Home Blog Page 1123

૫૦૦ રૂપિયાની નોટ પર અત્યંત મહત્વની અપડેટ, જો તમારી પાસે પણ હોય તો ખાસ જાણો

0
A very important update
  • Currency Note Latest News : તમારી પાસે પણ જો ૫૦૦ રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે.  સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે.

ભારતમાં નોટબંધી (Demonetisation) થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી નોટબંધી બાદ ઈન્ડિયન કરન્સી (Indian currency) અંગે અનેક સમાચારો સામે આવતા રહે છે. તમારી પાસે પણ જો ૫૦૦ રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે. 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક (Reserve Bank) તરફથી એક મહત્વની જાણકારી આપવામાં આવી છે.

માર્કેટમાં ૨ પ્રકારની છે ૫૦૦ રૂપિયાની નોટ :

માર્કેટમાં ૫૦૦ રૂપિયાની નોટ 2 પ્રકારની જોવા મળે છે અને બંને નોટોમાં ખુબ મામૂલી તફાવત છે. આ બંને નોટોમાંથી એક પ્રકારની નોટ એવી છે જે નકલી ગણવામાં આવી છે. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે.

શું કહેવાયું છે વીડિયોમાં :

વીડિયોમાં કહેવાયું છે કે તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ લેવી જોઈએ નહીં. જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે થઈને પસાર ન થતી હોય અને ગાંધીજીની તસવીરની ખુબ નજીક હોય. આ વીડિયોમાં એવું પણ કહેવાયું કે એક પ્રકારની નોટ નકલી છે. આ વીડિયો વિશે પીઆઈબીએ ફેક્ટ ચેક કરેલું છે. ત્યારબાદ તેની સચ્ચાઈ સામે આવી છે.

બંને પ્રકારની નોટ અસલી :

વીડિયોના ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણ રીતે નકલી છે. બજારમાં ચાલતી બંને પ્રકારની નોટ અસલી છે. તમારી પાસે ૫૦૦ રૂપિયાની કોઈ પણ નોટ હોય તો ગભરાવવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું છે કે બંને પ્રકારની નોટ માન્ય છે.

વાયરલ મેસેજની આ રીતે સચ્ચાઈ ચકાસો :

જો તમારી પાસે પણ આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. આ પ્રકારનો ફેક મેસેજ કોઈની પણ સાથે શેર કરો નહીં. આ ઉપરાંત તમે કોઈ પણ ખબર વિશે ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર જવાનું રહેશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 કે પછી ઈમેઈલ pibfactcheck@gmail.com ઉપર પણ વીડિયો મોકલી શકો છો.

 આ પણ વાંચો :-

Priyanka Chopra Photos : અંબાણીની ઇવેન્ટમાં સ્ટાર્સનો મેળો, પ્રિયંકા ચોપરાના બોલ્ડ લુક પર ફિદા થયા ફેન્સ

Priyanka Chopra Photos

  • Priyanka Chopra and Nick Jonas : પ્રિયંકા ચોપરા શુક્રવારે જ મુંબઈ પહોંચી હતી અને અહીં પહોંચતાની સાથે જ તેણે ફરી એકવાર ફેન્સના દિલમાં છવાઈ જવાની તૈયારીઓ કરી લીધી છે. અંબાણી ફેમિલીની ઈવેન્ટમાં છવાઈ ગઈ પ્રિયંકા-નિકની સ્ટાઈલ, જુઓ ફોટોઝ.

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) ભારત આવતાની સાથે જ સૌથી પહેલા અંબાણી પરિવારના ફંક્શનમાં હાજરી આપી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (Nita Mukesh Ambani Cultural Centre) ઉદ્ઘાટન સમારોહમાં પ્રિયંકા પહોંચી ત્યારે ચાહકો પણ હસીનાની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા. હંમેશાની જેમ પ્રિયંકા ચમકદાર અંદાજમાં જોવા મળી.

પ્રિયંકાએ આ ખાસ અવસર પર ટ્રાન્સપરન્ટ બોલ્ડ અને ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો. જેમાં હસીના ઘણી સુંદર લાગી રહી હતી. પ્રિયંકા આ ઈવેન્ટમાં પતિ નિક જોનાસ સાથે હાજરી આપી હતી. પ્રિયંકાએ એન્ટ્રી લેતા જ પાપારાઝીઓએ તેના નામને લઈને ખૂબ શોર મચાવ્યો હતો.

