HomeGujaratગુજરાતના 22 ટાપુ પર નો એન્ટ્રી. ફરવા જવાના હોય તો ધ્યાન રાખો

ગુજરાતના 22 ટાપુ પર નો એન્ટ્રી. ફરવા જવાના હોય તો ધ્યાન રાખો

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

No entry on 22 islands of Gujarat 

  • Ban On Dwarka Islands : દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર રોક લગાવતું તંત્ર. દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી લગાવ્યો પ્રતિબંધ.

દ્વારકાનું (Dwarka) જગત મંદિર વિશ્વ પ્રખ્યાત છે તેમજ દ્વારકામાં બ્લ્યૂફ્લેગનો શિવરાજપુર બીચ (Shivrajpur Beach) પણ આવેલો છે. ત્યારે અહી પ્રવાસીઓ બારેમાસ આવે છે. માત્ર મંદિર અને શિવરાજપુર બીચ નહિ. પરંતુ દ્વારકાના ખૂણે ખૂણે આવેલા સુંદર બીચ પણ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ છે.

ત્યારે આ ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો છે. એક-બે નહિ દ્વારકાના 22 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાના આ ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહિ મળે.

દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં અનેક સુંદર સુંદર ટાપુ આવેલા છે. ત્યારે અહીંના 22 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અધિક કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી અહી જવા પર પ્રતિબંધ મૂક્યો છે. દ્વારકામાં આવા 24 ટાપુ આવેલા છે.

જેમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 22 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. આ 22 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ઘરે તે બાબત એ સુરક્ષા વ્યસ્થા ચુસ્ત કરાઈ છે. ટૂંક સમય પેહલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. ત્યારે હાલ તારીખ 09/06/2023 સુધી 22 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્ર એ સુરક્ષા વધુ મજબૂત કરી છે.

કયા કયા ટાપુ પર પ્રતિબંધ :

દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી. જિલ્લામાં આવેલા નીચે મુજબના ૨૧ ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. ૨ નવેમ્બર સુધી અમલમાં રહેશે.

આ 22 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબતે ટાપુઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. થોડા સમય પહેલા જ બેટ દ્વારકા ટાપુ પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. ત્યારે હાલ 22 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img