Home Blog Page 1121

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે ! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો !

0

Gujarat Weather Forecast

  • રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડીગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં (Gujarat) વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ (Whirlwind) તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યાં છે. શુક્ર ગ્રહના રાશિ નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ (Rain) આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. હવે આગામી સમયને લઇ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હજી પણ માવઠાનું જોર રહેશે. બે દિવસ બાદ ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડશે. આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરતા ધરતીપુત્રો ચિંતામાં પેઠા છે. 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હાલનું તાપમાન સામાન્ય કરતા પણ નીચું છે. આ સિવાય મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સિવાય સુરત, તાપી. ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.

આ પણ વાંચો :-

તારીખ 04 એપ્રિલ 2023 આજનું રાશિફળ : મકર, મિથુન, વૃષભ સહિત આ જાતકોના આજે ભાગ્ય ખુલી જશે, જુઓ અન્યનું કેવું રહેશે રાશિ ભવિષ્ય

04 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી થાક લગાવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ

વૃષભઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતયાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવણ પેદા થાય. માતૃસુખ સારૂ. નોકરી ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુનઃ
કોઈ બનાવી ન જાય એનુ ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ, સંતાન ની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઈને આવ્યો છે. આવકમાં વધારો થાય પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારૂ રહેશે. માત્ર જમણી ધાતની કાળજી રાખવી.

સિંહઃ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઈ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ ધંધામા પ્રગતિ. સત્તા હોદ્દો, માનમાં વધારો થાય.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ આનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ‌ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃ‌ષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણ ફાયદા કારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થય જળવાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથા સારૂં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ પરિવારમાં આનંદ, સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુંકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂં.

કુંભઃ
આર્થિક બાબતો અંગે શુંભ દિવસ. છતાં આજે કોઈને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી ખાસી તાવનો ઉપદ્દવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં

મીનઃ
આનંદ-ઉત્સાહસભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-

વજન વધારવા માટે દૂધની સાથે આ વસ્તુઓનું કરો સેવન

Consume  

  • Weight Gain Tips : વજન વધારવા માટે તમારે દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાની રહેશે. જેના થોડા દિવસ પછી તમારું શરીર સુડોળ બની જશે.

લગભગ દરેક દુબળી પાતળી (Lean Thin) વ્યક્તિ પોતાનું વજન વધારવા માંગે છે અને તે માટે અનેક ઉપાય પણ અપનાવે છે. આ ઉપાયથી ફાયદો પણ થાય છે. અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમારું શરીર સુડોળ (shapely) બની જશે. દૂધ એક એવી વસ્તુ છે. જેનો રોજ અલગ અલગ વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. દૂધને (Milk) સર્વાહાર કહેવામાં આવે છે. જેનાથી શરીરમાં તાકાત આવે છે.

આ કારણોસર બાળપણથી બાળકોને દૂધ પીવાની આદત પાડવામાં આવે છે. દૂધથી વજન વધે છે. વજન વધારવા માટે તમારે દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાની રહેશે. જેના થોડા દિવસ પછી તમારું શરીર સુડોળ બની જશે. દૂધ સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

દૂધ અને ભાત :

દૂધ અને ભાત વજન વધારવા માટે ખૂબ જ લાભદાયી છે. દૂધ અને ભારત કેલરી તથા કાર્બ્સમાં વૃદ્ધિ કરે છે. પેટ ભરીને ખાવાથી વજન પણ વધે છે.

દૂધ અને મધ :

જે લોકોનું શરીર ખૂબ જ પાતળું છે. તેમણે દૂધ અને મધ મિશ્ર કરીને તેનું સેવન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ઝડપથી વજન વધે છે. ગણતરીના દિવસોમાં તમારું શરીર સુડોળ બની જશે.

