Home Blog Page 1122

રોજગારીની શોધમાં નેપાળથી સુરત આવ્યો હતો યુવક, પણ Reels ના ચક્કરમાં..

0

The young man came  

  • Viral Video : રોજગારી માટે નેપાળથી સુરત આવ્યો હતો યુવક. આજથી પ્રકાશ મંગલ નવી નોકરીએ જવાનો હતો. તે પહેલા જ આગલી રાતે તેનું મોત થયું હતું.

આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયા (Social Media) પર પ્રસિદ્ધ માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે. ખતરનાક વીડિયો શૂટ (Video shoot) કરવા અને રાતોરાત સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે વીડિયો બનાવતાં સમયે દાખવેલી બેદરકારીને લીધે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. તેવી જ ઘટના સુરતના સચિનમાં (Sachin) બની છે. જ્યાં એક 19 વર્ષનો યુવાન ટ્રેન સાથે વીડિયો બનાવવા જતાં મોતને ભેટ્યો છે.

સુરત સચીન વિસ્તારમા આ ઘટના બની હતી. 19 વર્ષીય યુવકનું ટ્રેન અડફેટે મોત નિપજ્યું છે. મૃતક યુવકનું નામ પ્રકાશ મંગલ સુનાર છે. જે સચીન રેલવે સ્ટેશન ઉપર ટ્રેક ઉપર વીડિયો બનાવવા જતા ટ્રેનની અડફેટે આવ્યો હતો. મૃતક યુવક અને તેનો ભાઈ બે દિવસ પહેલા જ નેપાળના ચિતવનથી સુરત રોજગારી માટે આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ નેપાળમાં રહેતા તેના પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

મૂળ નેપાળનો વતની એવો 19 વર્ષીય પ્રકાશ મંગલ નામનો યુવાન બે દિવસ પહેલા જ રોજીરોટીની તલાશમાં પોતાના દેશથી ભારતમાં આવ્યો હતો અને સુરતમાં તેના સંબંધીઓને ત્યાં રોકાયો હતો. જોકે. ગઈકાલે રાત્રે સચિન વિસ્તારમાં રેલવે સ્ટેશને ગયો હતો. જ્યાં આ યુવકને વીડિયો બનાવવાની ઈચ્છા થઈ હતી. તે વીડિયો બનાવી રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવતી ટ્રેને તેને અડફેટે લીધો હતો.

ઘટના બાદ યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં જે તેનું મોત થયું હતું. જો કે દુખની વાત તો એ છે કે આજથી પ્રકાશ મંગલ નવી નોકરીએ જવાનો હતો. તે પહેલા જ આગલી રાતે તેનું મોત થયું હતું. આવા વીડિયો બનાવવા માટે કેટલાક યુવાનો જિંદગી સામે ચેડાં કરતા હોય છે અને ખતરનાક સ્ટંટ પણ કરતાં હોય છે. જેના લીધે આખરે જિંદગીથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. ઘટનાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચો :-

Fantasy Sports : Rohit, Hardik, Ganguly અને અભિનેતાઓ વિરુદ્ધ જાહેરહિતની અરજી

0

Fantasy Sports

  • Fantasy Cricket Gambling PIL Filed Against Cricketers and Actors : પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ખેલાડીઓ અને અભિનેતાઓ આઈપીએલ સંબંધિત વિવિધ ઓનલાઈન ગેમ્સ દ્વારા સટ્ટાબાજીમાં સામેલ કરીને યુવાનોના વર્તમાન અને ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.

બિહારના (Bihar) મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર્તાએ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly), વર્તમાન કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma), હાર્દિક પંડ્યા, અભિનેતા આમિર ખાન અને અન્ય લોકો વિરુદ્ધ સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા જિલ્લા કોર્ટમાં PIL દાખલ કરી છે.

તમન્ના હાશ્મીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે આ ખેલાડીઓ અને અભિનેતાઓ IPL સંબંધિત વિવિધ ઓનલાઈન ગેમ્સ દ્વારા સટ્ટાબાજીમાં સામેલ કરીને યુવાનોના વર્તમાન અને ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે.

