Home Blog Page 1113

ખનન માફિયાઓએ મહિલા અધિકારીને દોડાવી, ઢસેડી, પથ્થર માર્યા, બિહારના વીડિયોએ કાયદા-વ્યવસ્થાની ઈજ્જત ઉછાળી

0

Mining mafia chases, thrashes

  • પટનામાં પોલીસ અને ખાણ ખનીજ ખાતા દ્વારા સહિયારી ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જેમાં ખનીજમાફિયાઓએ મહિલા અધિકારી પર હુમલો કાર્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બિહારમાં (Bihar) ખનીજ માફિયાઓ (Mineral mafia) બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી રહી છે. પટનામાં વિસ્તારમા ફરજ પર રહેલા મહિલા અધિકારી સાથે સ્થાનિક લોકોએ બેફામ વાણી વિલાસ આચરી મહિલા અધિકારી પર હુમલો કર્યો હતો. ઉપરાંત અસામાજિક તત્વોએ (Antisocial elements) મહિલા અધિકારી સાથે દુર્વ્યવહાર હોવાની પણ રાવ ઉઠી રહી છે. આ મામલે એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અમૂક લોકો મહિલાને મારતા હોવાનું તો આમુક લોકો ગુસ્સા સાથે મહિલા તરફ દોડી જતા હોવાનું દ્રશ્યમાન થાય છે.

આ મામલે જાણવા મળતી વિગત અનુસાર બિહારના પટના જિલ્લાના બિહતા શહેરની આ ઘટના છે. જ્યા ફરિયાદને પગલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સહિયારું ઓપરેશન હાથ ધરી ગેરકાયદે ઓવરલોડ દોડતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખાણ ખનીજ વિભાગના મહિલા અધિકારીઓ પણ જોડાયા હતા. આ દરમિયાન એક મહિલા અધિકારી પર હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં મારપીટ કરનારા શખ્સો ગેરકાયદે રેતી ખનન સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વીડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી :

પોલીસે આ મામલે FIR નોંધી કડકાઈથી કામગીરી હાથ ધરી છે. આ ઘટનાની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેના આધારે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ કરી છે. જેમાં આરોપીઓ મહિલા અધિકારીને ખેંચી રહ્યા છે. જ્યારે નજીકમાં ઉભેલા લોકો તેને પથ્થર મારવાની કોશિશ કરતા વિડીયોમા દ્રશ્યમાન થાય છે.

પોલીસે જણાવ્યું છે કે આ ઘટનામાં 2 ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને ગંભીર ઇજા થવા પામી છે. જિલ્લા ખાણ અધિકારી અને પોલીસ ઓવરલોડ વાહનોને પકડવા માટે સંયુક્ત ઓપરેશન ચલાવી રહ્યા છે. દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ એક જૂથ બનાવીને અધિકારીઓ પર હુમલો કર્યો હોવાનું પશ્ચિમ પટના પોલીસ અધિક્ષક રાજેશ કુમારે જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

રેલ્વેને થયો સૌથી મોટો ફાયદો, હવે સીનિયર સિટીઝન્સની મળી શકે છે તેનો લાભ

0

The biggest benefit

  • ભારતીય રેલ્વે દ્વારા સત્તાવાર આંકડાઓ જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ભારતીય રેલ્વેએ નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક કરી છે. આ આંકડો ગત નાણાકીય વર્ષ કરતાં લગભગ 49,000 કરોડ વધુ છે. રેલ્વે મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરીને આ અંગે જણાવવામાં આવ્યું છે.

ભારતીય રેલ્વેને (Indian Railways) લઈ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ટ્રેનમાં મુસાફરી (Traveling by train) કરતાં લોકો માટે ખુશખબરી લઈને આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રેલ્વેને (Railway) ધરખમ આવક થઈ છે. ભારતીય રેલ્વે દ્વારા સત્તાવાર આંકડાઓ જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ભારતીય રેલ્વેએ (Indian Railways) નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક કરી છે.

આ આંકડો ગત નાણાકીય વર્ષ કરતાં લગભગ 49,000 કરોડ વધુ છે. રેલ્વે મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરીને આ અંગે જણાવવામાં આવ્યું છે. રેલ્વેની આવકમાં વધારો થયા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે અશ્વિની વૈષ્ણવ ફરી એકવાર સીનીયર સીટીઝનને રેલ્વે ભાડામાં છૂટ આપી શકે છે.

રેલ્વે મંત્રાલય દ્વારા જે માહિતી શેર કરવામાં આવી છે તે અનુસાર 2022-23માં રેલ્વેની આવક વધીને 1.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકા વધુ છે. ભારતીય રેલ્વેની પેસેન્જર આવક વાર્ષિક ધોરણે 61 ટકા વધીને 63,300 કરોડ સુધી પહોંચી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ બાદ ભારતીય રેલ્વે તેના ખર્ચને પહોંચી વળવામાં સફળ રહી છે.