દૂધ અને કિશમિશ :

દુબળા પાતળા લોકો માટે દૂધ અને કિશમિશ રામબાણ તરીકે કામ કરે છે. દુધ અને કિશમિશ મેટાબોલિક એક્ટિવિટીમાં વૃદ્ધિ કરે છે.

આ પણ વાંચો :-

 

ફ્રી OTT, અનલિમિટેડ કોલિંગ અને ડેટા…. આ છે રિલાયન્સ Jioનો સૌથી કમાલનો પ્લાન

Free OTT, Unlimited Calling and Data 

  • Jio Best Recharge Plan : આજે અમે તમને ઓછી કિંમતમાં ઓટીટી સહિત અન્ય બેનિફિટ્સની સાથે આવનાર જિયોના સસ્તા પ્લાનની માહિતી આપવાના છીએ.

Jio Best Recharge Plan : વાત જ્યારે રિચાર્જ પ્લાન પસંદ કરવાની આવે છે તો આપણે એવો પ્લાન શોધીએ છીએ જેમાં ઓછી કિંમતમાં વધુ બેનિફિટસ મળતા હોય. ટેલીકોમ કંપનીઓમાં સૌથી વધુ પ્રસિદ્ધ રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના યૂઝર્સ માટે ઘણા બેનિફિટસની સાથે ધાંસૂ પ્લાન ઓફર કરે છે.

જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત પોસ્ટપેડ પ્લાન છે, જેમાંથી એક પ્લાનની માહિતી આજે અમે તમને આપી રહ્યાં છીએ. આવો જાણીએ ક્યા પ્લાનમાં ઓછી કિંમતમાં ઓટીટી સહિત અન્ય બેનિફિટસ આપવામાં આવી રહ્યાં છે.

આ છે જિયોનો દમદાર પ્લાન (Jio Best Recharge Plan) :

જિયો તરફથી 399 રૂપિયાનો એક પોસ્ટપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે. 400 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન ઘણા બેનિફિટસ ઓફર કરવામાં આવે છે. ઓટીટી બેનિફિટસ સિવાય તમે કોલિંગ, એસએમએસ અને ડેટાનો લાભ લઈ શકો છો.

Jio Rs 399 Plan Benefits :

જિયોના 399 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન ઓલ ઈન્ડિયા કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. આ સિવાય 75 જીબી ડેટાનો બેનિફિટ મળે છે. આ સિવાય પ્લાનમાં તમને 200GB ડેટા રોલઓવરની પણ ઓફર કરવામાં આવે છે.

Jio 399 Plan Details :

જિયો તરફથી 399 રૂપિયાનો આ સૌથી સસ્તો પ્લાન ઓફર કરવામાં આવે છે, જેમાં Netflix અને Amazon Prime નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જો તમે એક પ્રીપેડ યૂઝર છો તો તમે પોસ્ટપેડ કનેક્શન પર સ્વિચ કરી શકો છો.

નોંધનીય છે કે જિયો તરફથી 399 રૂપિયાનો ફાઈબર પ્લાન પણ ઓફર કરવામાં આવે છે. જેમાં અનલિમિટેડ ડેટા મળે છે. તેની સ્પીડ 30 Mbps હોય છે અને તેમાં અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધા મળે છે. વાત કરીએ વેલિડિટીની તો તેમાં 30 દિવસની વેલિડિટી મળે છે. જીએસટી લાગ્યા બાદ તેની કિંમત વધી શકે છે.

આ પણ વાંચો :-

 

હે ભગવાન ક્યાં છે તું ? પરીક્ષામાં જવાબના બદલે આવું લખીને આવ્યો વિદ્યાર્થી, જાણો શિક્ષક માટે શું લખ્યું ?

0

oh god where are you In the exam 

  • ચંદીગઢ વિશ્વવિદ્યાલયની. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની આન્શરશીટને બોલીવુડના ગીતોના શબ્દોથી ભરી નાખી. આ વિદ્યાર્થીની આન્શરશીટનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જવાબ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.

