Home Blog Page 1114

તલાટીની પરીક્ષામાં નવી અપટેડ : ઉમેદવારોની એક માંગ પર હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા

0

New updated in Talati exam 

Talati Exam Date : તલાટીની પરીક્ષાના ઉમેદવારોને 12:30 કલાકે જ પેપર આપવામાં આવશે. પ્રશ્નપત્ર પહેલાં અંગુઠાનું નિશાન અને ઉમેદવારની સહી લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આપી જાણકારી.

તલાટીની પરીક્ષા (Talati Exam) પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. ત્યારે 7 મેના યોજાનાર તલાટીની પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષામાં (Talati Exam) સાડા 12 વાગ્યે જ પેપર આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પંચાયત સેવા પસંદગી બોર્ડના (Panchayat Service Selection Board) ઈન્ચાર્જ હસમુખ પટેલ દ્વારા કરવામા આવી છે. તલાટીની પરીક્ષા (Talati Exam) આપનારા ઉમેદવારોએ અગાઉ વહેલું પેપર આપવા રજૂઆત કરી હતી. ત્યારે આ અંગે હસમુખ પટેલે ટવીટ કરી જાણકારી આપી છે કે પરીક્ષા શરૂ થવાના નિયત સમયે જ પેપર અપાશે.

હસમુખ પટેલે ટવીટમાં જણાવ્યું કે ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના યોગ્ય સમયે જ પેપર આપવામાં આવશે. વહેલા પેપર નહિ અપાય. અંગૂઠાનું નિશાન અને ઉમેદવારની સહી પ્રશ્નપત્ર અપાય તે પહેલા કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે સંમતિ પત્ર વિશે પણ ફરીથી ઉલ્લેખ કર્યો છે કે તેમણે કહ્યું કે

જો કે પરીક્ષા પહેલાં 20 એપ્રિલ સુધીમાં ઉમેદવારોએ સહમતી પત્ર ભરવું પડશે. સહમતી પત્ર ભરનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. પંચાયત પસંદગી મંડળ દ્વારા 7 મેના રોજ તલાટીની ભરતી પરીક્ષા લેવાશે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવાયું કે બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. બે અરજી થઈ હોય તેમને એક અરજી માટે સંમતિ પત્ર આવરવાની રહેશે.

તૈયારી કરનાર ઉમેદવાર જ સંમતિ આપે તેવી વિનંતી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 41 ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા. 59 ટકા ઉમેદવાર ગેરહાજર રહેતા પેપર ઓએમઆર શીટનો વ્યય થયો હતો. તેથી તલાટીની પરીક્ષામાં 20 તારીખ સુધી સવારે 11.00 વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે. સરકારને પરીક્ષા કેન્દ્રો મળ્યા છે. જેટલા લોકોને પરીક્ષા આપવી છે તેટલા લોકો જ સંમતિ પત્ર ભરે.

આ રીતે કરશો કન્ફર્મેશન :

તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થઈ છે. ઓજસની વેબસાઈટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. ઉમેદવારોએ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે. અલગ અલગ કંફર્મેશન નંબરથી અલગ અલગ ફોર્મ ભરેલા હશે તો પરીક્ષામાથી ગેરલાયક ઠેરવાશે. ઓનલાઈન કંફર્મેશન આપનાર જ તલાટીની ભરતી પરિક્ષા આપી શકશે.

ઉલ્લેખનીય છે કે આગામી 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઈ જણાવ્યું હતું કે આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો છે કે સંશાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. આ નિર્ણય ભવિષ્યની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમજ પેપર છપાવવા અને અન્ય વધારાનો ખર્ચ થાય છે તેના પર કાબુ મેળવી શકાશે.

આ પણ વાંચો :-

Akshaya Tritiya 2023 Offers : અખાત્રીજ પર ખરીદો સોનું, ફ્રીમાં ગોલ્ડ કોઈનની સાથે મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

0
Akshaya Tritiya 2023 Offers
  • Akshaya Tritiya 2023 Gold Offers : આ અખાત્રીજ પર સોનાના સિક્કા, ઈંટ, ઘરેણા વગેરે ખરીદતા પહેલાં આ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ વિશે તમારે માહિતી મેળવવી જરૂરી છે.

Akshaya Tritiya 2023 Gold Offers : અખાત્રીજનું (Akshaya Tritiya) પર્વ નજીક આવી રહ્યું છે. આ મહિનાની 22 તારીખે અખાત્રીજ મનાવવામાં આવશે. આ દિવસો સોનાની ખરીદી (Purchase of gold) શુભ માનવામાં આવે છે. આ કારણ છે કે અખાત્રીજ (Akshaya Tritiya 2023) ના શુભ અવસરે સોનાની માંગ વધુ રહે છે.

આ સાથે સોનીની દુકાનો અને શો રૂમ પર ભીડ જોવા મળે છે. આ દિવસે લોકો ગોલ્ડ જ્વેલરીથી લઈને ઘણી ખરીદી કરે છે. પરંતુ અખાત્રીજ પર સોનાની ખરીદી સૌથી વધુ હોય છે. તેનું કારણ છે કે આપણે સોનાને સંપત્તિ માનીએ છીએ અને સોનામાં રોકાણ કરવું સારૂ માનવામાં આવે છે.