 

ગુજરાતની ધરતી રણની જેમ તપી શકે છે થઈ ચૂકી છે સંકટમાં મૂકી શકે તેવી આગાહી

0

Gujarat’s land may heat up like a desert

Gujarat weather Forecast : હજુ પણ 4 દિવસ રાજ્યભરમાં પડશે કાળઝાળ ગરમી. 40થી 41 ડિગ્રી રહેશે તાપમાન. બપોરે કામ વગર બહાર ન નીકળવા હવામાન વિભાગની અપીલ.

Heatwave Alert : ગુજરાતમાં (Gujarat) હવેના દિવસો બહુ જ ભારે બની રહેશે, કારણ કે આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની (Weather account) આગાહી મુજબ આગામી 4 દિવસ રાજ્યમાં 40થી 41 ડિગ્રી ગરમી પડશે. રાજ્યના લોકોને કાળઝાળ ગરમીનો (Heat) સામનો કરવો પડશે. તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. તેથી લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવુ પડશે. આગામી 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે.

હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 5 દિવસ દરમ્યાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે.

હાલ કોઈ યલો એલર્ટ નહીં તો સાથે જ રાહતના સમાચારએ પણ છે કે તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના નથી. આગામી 2 દિવસ બાદ મહત્ત્તમ તાપમાનમાં 1 ડિગ્રી જેટલો સામાન્ય ઘટાડો થશે. હાલ તાપમાન સંપૂર્ણ સામાન્ય છે.

આ પણ વાંચો :-

 

અય્યરની સેન્ચુરી પર સુહાના ખાનનું ખાસ સેલિબ્રેશન થયું વાયરલ, સચિનના દીકરાને ધોયો

0

Suhana Khan’s special celebration

  • વેંકટેશ અય્યરે 51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી ફટકારી હતી, ત્યારબાદ  શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ખાસ સેલિબ્રેશન કર્યું હતું. જુઓ વિડીયો..

IPL 2023ની 22મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને (Kolkata Knight Riders) મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો પણ કોલકાતાના બેટ્સમેન વેંકટેશ અય્યરે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અય્યરે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે તેની આઈપીએલ કરિયરની પહેલી સદી ફટકારી હતી. નોંધનીય છે કે આ પહેલા બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે (Brendon McCullum) કોલકાતા તરફથી IPLની પહેલી ફટકારી હતી.

51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી :

જણાવી દઈએ કે આ મેચમાં ડાબોડી બેટ્સમેન અય્યરે 51 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર સદી ફટકારી હતી. અંહિયા રસપ્રદ વાત એ છે કે પોતાની સદી સુધી પહોંચ્યા પછી અય્યરે KKR ડગઆઉટ તરફ ઈશારો કર્યો અને તે બાજુ ઝૂકી ગયો. આ સામે અય્યરની સદી પૂરી થયા પછી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન જે સ્ટેન્ડમાં હતી. તે આનંદથી ઉછળી પડી હતી અને હાલ તેનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ સાથે જ અય્યરે મુંબઈથી ડેબ્યૂ કરનાર અર્જુન તેંડુલકરની એ જ ઓવરમાં સિક્સર અને પછી ફોર ફટકારી હતી અને તેના થોડા સમય બાદ તેને ઘૂંટણમાં પણ ઈજા થઈ હતી પણ આ ઈજા તેને રોકી શકી નહીં. ફિઝિયોએ અય્યરની સારવાર કરી અને એ પછી તેણે પોતાની ઇનિંગ ચાલુ રાખી.

આ પણ વાંચો :-

Instagram માં વધારવા માંગો છો ફોલોઅર્સ, ઝડપથી આવશે ગજબનું ફીચર, જાણો કેવી રીતે થશે યુઝ

Want to increase followers in Instagram

  • મેટા-માલિકીની એપ્લિકેશને જાહેરાત કરી છે કે નવી સુવિધા યૂઝર્સને તેમના વીડિયોના ફોલોઅર્સ વધારવામાં મદદ કરશે, જાણો કેવી રીતે ?

How to increase followers in Instagram : છેલ્લા કેટલાક સમયમાં શોર્ટ વીડિયોઝનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. ભલે તે યુટ્યુબ હોય કે ઈન્સ્ટાગ્રામ તમને લાખોની સંખ્યામાં વીડિયો ક્રિએટર્સ મળી જશે. યુઝર્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને Instagram પ્લેટફોર્મ સતત નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે.