જોકે કેટલાક લોકોને પ્રિયંકાની આ સ્ટાઈલ પસંદ ન આવી કારણ કે તેમને પ્રિયંકાનો આ લુક મેટ ગાલા ઈવેન્ટ જેવો લાગ્યો. તેથી સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને સાડી પહેરવાની સલાહ આપી. પ્રિયંકા ખૂબ જ સ્ટાઈલિશ છે અને તે હંમેશા પોતાની સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા પરિણીતી ચોપરાના લગ્ન માટે ખાસ ભારત આવી છે. આ દિવસોમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચારો હવામાં છે. જો કે આ વાતોમાં કેટલું સત્ય છે તે તો થોડા સમય પછી જ ખબર પડશે.

હસીનાએ અંબાણીના ફંક્શનમાં હાજરી આપી હતી અને લાઈમલાઈટ શેર કરી હતી. જો કે આ ઇવેન્ટમાં માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ તમામ બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. કિયારા-સિદ્ધાર્થથી લઈને દીપિકા-રણવીર આ ઈવેન્ટમાં શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

લગ્નનાં દિવસે સ્ટંટ પડયો ભારે ! પોઝ આપતી દુલ્હને એકાએક પાડી ચીસ, VIDEO જોઈ ચોંકી જશો

0

On the day of the wedding

  • લગ્નનાં દિવસે સ્ટંટ કરવું દુલ્હનને ભારે પડ્યું. VIDEOમાં જુઓ કે કેવી રીતે સ્પાર્કલ ગનને લઈને કપલ પોઝ આપી રહ્યું હતું અને અચાનક દુલ્હને ચીસ પાડી !

પોતાના લગ્નને (Marriage) શાનદાર બનાવવા માટે આજકાલ કપલ (Couple) અનેક નવા કરતૂત કરતાં હોય છે. ત્યારે એક કપલ પોતાના લગ્નનાં શુભ પ્રસંગે સ્પાર્કલ ગનથી પોઝ આપી રહ્યું હતું. આ વાયરલ વીડિયોમાં (Viral video) સાબિત થયું કે હંમેશા સ્ટંટ કરવું સુરક્ષિત હોય નહીં. કપલનાં પોઝની વચ્ચે અચાનક જ દુલ્હને ચીસ પાડી અને સૌ લોકો એકઠાં થઈ ગયાં.

જુઓ વીડિયો :

વીડિયોમાં જોઈ શકો છો કે કપલ સ્પાર્કલ ગન લઈને પોઝ આપી રહ્યાં છે. બંને કેમેરાની સામે જોઈને સ્મિત આપે છે અને પોતાની બંદૂકથી ફાયર કરે છે જેના લીધે સ્પાર્કલ વિખરાવા લાગે છે. આ દરમિયાન દુલ્હનની સાથે એક દુર્ઘટના બની હતી.

દુલ્હનનાં ચહેરા પર આગ :

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દુલ્હન સ્પાર્કલ ગનથી ફાયર કરે છે. થોડી જ ક્ષણમાં એકાએક ગન ફાટે છે અને આગ સીધી દુલ્હનનાં ચહેરા પર આવે છે. ગભરાઈ ગયેલી દુલ્હન ચીસ પાડે છે અને ગનને ફેંકીને ત્યાંથી હટી જાય છે. પછી આગથી ગભરાયેલી દુલ્હન પોતાની વરમાળાને હટાવી દે છે અને પછી આસપાસનાં હાજર લોકો દુલ્હનની મદદ કરવા પહોંચે છે.