જો તમે પણ અખાત્રીજના અવસર પર સોનાની ખરીદી કરવા જઈ રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. આ દિવસોમાં સોનાની કિંમત સાતમાં આસમાન પર છે. તેવામાં અખાત્રીજ પર ઘણા મોટા જ્વેલર્સોએ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર (Akshaya Tritiya 2023 Gold Discount Offers)શરૂ કરી છે.

તે હેઠળ કોઈ ગોલ્ડ જ્વેલરી મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે તો કોઈ ફ્રી સોનાનો સિક્કો આપી રહ્યું છે. અખાત્રીજ પર સોનાના સિક્કા, ઈંટ, ઘરેણા વગેરે ખરીદતા પહેલાં આ ઓફર અને ડિસ્કાઉન્ટ વિશે માહિતી મેળવી લેવી જરૂરી છે. તેમાં તમે ઓછા ખર્ચે સોનામાં જોરદાર રોકાણ કરી શકો છો. આવો આ ઓફર વિશે જાણીએ.

જાણો અખાત્રીજ પર કઈ રીતે મેળવશો ફ્રી સોનાનો સિક્કો :

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડસ (Malabar Gold and Diamonds Akshaya Tritiya 2023 Offers)ગ્રાહકોને અખાત્રીજ પર ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 50 ટકા સુધીની છૂટ આપી રહ્યું છે. એટલું જ નહીં અહીં 30,000 રૂપિયાથી વધુની ગોલ્ડ જ્વેલરી ખરીદવા પર તમને 100 mg ગોલ્ડ કોઈન ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે.

ગોલ્ડ જ્વેલરી મેકિંગ ચાર્જ પર મોટું ડિસ્કાઉન્ટ :

આ સિવાય ટાટાની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક (Tanishq Akshaya Tritiya 2023 Offers) અખાત્રીજ પર ગ્રાહકોને મેકિંગ ચાર્જ પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તમે આ ઓફરનો લાભ 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ઉઠાવી શકો છો. પીસી ચંદ્રા જ્વેલર્સ (PC Chandra Jewellers Akshaya Tritiya 2023 Offers) જ્વેલરી મેકિંગ ચાર્જ પર 15 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઓફર તમે 23 એપ્રિલ સુધી ઉઠાવી શકો છો. તમે આ ઓફરમાં સસ્તા ભાવમાં સોનાની ખરીદી કરી શકો છો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ભાજપના જ અસંતુષ્ટોએ પોતાના પગમાં કુહાડો મારીને ‘આપ’ને આમંત્રણ આપ્યું હતું

  • પાટીદાર યુવાઓ અન્યાય સામે લડતા હતા, પરંતુ ભાજપનાં જ કેટલાંક અસંતુષ્ટોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે યુવાનોને ગૂમરાહ કરીને પોતાની જ સરકાર સામે ઊભા કરી દીધા હતા.
  • અસંતુષ્ટો આનંદીબેનને ઉથલાવવામાં સફળ રહ્યાં પરંતુ મુખ્યમંત્રીની ગાદી મેળવી શક્યા નહોતા, કેશુબાપાને પણ પોતીકા લોકોએ જ રાજકીય શહીદ કરી દીધા હતા.
  • આપનાં ચૂંટાયેલા કોર્પોરેટરો મૂળભૂત રીતે ભાજપની વિચારધારાનાં લોકો કહી શકાય, પરંતુ ભાજપનું નેતૃત્ત્વ સમયસર નિર્ણય લઈ શક્યું નહોતું.
  • સુરતમાંઆપસાથે સંકળાયેલા મોટાભાગના યુવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતા, પરંતુ ભાજપે સમયસર સ્વીકાર નહીં કરતાં પહેલાં કોંગ્રેસ અને ત્યાર બાદ આપમાં જોડાઈ ગયા હતા

સુરતમાં આમ આદમી પાર્ટીનો (Aam Aadmi Party) જેટલી ઝડપથી ઉદય થયો હતો એટલી જ ઝડપથી અસ્ત થઈ જવાના અણસાર દેખાઈ રહ્યાં છે. ખરેખર જોવા જઈએ તો સુરતમાં આમ આદમી પાર્ટીનાં નામનું કોઈ જ સંગઠન જ નહોતું અને ‘આપ’ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગનાં કોર્પોરેટર અગાઉ એક યા બીજી રીતે પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ સાથે સંકળાયેલા હતા. ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા, મનોજ સોરઠિયા સહિતનાં યુવા ચહેરાઓ અગાઉ ‘પાસ’ સાથે સંકળાયેલા હતા અને હાર્દિક પટેલ (Hardik Patel) સહિતનાં યુવાનો સાથે મળીને ‘પાટીદાર અનામત આંદોલન’ (Patidar reservation movement) ચલાવ્યું હતું.

યુવાનીથી થનગનતા લોકો ખરેખર તો સમાજનાં કેટલાંક લોકોનો હાથો બની ગયા હતા અને ખુદ ભાજપ સરકારમાં બેઠેલા કેટલાંક લોકોએ ‘સત્તા’ની લાલચમાં પાટીદાર યુવાનોને સરકાર સામે જંગ છેડવા ઉશ્કેર્યા હતા. અલબત્ત આંદોલનકારીઓનો મુદ્દો ચોક્કસ વ્યાજબી હતો. પરંતુ સરકારમાં બેઠેલા કેટલાંક લોકોની મુખ્ય ગાદીએ બેસવાની મહેચ્છાને કારણે આંદોલનને ઉશ્કેરવાનું કામ કર્યું હતું અને આખરે પોતીકા સમાજનાં લોકોનાં કારણે જ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ ખાલી કરવું પડ્યું હતું.