હવે યુઝર્સને આ લોકપ્રિય શોર્ટ વીડિયો મેકિંગ એપ પર બહુ જલ્દી એક નવું ફીચર મળવા જઈ રહ્યું છે. મેટા-માલિકીની એપ્લિકેશને જાહેરાત કરી છે કે નવી સુવિધા યૂઝર્સને તેમના વીડિયોના ફોલોઅર્સ વધારવામાં મદદ કરશે.

એક રિપોર્ટ અનુસાર ઈન્સ્ટાગ્રામના ફીચર્સથી લોકોને ઘણો ફાયદો થશે. વીડિયો ક્રિએટર્સને એપમાં ટ્રેડિંગ ઓડિયો અને હેશટેગનું ઓપશન મળશે. તેનાથી યૂઝર્સને વધારે લોકો સુધી વીડિયો પહોંચાડવામાં મદદ મળશે.

ટ્રેડિંગ ટોપિક સર્ચ કરશે યૂઝર્સ  :

ક્રિએટર હવે રીલ્સ પર ટોપના ટ્રેન્ડિંગ વિષયો અને હેશટેગ્સ શું છે તે જોઈ શકશે. મેટા કહે  “અમે યુનિફાઇડ એડિટિંગ સ્ક્રિન પર વીડિયો ક્લિપ્સ, ઑડિઓ, સ્ટીકરો અને ટેક્સ્ટને એક સાથે લાવીને Instagram પર તમારી રીલ્સને એડિટ કરવાનું સરળ બનાવી રહ્યા છીએ,” મેટાએ કહ્યું.

આ સુવિધા હવે વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. iOS અને Android બંને યુઝર્સ આ સુવિધાનો લાભ લઈ શકશે. iOS અને Android બંને ઉપકરણો પર ઉપલબ્ધ છે. રીલ્સ પર બે નવા મેટ્રિક્સ ઉમેરવામાં આવી રહ્યા છે જે જોવાનો કુલ સમય અને સરેરાશ જોવાનો સમય છે.

કંપનીએ કહ્યું કે જોવાનો સમય તમારી રીલ વગાડવામાં આવેલ કુલ સમયને દર્શાવે છે. જેમાં રીલને રીપ્લે કરવામાં વિતાવેલો સમય પણ સામેલ છે. જોવાયાનો સરેરાશ સમય એ તમારી રીલ વગાડવામાં વિતાવેલ સરેરાશ સમયનો સંદર્ભ આપે છે. જેની ગણતરી નાટકોની કુલ સંખ્યા સાથે જોવાના સમયને વિભાજિત કરીને કરવામાં આવે છે.

કંપનીએ જણાવ્યું કે ઉદાહરણ તરીકે જો તમારી રીલ જોવાનો કુલ સમય 17 સેકન્ડનો છે. તો તમારી રીલ જોનારા દરેકને ઓછામાં ઓછી 17 સેકન્ડ જોવાનું સૂચન મળશે. આ યૂઝર્સને વધારે વ્યુઅર ઉમેરવામાં મદદ કરશે. “તમારી રીલ્સ તમારા વિકાસમાં કેવી રીતે યોગદાન આપી રહી છે તે જોવા માટે અમે એક નવી રીત પણ ઉમેરી રહ્યા છીએ. હવે તમે તમારી રીલ્સમાંથી નવા ફોલોઅર્સની સાથે સૂચના પણ મેળવી શકશો”

આ પણ વાંચો :- 

Night Club પહોંચી ગયા મેયર, ખુબ દારૂ ઢીંચ્યો અને પછી કપડાં ઉતારી નાખ્યા, હદ તો ત્યાં કરી…

The mayor reached the night club

  • Viral Video : આ ઘટનાનો વીડિયો જેવો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો કે મેયર પર લોકો ભડકી ગયા અને કાર્યવાહીની માંગણી કરવા લાગ્યા. જો કે આ મેયર (Mayor) ખુબ વિવાદિત રહ્યા છે અને અવારનવાર તેમની આવી હરકત સામે આવતી રહી છે.

ઉચ્ચ પદો પર બેઠેલા લોકોએ તો ઓછામાં ઓછું એ સમજવું જોઈએ કે તેમની દરેક કરતૂત એક ઉદાહરણ બની જતી હોય છે. જે લોકો માટે પ્રેરણા પણ બને છે. લોકોના પ્રતિનિધિ (Representative) બનીને ચૂંટાઈને આવતા લોકોએ તો તેનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ અનેક એવા નેતાઓ છે જે પોતાની આદતોથી બાજ આવતા નથી. આવા જ એક નેતાની હાલમાં જ કહાની સામે આવી છે જે નાઈટ ક્લબમાં (Night Club) કપડાં ઉતારીને ડાન્સ કરતા જોવા મળ્યા.