યૂઝરે કરી કમેન્ટ્સ :

દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયો મહારાષ્ટ્રનો (Maharashtra) છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક યૂઝરે શેર કર્યો છે. આ ક્લિપ પર લોકોએ કમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે’મને નથી ખબર કે આજકાલ લોકોને શું થઈ ગયું છે. તે લગ્નનાં દિવસોને પાર્ટીઓની જેમ ટ્રીટ કરી રહ્યાં છે. તેવામાં તેઓ પોતાના ખાસ દિવસને વેળફે છે. ‘

આ પણ વાંચો :-

ધોયા વિના એક ટુવાલનો કેટલા દિવસ સુધી કરી શકાય ઉપયોગ ? જાણો સાચો જવાબ

How many days can

  • Towel Using Rules : શું તમે જાણો છો કે જે ટુવાલનો ઉપયોગ તમે કરો છો તેમાં ઘણા બધા કીટાણુ હોય છે ? તેથી તેને નિશ્ચિત સમય અંતરાલમાં ટુવાલ ધોવો જરૂરી હોય છે. આજે તમને જણાવીએ કે ટુવાલને ધોયા પછી કેટલી વખત તેને વાપરી શકાય.

મોટાભાગના લોકો નહાયા (Bath) પછી જે ટુવાલનો (Towel) ઉપયોગ કરતા હોય છે તેને રોજ ધોતા નથી. ઉપયોગ કર્યા પછી ટુવાલને તડકામાં સૂકવી દેવામાં આવે છે અને થોડા દિવસ પછી તેના ધોવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જે ટુવાલનો (Towel) ઉપયોગ તમે કરો છો તેમાં ઘણા બધા કીટાણુ હોય છે ? તેથી તેને નિશ્ચિત સમય અંતરાલમાં (Interval) ટુવાલ ધોવો જરૂરી હોય છે. આજે તમને જણાવીએ કે ટુવાલને ધોયા પછી કેટલી વખત તેને વાપરી શકાય છે.

જ્યારે આપણે ટુવાલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના રેશામાં કેટલાક બેક્ટેરિયા ચોંટી જાય છે. કારણ કે જ્યારે શરીર કોરું કરીએ છીએ ત્યારે ટુવાલ ભીનો થાય છે અને તેમાં બેક્ટેરિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. બીજા દિવસે જ્યારે તમે ટુવાલને ધોયા વિના તેનો ઉપયોગ કરો છો તો રેસામાં ઘુસેલા બેક્ટેરિયા તમારા સ્કિન અને નાક વડે શરીરમાં પહોંચી જાય છે અને તે તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે.

કેટલી વખત ધોવો જોઈએ ટુવાલ ?

સ્વાસ્થ્ય નિષ્ણાંતો નું કહેવું છે કે સામાન્ય રીતે બે કે ત્રણ વખત ઉપયોગ કર્યા પછી ટુવાલને ધોઈ લેવો જરૂરી છે. જો તુ વાલ કોઈ એક જ વ્યક્તિ ઉપયોગ કરતી હોય તો તેને ત્રણ દિવસ બાદ ધોઈ શકાય છે. જો બે લોકો એક ટુવાલનો ઉપયોગ કરતા હોય તો ટુવાલને રોજ ધોવો જરૂરી છે.

ટુવાલને તડકામાં સુકવવો જરૂરી :

ટુવાલ ને બે કે ત્રણ વખત ઉપયોગમાં લીધા પછી જોઈ શકાય છે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ટુવાલનો ઉપયોગ કર્યા પછી તેને તડકામાં રોજ સુકવવો જોઈએ. આમ કરવાથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય છે અને કીટાણુ વધતા નથી. જો તમે તડકામાં ટુવાલને સુકવતા નથી તો તમને ત્વચાની બીમારીઓ થઈ શકે છે.

આ પણ વાંચો :-

Crorepati Boy : તંબુમાં રહીને આ છોકરો બન્યો કરોડોનો માલિક, માત્ર 13 વર્ષની ઉંમરે બનાવ્યો આ ‘મહારેકોર્ડ’

This boy became the owner

  • Crorepati Boy : યુકેના આ બાળકનું નામ મેક્સ વુસી છે, જેણે 13 વર્ષની નાની ઉંમરે 3 વર્ષ સુધી ટેન્ટમાં રહીને લગભગ 7 કરોડ 60 લાખ રૂપિયા એકઠા કર્યા અને તમામ પૈસા એક સંસ્થાને દાનમાં આપ્યા.

ઘરમાં સારો પલંગ હોય તો પણ અમુક લોકોને રાત્રે ઉંઘ નથી આવતું.. પરંતુ પરંતુ 13 વર્ષના છોકરાએ 3 વર્ષ તંબુની અંદર સૂઈને વિતાવ્યા. સાથે નાના છોકરાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે. યુકેના આ બાળકનું નામ મેક્સ વુસી (Max Wusey) છે.