અલબત્ત આનંદીબેનનાં રાજીનામા પછી પણ સત્તાલાલચુ લોકોની મહેચ્છા ફળીભૂત થઈ નહોતી અને કલ્પના બહાર વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આવી ગયા હતા. પરિણામે કેટલાંક ભાજપનાં જ પોતાની જાતને ‘મોટાભા’ સમજતા આગેવાનો વધુ ધુંધવાયા હતા અને યુવાનોને ભડકાવવાનું ચાલુ રાખ્યું હતું. આ યુવાનોને ભડકાવવામાં સુરતનાં પણ કેટલાંક આગેવાનોનો હાથ હોવાના આક્ષેપો થયા હતા.

ખરેખર તો કોરી સ્લેટ જેવા આ યુવાનો કોઈ રાજકીય રંગથી રંગાયેલા નહોતા. બલ્કે એવું કહી શકાય કે, તેઓ મૂળભૂત રીતે ભાજપની વિચારધારા ધરાવતા હતા. પરંતુ ભાજપનાં જ કેટલાંક નેતાઓએ ભાજપમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા યુવાનોને ભડકાવવાનું ચાલુ રાખ્યું હતું. આ વાતની ભાજપનાં શિર્ષ નેતૃત્વએ કાળજી લીધી હોત તો સુરતમાં અને ગુજરાતમાં ‘આપ’નો ઉદય જ થયો ન હોત. ખરેખર સુરતનાં સૌરાષ્ટ્રવાસી પ્રભાવિત વિસ્તારોમાં બદલાઈ રહેલાં રાજકીય સમીકરણ ઉપર નજર રાખવાની જરૂર હતી. એક વાત ચોક્કસ છે કે, સૌરાષ્ટ્રવાસી આગેવાનોમાં પણ જુથવાદ છે. અહિંયા લગભગ દરેક આગેવાન પોતાની જાતને સર્વોચ્ચ માની રહ્યો છે.
આ આગેવાનો એવી ભ્રમણામાં છે કે, વરાછા, કતારગામ, અમરોલી, મોટાવરાછા, ઉતરાણ, પુણા સહિતનાં વિસ્તારોમાં અમે ઈચ્છીએ તે કરી શકીએ અને અમે કહીએ તેને જ ટિકિટ મળવી જોઈએ. વળી પાછલા વર્ષોનાં રાજકીય અનુભવો જોતા સૌથી વધુ રાજકીય વિવાદ પણ આજ વિસ્તારમાંથી ઊભો થતો આવ્યો છે. કેશુબાપાની સરકાર વખતે પણ અહિંયાથી જ નરેન્દ્ર મોદી સામે બુંગીયો ફૂંકવામાં આવ્યો હતો અને આખરે કેશુબાપાને રાજકીય શહીદ કરી દીધા હતા.

જનરલ કેટેગરીને કારણે પાટીદાર યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અને સરકારી નોકરીમાં ચોક્કસ અન્યાય થતો હતો. આ મુદ્દે હાર્દિક પટેલ સહિતનાં યુવાનોએ લડત ઉપાડીને સરકારમાં બેઠેલા કેટલાંક રાજકીય અસંતુષ્ટોની મુખ્યમંત્રીની ગાદી મેળવવાની તાલાવેલી જગાડી હતી અને આવા રાજકીય અસંતુષ્ટોએ પોતાની રાજકીય હવસ માટે થઈને પોતાના જ ઘરને આગ લગાડવાનું કામ કર્યું હતું અને ત્યાર પછી પણ પોતાની રાજકીય હવસ સંતોષી શકાઈ નહોતી અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આવા લોકોને પક્ષની નેતાગીરીએ બહારનો રસ્તો બતાવી દીધો હતો.

હવે મૂળ વાત ઉપર આવીએ તો સુરતમાં ‘આમ આદમી પાર્ટી’એ રાજકીય ઉધામા શરૂ કર્યા ત્યારથી ભાજપની નેતાગીરીએ જાગી જવાની જરૂર હતી. પરંતુ ભાજપનો આંતરિક અહંમ્ આડે આવતો હતો અને સરવાળે આખા રાજ્યમાં ફક્ત સુરત મહાનગરપાલિકામાં અને એ પણ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષની છાતી ઉપર એક બે નહીં આમ આદમી પાર્ટીનાં ૨૭ કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા અને કેજરીવાલને ગુજરાતમાં પગ મુકવાની જગ્યા મળી ગઈ હતી.

