કોઈ ફિલ્મ નહીં, પણ ગરીબ દીકરીની ‘જિંદગીના હીરો’ બન્યા અર્જુન કપૂર : નેશનલ ક્રિકેટ ટીમમાં રમવાનું છે સપનું

Share this story
Arjun Kapoor
  • અનીશા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમવા માંગે છે. અનીશાની મહેનત અને સંઘર્ષની કહાની સાંભળીને અર્જુન કપૂર મદદ માટે આગળ આવ્યા છે.

ભારતમાં લોકોને ક્રિકેટ વધુ પસંદ છે. અનેક ખેલાડીઓ ક્રિકેટ (Cricket) રમીને પોતાના દેશનું નામ રોશન કરી રહ્યા છે. મુંબઈના (Mumbai) પનવેલમાં રહેનાર અનીશા (Anisha) પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમવા માંગે છે અને ભારત માટે વર્લ્ડ કપ જીતવા માંગે છે. આર્થિક પરેશાની હોવા છતાં અનીશા ખૂબ જ મહેનત કરી રહી છે.

અનીશાની મહેનત અને સંઘર્ષની કહાની સાંભળીને અર્જુન કપૂર (Arjun Kapoor) મદદ માટે આગળ આવ્યા છે. અનિશા 11 વર્ષની છે. તેની મહેનત અને જુસ્સો જોઈને લોકો ઈમ્પ્રેસ થઈ ગયા છે. મીડિયા અહેવાલમાં અનીશા વિશે અનેક વાર છાપવામાં આવ્યું છે.

અર્જુન કપૂરને અનીશાની ક્ષમતા અને સંઘર્ષ વિશે જાણ થતા તેમણે અનીશાના સપનાને પૂરુ કરવાનો નિર્ણય લીધો. અર્જુન કપૂરે નિર્ણય કર્યો છે કે અનીશા 18 વર્ષની થશે ત્યાં સુધી તેની ટ્રેનિંગ તથા ઈક્વિપમેન્ટ્સનો ખર્ચો તેઓ કરશે.

દેશ માટે રમવા માંગે છે અનીશા :

અનીશા પનવેલના ટ્રોમ્બે અને બાંદ્રામાં MIG ક્લબમાંથી ટ્રેનિંગ લે છે. અનીશા સચિન તેંડુલકરને આદર્શન માને છે અને દેશ માટે રમવાનું વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે અનીશા મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે રમી ચૂકી છે.

અર્જુન કપૂર અનીશાનું સપનું પૂરું કરશે :

અનીશાને મદદ કરવા બદલ અનીશાના પિતાએ અર્જુન કપૂરનો આભાર વ્યક્ત કર્યો છે. અનીશાના પિતા જણાવે છે કે, ‘વર્લ્ડ ક્લાસ ક્રિકેટર માટે એક સારી ટ્રેનિંગની જરૂરિયાત હોય છે. અનીશા ઈન્ડિયા કેપ મેળવવા માંગે છે. એક પિતા હોવાના નાતે મારે અનીશાને સશક્ત બનાવવી જોઈએ.

જેથી તે અન્ય લોકો માટે પ્રેરણા બની શકે છે. અનીશા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે.’ અનીશાના પિતાએ અર્જુન કપૂરને વરદાન ગણાવ્યા છે અને કહ્યું છે કે, તેમની મદદથી મારા ખભાનો ભાર થોડો ઓછો થઈ જશે.

આ પણ વાંચો :-