જેણે કેન્સરથી (Cancer) પીડિત દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો નિર્ણય લીધો છે.13 વર્ષની નાની ઉંમરે મેક્સ વુસીએ (Max Wusey) 3 વર્ષ સુધી ટેન્ટમાં રહીને લગભગ 7 કરોડ 60 લાખ રૂપિયા એકઠા કર્યા અને તમામ પૈસા એક સંસ્થાને દાનમાં આપ્યા. આ સંસ્થાનું નામ દિવાન હેપીનેસ સંસ્થા છે જે કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે.

તંબુમાં રહેતા મેક્સ વુસીની સ્ટોરી ખૂબ જ અનોખી છે. કેન્સર જેવી ખતરનાક બિમારીના લીધે મેક્સ વુસીએ તેના મિત્રને ગુમાવ્યો હતો, ત્યારબાદ તેણે વચન આપ્યું હતું કે તે કેન્સરથી પીડિત દર્દીઓની મદદ કરશે. એક ઝુંબેશના ભાગરૂપે, મેક્સે ટેન્ટની અંદર રાત વિતાવવાનું શરૂ કર્યું અને આ રીતે તેણે તંબુમાં જ 3 વર્ષનો લાંબો સમય પસાર કર્યો. મેક્સના ઘરની બહાર તંબુ જોઈને લોકો તેને ‘ધ બોય ઈન ટેન્ટ’ કહેવા લાગ્યા છે. મેક્સે માત્ર 13 વર્ષની ઉંમરમાં 7 કરોડ 60 લાખ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મેક્સનો આ રેકોર્ડ ગિનિસ બુકમાં પણ નોંધાયેલો છે.

મેક્સે જે રુપિયા ભેગા કર્યા છે કે તે લગભગ 500 કેન્સરના દર્દીઓને સાજા કરી શકે છે. વર્લ્ડ રેકોર્ડ ધારક મેક્સે વર્ષ 2020થી તંબુમાં રહેવાનું શરૂ કર્યું. અહેવાલ છે કે મેક્સ એપ્રિલ 2023 સુધી તંબુમાં રહેશે. પૈસાના અભાવે મેક્સના મિત્રનું અવસાન થયું. મિત્રતાની આ લાગણીએ હવે ઘણા કેન્સરના દર્દીઓની સારવાર સરળ બનાવી દીધી છે.

આ પણ વાંચો :-

દૂધના ભાવમાં આજથી વધારો, Amul ના તમામ પ્રકારના દૂધમાં હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

0

Milk price hike from today

  • Amul Milk Price Hike : અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી 3 રૂપિયા સુધીનો કર્યો વધારો. નવો ભાવવધારો આજથી લાગુ.

જનતા પર વધુ મોંઘવારીનો (Inflation) એક માર પડ્યો છે. અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલનો (Amul) નવો ભાવ વધારો આજથી લાગુ પડશે. આજથી તમે ખરીદતા અમૂલના (Amul) દરેક પ્રકારના દૂધના ભાવમાં વધારો થઈ જશે.

અમૂલે દૂધના (Milk) ભાવમાં પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આજથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહીસાગરમાં ભાવ વધારો લાગુ કરાયો છે. 13 માસના ગાળામાં ત્રીજીવાર અમૂલ દૂધના ભાવમાં વધારો છે. નવો ભાવવધારો આજથી લાગુ થતા હવે નવા ફાઈનાન્શિયલ વર્ષથી જ નાગરિકોને ફટકો પડશે.

અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. 13 માસના ગાળામાં ત્રીજીવાર અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહીસાગર સહિત મોટાભાગના જિલ્લામાં ભાવ વધારો લાગુ કરાયો છે. આજે સવારથી જે લોકો દૂધ ખરીદવા ગયા તેઓને મોટો ઝટકો લાગ્યો છે.