1681567545600

ઘણાંને યાદ હશે કે કેજરીવાલે સુરતનાં વરાછા રોડ ઉપર ઉભા રહીને જાહેરસભામાં ‘છઠ્ઠીનું ધાવણ’ યાદ કરાવી દેવાનો પડકાર ફેંક્યો હતો અને વિધાનસભામાં પાંચ ધારાસભ્યો ચૂંટાઈ આવવા સાથે મતોની સરસાઈ મેળવીને ‘આમ આદમી પાર્ટી’ને રાષ્ટ્રીય દરજ્જો અપાવવામાં પણ ગુજરાતની ધરતીનો ઉપયોગ કર્યો હતો.
પક્ષનાં નેતૃત્વએ કરેલી રાજકીય ભૂલ કેટલું નુકસાન કરાવી શકે એ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય જીવંત ઉદાહરણ ગણી શકાય. પહેલાં આખા ગુજરાતમાં એક માત્ર સુરત મહાનગરપાલિકામાં ‘આપ’ની હાજરી હતી. હવે વિધાનસભામાં પણ ‘આપ’નું અસ્તિત્વ ઊભું થઈ ગયું છે.

ખેર, સુરતમાં અગાઉ ચાર અને ત્યાર પછી વધુ છ કોર્પોરેટરોએ વિધિવત ભાજપમાં પ્રવેશ મેળવી લીધો અને બાકી બચેલા ૧૭ પૈકી પણ ઘણાં કોર્પોરેટરોને સન્માન સહિત આવકારવામાં આવે તો ભાજપમાં જોડાઈ જવાની પુરેપુરી શક્યતાઓ છે. કારણ કે, સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને હજુ પોણા ત્રણ વર્ષનો સમય બાકી છે અને વિધાનસભાને પાંચ વર્ષ બાકી છે.

મતલબ કે, નજીકનાં ભવિષ્યમાં કોઈ જ ચૂંટણી આવવાની નથી અને માત્રને માત્ર વિપક્ષમાં બેસી રહેવાથી ‘આમ આદમી પાર્ટી’નાં કોર્પોરેટરોને કોઈ રાજકીય લાભ મળવાની શક્યતા દેખાતી નથી. એટલે બની શકે કે, ‘આપ’નાં બાકી બચેલા કોર્પોરેટરો પણ ભાજપનો ભગવો ધારણ કરી શકે. પરંતુ આના માટે ભાજપનાં નેતૃત્વએ પણ ઊભા થઈને હાથ લાંબો કરવો પડે અને તો જ બધુ શક્ય છે. બાકી ‘અહંમ્’ને પોષવામાં અનેક રજવાડા પણ સાફ થઈ ગયાનાં દાખલા ઈતિહાસમાં મૌજૂદ છે.

 આ પણ વાંચો :-

 

મોદીની કોપી કરવા જતાં ફસાઈ ગયો મિમિક્રી આર્ટિસ્ટ શ્યામ રંગીલા, વન વિભાગે ફટકારી નોટીસ

0

Mimicry artist Shyam Rangila 

  • વન્યપ્રાણીઓને ખાદ્યપદાર્થ ખવડાવવું વન અધિનિયમ 1953 અને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. શ્યામ રંગીલાએ તાજેતરમાં જયપુરના ઝાલાના જંગલમાં જઈને નીલગાયને ખાવાનું ખવડાવ્યું અને તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો.

વડાપ્રધાન મોદીની (Prime Minister Modi) મિમિક્રી કરી ફેમસ થયેલો કલાકાર શ્યામ રંગીલા  (ShyamRangeela) નવી મુશ્કેલીમાં ફસાયો છે. રાજસ્થાનમાં વન વિભાગે નોટિસ ફટકારી રંગીલાને સમન્સ પાઠવ્યું છે. હવે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન (Wild Life Protection) એક્ટનું ઉલ્લંઘન કરવા મામલે તેની સામે કાર્યવાહી થઈ શકે છે. શ્યામ રંગીલાએ તાજેતરમાં જયપુરના (Jaipur) ઝાલાના જંગલમાં જઈને નીલગાયને ખાવાનું ખવડાવ્યું અને તેનો વીડિયો વાયરલ કરી દીધો હતો.

જુઓ કયા કયા એક્ટની કઈ કઈ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું :

જયપુરના પ્રાદેશિક વન અધિકારી જનેશ્વર ચૌધરીએ કહ્યું કે યુટ્યુબલ ચેનલ શ્યામ રંગીલા પર 13 એપ્રિલના રોજ ઝાલાના લેપર્ડ રિઝર્વનો વીડિયો અપલોડ કરાયો હતો. આ વીડિયોમાં શ્યામ રંગીલા તેની ગાડીથી નીચે ઉતરી તેના હાથે વન્યપ્રાણી નીલાગાયને ખાદ્યપદાર્થ ખવડાવતો દેખાય છે. જોકે વન્યપ્રાણીઓને ખાદ્યપદાર્થ ખવડાવવું વન અધિનિયમ 1953 અને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે.

વન્યજીવને ખાદ્ય પદાર્થ ખવાડાવવાથી અનેક પ્રકારના ગંભીર રોગ થવાની શક્યતા 

વન્યજીવોને ખાદ્ય પદાર્થ ખવડાવવાથી અનેક પ્રકારના ગંભીર રોગ થઈ જાય છે અને એટલું જ નહીં તેનાથી તેમના જીવને પણ જોખમ રહે છે. વન્ય જીવોને ખાદ્યપદાર્થ ન ખવડાવવાને લઈને ઝાલાના જંગલમાં ચેતવણી આપતા સૂચના બોર્ડ લગાવેલા છે. તેમ છતાં શ્યામ રંગીલાએ નીલગાયને ખાદ્યપદાર્થ ખવડાવ્યું હતું.

