રોકેટ ગતિથી ઉછળી રહ્યા છે સોનાના ભાવ, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ

Share this story
Rockets are rising at speeds
  • Gold Rate Today : જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. સોનાના ભાવમાં રોકેટ ગતિથી ઉછાળો જોવા મળી રહ્યો છે. એ જ રીતે ચાંદીના પણ ભાવ વધ્યા છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ માટે ખાસ ચેક કરો 10 ગ્રામ સોનાના લેટેસ્ટ રેટ..

ભારતીય બજારોમાં સોનાના (Gold) ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કારણ કે વિદેશી બજારોમાં સોનાનો ભાવ ચડી ગયો છે. વાત જાણે એમ છે કે ડોલર ઈન્ડેક્સમાં (Dollar index) નરમાઈના કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે MCX ઉપર સોનું આજે સવારે 160 રૂપિયા ચડેલું જોવા મળ્યું.

એ જ રીતે ચાંદી પણ 350 રૂપિયા ઉછળી. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2000 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ  થઈ રહ્યું છે. ચાંદી પણ હળવી મજબૂતાઈ સાથે 24 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગઈ છે. એક્સપર્ટના જણાવ્યાં મુજબ સોના અને ચાંદીમાં આગળ તેજી જોવા મળવાની છે.

સોના ચાંદીના આજના ભાવ :

શરાફા બજારના ભાવ ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે સોનાના અલગ અલગ પ્યોરિટી પ્રમાણે ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 380 રૂપિયા વધીને ભાવ 59715 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા ગોલ્ડમાં 379 રૂપિયાની તેજી સાથે ભાવ 59476 રૂપિયા પર પહોંચ્યો છે.

916 પ્યોરિટીવાળા 10 ગ્રામના ગોલ્ડના ભાવમાં 348 રૂપિયા વધ્યા છે અને ભાવ 54699 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે 750 પ્યોરિટીવાળા સોનામાં 285 રૂપિયા વધ્યા અને ભાવ 44786ના સ્તરે પહોંચ્યો. 585 પ્યોરિટીવાળા ગોલ્ડના ભાવમાં 222 રૂપિયા ચડીને ભાવ 34933 રૂપિયા થયો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો કિલોએ 1,668 રૂપિયા વધ્યા છે અને ભાવ હાલ 71446ના સ્તરે પહોંચ્યો છે.

આ પણ વાંચો :-