દૂધના નવા ભાવ :

  • અમુલ બાફેલો 33 રૂપિયા
  • અમુલ ગોલ્ડ 32 રૂપિયા
  • અમુલ શક્તિ 29 રૂપિયા
  • અમુલ સ્લિમ ટ્રિમ 23 રૂપિયા
  • અમુલ ટી સ્પેશિયલ 30 ના ભાવે મળશે

બરોડા ડેરીનું દૂધ મોંઘું  :

તો બીજી તરફ, બરોડા ડેરી દ્વારા છ માસમાં બીજી વખત દુધના ભાવમાં વધારો કરાયો છે. બરોડા ડેરીએ એક લીટર દૂધમાં 2‌‌ રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે. આ કારણે વડોદરામા સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાશે. વડોદરામાં અમુલ ગોલ્ડ 500 ml પાઉચના 31 ની જગ્યાએ 32 રૂપિયા થઈ ગયા છે. તો અમુલ શક્તિ, અમૂલ તાજા, અમુલ ગાય, અમુલ સ્લીમ એન્ડ સ્ટ્રીમમાં પણ લીટરે રૂપિયા 2 નો વધારો કરાયો છે.

આ પણ વાંચો :-

ભાત કે રોટલી ! શું ખાવાથી વજન ઘટાડવામાં મળે છે મદદ ?

Rice or bread

  • Weight Loss Diet : સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમારે વજન ઘટાડવું હોય તો તમારી ડાયટમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ વસ્તુ ખાવાનું સાવ બંધ કરી દો. મોટાભાગના લોકો અજાણતા વજન ઘટાડવાની બાબતમાં આ ભૂલ કરે છે. ઘણા લોકો માને છે કે ભાત ખાવાથી વજન વધે છે તેથી તેઓ ભાત ખાવાનું બંધ કરી દે છે.

દરેક ઘરના ભોજનમાં (Food) ભાત અને રોટલી અચૂક બને છે. આ બંને વસ્તુ એવી છે જેના વિના ભોજન અધૂરું લાગે છે. પરંતુ આ બે વસ્તુથી એવા લોકો દૂર રહેવાનું પસંદ કરે છે જેમને વજન (Weight) ઘટાડવું હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમારે વજન ઘટાડવું હોય તો તમારી ડાયટમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ વસ્તુ ખાવાનું સાવ બંધ કરી દો.

મોટાભાગના લોકો અજાણતા વજન ઘટાડવાની બાબતમાં આ ભૂલ કરે છે. ઘણા લોકો માને છે કે ભાત ખાવાથી વજન વધે છે તેથી તેઓ ભાત ખાવાનું બંધ કરી દે છે. જ્યારે કેટલાક લોકો એવું માને છે કે ઘઉંના લોટની રોટલી બંધ કરવાથી વજન ઘટે છે. તેથી તેઓ ભારત ખાય છે અને રોટલી બંધ કરે છે. જો તમને પણ આ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન હોય તો આજે તમને જણાવીએ કે વજન ઘટાડવાની પ્રોસેસ માં ભાત અને રોટલી કેવી રીતે અસર કરે છે.

વજન ઘટાડવું હોય તો આ વાતને રાખો ધ્યાનમાં

જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો તેના માટે ભાત અથવા રોટલી બેમાંથી એક વસ્તુની પસંદગી કરવાની જરૂર નથી. કોઈ એક વસ્તુ છોડી દેવાથી તમને ફાયદો થવાનો નથી. તેને બદલે એક ડાયટ પ્લાન નક્કી કરો જેમાં અઠવાડિયાના ચાર દિવસ રોટલી ખાવી અને બાકીના દિવસ ભાત ખાવા. આમ કરવાથી તમારા ભોજનમાં વૈવિધ્ય રહેશે અને વજન પણ ઘટશે.

રોટલી અને ભાત કેવી રીતે કરે છે ફાયદો :

રોટલીનો ઉપયોગ કરવો હોય તો ઘઉંના લોટને બદલે તમે રાગી, જુવાર કે બાજરાના લોટનો ઉપયોગ કરી શકો છો આ લોટમાંથી બનેલી રોટલી વજન ઘટાડવામાં મદદ કરશે. તેનાથી ગ્લાયસેમિક ઈન્ડેક્સ નીચે જાય છે અને સુગર પણ ઝડપથી વધતું નથી. જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ સિવાય ભાતમાં તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસનો ઉપયોગ કરી શકો છો. ભાત પણ જો તમે તેનું પાણી કાઢીને ઉપયોગમાં લેશો તો તે નુકસાન નહીં કરે.