હાશ્મીએ કહ્યું, “આ લોકો દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમને સટ્ટાબાજીમાં સામેલ કરવા મજબૂર કરી રહ્યા છે. તેઓ તેમને આકર્ષક ઈનામો આપીને લલચાવી રહ્યા છે. પરંતુ સાથે-સાથે તેઓ યુવાનોને સટ્ટાબાજીની લત પણ લગાડી રહ્યા છે. ક્રિકેટ અને ફિલ્મ આઇકન ઘણા ગેમિંગ શોને પ્રમોટ કરે છે અને લોકોને IPL ટીમ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આમાંના કેટલાક લોકો ઇનામ જીતી રહ્યા છે. પરંતુ તે જુગારની લતમાં પણ પરિણામે છે.

તમન્ના હાશમીએ કહ્યુ કે આજકાલ વિવિધ પ્રકારની મોબાઈલ ગેમિંગ એપના માધ્યમથી ટીમ બનાવી જાહેરમાં મોટા પાયા પર સટ્ટો રમાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ લોકો કરોડો રૂપિયા લઈને તેનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. દેશના કરોડો યુવા તથા કિશોર આ લોકોને પોતાનો આદર્શ માની રહ્યાં છે અને દરરોજ કરોડો રૂપિયા ગુમાવી રહ્યાં છે.

આરોપીઓના પ્રચારના પ્રભાવ હેઠળ કરોડો યુવાનો અને કિશોરોના જીવ સાથે રમત રમી રહ્યા છે. આ દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે. આ મામલાની સુનાવણી 22 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તમન્ના હાશ્મીએ ભૂતકાળમાં પણ ઘણા દિગ્ગજો વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે.

આ પણ વાંચો :-

પગમાં સોજો આવવો પણ છે હૃદય રોગના લક્ષણ… દર વર્ષે 1.8 કરોડ લોકોનું હૃદય રોગના..

Swelling  

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના આંકડા અનુસાર દર વર્ષે વિશ્વભરમાં લગભગ 18 મિલિયન લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે. જાણો હૃદયને લગતી બીમારીઓના લક્ષણો વિશે.

Heart Attack Symptoms : ખરાબ લાઈફસ્ટાઈલ, બિનજરૂરી તણાવના કારણે લોકો હૃદયને લગતી બીમારીઓનો શિકાર બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના આંકડા અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં લગભગ 18 મિલિયન લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે. આ રોગોમાં કોરોનરી હાર્ટ ડિસીજ, સેરેબ્રોવેસ્ક્યુલર ડિસીજ, રહ્યૂમેટિક હાર્ટ ડિસીજ અને અન્ય સ્થિતિ સામેલ છે. હૃદય રોગને કારણે મૃત્યુ પામેલા પાંચમાંથી ચાર મૃત્યુ મુખ્યત્વે હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થાય છે.

આ કારણે થઇ શકાય છે હૃદય રોગનો શિકાર :

યુવા વયસ્કોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવા અનેક કારણો છે, જેના લીધે હૃદય રોગ થઈ શકે છે. ખરાબ ડાયેટ, ફિઝિકલી એક્ટિવ ન રહેવુ, શારીરિક નિષ્ક્રિયતા, તમાકુનો ઉપયોગ, વધુ પડતું દારુ પીવું, લાંબા સમય સુધી બેસી રહેવું, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, જાડાપણુ, હાઈ બ્લડ પ્રેશર, તણાવનો સમાવેશ થાય છે.

પગમાં સોજા આવવા હાર્ટ ડિસીજનું લક્ષણ  :

જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તે હૃદયમાં કંઈક ગરબડ હોવાનો સંકેત હોઈ શકે છે. તે ધીમે ધીમે ડેવલપ થઇ  શકે છે. આ કોરોનરી આર્ટરી ડિસીજ અથવા હાર્ટ ફેલ થઈ શકે છે. એનજાઈના (છાતીમાં દુખાવો) એ અસ્વસ્થ હૃદયના સંભવિત લક્ષણોમાંનું એક છે.