તમામ સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ પેપર ચેકમાં (Paper check) કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે જેને જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. કેટલીક વખત તો શિક્ષકોને વિદ્યાર્થીઓની આન્સરશીટ ખાલી જોવા મળે છે તો કેટલીક આન્શરશીટ (Answer sheet) જવાબના બદલે ગીત અને કવિતાઓથી ભરેલ હોય છે.

સામાન્ય રીતે તો આન્શરશીટમાં લખેલા જવાબ પર જ શિક્ષકો માર્ક આપે છે. પરંતુ કેટલા વિદ્યાર્થીઓને જવાબ ના આવતા હોવાથી એવી વાતો લખીને આવે છે જે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે છે. આવી કેટલીક મજેદાર ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. જેમાં વધુ એક આન્શરશીટ સામે આવીછે. જેમાં વિદ્યાર્થી જવાબ લખવાના બદલે હિન્દી ગીતના શબ્દો લખીને આવ્યો.

ચંદીગઢના વિદ્યાર્થીનો વીડિયો થયો વાયરલ :

આ ઘટના છે ચંદીગઢ વિશ્વવિદ્યાલયની. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની આન્શરશીટને બોલીવુડના ગીતોના શબ્દોથી ભરી નાખી. આ વિદ્યાર્થીની આન્શરશીટનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જવાબ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ આન્શરશીટમાં માત્ર ત્રણ જ જવાબ લખ્યા છે અને તે તમામ એકથી એક ચડીયાતા છે. વિદ્યાર્થીએ જવાબ લખવાના બદલે પેપર ચેક કરનાર શિક્ષકના વખાણ જ કર્યા છે.

આ પણ વાંચો :-

Bollywood : પતિ સાથે રિક્ષાની સવારી પર નીકળી પ્રિયંકા ચોપરા, જુઓ Photos

Mukesh Ambani Cultural Centre

  • આ કપલ મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યું છે અને સતત બે દિવસ સુધી ચાલેલા આ ઈવેન્ટમાં બંને પોતાના લુકના કારણે ચર્ચામાં રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) આ દિવસોમાં તેના પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી સાથે મુંબઈમાં છે. ત્રણેય તાજેતરમાં જ મુંબઈ (Mumbai) પહોંચ્યા હતા અને એરપોર્ટ પર પાપારાઝી માટે પોઝ આપ્યા હતા. આ કપલ મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (Mukesh Ambani Cultural Centre) ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યું છે અને સતત બે દિવસ સુધી ચાલેલા આ ઈવેન્ટમાં બંને પોતાના લુકના કારણે ચર્ચામાં રહ્યા હતા.

નિક-પ્રિયંકા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે આવ્યા :

બિઝનેસ ટાયકૂન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનો શનિવારે બીજો દિવસ શાનદાર રહ્યો હતો. પ્રથમ દિવસે અદભૂત લોન્ચિંગ પછી બીજા દિવસે પણ ઘણા સ્ટાર્સ ઇવેન્ટમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે પ્રિયંકા ચોપરા આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે મોડી રાત્રે તેની બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીના ઘરે પહોંચી ત્યારે આ સ્ટાર કપલ સામે આખું બોલિવૂડ ફિક્કું પડી ગયું હતું.

આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે નિક અને પ્રિયંકા ખાસ વિદેશથી ભારત આવ્યા હતા. સાથે જ નિક પ્રિયંકાની પુત્રી માલતી પણ પહેલીવાર ભારત આવી હતી. આ સાથે નિક જોનાસ બ્લેક ફોર્મલ લુકમાં તેની સાથે એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. નિક અને પ્રિયંકાની જોડીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમના પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

નિક અને પ્રિયંકાએ ઓટોમાં પોઝ આપ્યો :

પ્રિયંકા અને નિક ઓટોરિક્ષા પાસે પોઝ આપતા જોવા મળ્યા હતા. અંબાણીની ઈવેન્ટમાં પ્રિયંકાએ ડિઝાઈનર અમિત અગ્રવાલનો હેન્ડક્રાફ્ટેડ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે નિક નેવી બ્લુ સૂટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. પ્રિયંકાએ તેની સાથે કેપ્શનમાં લખ્યું- ‘ડેટ નાઈટ એન્ડ એક (રિક્ષા ઇમોજી)… નિક જોનાસ કાયમ મારી સાથે, આભાર.’ અભિનેત્રીએ આ સાથે ડિઝાઇનરનો આભાર માન્યો.

