કહેવું પડે હોં ! અમથો નથી કેવાતો કિંગ કોહલી, અનુષ્કા સાથે મળીને લીધો એવો નિર્ણય કે ચારે કોર વાહવાહી

Share this story

Have to say

  • વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કાએ તેમની પુત્રી વામિકાના રેપની ધમકી આપનાર શખ્સને માફ કરી દીધો છે.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની (Virat Kohli) પુત્રી પર બળાત્કાર કરવાની ધમકી આપવાના આરોપમાં બોમ્બે હાઈકોર્ટે સોમવારે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને રદ કરી દીધી છે. આ કેસમાં ફરિયાદી કોહલીના મેનેજરે આરોપીઓ સામેના આરોપો પડતા મૂકવાની સંમતિ આપ્યા બાદ જસ્ટિસ એ એસ ગડકરી (Justice AS Gadkari) અને પી ડી નાઈકની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો.

2021માં શખ્સે કોહલીની પુત્રીના રેપની આપી હતી ધમકી :

2021માં જ્યારે ભારતીય ટીમને ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. ત્યારે હૈદરાબાદના આ વ્યક્તિએ ટ્વીટ દ્વારા કોહલીની દીકરી પર બળાત્કાર કરવાની ધમકી આપી હતી.

ધરપકડ બાદ મળ્યાં હતા જામીન   :

આ પછી દિલ્હી મહિલા આયોગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર હૈદરાબાદ પોલીસે સોફ્ટવેર એન્જિનિયર રામનાગેશ અકુબથિનીની ધરપકડ કરી હતી. અકુબથિનીની નવેમ્બર 2021 માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને કલમ 67 બી હેઠળ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ પછી 2022 માં અકુબથિનીએ કેસ રદ કરવાની અરજી દાખલ કરી હતી. જેની સોમવારે સુનાવણી થઈ હતી. ત્યારબાદ કેસ રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-