જો છાતીમાં દબાણ, દુખાવો અથવા બળતરાનો અનુભવ થતો હોય તો પછી હૃદયની સમસ્યા હોઈ શકે છે. આડઅસરોમાં ડાબા ખભામાં દુખાવો, અનિયમિત ધબકારા, હાર્ટબર્ન, પીઠ અને પેટમાં દુખાવો, અતિશય પરસેવો, પગમાં સોજો, થાક, ચક્કર, હૃદયના ધબકારા વધવા, ઉબકા આવવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

 

IPL 2023 : ધોનીની ટીમ CSK પર ઉઠી પ્રતિબંધની માંગણી, જાણો શું છે મામલો

IPL 2023 : Dhoni’s team demands ban on CSK

  • તમિલનાડુમાં હાલ ક્રિકેટને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યાં એક વિધાયકે ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK પર પ્રતિબંધની માંગણી કરી છે. ત્યાં બીજી બાજુ અન્ય એક વિધાયકે આઈપીએલની મેચોની ટિકિટનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે વિધાયકોને ફ્રીમાં મેચની ટિકિટ મળવી જોઈએ.

તમિલનાડુ વિધાનસભામાં (Tamil Nadu Legislative Assembly) આઈપીએલની ક્રિકેટ ટીમ પર રાજકારણ ગરમાયું છે. મંગળવારે પીએમકે વિધાયકે વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા CSK પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. તેમણે એવો તર્ક આપ્યો કે CSK પર પ્રતિબંધ લગાવવો જોઈએ કારણ કે ટીમમાં કોઈ તમિલ ખેલાડી નથી. વિધાનસભામાં ખેલ પર બજેટ ચર્ચા દરમિયાન ધર્મપુરીના પીએમકે (પાટ્ટાલી મક્કલ કોચી પાર્ટી)ના વિધાયક વેંકટેશ્વરને (Venkateswara) સભ્યોને ઝટકોઆપતા CSK પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી.

વેંકટેશ્વરનું કહેવું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તમિલનાડુથી છે પરંતુ તમિલ યુવાઓને મહત્વ અપાયું નથી અને તમિલનાડુના ખેલાડી તો આ ટીમમાં છે જ નહીં. એસ પી વેંક્ટરેશ્વરે CSK પર જાહેરાત આપવાનો આરોપ લગાવ્યો કે આ તમિલનાડુની એક ટીમ છે જે રાજસ્વ કમાઈ રહી છે જ્યારે રાજ્યના કોઈ પણ ખેલાડી ટીમમાં છે જ નહીં.

CSK ની ટીમમાં તમિલ ખેલાડીઓ રાખવાની માંગણી :

વિધાનસભામાંથી બહાર નીકળ્યા બાદ પીએમકે ધારાસભ્ય વેંક્ટેશ્વરે કહ્યું કે અનેક લોકોએ મને જણાવ્યું છે. અહીં અનેક સારા ખેલાડીઓ છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ તમિલનાડુની રાજધાનીના નામ પર છે. અનેક લોકોએ મને કહ્યું કે એવું નામ રાખવું અને એક પણ ખેલાડી ન હોવો એ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં તેને ફક્ત વિધાનસભામાં પ્રતિબિંબિત કર્યું છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર મંત્રીએ વિધાનસભામાં જવાબ આપ્યો નથી. મને વિશ્વાસ છે કે મુખ્યમંત્રી અને ખેલ મંત્રી કાર્યવાહી કરશે. તમિલનાડુમાં જો તમિલ વ્યક્તિને મહત્વ ન આપવામાં આવ્યું તો તેમને બીજે ક્યાંય નહીં મળે.

IPL મેચની ટિકિટ અંગે વિવાદ :

આ ઉપરાંત AIADMK વિધાયકે આઈપીએલ મેચનો પાસ માંગ્યો હતો જેના પર વિવાદ ઊભો થઈ ગયો. એસપી વેલુમણિનું કહેવું છે કે રાજ્યમાં AIADMK ની સરકાર હતી તો તેમને મેચના પાસ આપવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હાલની સરકારને ક્રિકેટના 400 પાસ મળ્યા છે. પરંતુ AIADMK ના વિધાયકોને એક પણ પાસ મળ્યો નથી.

એસપી વેલુમણિનું તો એવું પણ કહેવું છે કે જ્યારે તેમણે ટિકિટ માંગી તો રાજ્યના ખેલમંત્રી ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે જઈને બીસીસીઆઈ પ્રમુખ જય શાહ પાસેથી ટિકિટ લો. વિપક્ષી દળના નેતા વેલુમણિ એમ કહીને ટિકિટ માંગે છે કે AIADMK ની સરકારને ટિકિટ મળતી હતી.