આ પણ વાંચો :-

લ્યો બોલો!!! આ રાજ્યમાં ડુંગળી-બટાકાના ભાવે વેચાઈ છે ડ્રાયફ્રૂટ

0

Get speak

  • નવાઈની વાત એ છે કે આમ છતાં આપણને કાજુ મોંઘા ભાવે મળે છે. કાજુના ઊંચા ભાવને કારણે ખેડૂતો મોટાભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રાયફ્રૂટ્સની ખેતી કરવા માગે છે. તેમના ઝુકાવનું કારણ તેમની વધતી કિંમત છે.

કાજુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડ્રાયફ્રુટ્સમાં (Dry fruits) કાજુ એક એવું જ ડ્રાયફ્રૂટ છે, જે લગભગ બધાને પસંદ હોય છે. જ્યારે તમે બજારમાંથી કાજુ (Cashew nuts) ખરીદો છો. ત્યારે તમને તે રૂ.800 અથવા રૂ.1000 પ્રતિ કિલોના ભાવે મળે છે. આ જ કારણ છે કે ઘણા આર્થિક રીતે નબળા લોકો કાજુ ખાવાથી વંચિત રહે છે.

તમને કદાચ ખબર નહીં હોય કે મોટા ભાગના સ્થળોએ ઉંચા ભાવે મળતા કાજુ ભારતના જ એક શહેરમાં સાવ સસ્તા ભાવે વેચાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ ભારતીય બજારમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા કાજુ આ શહેરમાં માત્ર 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

જાણો આ શહેરમાં કેમ મળે છે કાજુ આટલા સસ્તા છે :

ઝારખંડ રાજ્યના જામતારા જિલ્લામાં કાજુ તે બટાકા, ડુંગળી અને અન્ય શાકભાજીની સમાન કિંમતે મળે છે. હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે અહીં આટલા સસ્તા કાજુ મળવા પાછળનું કારણ શું છે? હકીકતમાં ઝારખંડમાં દર વર્ષે હજારો ટન કાજુનું ઉત્પાદન થાય છે. જામતારા જિલ્લા મુખ્યાલયથી લગભગ ચાર કિલોમીટર દૂર લગભગ 49 એકરની વિશાળ કૃષિ જમીન પર કાજુની ખેતી કરવામાં આવે છે. અહીં ડ્રાયફ્રુટ્સના મોટા બગીચા છે. અહીં કામ કરતા લોકો આ ડ્રાયફ્રૂટ્સને ખૂબ જ સસ્તા ભાવે વેચે છે.

નવાઈની વાત એ છે કે આમ છતાં આપણને કાજુ મોંઘા ભાવે મળે છે. કાજુના ઊંચા ભાવને કારણે ખેડૂતો મોટાભાગે દેશના અન્ય રાજ્યોમાં પણ ડ્રાયફ્રૂટ્સની ખેતી કરવા માગે છે. તેમના ઝુકાવનું કારણ તેમની વધતી કિંમત છે. જ્યારથી લોકોને ખબર પડી કે અહીં કાજુ બટાકા અને ડુંગળીના ભાવે મળે છે. ત્યારથી લોકો અહીં આવવા-જવા લાગ્યા.

કાજુની ખેતી કેવી રીતે શરૂ થઈ :

જો કે ખેડૂતો પાસે આ ખેતી માટે પ્રાથમિક સુવિધાઓ નથી. પરંતુ તેમ છતાં ખેડૂતો તેમાં ખુશ છે. જામતારાના લોકોનું કહેવું છે કે થોડા વર્ષો પહેલા જામતારાના ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનરે ઓડિશાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જમીનની ચકાસણી કરાવ્યા બાદ અહીં સૂકા ફળની ખેતી શરૂ કરી હતી. થોડા વર્ષોમાં, અહીં કાજુ ખૂબ જ સારી રીતે ઉગાડવાનું શરૂ કર્યું. પરંતુ સુરક્ષા અને દેખરેખ માટે પૂરતી વ્યવસ્થાના અભાવને કારણે ઘણો પાક કાં તો ચોરાઈ જાય છે અથવા વાવેતરના કામદારો તેને સસ્તા ભાવે વેચવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો :-

Online Hacking : માર્કેટમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે આ હેકિંગ ડિવાઈસ ! કાર અનલોક કરવાથી