તેણે કહ્યું, ‘તે આધુનિક ટવિસ્ટ સાથે વિન્ટેજ લુક પહેરવા માંગતી હતી. તેણીનો પોશાક પૂર્વ અને પશ્ચિમના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, ‘આ સુંદર ડ્રેસ 65 વર્ષ જૂની બનારસી પટોળા સાડીમાંથી ચાંદીના દોરા અને ખાદી સિલ્ક પર ગોલ્ડ ઈલેક્ટ્રોપ્લાન્ટિંગથી બનાવવામાં આવ્યો છે. તેમાં કુલ 9 રંગો દેખાય છે. આ સાથે તેણે નીતા અંબાણીનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો :-

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં ઘરખમ ઘટાડો, ખરીદવાનું ચૂકતા નહી, આ છે 10 ગ્રામનો ભાવ

0

Gold Price Today 

  • Gold-Silver Price : નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે દિવાળી પર બંને કિંમતી ધાતુઓ ઝડપનો નવો રેકોર્ડ બનાવશે. નિષ્ણાતોનો દાવો છે કે દિવાળી પર સોનું રૂ. 65,000 અને ચાંદી રૂ. 80,000 સુધી પહોંચી શકે છે.

લાંબા સમયથી સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં ઉતાર-ચઢાવનો સમય ચાલી રહ્યો છે. છેલ્લા દિવસોમાં 60,000 રૂપિયાનો રેકોર્ડ બનાવનાર સોનું હવે નીચે આવી ગયું છે. એ જ રીતે ચાંદીએ પણ ફેબ્રુઆરીમાં રૂ.71,000નો રેકોર્ડ બનાવ્યો હતો. નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે દિવાળી પર બંને કિંમતી ધાતુઓ (precious metal) ઝડપનો નવો રેકોર્ડ બનાવશે. નિષ્ણાતોનો દાવો છે કે દિવાળી પર સોનું રૂ. 65,000 અને ચાંદી રૂ. 80,000 સુધી પહોંચી શકે છે.

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો :

સપ્તાહના પ્રથમ દિવસે ઓપનિંગ ટ્રેડમાં સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા શુક્રવારે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી હતી. સોમવારે સવારે MCX સોનું રૂ.635 ઘટીને રૂ.71583 પ્રતિ કિલો અને સોનું રૂ.276 ઘટીને રૂ.59336 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. આ પહેલા શુક્રવારે ચાંદી 72218 રૂપિયા અને સોનું 59612 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

શુક્રવારે તેજી સાથે બંધ થયું હતું સોનું અને ચાંદી :

શુક્રવારે ટ્રેડિંગ સેશનના અંતે, બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જારી કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનું 59751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 71582 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. તમને જણાવી દઈએ કે બુલિયન માર્કેટના રેટ બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

‘જન્મ આપનારી મા એ મને તરછોડી દીધો’ Indian Idol 13 ના વિજેતા Rishi Singh એ સંભળાવી પોતાની કહાની

0

 Indian Idol 13 Winner Rishi Singh

  • Indian Idol 13 : ‘ઈન્ડિયન આઈડલ 13’ના વિજેતા બનેલા ઋષિ સિંહે પોતાની કહાની સંભળાવતા કહ્યું હતું કે તેને જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો. ત્યારબાદ માતાપિતા દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.’