આ પણ વાંચો :-

Gold Latest Price Today : ગોલ્ડ જ્વેલરી ખરીદવા ઈચ્છતા લોકોને ઝટકો, સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી

0

Gold Latest Price Today

  • Gold-Silver Price Today : જાણકારોને આશા છે કે આવનારા મયમાં ચાંદી 80,000 રૂપિયા પ્રતિ કિલો અને સોનું 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે.

બુધવારે ચાંદી (Silver) નવા રેકોર્ડ પર પહોંચી ગઈ છે. ચાંદીનો ભાવ 75000 રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. સોનું ફરીથી 61000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ નજીક પહોંચી ગયું છે. જાણકારોને આશા છે કે આવનારા સમયમાં ચાંદી 80,000 રૂપિયા પ્રતિ કિલો અને સોનું (Gold) 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જે તેજીથી સોનું ચાલી રહ્યું છે. તેનાથી લાગી રહ્યું છે કે એક્સપર્ટોએ જણાવેલા ભાવ સુધી ગોલ્ડ (Gold) જલ્દી પહોંચી જશે.

સોના-ચાંદીના લેટેસ્ટ રેટ :

મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX)પર બુધવારે સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે. બુધવારે આશરે 11 કલાકે MCX પર સોનું 365 રૂપિયાની તેજીની સાથે 60870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 903 રૂપિયાની તેજીની સાથે 75040 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી.

આ પહેલાં મંગળવારે ચાંદી 75040 રૂપિયા અને સોનું 60505 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન સોનું 60950 રૂપિયા અને ચાંદી 76009 રૂપિયાના હાઈ લેવલ સુધી ગઈ હતી.

સોની બજારમાં પણ તેજીનો માહોલ :

સોની બજારમાં પણ સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી છે. મંગળવારે બજાર વધારા સાથે બંધ થયું હતું. મંગળવારે સાંજે ખતમ કારોબારી સત્રમાં સોનું તેજીની સાથે 60390 રૂપિયા અને ચાંદી 74416 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી.

ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી મંગળવારે સાંજે જારી કિંમત અનુસાર 24 કેરેટ ગોલ્ડ તેજીની સાથે 60390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 74416 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. આ સિવાય 23 કેરેટ સોનું 60148 રૂપિયા, 22 કેરેટ સોનું 55314 રૂપિયા, 20 કેરેટ સોનું 45293 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા.

આ પણ વાંચો :-

ગુજરાતના 22 ટાપુ પર નો એન્ટ્રી. ફરવા જવાના હોય તો ધ્યાન રાખો

0

No entry on 22 islands of Gujarat 

  • Ban On Dwarka Islands : દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર રોક લગાવતું તંત્ર. દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી લગાવ્યો પ્રતિબંધ.

દ્વારકાનું (Dwarka) જગત મંદિર વિશ્વ પ્રખ્યાત છે તેમજ દ્વારકામાં બ્લ્યૂફ્લેગનો શિવરાજપુર બીચ (Shivrajpur Beach) પણ આવેલો છે. ત્યારે અહી પ્રવાસીઓ બારેમાસ આવે છે. માત્ર મંદિર અને શિવરાજપુર બીચ નહિ. પરંતુ દ્વારકાના ખૂણે ખૂણે આવેલા સુંદર બીચ પણ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે.

ત્યારે આ ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો છે. એક-બે નહિ દ્વારકાના 22 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાના આ ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહિ મળે.

દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં અનેક સુંદર સુંદર ટાપુ આવેલા છે. ત્યારે અહીંના 22 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અધિક કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી અહી જવા પર પ્રતિબંધ મૂક્યો છે. દ્વારકામાં આવા 24 ટાપુ આવેલા છે.

જેમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 22 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. આ 22 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઈ છે. ટૂંક સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. ત્યારે હાલ તારીખ 09/06/2023 સુધી 22 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્ર એ સુરક્ષા વધુ મજબૂત કરી છે.

કયા કયા ટાપુ પર પ્રતિબંધ :

દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી. જિલ્લામાં આવેલા નીચે મુજબના ૨૧ ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. ૨ નવેમ્બર સુધી અમલમાં રહેશે.

