‘મન હોય તો માળવે જવાય’, એક બાદ એક પાંચ ફ્રેકચર છતાં મલેશિયામાં આ સુરતીએ વગાડયો ડંકો

Share this story

‘Man hoy to malve jaye’, despite five

  • વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા અને પરિવાર અને કોચ તરફથી સતત સહાય સાથે લાંબી મજલ હતી. ડો. હેતલ તમાકુવાળા જણાવ્યું હતું કે, “રૂલ-ઓફ-7” એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, તાલીમના 7 કલાક, દિવસમાં 7 કલાકની ઊંઘ, સમર્પણ અને શિસ્ત આયર્નમેન બનાવે છે.

મલેશિયા (Malaysia) ખાતે આયોજિત થનાર ફુલ આયર્નમેન ટ્રાયથ્લોન (Full Ironman Triathlon) માટે પ્રેક્ટિસ દરમિયાન એક બાદ એક પાંચ ફ્રેક્ચર હોવા છતાં સુરતની મહિલા ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલાએ આ ઇવેન્ટમાં ભાગ પણ લીધો અને આયર્નમેન ટ્રાયથ્લોનમાં (Ironman Triathlon) દસમો ક્રમ હાંસલ પણ કર્યો છે. એટલું જ નહીં આવી વિકટ પરિસ્થિતિમાં પણ 5 મહિનામાં 5 ઈવેન્ટ્સ જીત્યા છે.

આયર્ન-વુમન તરીકે ગુજરાતમાં પોતાની ઓળખ સ્થાપિત કરનાર સુરતના ડો. હેતલ તમાકુવાલા ભારતની 9 મહિલાઓમાંથી સંપૂર્ણ-આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર “પ્રથમ અને એકમાત્ર ડેન્ટીસ્ટ” છે. તમને આશ્ચર્ય થશે કે, તે શું છે. તે એક ઉચ્ચ-પ્રદર્શન સહનશક્તિની સ્પર્ધા છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: સમુદ્રમાં 3.8 કિ.મી. તરવું, 180 કિલોમીટર સાઈકલ અને 42 કિ.મી.ની દોડનો સમાવેશ થાય છે.

45 વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 15 કલાક 40 મિનિટના વિક્રમી સમય અને આંતરરાષ્ટ્રીય 10મા ક્રમ સાથે આ સ્પર્ધા પૂરી કરી શક્યા હતા. તે ગુજરાતની માત્ર 2જી મહિલા છે. જે 40 વર્ષથી વધુ ઉંમરની છે, જેણે આ ઇવેન્ટને પૂરી કરી છે. તેમણે 5-નવેમ્બર, 2022 ના રોજ મલેશિયાના સત્તાવાર ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોન લુંગકાવી ખાતે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

આખો દિવસ ચાલનારી આ સ્પર્ધામાં બપોરના આકરા તડકાથી માંડીને દરિયાનું પાણી, જેલીફિશના ડંખ, ભેજવાળું વાતાવરણ, બદલાતી ઊંચાઈઓ અને ભારે પવનો સુધીનું બધું જ હોય છે. તેઓ 45 વર્ષના છે અને ફુલ-ટાઈમ ડેન્ટલ પ્રેક્ટિશનર, કુશળ કેનવાસ અને સ્કેચ આર્ટિસ્ટ અને બે બાળકોની માતા છે. તે દરરોજ સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિકસ કરે છે.

રૂલ-ઓફ-7

આયર્ન-મેનનું બિરુદ હાંસલ કરવું એ નિયમિત સઘન તાલીમ છે. 5 ફ્રેક્ચર જેમાં- જમણી હાંસડીનું ફ્રેક્ચર , નાકનું હાડકું ફ્રેક્ટચર, જમણા પગનું ફ્રેક્ચર, બે વાર હથેળીના હાડકાં ફ્રેક્ચર થયા છે. વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા અને પરિવાર અને કોચ તરફથી સતત સહાય સાથે લાંબી મજલ હતી. ડો. હેતલ તમાકુવાળા જણાવ્યું હતું કે, “રૂલ-ઓફ-7” એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, તાલીમના 7 કલાક, દિવસમાં 7 કલાકની ઊંઘ, સમર્પણ અને શિસ્ત આયર્નમેન બનાવે છે.

આ પણ વાંચો :-