Online Hacking  Portable Hacking Device : આ સામાન્ય દેખાતા ઉપકરણને ઓછું આંકવાની ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે અને તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

તમે ઓનલાઈન હેકિંગ (Online Hacking) વિશે તો ઘણું સાંભળ્યું જ હશે. પરંતુ આવા મોટા ભાગના કેસોમાં લોકોને માત્ર કોલ અથવા વેબસાઈટની લિંક દ્વારા જ શિકાર બનાવવામાં આવે છે. જોકે હવે હેકિંગ (Hacking) માટે માર્કેટમાં એક એવું ડિવાઈસ આવી ગયું છે. જેણે હંગામો મચાવ્યો છે. હા તમને આ સાંભળીને થોડું અજીબ લાગતું હશે. પરંતુ વાસ્તવમાં માર્કેટમાં હેકિંગ માટે એક ડિવાઈસ (Device) આવી ગયું છે. જેનો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને ખાસ વાત એ છે કે તેને સરળતાથી ખરીદી શકાય છે.

જો તમને આ એક ફની ડિવાઈસ લાગી રહ્યું છે તો એવું નથી. આ ડિવાઈસ ખૂબ જ ખતરનાક છે અને જો આ કોઇના હાથ લાગી જશે તો તે સ્માર્ટ ડિવાઈસને સરળતાથી હેક કરી લેશે. આવી સ્થિતિમાં આ ઉપકરણને સુરક્ષા માટે ખતરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમ છતાં તે ઓનલાઈન માર્કેટમાં આડેધડ વેચાઈ રહ્યું છે અને પોર્ટેબલ હોવાને કારણે લોકો તેને ખરીદી અને ઉપયોગ કરી રહ્યા છે. જો તમારી પાસે આવા ઉપકરણ વિશે કોઈ માહિતી નથી. તો આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે તેના વિશે ન માત્ર જાણી શકો પરંતુ તેનાથી બચી પણ શકો.

કયું છે આ ડિવાઈસ :

અમે જે ઉપકરણ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ફ્લિપર ઝીરો છે. તે એક સાયબર-ડોલ્ફિન છે જે ડોલ્ફિનના આકારમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે અને પોકેટ સાઈઝનું પોર્ટેબલ ઉપકરણ છે. આ એક હાર્ડવેર ભાગ છે. આ ઉપકરણ વાસ્તવમાં ડિજિટલ સિસ્ટમ્સ સાથે ઈંટરરેક્ટ કરી શકે છે અને જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો. ત્યારે તમે GPIO પિનનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારની એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, RFID, રેડિયો પ્રોટોકોલ્સ અને ડીબગ હાર્ડવેરને ઍક્સેસ કરી શકો છો.

ફ્લિપર ઝીરો વાસ્તવમાં એક હેકિંગ ઉપકરણ છે જે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણોને નિયંત્રિત કરી શકે છે. જો તમે ફ્લિપર ઝીરોને મનોરંજનના સાધન તરીકે માનતા હોવ તો તે એટલા માટે નથી કે તેનો હેકિંગ માટે મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપકરણ કેટલાક એવા કામ કરી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. આજે અમે તમને આ ઉપકરણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ કામોને આપી શકે છે અંદાજ :

અમે તમને જણાવી દઈએ કે ફ્લિપર ઝીરોનો ઉપયોગ કરીને લોકો કોઈપણ પ્રોડક્ટના સ્કેન કોર્ટમાં પ્રવેશ કરી શકે છે અને તે પછી તેઓ ઉત્પાદનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આ એક ખતરનાક પ્રકારનો ઉપયોગ છે જે ચોરીની રકમ છે અને આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે જેમાં આ ઉપકરણ આમ કરતું બતાવવામાં આવ્યું છે. આટલું જ નહીં, ફ્લિપર ઝીરો ડિવાઈસનો ઉપયોગ કરીને યૂઝર્સ ઘરમાં રાખેલા લોકરને હેક કરીને તેને ખોલીને પાસવર્ડ પણ બદલી શકે છે.