આ 22 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબતે ટાપુઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. થોડા સમય પહેલા જ બેટ દ્વારકા ટાપુ પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. ત્યારે હાલ 22 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે.

આ પણ વાંચો :-

 

હાર્દિકભાઈ ભૂલી ગયા એ દિવસો : રાહુલ ગાંધીને ગુજરાત વિરોધી કહેતા લોકો હાર્દિક પટેલ પર ભડક્યા

0

Hardikbhai forgot the days 

  • Hardik Patel attack on Rahul Gandhi : ટવિટર યુઝર્સ હાર્દિક પટેલને લોકો એ જૂના દિવસોની યાદ તાજી કરાવી રહ્યાં છે. જ્યારે તેઓ કોંગ્રેસમાં રહીને બીજેપી પર નિશાન તાકતા હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હાલમાં જ અદાણી-હિંડનબર્ગ રિપોર્ટને લઈને એક વર્ડ પ્લે પઝલ ટ્વિટર પર શેર કરી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ છોડી ચૂકેલા કેટલાક નેતાઓને ટાર્ગેટ કર્યા હતા. રાહુલે એ પૂર્વ કોંગ્રેસીઓ પર નિશાન સાધ્યું હતું. જેઓ હવે ભાજપના થયા છે. રાહુલની આ ટવીટ પર હવે ગુજરાતના ભાજપના નેતા હાર્દિક પટેલે (Hardik Patel) પલટવાર કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે તમે સત્ય છુપાવો છો અને તે સત્ય ગુજરાત વિરોધી છે.

એક યુઝરે હાર્દિકના જૂના નિવેદનનો સ્ક્રીન શોટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, વારંવાર કોંગ્રેસનું નામ ન લેતા રહો વોશિંગ મશીન. આ નિવેદનમાં હાર્દિકે બીજેપી પર હુમલો બોલાવતા ટવીટ કરી હતી કે હિન્દુ મુસ્લિમના ચશ્મા હટાવીને જુઓ. ભાજપ નગ્ન અને બેશરમ નજર આવશે.

રાહુલ ગાંધી પર પહેલા પણ સાધ્યુ હતું નિશાન :

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને બીજેપીનો સાથ પકડ્યો હતો. જેના બાદ રાહુલ ગાંધી પર હાર્દિક પટેલ સતત નિશાન સાધતા રહે છે. આ પહેલા હાર્દિકે વિદેશમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓે કહ્યું હતું કે વિદેશમાં જઈને દેશની બદનામી કરવી ન જોઈએ. તેમની દાદી અને પિતા દેશની સેવા કરી ચૂક્યા છે. હાર્દિકે કહ્યું કે દરેક કોઈને પોતાની વાત કહેવાનો અધિકાર છે. પરંતુ છબીને નુકસાન પહોંચાડનારા નિવેદન ન આપવા જોઈએ.

રાહુલ બતાવ્યુ હતું ADANI નું ફુલ ફોર્મ :

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 8 એપ્રિલના રોજ ADANI નું ફુલફોર્મ બતાવીને ટ્વીટ કરી હતી. તેઓએ લખ્યું હતું કે સત્ય છુપાવે છે. તેથી રોજ ભટકાય છે. સવાલ એ છે કે, અદાણી કંપનીઓમાં ₹20,000 કરોડ બેનામી રૂપિયા કોના છે?’ તેમાં તેઓએ A- ગુલામ નબી આઝાદ, D- જ્યોતિરાદિત્ય સિંધિયા, A-કિરણ કુમાર રેડ્ડી, N-હિમંત બિસ્વા સરમા અને I- અનિલ એટર્નીને પણ લપેટ્યા છે.

આ પણ વાંચો :-

ફક્ત 3 લાખ રૂપિયામાં મળી રહી છે Maruti Wagon R, તાત્કાલિક મળશે ડિલીવરી

Maruti Wagon R

  • Wagon R : ગત મહિનામાં એટલે કે માર્ચ (2023), મારુતિ સુઝુકીએ તેની વેગનઆર (Maruti Suzuki WagonR) ના કુલ 17305 યુનિટ વેચ્યા છે, જેની સાથે તે બીજા નંબરની સૌથી વધુ વેચાતી કાર હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની કેટલી માંગ છે અને લોકોમાં તે કેટલી લોકપ્રિય છે.