Indian Idol 13 : સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા અયોધ્યાના (Ayodhya) રહેવાસી ઋષિ સિંહના સિંગિંગના ફેન તો ક્રિકેટર વિરાટ કોહલી પણછે. જણાવી દઈએ કે હાલ ‘ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા ઋષિ સિંહે (Rishi Singh) અગાઉ ઈન્ડિયન આઈડલ સીઝન 11 માટે પણ ઓડિશન આપ્યું હતું પણ તે સમયે નસીબે તેનો સાથ આપ્યો ન હતો. આજે તે સિઝન 13ના વિનર બની ગયા છે.

જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો :

અયોધ્યામાં જન્મેલ ઋષિ સિંહે ‘ઈન્ડિયન આઈડલ 13’ના મંચ પર પોતાની કહાની સંભળાવી હતીએ સાંભળીને ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.એ સમયે સ્ટેજ પર બધા વચ્ચે ઋષિ સિંહે પોતાના માતા-પિતાને ભગવાન કહ્યા હતા. જણાવી દઈએ કે ‘ઈન્ડિયન આઈડલ 13’ના મંચ પર પર્ફોર્મન્સ આપ્યા બાદ ઋષિ સિંહે તેની કહાની સંભળાવતા નેશનલ ટીવી પર જણાવ્યું હતું કે ‘તેના માતા-પિતાએ તેને દત્તક લીધો છે અને આ માટે તેના માતાપિતાને લોકો પાસે ઘણી ખરાબ વાતો પણ સાંભળવા મળી હતી.

ઋષિ સિંહે કહ્યું કે જો તે આજે આ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે તો તે તેના માતા-પિતાને કારણે છે જે તેના માટે ભગવાન છે. તેને જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો ત્યારબાદ તેને તેના માતાપિતા દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.’

આજ સુધી કરેલી તમામ ભૂલો માટે મને માફ કરજો :

ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા ઋષિ સિંહે આ વિશે આગળ કહ્યું હતું કે શોમાં આવ્યા પછી તેને ખબર પડી કે તે તેના માતા-પિતાનો સગો પુત્ર નથી. ઋષિએ કહ્યું કે જો મારા આ માતા-પિતાએ મારો ઉછેર ન કર્યો હોત તો તે ક્યાંક સડી રહ્યો હોત. સાથે જ એ સમયે ઋષિએ પોતાના માતા-પિતા પાસે માફી માંગતા કહ્યું કે આજ સુધી કરેલી તમામ ભૂલો માટે મને માફ કરજો.

આ વાત લોકો સમક્ષ શેર કરતી વખતે ઋષિ સતત રડતો હતો અને અંતે તેને તેની સામે બેઠેલા માતા-પિતાના ચરણોમાં શીશ નમન કર્યું હતું. ની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

‘ગધેડીના દૂધનો સાબુ બનાવે છે મહિલાઓના શરીરને સુંદર…” મેનકા ગાંધીનું ચોંકાવનારું નિવેદન

0

“Donkey milk soap makes women 

  • Maneka Gandhi Video News : સાંસદ મેનકા ગાંધી એક વખત ફરી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે એક નિવેદમાં કહ્યું છે, “ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે.”

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુરના સાંસદ મેનકા ગાંધીનો (MP Maneka Gandhi) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મંચ પર તે કહી રહ્યા છે કે ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે. તે કહે છે કે એક ખૂબ જ ફેમસ રાણી હતી ‘ક્લિયોપૈટ્રા’ (Cleopatra), તે ગધેડીના દૂધથી નહાતી હતી.

રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી કહે છે. “દિલ્હીમાં ગધેડીના દૂધનો સાબુ 500 રૂપિયામાં વેચાય છે. આપણે ગધેડીના દૂધ અને બકરીના દૂધનો સાબુ બનાવીએ તો?” તેમણે આગળ કહ્યું, “કેટલા દિવસ થઈ ગયા તમને લોકોને ગધેડા જોયે? તેમની સંખ્યા ઓછી થઈ રહી છે. ધોબીએ પણ ગધેડાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. લદ્દાખમાં એક સમુદાય છે જેમણે જોયું કે ગધેડાની સંખ્યા ઘટી રહી છે. માટે તેમણે ગધેડીનું દૂધ દોવાનું શરૂ કર્યું અને તેનો ઉપયોગ સાબુ બનાવવામાં કર્યો. ગધેડીના દૂધનો સાબુ મહિલાના શરીરને સદા સુંદર બનાવી રાખે છે.”