પીએમ મોદી જેવો જ ગેટઅપ ધારણ કર્યો  :

ખરેખર શ્યામ રંગીલા હવે પીએમ મોદીની હૂબહૂ નકલ કરવાને લઈને પણ નિશાને આવ્યો છે. તાજેતરમાં પીએમ મોદીએ ટાઈગર પ્રોજેક્ટના 50 વર્ષ પૂરાં થવા પર કર્ણાટકના મુદુમલાઈ અને બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે યૂનિક ગેટઅપમાં જંગલ સફારીની મજા માણી હતી.

એમની જેમ જ મિમિક્રી આર્ટિસ્ટ અને કોમેડિયન શ્યામ રંગીલા પણ જયપુરના ઝાલાના જંગલમાં પહોંચ્યો હતો. તેણે પીએમ મોદીના ગેટઅપની કોપી મારી હતી અને શૂટિંગ પણ કરી હતી. જેના ફોટો-વીડિયો વાયરલ થઈ ગયા હતા.

આ પણ વાંચો :-

ગુજરાતનું સૌથી અદભૂત મંદિર ! મંદિરમાં આવેલ વિશાળ ઘંટમાં છુપાયું છે રહસ્ય

0
The most amazing temple of Gujarat
  • આખા દેશમાં ક્યાંક પણ આપે યુનિવર્સલ મધરનું મંદિર હોય એ સાંભળ્યું હશે નહીં. પરંતુ ગુજરાતના સુરત શહેરમાં એક એવું મંદિર છે કે જ્યાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના થતી નથી.

મંદિરમાં (Temple) કોઈપણ પંડિત કે પૂજારી નથી તેમ છતાં લોકો અહીં આવે છે અને પોતાની વિશ પૂરી કરવા માટે મંદિરની બહાર લગાડવામાં આવેલા ઘંટને વગાડે છે. આ જ આ મંદિરનું નામ ટેમ્પલ ઓફ વિશ (Temple of Wishes) છે.

શહેરમાં એક એવું મંદિર છે કે જ્યાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના ભજન કે આરતી થતી નથી. તેમ છતાં તેને ટેમ્પલ ઓફ વીશ કહેવામાં આવે છે. આ ટેમ્પલની (Temple) ખાસિયત છે કે અહીં આવનાર લોકો અહીં મંદિરની બહાર લાગેવાયેલ ઘંટ વગાડે છે. કહેવાય છે કે આ ઘંટ વગાડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનાથી વ્યક્તિને સર્વોચ્ચ શક્તિ પરમાત્માની અનુભૂતિ થાય છે અને લોકો પોતાની ઈચ્છા તે સમયે ઈશ્વરને કહી શકે છે.

આમ તો મંદિરમાં પૂજાપાઠ કરવામાં આવતા નથી. પરંતુ આ મંદિર જ્યારે જોવામાં આવે તો મંદિરનો આકાર લક્ષ્મીજીના શ્રી યંત્ર જેવો છે અને તેના બિંદુમાં એક માતા સ્વરૂપ દેવીની સ્થાપના કરવામાં આવી છે. જેને યુનિવર્સલ મધર કહેવામાં આવે છે. જ્યારે આ પ્રતિમાને ધ્યાનથી જોવામાં આવે તો તેમના એક હાથમાં કમળનું ફૂલ અને બીજા હાથમાં વેદ છે.

મંદિરના સંચાલક પ્રદીપભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે આ ટેમ્પલ વિશ્વ માતાનું સ્વરૂપ છે. તમામનો જન્મ માતાના ગર્ભથી થયો છે. આપણી પ્રથમ ગુરુમાં હોય છે. જે માતા અદૃશ્ય હતી. તેમનું સ્વરૂપ વર્ષ 2005માં દ્રશ્યમાન થયું. આ ઈશ્વરીય અને જ્ઞાન સ્વરૂપની આ મા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે , પંચમહાભૂત જે ઈશ્વરીય તત્વ છે : પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને આકાશ જેનાથી મનુષ્યનું આ શરીર બન્યું છે.

આ મૂર્તિની ઉપર સોલાર એનર્જી મળે છે. વરસાદ અને શિયાળામાં જે ઓસ પડે છે. ત્યારે તેમનો અભિષેક થાય છે. સમુદ્ર નજીક છે અને જ્યારે ત્યાંથી પવન આવે છે ત્યારે વાયુનો અભિષેક થાય છે અને આકાશ સર્વ વ્યાપ્ત છે અને આ પ્રતિમા પોતે પૃથ્વી તત્વ થી તૈયાર છે. જેથી અહીં પૂજા અર્ચના કરવામાં આવતી નથી.