છેલ્લા મહિનામાં એટલે કે માર્ચ (2023), મારુતિ સુઝુકીએ તેની વેગનઆરના (Wagon R ) કુલ 17305 યુનિટ વેચ્યા છે, જેની સાથે તે બીજા નંબરની સૌથી વધુ વેચાતી કાર હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની કેટલી માંગ છે અને લોકોમાં તે કેટલી લોકપ્રિય છે. માત્ર નવી વેગનઆરની જ માંગ નથી. જૂની વેગનઆરની પણ ઘણી માંગ છે. સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં વેગનઆરની ઘણી માંગ છે.

જૂની કાર પર કોઈ વેઈટિંગ પિરિયડ પણ હોતો નથી. જેમ કે આજકાલ ઘણી નવી કારમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમે જૂની WagonR ખરીદવાનું વિચારી રહ્યા છો. તો અમે તમને કેટલાક વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ. અમે મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યુ વેબસાઈટ પર કેટલીક જૂની વેગનઆર કાર લિસ્ટેડ જોઈ છે. જેની કિંમત લગભગ રૂ. 3 લાખ છે.

અહીં લિસ્ટેડ Maruti Wagon R VXI માટે રૂ. 310000 ની ડિમાન્ડ કરવામાં આવી છે. આ કાર 2017 મોડલની છે. જેમાં પેટ્રોલ એન્જિન છે અને તેણે 46432 કિમી ચલાવી છે. કાર ફર્સ્ટ ઓનર છે અને ત્રણ ફ્રી સર્વિસ અને 6 મહિનાની વોરંટી સાથે આવે છે. તે કોલકાતામાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને ત્યાંનું રજિસ્ટ્રેશન પણ છે.

અહીં લિસ્ટેડ અન્ય મારુતિ વેગન આર VXI રૂ. 320000 માંગે છે. આ કાર પણ 2017 મોડલની છે અને માત્ર પેટ્રોલ એન્જિન જ છે. આ કાર 82337 કિમી ચાલી છે. આ પણ પ્રથમ માલિક છે. તે 6 મહિનાની વોરંટી અને ત્રણ સર્વિસ ફ્રી ઓફર કરવામાં આવી રહી છે. તે પટનામાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને માત્ર પટનામાં જ રજિસ્ટ્રેશન પણ છે.

અહીં લિસ્ટેડ અન્ય Maruti Wagon R VXI ની કિંમત રૂ. 325,000 છે. આ કાર 2015 મોડલની છે. આ પેટ્રોલ એન્જિનવાળી કાર 84536 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ ફર્સ્ટ ઓનર કાર પર 6 મહિનાની વોરંટી અને ત્રણ ફ્રી સર્વિસ પણ મળી રહી છે. તે આગ્રામાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને આગ્રામાં પણ રજિસ્ટ્રેશન છે.

અહીં લિસ્ટેડ અન્ય મારુતિ વેગન આર VXI ની કિંમત રૂ. 338,000 છે. આ 2016 મોડલની પેટ્રોલ એન્જિનવાળી કારે 42534 કિલોમીટર ચાલી છે. તેમાં 6 મહિનાની વોરંટી અને ત્રણ ફ્રી સર્વિસ પણ મળી રહી છે. કાર ફર્સ્ટ ઓનર છે. તે ગોરખપુરમાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને ત્યાંનું રજિસ્ટ્રેશન છે.

આ પણ વાંચો :-

કહેવું પડે હોં ! અમથો નથી કેવાતો કિંગ કોહલી, અનુષ્કા સાથે મળીને લીધો એવો નિર્ણય કે ચારે કોર વાહવાહી

0

Have to say

  • વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ તેમની પુત્રી વામિકાના રેપની ધમકી આપનાર શખ્સને માફ કરી દીધો છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપવાના આરોપમાં બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરી દીધી છે. આ કેસમાં ફરિયાદી કોહલીના મેનેજરે આરોપીઓ સામેના આરોપો પડતા મૂકવાની સંમતિ આપ્યા બાદ જસ્ટિસ એ એસ ગડકરી (Justice AS Gadkari) અને પી ડી નાઈકની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો.