જો તમને આનો ઉપયોગ ઓછો લાગે છે. તો જણાવી દઇએ કે ફ્લિપર ઝીરોનો ઉપયોગ કરીને ઘરમાં ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલવાળા ઉપકરણોને પણ એક્સેસ કરી શકાય છે જેમ કે એર કંડિશનર, ટેલિવિઝન, ડોરબેલ અથવા ઘરમાં ઉપયોગમાં લેવાતા NFC ટેગ. તમને જણાવી દઈએ કે આ ઉપકરણને બ્લૂટૂથની મદદથી તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે અને તેમાં ઈન્ફ્રારેડ ટ્રાન્સમીટર છે.

જેના કારણે તે તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણોને એક્સેસ કરી શકે છે અને તે પછી તેને એક્સેસ પણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ડિવાઈસનો ઉપયોગ હેકિંગ માટે થાય છે. પરંતુ મનોરંજનના દૃષ્ટિકોણથી માર્કેટમાં વેચાઈ રહ્યું છે. જો તમે પણ આ ઉપકરણના સંપર્કમાં આવો છો, તો તમારે તેની સાથે સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

1 એપ્રિલ 2023 આજનું રાશિફળ : રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે, નોકરીમાં લાભનો સંયોગ, આ રાશિના જાતકોનો શનિવાર સુધર્યો 

1 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષ
માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. માતા પિતાની તબિયત સારી રહેશે. ધંધાકીય ક્ષેત્રે નવું સાહસ શક્ય બને. આવકનું પ્રમાણ જળવાય. હયાત રોકામો માંથી આવક આવતી જણાય. નવા રોકાણોનું આયોજન ફાયદાકારણ પુરવાર થાય.

વૃષભ
દિવસ દરમ્યાન પરિવારમાં આનંદીત વાતાવરણ રહે. પરિવારના સભ્યો નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. નસીબનો સાથ મળતાં થોડા પ્રયત્ને વધુ સફળતા મેળવી શકો. સ્વાસ્થ સારૂ રહેશે.

મિથુન
આર્થિ‌ક ક્ષેત્રે તમામ પાસા પોબાર પડતા જણાય. નાના ભાઈ બહેનની ચિંતા દૂર થતી જણાય. સ્વાસ્થ સારૂં રહે છતાં લોહી સંબંધી રોગો અથવા વાયુથી થતા રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં આનંદ

કર્ક
માનસિક રીતે ચિંતાના વાદળો ધેરાતા જણાય. આવક અંગે સામાન્ય દિવસ પરિવારના સ્ત્રીવર્ગ માટે સાવધાની જરૂરી. માનસિક રોગોની સમસ્યા ઉદભવે અથવા એમાં વધારો થાય. શરદી ખાંસી તાવથી સાચવવું.

સિંહ
દિવસ દરમ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથે સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય.

કન્યા
દિવસ દરમ્યાન ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. મિત્રોના સાથે સહકારથી કાર્યમાં સફળતા મળતી જણાય. આવકનું પ્રમાણ જળવાશે તથા લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય.

તુલા
ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો લઈ શકાય. નવો ધંધો શરૂ કરવા માટે સારો દિવસ નોકરીમાં શાંતિ થતા આનંદ જળવાય. ટારગેટ પૂરા થતા આવક. આનંદમાં વ‌ૃદ્ધિ થાય.

વૃશ્ચિક
આદ્યાત્મિકતમાં વૃદ્ધિ થાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. ભાગ્યનો સાથ મળતા આવક જળવાય આરોગ્ય સારૂ રહેશ. ટાયર, ટ્યુબ, કલરસ કેમિકલ તથા કાપડ, અનાજના ધંધામાં જ લાભ.

ધન
થોડી માનસિક અસ્વસ્થતા સતાવે. વિચારોમાં નકારાત્મકતાનું પ્રમાણ વધે. શરદી ખાંસીની સમસ્યા સતાવે. મગજની ઈજાથી સાવધ રહેવું. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

મકર
તર્ક શક્તિમાં વધાર થાય. દયાની ભાવના વધે. જ્યોતિષ્યિ, બેંકર, મશીનરી ક્ષેત્રે લાભ, કમર, કરોડરજ્જુ, દાંતના રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરી ધંધામાં સાવધાની જરૂરી.

કુંભ
નિર્ણય શકિતમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે જોખમ લેવાનું ટાળવું. અગત્યના નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે મતભેદની શકયતા છે.

મીન
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનના વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વધે. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક ઉભી કરી શકાય. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-