સૌથી અગત્યની વાત આ છે કે આ મંદિરનું સ્ટ્રક્ચર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે 65 વર્ષ સુધી તેને કોઈ પણ પ્રકારની હાનિ થશે નહીં. તમામ સિમેન્ટ, કોંક્રિટનું સારી રીતે પરીક્ષણ કર્યા બાદ જ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સૌથી અગત્યની વાત આ છે કે આ મંદિરના ગેટ પર એક ઘંટ લગાડવામાં આવ્યો છે. સાથે એક જ સૂચનાઓ આપવામાં આવી છે કે આ ઘંટ કઈ રીતે વગાડવામાં આવે. કારણ કે આ ઘંટ વગાડવાથી જે ઈકો ઉત્પન્ન થાય છે તેનાથી જે એકાગ્રતા મળે છે તેના કારણે પરમાત્માની એક અનુભૂતિ લોકોને મળી શકે છે અને આ એકાગ્રતાના કારણે લોકો પોતાની વીશ સર્વોચ્ચ શક્તિ પાસેથી માંગી શકે છે.

સંચાલક પ્રદીપભાઈ કાપડિયા એ જણાવ્યું હતું કે આ કોસ્મિક એનર્જી છે. જેને સુપ્રીમ એનર્જી કહેવામાં આવે છે .જેની વચ્ચે કોઈ નથી લોકો ઘંટ વગાડે છે અને તેમની દિવ્યતા અનુભવ કરે છે અને પોતાની વીશ માંગે છે.

આ પણ વાંચો :-

શેર માર્કેટમાં ગાબડું ! સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી 17700ની નીચે

0

A gap in the share market 

  • શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો. ખૂલતાની પાંચ મિનિટ બાદ BSE સેન્સેક્સ 677.86 પોઈન્ટ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 59,753.14 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શેરબજારમાં (Stock Market) આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડા પાછળ સૌથી મોટો હાથ IT શેરોનો (IT Stocks) છે. શેરબજાર ખુલ્યાની પાંચ મિનિટ બાદ BSE સેન્સેક્સ 677.86 પોઈન્ટ અથવા 1.01 ટકાના ઘટાડા સાથે 59,753.14 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમાં 677 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSEનો નિફ્ટી 200 પોઈન્ટ અથવા 0.86 ટકાના ઘટાડા સાથે 17,628 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

આઈટી શેરોમાં જોરદાર ઘટાડો :

આ સાથે જ આજે આઈટી ઈન્ડેક્સમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ઈન્ફોસિસના શેરમાં 10 ટકાથી વધુનો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને  ટેક મહિન્દ્રાનો શેર 7 ટકાથી વધુ ઘટ્યો તો વિપ્રો, HCL ટેકમાં 4 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે જ TCSના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરોમાં તેજી જોવા મળી રહી છે અને 13 શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બીજી તરફ NSE નિફ્ટીના 50માંથી 28 શેરોમાં તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

પહેલી જ મેચમાં કેપ્ટનશિપ કરતી વખતે સૂર્યકુમાર યાદવે કરી આ ભૂલ, BCCIએ ફટકારી મોટી સજા

0

Suryakumar Yadav made 

  • સૂર્યાની કપ્તાનીમાં મુંબઈએ KKR સામે જીત મેળવી હતી પણ તેને કેપ્ટનશીપ કરતી વખતે આ ભૂલને કારણે પહેલી જ મેચમાં લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL 2023ની ગઈકાલની 22મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને (Kolkata Knight Riders) 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો પણ ગઈ હાલની આ મેચમાં મોટા ઊલટફેર જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે મુંબઈનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેની સામે મુંબઈની ફિલ્ડિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળી હતી. જો કે કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં કેપ્ટનશીપ કરતી વખતે સૂર્યકુમાર યાદવથી મોટી ભૂલ થઈ હતી.

જણાવી દઈએ કે સૂર્યાની કપ્તાનીમાં મુંબઈએ KKR સામે જીત મેળવી હતી પણ તેને કેપ્ટનશીપ કરતી વખતે પહેલી જ મેચમાં લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાત એમ છે કે મેચમાં સ્લો ઓવર રેટના કારણે સૂર્યા પર આ પેનલ્ટી લગાવવામાં આવી છે અને આ ગુના માટે સૂર્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે રવિવારના રોજ આઈપીએલ મીડિયા એડવાઈઝરીએ જણાવ્યું હતું કે સૂર્યકુમાર યાદવને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સ્લો ઓવર-રેટના અપરાધો સંબંધિત આઈપીએલની આચાર સંહિતા હેઠળ સીઝનનો તેની ટીમનો પ્રથમ ગુનો હતો.

KKR સામેની મુંબઈની ટીમ પોતાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા વિના મેદાનમાં ઉતરી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માના પેટમાં થોડી સમસ્યા હતી એ કારણે તે આ મેચમાંથી બહાર થયો હતો. એ બાદ મેચમાં તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી પણ અંહિયા એક રસપ્રદ વાત એ હતી કે મુંબઈની ઈનિંગ્સ દરમિયાન રોહિત બેટિંગ કરવા આવ્યો હતો જેમાં તેને 13 બોલમાં 20 રન કર્યા હતા.

આ પણ વાંચો :-

 

પેટ્રોલ પંપ આ સુવિધાઓ મફતમાં ન મળે તો કરી શકો છો ફરિયાદ, રદ થઈ જશે પેટ્રોલ પંપનું લાયસન્સ

0

If the petrol pump does 

  • Filling Pump : તમે પણ કાર કે બાઈકમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જતા હશો. પરંતુ શું તમે જાણો છે જ્યાં તમને કેટલીક સુવિધા ફ્રી મળે છે. દરેક પેટ્રોલ પંપ પર લોકો માટે કેટલીક સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાની હોય છે. જેનાથી ત્યાં આવતા લોકોને સુવિધા મળી રહે.