2021માં શખ્સે કોહલીની પુત્રીના રેપની આપી હતી ધમકી :

2021માં જ્યારે ભારતીય ટીમને ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે હૈદરાબાદના આ વ્યક્તિએ ટ્વીટ દ્વારા કોહલીની દીકરી પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી.

ધરપકડ બાદ મળ્યાં હતા જામીન   :

આ પછી દિલ્હી મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર હૈદરાબાદ પોલીસે સોફ્ટવેર એન્જિનિયર રામનાગેશ અકુબથિનીની ધરપકડ કરી હતી. અકુબથિનીની નવેમ્બર 2021 માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને કલમ 67 બી હેઠળ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ પછી 2022 માં અકુબથિનીએ કેસ રદ કરવાની અરજી દાખલ કરી હતી. જેની સોમવારે સુનાવણી થઈ હતી. ત્યારબાદ કેસ રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

World Cup 2023 : ભારત સામે પાકિસ્તાનનું સરેન્ડર, હવે ભારત સરકારના હાથમાં બાજી

0

World Cup 2023

  • એશિયા કપને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો વિવાદ વર્લ્ડ કપ સુધી પહોંચી ગયો છે, જ્યાં પીસીબીએ છેલ્લા કેટલાક મહિનામાં વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. કદાચ હવે પાકિસ્તાનને સમજાઈ ગયું છે કે આ શક્ય નથી.

ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ (ODI World Cup) માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના (Pakistan Cricket Team) આગમન અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ થઈ નથી. થોડા સમય પહેલાં ભારતમાં નહીં આવવાની ધમકી આપનાર પાકિસ્તાનને હવે વાસ્તવિકતાનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન (Pakistan) માત્ર વર્લ્ડ કપ માટે ભારત આવવા માટે તૈયાર નથી. પરંતુ તેણે બે શહેરોની પણ ઓળખ કરી છે જ્યાં તે તેની તમામ મેચ રમવા માંગે છે.

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટૂર્નામેન્ટને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેની શરૂઆત એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા અંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના નિવેદનથી થઈ હતી. ત્યારથી પીસીબીના અધિકારીઓ પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા હતા.

પાકિસ્તાનની નજર કોલકાતા અને ચેન્નાઈ પર  :

પાકિસ્તાનની ધમકીની બીસીસીઆઈ અને આઈસીસી પર કોઈ અસર થતી નથી તે જોઈને હવે પીસીબી ઘૂંટણિયે પડીને ભારત આવીને રમવા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ કપ માટે નક્કી કરાયેલા 12 સ્થળોમાં પાકિસ્તાને બે એવા શહેરોની ઓળખ કરી છે. જ્યાં તે પોતાની તમામ મેચ રમવા માંગે છે. રિપોર્ટમાં આઈસીસીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લીગ તબક્કાની તેની તમામ 9 મેચ ચેન્નાઈ અને કોલકાતામાં જ રમવા માંગે છે.

મળતી માહિતી મુજબ પાકિસ્તાની બોર્ડના અધિકારીઓ આ મુદ્દા પર ICC અધિકારી સાથે ચર્ચા કરી રહ્યા છે. જો કે ICC અને BCCI નક્કી કરશે કે કઈ ટીમ ક્યાં રમશે. પરંતુ પાકિસ્તાની ટીમ પોતાની તમામ મેચો માત્ર કોલકાતા અને ચેન્નાઈમાં જ રમવાનું પસંદ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ટીમ બંને શહેરોમાં વધુ સુરક્ષિત અનુભવે છે.

કોલકાતા અને ચેન્નાઈ સાથે જોડાણ શા માટે?

પાકિસ્તાને કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે 2016 T20 વર્લ્ડમાં ભારત સામે તેની મેચ રમી હતી. જો કે મેચ ધર્મશાલામાં યોજાવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર તેને કોલકાતા ખસેડવામાં આવી હતી. સાથે જ 1999માં ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાનને ઘણો પ્રેમ મળ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાન પોતાની મેચ આ બે શહેરોમાં રમવા માંગે છે. જો કે, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધું BCCI અને ભારત સરકાર પર પણ નિર્ભર રહેશે.

આ પણ વાંચો :-