સાંભળીને નવાઇ લાગશે, પણ હકીકત છે ! ગુજરાતમાં શોધાયો પેટ્રોલ-ડીઝલનો તોડ

Share this story

It will be surprising to hear, but it is a fact

  • વડોદરા શહેરમાં આવેલી કેન્દ્ર સરકાર સંચાલિત ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય ખાતે બે દિવસીય ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

હવે દેશવાસીઓને સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના (Petrol Diesel) ભાવથી મોટી રાહત મળશે! જી હા સાંભળીને ભલે તમને નવાઇ લાગે પરંતુ આ એક હકીકત છે. વડોદરા (Vadodara) શહેરમાં આવેલી ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ (University student) દ્વારા પેટ્રોલ તેમજ ડીઝલનો એક એવો જુગાડ શોધી લેવામાં આવ્યો છે કે જેના વિશે તમે જાણશો તો આશ્ચર્યમાં મુકાઈ જશો.

વડોદરા શહેરમાં આવેલી કેન્દ્ર સરકાર સંચાલિત ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય ખાતે બે દિવસીય ટેક ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આમ તો ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલય ખાતે આયોજિત ટેક ફેસ્ટમાં અનેક ઉપયોગી પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરાયા હતા. છતાં સૌ કોઈની નજર માત્ર એક પ્રોજેક્ટ પર હતી જેનું નામ છે પ્લાસ્ટોફ્યુલ્સ.

અહી યોજાયેલા વિવિધ પ્રોજેકટના પ્રદર્શનમાં પ્લાસ્ટોફ્યુલ્સ પ્રોજેકટ એટલા માટે મહત્વનો છે કેમ કે આ પ્રોજેક્ટ થકી પ્લાસ્ટિક વેસ્ટમાંથી ઈંધણ બનાવવું શક્ય બન્યું છે. ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આવિષ્કાર માં તેમણે પ્લાસ્ટિક માંથી ઈંધણ બનાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

પ્લાસ્ટોફ્યુલ્સ પ્રોજેકટની વિશેષતા અંગે વાત કરવામાં આવે તો દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ પેટ્રોલ ડીઝલ દ્વારા સંચાલિત વાહનોમાંથી નીકળતા તીવ્ર ધુમાડાના કારણે વાતાવરણમાં થતું પ્રદૂષણ અટકાવવા માટેનો વિદ્યાર્થીઓને વિચાર આવ્યો. જેથી વિદ્યાર્થીઓ દ્વારા આ જટિલ સમસ્યાના સમાધાન માટે વિકલ્પ શોધવા માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રિસર્ચ કર્યા બાદ તેમને પ્લાસ્ટિક વેસ્ટ માંથી ઈંધણ બનાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્લાસ્ટોફ્યુલ્સ પ્રોજેકટ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ભારે જહેમત બાદ એક કિલો દીઠ પ્લાસ્ટિકમાંથી અડધો લીટર પેટ્રોલ બનાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવેલા ઈંધણથી આવનાર સમયમાં વાતાવરણને પ્રદૂષિત થતું પણ અટકાવી શકાશે, ત્યારે વધુ સંશોધન માટે રેલવે મિનિસ્ટ્રી દ્વારા પ્રોજેકટને 2 કરોડની ગ્રાંટ પણ ફાળવવામાં આવી છે. જો આવનાર સમયમાં પ્રોજેક્ટને સફળતા મળે તો દેશના નાગરિકોને મોટી રાહત થશે તેમ પ્રોજેકટ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-