જયારે પેટ્રોલિયમ મંત્રાલય (Ministry of Petroleum) અને ઓઈલ કંપનીઓ (Oil Company) સમય-સમય પર આ સુવિધાઓની જાણકારી આપતી આવી છે છતા પણ કેટલીક વાર લોકો આ ફ્રીની સુવિધાથી અજાણ રહેતા હોય છે તો આવો જાણીએ કે કઈ-કઈ સુવિધાઓ પેટ્રોલ પંપ (Petrol pump) પર ફ્રીમાં આપને મળતી હોય છે.

હવા ચેક કરવાની સુવિધા  :

તમે જોયું જ હશે કે પેટ્રોલ પંપ પર એક એર ફીલિંગ મશીન હોય છે. આ મશીન એ મફત સુવિધાનો એક ભાગ છે. પેટ્રોલ પંપ  માલિકે આ મશીન લગાવવું પડશે જેથી પેટ્રોલ કે ડીઝલ ભરાવવા આવતા લોકો ઈચ્છે તો વ્હીકલના ટાયરમાં હવા ભરાવી શકે છે. આ માટે પૈસા ચૂકવવા પડતા નથી. આ કામ માટે પંપ માલિક વતી એક વ્યક્તિને પણ રાખવામાં આવે છે. તમે હવાને મફતમાં ભરી શકો છો અને પંપ તેના માટે પૈસા માંગી શકે નહીં.

ઈમરજન્સી કોલની સુવિધા  :

જો ક્યારેય તમારો મોબાઈલ ફોન ખરાબ થયો હોય અથવા અન્ય કારણોસર તમારી પાસે કોમ્યુનીકેશનના સાધન ન હોય અને તમારે ઈમરજન્સી કોલ કરવો હોય તો તમે પેટ્રોલ પંપમાંથી એક ફ્રી કોલ કરી શકો છો.

ફસ્ટ એડ બોક્સની સુવિધા :

દરેક પેટ્રોલ પંપ પર ફસ્ટ એડ બોક્સની સુવિધા એ અનિવાર્ય છે અને જરુર પડ્યે એનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. તો હવે ક્યારેય પણ આ પ્રકારની સુવિધાની જરુર પડે અને પેટ્રોલ પં૫ નજીક હોય તો ફ્રીમાં સુવિધા લેવાનું ચૂકશો નહિં.

પીવાના પાણીની સુવિધા :

પેટ્રોલ પંપ પર પીવાના શુધ્ધ પાણી એટલે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવી ફરજિયાત છે. જે લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવ્યા છે તેઓ પીવાના પાણીની સુવિધાની માંગ કરી શકે છે અને આ સુવિધા પંપ દ્વારા વિના મૂલ્યે પ્રદાન કરવાની રહેશે. આ માટે પંપ માલિકો આરઓ અથવા પ્યુરિફાયર્સ ઈન્સ્ટોલ કરે છે. કેટલાક પંપ પાસે રેફ્રિજરેટર પણ હોય છે જ્યાં લોકો ઠંડુ પાણી પી શકે છે. આ મફત સુવિધાનો પણ એક ભાગ છે.

ક્વોલિટી ચેક :

તમને પેટ્રોલ પંપ પર પણ અધિકાર મળે છે કે તમને મળતા પેટ્રોલને ચેક કરાવી શકો છો. આમાં તમે ક્વોલિટીની સાથે ક્વોન્ટિટીની તપાસ પણ કરી શકો છો. આ સિવાય પેટ્રોલ પંપ પર બીજી ઘણી સુવિધાઓ છે જે જાળવવી પડે છે. રેતી ભરેલી ડોલ અથવા ફાયર સેફ્ટી સ્પ્રે સહિતના અગ્નિશામક ઉપકરણો.

પેટ્રોલ અને ડીઝલનું બિલ લેવાનો અધિકાર :

પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યા બાદ તમને બિલ લેવાનો અધિકાર છે. જો કોઈ કારણ સર પેટ્રોલ પંપ માલિક કે તેના એજન્ટ તમને બિલ આપવાની મનાઈ કરે છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો.

ફાયર સેફ્ટીના સાધનો  :

દરેક પેટ્રોલ પંપ પર ફાયર સેફ્ટી ડિવાઈસ હોવા જરૂરી છે અને સાથે જ રેતી ભરેલી ડોલ હોવી જરૂરી છે. જેથી આગ લાગવાની પરિસ્થિતમાં સાઘનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવીને કોઈ મોટી દૂર્ધટના ટાળી શકાય છે.

શૌચાલયની સુવિધા  :

પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા બીલકુલ ફ્રી હોય છે એના માટે તમારે કોઈ કિંમત ચુંકવવાની રહેતી નથી અને આ નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, સુરતથી ઉપડતી ટ્રેનોમાં ભીડના દ્રશ્યો ડરાવના લાગશે

0

There is no space to even step

  • Summer Vacation : સુરતમાં રિઝર્વેશન વિનાની અંત્યોદય ટ્રેન શરૂ થતાં ભારે ભીડ. બારીમાંથી મુસાફરો ટ્રેનના કોચમાં પ્રવેશતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. મુસાફરોનો ધસારો વધતાં ટ્રેનની અંદરથી ગેટ બંધ કરવામાં આવ્યા.

સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી-બિહારના (UP-Bihar) લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના રાજ્યોમાં જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ લડતા-લડતા ગામ જવું પડે છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) જતી અંત્યોદય ટ્રેનની (Antyodaya train) હાલત જોઈને તમને પણ પરસેવો છૂટી જશે. તમામ અનરિઝર્વ્ડ કોચમાં (Unreserved Coach) પગ મુકવાની પણ જગ્યા નથી.

અંત્યોદય ટ્રેનમાં તમામ 18 અનરિઝર્વ કોચ છે. અઠવાડિયામાં એકવાર આ ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે ઉધના રેલવે સ્ટેશનથી ઉપડે છે. સીટ મેળવવા માટે લોકો કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહે છે અને ટ્રેન આવે તો તરત જ આંખના પલકારામાં ટ્રેન મુસાફરોથી ભરાઈ જાય છે.

ટ્રેનની સીટો ત્રણ ઘણા મુસાફરો જોવા મળે છે. કોચના દરવાજામાં પણ લોકો તેમના બાળકો સાથે ઉભા હોય છે. ટ્રેનની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે ટ્રેનના દરવાજામાં ઉભેલા મુસાફરો માટે આ મુસાફરી કેટલી જોખમી છે. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં દરવાજા સુધી મુસાફરીથી ભરેલી જોવા મળશે.

એક તરફ કાળઝાળ ગરમીમાં આ ભરચક ટ્રેનમાં મુસાફરોની હાલત કફોડી બની છે.જે ટ્રેનમાં એટલા બધા મુસાફરો હોય છે કે પગ મુકવાની પણ જગ્યા નથી. આવી ટ્રેનમાં લગભગ 24 કલાકની મુસાફરી મુસાફરો કેવી રીતે કરશે આ સૌથી મોટી સમસ્યા છે.

રવિવારે અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેન ઉધના અને જયનગર વચ્ચે નીકળી હતી. જેને પકડવા માટે હજારો મુસાફરો એકઠા થયા હતા. ઉનાળાની રજાઓમાં તાપ્તી ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી. જેના કારણે આ અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી.આ ટ્રેનની ક્ષમતા બે હજાર મુસાફરોને લઈ જવાની છે. આ માટે સવારના 5 વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી. લગભગ ત્રણ હજાર મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

જ્યાં સુધી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ન બને ત્યાં સુધી ‘ઉધાર બંધ’, દુકાનદારે લગાવ્યું ગજબનું બોર્ડ

0

‘No Loans’ Till Rahul Gandhi

  • દુકાનદાર મોહમ્મદ હુસૈને જણાવ્યુ કે તેણે 1 જાન્યુઆરી 2023થી સંપૂર્ણ રીતે પોતાની દુકાનમાંથી લોકોને ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. પરંતુ લોકો સતત તેની પાસે ઉધાર માંગતા હતા. ત્યારબાદ તેણે આ વસ્તુથી છુટકારો મેળવવા માટે દુકાનની બહાર બોર્ડ મારી દીધું.

orrowing stopped till Rahul Gandhi becomes PM: છિંદવાડા (Chindwara) શહેરની એક દુકાનની સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. છિંદવાડામાં હુસૈન પેલેસ (Hussain Palace) અને કરબલા ચોકની ડેલી નીડ્સની ચર્ચાનું કારણ તેમની દુકાનમાં લગાવવામાં આવેલા પોસ્ટર છે.

તમે દુકાનોમાં ઉધાર માંગનારા ગ્રાહકો માટે વિવિધ પ્રકારના ક્વોટેશન વાંચ્યા જ હશે જેમ કે આજે કેશ કાલે ઉધાર, ઉધાર એ પ્રેમની કાતર છે, ઉધાર માંગીને શરમમાં ના મુકશો.

એકદમ અલગ રીતે હુસૈન પેલેસના 30 વર્ષીય મોહમ્મદ હુસૈને તેમની દુકાનમાં એક પોસ્ટર લગાવ્યું, જેમાં લખ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી ઉધાર બંધ છે. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ના બને ત્યાં સુધી ઉધાર બંધ છે. શહેરના કરબલા ચોકમાં રહેતા મોહમ્મદ હુસૈન છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી પોતાની પૈતૃક દુકાન ચલાવે છે.

મોહમ્મદ હુસૈને જણાવ્યું કે, અગાઉ દુકાનમાં ઘણા લોકો ઉધાર માગતા હતા. રોજના સરેરાશ બે હજાર રૂપિયાનો ધંધો થતો હતો, જેમાંથી 500થી 700 રૂપિયાની ઉધારી થતી હતી. યોગ્ય સમયે ઉધારની વસૂલાત ના થવાના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આને ધ્યાનમાં રાખીને મેં એક પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી ઉધાર બંધ છે. રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી ના બને ત્યાં સુધી ઉધાર લેવાનું બંધ છે. પોસ્ટર લગાવ્યા પછી દુકાનમાં ધિરાણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે અને હવે 1000 રૂપિયાનો ધંધો રોકડમાં થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-