને ઝુમાવ્યા હતા. તો આશ્રમમાં ભગવા રંગ અને ભોલે બાબાના ભજન પર ખુદ બાબા રામદેવ થીરક્યા હતા.

બાબા રામદેવે ગીતા રબારી સાથે ઢોલ પર હાથ અજમાવ્યો હતો. ગીતા રબારીના ભજનોથી આશ્રમમાં ભોલે બાબાની ભક્તિનો માહોલ છવાયો હતો. હરિદ્વારમાં આવેલ પતંજલિ આશ્રમમાં ભારતીય સનાતન સંગીતની પ્રસ્તુતિનો કાર્યક્રમમાં ગીતા રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીનું સન્માન કરાયું હતું.

યોગ ગુરુ સ્વામી રામદેવે હરિદ્વારમાં 100 યુવાઓના સંન્યાસને દીક્ષા આપવાના છે. પતંજલિ સંન્યાસ આશ્રમના તત્વાવધાનમાં 31 માર્ચ સુધી 10 દિવસો મહોત્સવ શરૂ થયો છે. જેના બાદ રામનવમી પર 40 બાળકો અને 60 બાળિકાઓને બાબા રામદેવ સંન્યાસની દીક્ષા પ્રદાન કરવામાં આવશે. આ સાથે જ 500 યુવાઓને આચાર્ય બાલકૃષ્ણ બ્રહ્મચર્ય દીક્ષા આપશે.

આ પણ વાંચો :-

IMD Rainfall Alert : આગામી પાંચ દિવસ સુધી થશે વરસાદ, તોફાનની પણ ચેતવણી, કરાં પણ પડશે

0

IMD Rainfall Alert: There will be rain for the next five days, warning of storm

  • ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી બિમાલયી ક્ષેત્રમાં છુટોછવાયો વરસાદ પડતો રહેશે.

MD Rainfall Alert, Weather Update, Delhi UP Weather Forecast 27 March : છેલ્લા કેટલાક દિવસોથી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ (Rain) અને કરા પડી રહ્યા છે. જોકે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદથી રાહત મળી છે. પરંતુ છૂટોછવાયો વરસાદ હજુ પણ ચાલુ છે.

હવામાન વિભાગે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 માર્ચથી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ/વાવાઝોડાનો નવો રાઉન્ડ આવશે. ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં આગામી બે દિવસ કરા, વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરી પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બંસ સાઇક્લોનિક સર્કુલેશનની જેમ બનેલું છે. આ સિવાય એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બેંસ 29 માર્ચની રાત્રે આવવાનું છે. જેના કારણે ઘણી જગ્યાએ હવામાનમાં પલટો જોવા મળશે.

પાંચ દિવસ સુધી આ વિસ્તારમાં પડશે વરસાદ :

ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમી હિમાલયી ક્ષેત્રમાં છુટાછવાયા સ્થળો પર વરસાદ થશે. તો 29 અને 30 માર્ચે ભારે વરસાદ અને કરા પડવાની આશંકા છે. મેદાની વિસ્તારની વાત કરીએ તો 30 માર્ચે હળવો વરસાદ અને તોફાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય ભારતની વાત કરીએ તો છત્તીસગઢ, વિદર્ભ, મધ્ય પ્રદેશમાં 29 અને 30 માર્ચે વરસાદ થવાનો છે. દક્ષિણ ભારતના સમુદ્ર આંધ્ર પ્રદેશ, તેલંગણા, રાયલસીમા, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરલમાં 26-29 માર્ચના વરસાદ અને ભારે પવન ફુંકાઈ શકે છે.

નોર્થઈસ્ટમાં ચાર દિવસ સુધી વરસાદનું એલર્ટ :

નોર્થઈસ્ટ રાજ્યોની વાત કરીએ તો 26-29 માર્ચ દરમિયાન આ વિસ્તારમાં વરસાદ, વીજળી થવી અને ભારે પવન ફુંકાવાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલયમાં 26 અને 27 માર્ચે વરસાદની સંભાવના છે. બિહાર-ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 26-28 માર્ચ વચ્ચે મધ્યમ વરસાદ અને આંધી તોફાન જોવા મળશે.

વાવાઝોડું, જોરદાર પવન અને કરાનું એલર્ટ :

હવામાન વિભાગે જણાવ્યું કે 26 માર્ચે ગંગાના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, 27 માર્ચે છત્તીસગઢ અને ઓડિશા તથા 30 માર્ચે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને કરાં પડશે.

