HomeNationalViral Video : મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો, 2 સેકન્ડ મોડો...

Viral Video : મિત્રનો જીવ બચાવીને બની ગયો હીરો, 2 સેકન્ડ મોડો હોત તો જીવ જતો રહ્યો હોત

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Viral Video

  • Accident Viral Video : એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને જોખમી માર્ગ અકસ્માત વિશે સમાચાર નહીં આવ્યા હોય. આવા અકસ્માતોનું સૌથી સામાન્ય કારણ રોડ શિસ્ત અને રસ્તા પરના નિયમોનું પાલન ન કરવું છે.

એક પણ દિવસ એવો નથી જતો જ્યારે બેદરકારીભર્યા ડ્રાઈવિંગ (Driving) અને ખતરનાક માર્ગ અકસ્માતો વિશે તમે સાંભળ્યું નહીં હોય. આ મામલે કેટલાક બેદરકાર બાઈકર્સ અને ડ્રાઈવરોનો પણ દોષ છે જેઓ જાણી જોઈને સલામતીના નિયમોનો ભંગ કરે છે અને તેમના અને અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકે છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ત્વરિત કાર્યવાહીથી કેવી રીતે કોઈનો જીવ બચાવી શકાય છે.

માર્ગ અકસ્માતમાં બે લોકોનો આબાદ બચાવ થયો  :

માત્ર બે સેકન્ડના વિલંબથી વ્યક્તિનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. આ વાયરલ વીડિયોને @HasnaZarooriHai નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે અને અત્યાર સુધીમાં 70,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યસ્ત રોડ પર રસ્તાની બાજુમાં બે મિત્રો વાત કરતા સીધા ચાલી રહ્યા છે. થોડીક સેકન્ડો પછી પસાર થતી એક ટ્રક અથડાઈ અને કન્ટેનર આ બે માણસો પર પડવાનું હતું. જો કે, એક વ્યક્તિએ પોતાનો તો જીવ બચાવ્યો સાથે સાથે તેની સાથે ચાલતા વ્યક્તિનો પણ જીવ બચાવી લીધો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયા બાદ વધુને વધુ વાયરલ થયો હતો. અત્યાર સુધી તેને લગભગ 78,000 વાર જોવામાં આવી છે. કોમેન્ટ બોક્સમાં નેટીઝન્સે માણસની ઝડપી અને સ્માર્ટ વિચાર માટે પ્રશંસા કરી. વાયરલ ફૂટેજ પર ઈન્ટરનેટે કેવી પ્રતિક્રિયા આપી તે અહીં છે.

એક યુઝરે લખ્યું, “વાહ! મને એ ગમ્યું કે પોતે ખુદ શોકમાં આવ્યા પછી પણ બંને ડ્રાઈવરને મદદ કરવા દોડ્યા. જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું, “મૃત્યુ અને જીવન સર્વશક્તિમાનના હાથમાં છે!” ત્રીજા યુઝરે લખ્યું કે, આવા મિત્રોને સલામ. આ વીડિયો ખૂબ જ જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories