Sunday, Jun 15, 2025

પગમાં સોજો આવવો પણ છે હૃદય રોગના લક્ષણ… દર વર્ષે 1.8 કરોડ લોકોનું હૃદય રોગના..

2 Min Read

Swelling  

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના આંકડા અનુસાર દર વર્ષે વિશ્વભરમાં લગભગ 18 મિલિયન લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે. જાણો હૃદયને લગતી બીમારીઓના લક્ષણો વિશે.

Heart Attack Symptoms : ખરાબ લાઈફસ્ટાઈલ, બિનજરૂરી તણાવના કારણે લોકો હૃદયને લગતી બીમારીઓનો શિકાર બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના આંકડા અનુસાર, દર વર્ષે વિશ્વભરમાં લગભગ 18 મિલિયન લોકો હૃદય રોગથી મૃત્યુ પામે છે. આ રોગોમાં કોરોનરી હાર્ટ ડિસીજ, સેરેબ્રોવેસ્ક્યુલર ડિસીજ, રહ્યૂમેટિક હાર્ટ ડિસીજ અને અન્ય સ્થિતિ સામેલ છે. હૃદય રોગને કારણે મૃત્યુ પામેલા પાંચમાંથી ચાર મૃત્યુ મુખ્યત્વે હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થાય છે.

આ કારણે થઇ શકાય છે હૃદય રોગનો શિકાર :

યુવા વયસ્કોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવા અનેક કારણો છે, જેના લીધે હૃદય રોગ થઈ શકે છે. ખરાબ ડાયેટ, ફિઝિકલી એક્ટિવ ન રહેવુ, શારીરિક નિષ્ક્રિયતા, તમાકુનો ઉપયોગ, વધુ પડતું દારુ પીવું, લાંબા સમય સુધી બેસી રહેવું, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, જાડાપણુ, હાઈ બ્લડ પ્રેશર, તણાવનો સમાવેશ થાય છે.

પગમાં સોજા આવવા હાર્ટ ડિસીજનું લક્ષણ  :

જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તે હૃદયમાં કંઈક ગરબડ હોવાનો સંકેત હોઈ શકે છે. તે ધીમે ધીમે ડેવલપ થઇ  શકે છે. આ કોરોનરી આર્ટરી ડિસીજ અથવા હાર્ટ ફેલ થઈ શકે છે. એનજાઈના (છાતીમાં દુખાવો) એ અસ્વસ્થ હૃદયના સંભવિત લક્ષણોમાંનું એક છે.

જો છાતીમાં દબાણ, દુખાવો અથવા બળતરાનો અનુભવ થતો હોય તો પછી હૃદયની સમસ્યા હોઈ શકે છે. આડઅસરોમાં ડાબા ખભામાં દુખાવો, અનિયમિત ધબકારા, હાર્ટબર્ન, પીઠ અને પેટમાં દુખાવો, અતિશય પરસેવો, પગમાં સોજો, થાક, ચક્કર, હૃદયના ધબકારા વધવા, ઉબકા આવવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

 

Share This Article