આ પણ વાંચો :-

Bansuri Swaraj : દિલ્હી ભાજપમાં સુષમા સ્વરાજની પુત્રી બાંસુરીને મળ્યું પદ, જાણો શું હશે જવાબદારી

0

Sushma Swaraj’s

  • Bansuri Swaraj : ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ભાજપે મહત્વની જવાબદારી સોંપી છે. તેમને દિલ્હી ભાજપ લીગલ સેલના કો-કન્વીનર એટલે કે કાયદાકીય પ્રકોષ્ઠના સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે.

ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય સુષમા સ્વરાજની (Sushma Swaraj) પુત્રી બાંસુરી સ્વરાજને ભાજપે મહત્વની જવાબદારી સોંપી છે. તેમને દિલ્હી (Delhi) ભાજપના લીગલ સેલના સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. આ પદ મળ્યા બાદ બાંસુરીએ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj) સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરે છે.

દિલ્હી બીજેપીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ રાજ્ય એકમમાં તેમની પ્રથમ નિમણૂકમાં પક્ષના પૂર્ણ-સમયના પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી બાંસુરી સ્વરાજને લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કર્યા છે. શુક્રવારે જાહેર કરાયેલા એક પત્રમાં સચદેવાએ જણાવ્યું હતું કે સ્વરાજની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને તેનાથી ભાજપને મજબૂત થવાની અપેક્ષા છે.

બાંસુરી સ્વરાજે કહ્યું કે તે એક યોગ્ય વકીલ છે અને પહેલાં પણ કાયદાકીય મામલામાં પાર્ટીની મદદ કરતી રહી છે. તેમણે કહ્યું- વાત બસ એટલી છે કે મને ઔપચારિક રૂપથી દિલ્હી ભાજપના કાયદા વિભાગના સહ-સંયોજક રૂપમાં વધુ સક્રિય રૂપથી પાર્ટીની સેવા કરવાનો અવસર આપવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા પદ અપાયા બાદ બાંસુરીએ ભાજપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા, બીએલ સંતોષ, વીરેન્દ્ર સચદેવા, દિલ્હી ભાજપનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે બાંસુરી સ્વર્ગીય સુષમા સ્વરાજ અને સ્વરાજ કૌશલની એકમાત્ર પુત્રી છે. તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તે ક્રિમિનલ લોયર તરીકે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેક્ટિસ કરી રહી છે.

આ પણ વાંચો :-

સાંભળીને નવાઇ લાગશે, પણ હકીકત છે ! ગુજરાતમાં શોધાયો પેટ્રોલ-ડીઝલનો તોડ

0

It will be surprising to hear, but it is a fact

  • વડોદરા શહેરમાં આવેલી કેન્દ્ર સરકાર સંચાલિત ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય ખાતે બે દિવસીય ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

હવે દેશવાસીઓને સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) ભાવથી મોટી રાહત મળશે! જી હા સાંભળીને ભલે તમને નવાઇ લાગે પરંતુ આ એક હકીકત છે. વડોદરા (Vadodara) શહેરમાં આવેલી ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ (University student) દ્વારા પેટ્રોલ તેમજ ડીઝલનો એક એવો જુગાડ શોધી લેવામાં આવ્યો છે કે જેના વિશે તમે જાણશો તો આશ્ચર્યમાં મુકાઈ જશો.

વડોદરા શહેરમાં આવેલી કેન્દ્ર સરકાર સંચાલિત ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય ખાતે બે દિવસીય ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આમ તો ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય ખાતે આયોજિત ટેક ફેસ્ટમાં અનેક ઉપયોગી પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરાયા હતા. છતાં સૌ કોઈની નજર માત્ર એક પ્રોજેક્ટ પર હતી જેનું નામ છે પ્લાસ્ટોફ્યુલ્સ.

અહી યોજાયેલા વિવિધ પ્રોજેકટના પ્રદર્શનમાં પ્લાસ્ટોફ્યુલ્સ પ્રોજેકટ એટલા માટે મહત્વનો છે કેમ કે આ પ્રોજેક્ટ થકી પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઈંધણ બનાવવું શક્ય બન્યું છે. ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આવિષ્કાર માં તેમણે પ્લાસ્ટિક માંથી ઈંધણ બનાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

