તલાટીની પરીક્ષામાં નવી અપટેડ : ઉમેદવારોની એક માંગ પર હસમુખ પટેલે કરી આ સ્પષ્ટતા

Share this story

New updated in Talati exam 

Talati Exam Date : તલાટીની પરીક્ષાના ઉમેદવારોને 12:30 કલાકે જ પેપર આપવામાં આવશે. પ્રશ્નપત્ર પહેલાં અંગુઠાનું નિશાન અને ઉમેદવારની સહી લેવામાં આવશે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આપી જાણકારી.

તલાટીની પરીક્ષા (Talati Exam) પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. ત્યારે 7 મેના યોજાનાર તલાટીની પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષામાં (Talati Exam) સાડા 12 વાગ્યે જ પેપર આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પંચાયત સેવા પસંદગી બોર્ડના (Panchayat Service Selection Board) ઈન્ચાર્જ હસમુખ પટેલ દ્વારા કરવામા આવી છે. તલાટીની પરીક્ષા (Talati Exam) આપનારા ઉમેદવારોએ અગાઉ વહેલું પેપર આપવા રજૂઆત કરી હતી. ત્યારે આ અંગે હસમુખ પટેલે ટવીટ કરી જાણકારી આપી છે કે પરીક્ષા શરૂ થવાના નિયત સમયે જ પેપર અપાશે.

હસમુખ પટેલે ટવીટમાં જણાવ્યું કે ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના યોગ્ય સમયે જ પેપર આપવામાં આવશે. વહેલા પેપર નહિ અપાય. અંગૂઠાનું નિશાન અને ઉમેદવારની સહી પ્રશ્નપત્ર અપાય તે પહેલા કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે સંમતિ પત્ર વિશે પણ ફરીથી ઉલ્લેખ કર્યો છે કે તેમણે કહ્યું કે

જો કે પરીક્ષા પહેલાં 20 એપ્રિલ સુધીમાં ઉમેદવારોએ સહમતી પત્ર ભરવું પડશે. સહમતી પત્ર ભરનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. પંચાયત પસંદગી મંડળ દ્વારા 7 મેના રોજ તલાટીની ભરતી પરીક્ષા લેવાશે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જણાવાયું કે બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે. બે અરજી થઈ હોય તેમને એક અરજી માટે સંમતિ પત્ર આવરવાની રહેશે.

તૈયારી કરનાર ઉમેદવાર જ સંમતિ આપે તેવી વિનંતી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 41 ટકા ઉમેદવાર હાજર રહ્યા હતા. 59 ટકા ઉમેદવાર ગેરહાજર રહેતા પેપર ઓએમઆર શીટનો વ્યય થયો હતો. તેથી તલાટીની પરીક્ષામાં 20 તારીખ સુધી સવારે 11.00 વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે. સરકારને પરીક્ષા કેન્દ્રો મળ્યા છે. જેટલા લોકોને પરીક્ષા આપવી છે તેટલા લોકો જ સંમતિ પત્ર ભરે.

આ રીતે કરશો કન્ફર્મેશન :

તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે કન્ફર્મેશન પ્રક્રિયા શરૂ થઈ છે. ઓજસની વેબસાઈટ પર કન્ફર્મેશનની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. ઉમેદવારોએ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે. અલગ અલગ કંફર્મેશન નંબરથી અલગ અલગ ફોર્મ ભરેલા હશે તો પરીક્ષામાથી ગેરલાયક ઠેરવાશે. ઓનલાઈન કંફર્મેશન આપનાર જ તલાટીની ભરતી પરિક્ષા આપી શકશે.

ઉલ્લેખનીય છે કે આગામી 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે કન્ફર્મેશન ફોર્મને લઈ જણાવ્યું હતું કે આ ફોર્મ ભરવાનો મુખ્ય હેતુ એટલો છે કે સંશાધનોનો ખોટો ઉપયોગ ન થાય અને ખોટા ખર્ચ અટકાવી શકાય. આ નિર્ણય ભવિષ્યની પરીક્ષા માટે પણ ઉપયોગી સાબિત થશે. તેમજ પેપર છપાવવા અને અન્ય વધારાનો ખર્ચ થાય છે તેના પર કાબુ મેળવી શકાશે.

આ પણ વાંચો :-