બકરી પાલન-ગાય પાલનના વિરૂદ્ધ  :

મેનકા ગાંધીએ કહ્યું, “હું નથી ઈચ્છતી કે તમે જાનવરો દ્વારા કોઈ પણ પૈસા કમાઓ. આજ સુધી કોઈ પણ બકરી કે ગાય પાળવાથી અમીર નથી થયું.” ત્યાર બાદ તેમણે કહ્યું, “આપણી પાસે એટલા ડોક્ટર નથી. સુલ્તાનપુરના 25 લાખ લોકોમાં મુશ્કેલથી ત્રણ ડોક્ટર હોય છે. ક્યારેક ક્યારેક એ પણ નહીં. જો કોઈ ગાય કે ભેંસ કે બકરી બિમાર થઈ જાય છે તો તેમના પર લાખો ખર્ચ કરવામાં આવે છે.

મહિલાઓને કૃષિ પશુઓની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે કેટલું કરી શકે છે?” એટલામાં બકરી પાલન કે ગાય પાલનના વિરૂદ્ધ છું. તમને કમાણી માટે એક દશક લાગી જશે. કારણ કે જાનવર એક રાત્રે મરી જશે અને બધુ ખતમ થઈ જશે.”

આ પણ વાંચો :-

ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન

0

A fine of 51 thousand

  • Panelty On Beard : ધાનેરામાં 54 ગામના આજણા ચૌધરી સમાજની બેઠક યોજાઈ. આંજણા સમાજના યુવાનોને દાઢી ન રાખવા ફરમાન. દાઢી રાખનાર યુવાનને કરવામાં આવશે 51 હજારનો દંડ.

દાઢી (Beard) પર દંડ વસૂલાય તેવુ ક્યારેય સાંભળ્યુ છે તમે? આવો વિચિત્ર નિયમ (Rules) ગુજરાતના એક સમાજ દ્વારા લાગુ કરાયો છે. ગુજરાતના આંજણા સમાજના (Anjana Samaj) યુવાનોને દાઢી ન રાખવા ફરમાન કરાયું છે. સમાજનો જે પણ યુવક દાઢી રાખશે તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. સમાજ દ્વારા લેવાયેલા આ વિચિત્ર નિર્ણય માટે તર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે.

બનાસકાંઠાના આંજણા ચૌધરી સમાજમાં યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન કરાયું છે. ધાનેરામાં 54 ગામની સુધારણા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડની જાહેરાત કરાઈ છે. વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે આ બેઠક યોજાઈ હતી.

હિન્દુ ધર્મમાં દાઢી રાખવીએ સંત મહાત્માનું કામ છે. પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી. ધાનેરાની ત્રીસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્ન કરવાનું આયોજન કરાયું છે.

સમાજ દ્વારા બીજા કયા નિર્ણયો લેવાયા :

  • તો મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવી નહિતર એક લાખનું દંડ કરવાની કરાઈ જોગવાઈ કરાઈ છે
  • ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવા કરાઈ અપીલ
  • લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો
  • જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ
  • લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા
  • લગ્નમાં પત્રિકા સાદી છપાવવી

આમ દાઢીના વિચિત્ર નિયમો હાલ ગુજરાતમાં ચર્ચામાં આવ્યા છે. ધાનેરામાં 54 ગામના આજણા ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે યોજાયેલી સભામાં આ નિર્ણય લેવાયો છે. વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક કરાઈ હતી.

આ પણ વાંચો :-