પ્લાસ્ટોફ્યુલ્સ પ્રોજેકટની વિશેષતા અંગે વાત કરવામાં આવે તો દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ પેટ્રોલ ડીઝલ દ્વારા સંચાલિત વાહનોમાંથી નીકળતા તીવ્ર ધુમાડાના કારણે વાતાવરણમાં થતું પ્રદૂષણ અટકાવવા માટેનો વિદ્યાર્થીઓને વિચાર આવ્યો. જેથી વિદ્યાર્થીઓ દ્વારા આ જટિલ સમસ્યાના સમાધાન માટે વિકલ્પ શોધવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રિસર્ચ કર્યા બાદ તેમને પ્લાસ્ટિક વેસ્ટ માંથી ઈંધણ બનાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્લાસ્ટોફ્યુલ્સ પ્રોજેકટ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ભારે જહેમત બાદ એક કિલો દીઠ પ્લાસ્ટિકમાંથી અડધો લીટર પેટ્રોલ બનાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલા ઈંધણથી આવનાર સમયમાં વાતાવરણને પ્રદૂષિત થતું પણ અટકાવી શકાશે, ત્યારે વધુ સંશોધન માટે રેલવે મિનિસ્ટ્રી દ્વારા પ્રોજેકટને 2 કરોડની ગ્રાંટ પણ ફાળવવામાં આવી છે. જો આવનાર સમયમાં પ્રોજેક્ટને સફળતા મળે તો દેશના નાગરિકોને મોટી રાહત થશે તેમ પ્રોજેકટ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

27 માર્ચ 2023, આજનું રાશિફળ : સૂર્યદેવની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

27 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચાર થતો જણાય. આવકનું પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય, સ્થાવર જંગમ મિલકતથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

વૃષભઃ
કાર્યક્ષેત્રે આગેવાન થવાની વૃત્તિ પેદા થાય. અભિમાન વધતું જણાય. જમીન, ટ્રાવેલ્સ, કેમિકલના ધંધામાં વિશેષ લાભ. આવક જળવાય. પત્ની સાથે સંબંધમાં મધુરતાનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દી પણું વધતું જણાય. આવકનું પ્રમાણ જળવાય પરંતુ ખર્ચ પણ વઉધતો જણાય. શરદી-ખાંસીની તકલીફ રહે. મિત્રો તથા સંતાનો સાથે ઉગ્રતા ટાળવી. સ્વાસ્થ્ય સારું રહે.

કર્કઃ
સ્વભાવમાં ભાવનાત્મકતાનું પ્રમાણ વધે. નવા વસ્ત્રો ખરીદ કરવાના યોગ બને છે. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. વાહનસુખ મિલકત સુખમાં વૃદ્ધિ- નાણાકીય વ્યવહારોમાં લાભ.

સિંહઃ
નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. અગત્યના નિર્ણયો ફાયદાકારક પૂરવાર થતા જણાય. સંતાનની પ્રગતિથી હર્ષ. આવક જળવાય. કાર્યક્ષેત્રે ભાગ્યનો સાથ મળે.

કન્યાઃ
વાણીમાં મીઠાશ જળવાય. આવકનું પ્રમાણ જળવાય. દગા-ફટકાથી સાચવવું. સ્થાવર-જંગમ મિલકત અંગે લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. લોહીથી થતા રોગોથી સાચવવું.

તુલાઃ
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લઈ શકાય. ખોટું લાગે એવા પ્રસંગનું નિર્માણ થાય. પરિવારમાં લાગણી ભરેલા સંબંધો જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકો. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળે છે. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમિયાન સાવચેતી જરૂરી. હરીફોને શીકસ્ત આપી શકો.

ધનઃ
વિચારવાયુનું પ્રમાણ વધે. ધાર્મિક સંગઠનમાં સામેલ થઈ શકાય. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. ભાગ્યનો સાથ મળતા ઓછી મહેનતે કાર્યસિદ્ધિ શક્ય બને.

મકરઃ
સ્ત્રીવર્ગથી સફળતા મળતી જણાય. અગત્યના નાણાકીય‌ નિર્ણયો ટાળવા. પરિવારમાં ઉદાસીનતા વર્તાય. સંતાનસુખમાં વૃદ્ધિ થતી જણાય. પડવા-વાગવાથી સાચવવુ. મિત્રોનો સાથ-સહકાર મેળવી શકાય.

કુંભઃ
જીવનસાથી સાથે મતભેદ ટાળવા. હકારાત્મક વિચારો કરવા હિતાવહ છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. વાહનસુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. માતૃસુખ-પિતૃસુખમાં વધારો થતો જણાય.

મીનઃ
ખોટા ખર્ચા ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરીમાં બઢતી-બદલી સંભવ, વૈવાહિક જીવનમાં આનંદ. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-