આ ઘટના કોલંબિયાની છે. મીડિયા રિપોર્ટ મુજબ ઘટનાનો વીડિયો જ્યારથી સોશિયલ મીડિયામાં સામે આવ્યો ત્યારથી ઘટના પર હંગામો મચી ગયો છે. મળતી માહિતી મુજબ અહીં સ્થિત કેલીમા નગરપાલીકાના મેયરલ માર્ટિન અલ્ફોન્સો મેજિયાથી સંબંધિત આ મામલો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેયર પાર્ટી કરવા માટે એક નાઈટ ક્લબમાં પહોંચે છે અને આ દરમિયાન તેમના સાથી પણ સાથે હોય છે. પહેલા તો તેઓ ખુબ દારૂ પીવે છે.

દારૂ પીધા બાદ તેઓ કપડાં ઉતારવા લાગે છે. ધીરે ધીરે પોતાના બધા કપડાં ઉતારી નાખે છે અને એટલે સુધી કે પોતાનો પ્રાઈવેટ પાર્ટ પણ દેખાડવા લાગે છે. તેમના સાથે પણ તેમને આવું કરતા રોકતા નથી. એક અન્ય મીડિયા રિપોર્ટ મુજબ તેમણે આ બધું જ્યારે કર્યું ત્યારે નાઈટક્લબમાં કેટલીક મહિલાઓ પણ હાજર હતી.

આ પણ વાંચો :-

Tips And Tricks : ગરમીમાં કારનું રાખો ખાસ ધ્યાન, નહીં તો લક્ઝુરિયસ કાર બની જશે ખટારો

Tips And Tricks

  • Car Care In Summer : ગરમીની અસરથી કારમાં મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે..જેથી આજે તમને કેટલીક એવી ટીપ્સ આપી રહ્યા છીએ. જેથી ગરમીની તમારી કાર પર કોઈ જ અસર નહીં પડે.

ઉનાળામાં (Summer) તમે કારની કાળજી નહીં રાખો તો ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે..સાચવણ નહીં રાખો તો કારની એવરેજ પર અસર થઈ શકે છે. સાથે નુકસાનની સાથે રિપેરિંગનો ખર્ચ (Cost of Repairs) પણ વધી શકે છે..ગરમીમાં સંભાળ નહીં રાખો તો કારના કલરની ગુણવતા પર અસર પડે છે. ગરમીની અસરથી કારમાં મુસાફરી કરવી મુશ્કેલ બની જાય છે. જેથી આજે તમને કેટલીક એવી ટીપ્સ આપી રહ્યા છીએ. જેથી ગરમીની તમારી કાર પર કોઈ જ અસર નહીં પડે.

ઉનાળામાં આટલું રાખો ધ્યાન :

ઉનાળામાં કેટલીક ખાસ ટીપ્સને અનુસરી તમે કારને થતા નુકસાનથી બચી શકો છો. જેનાથી કાળઝાળ ગરમીમાં પણ તમારી કાર તમામ સુવિધા સાથે સફરનો આનંદ આપી શકશે.

ગરમીથી કારને કેવી રીતે સુરક્ષીત રાખશો?

કાળઝાળ ગરમીમાં પણ તમારી કારને એકદમ પરફેક્ટ રાખવી હોય તો કેટલીક ખાસ ટીપ્સને અનુસરવી પડશે. જેનાથી તમારી કાર પર ગરમીની કોઈ જ અસર નથી પડતી.

વિન્ડશિલ્ડ વાઈપર્સ :

ઉનાળામાં વિન્ડશિલ્ડ પર ધૂળ અને રજકણો એકઠા થાય છે. જેથી વિન્ડશિલ્ડની ગુણવત્તા પર અસર પડે છે. આ સિવાય બ્લેડનું રબર ગરમીમાં સુકાઈ જાય છે. આથી દરેક ઋતુમાં વિન્ડશિલ્ડ વાઈપરને ચેક કરવા અને બદલતા રહેવું જોઈએ.

કેબિન એયર ફિલ્ટર :

કારનું એર ફિલ્ટર ધૂળ સહિતના પ્રૂદષણ ફેલાવતા તત્વોને એસી વેન્ટમાં પ્રવેશતા અટકાવે છે. જો તે યોગ્ય રીતે કામ નહીં કરે તો એર કન્ડિશનિંગ સિસ્ટમ ખરાબ થઈ શકે છે. તેથી તેને દર 12 મહિને અથવા તો 10 હજાર કિલોમીટરની ડ્રાઈવ કર્યા બાદ બદલવી હિતાવહ રહેશે.

આ પણ વાંચો :-

ભારતમાં આ મોટી કારોનો છે દબદબો : સફારી કરતાં વધુ વેચાય છે આ કાર, નાના શહેરોમાં છે ફેવરિટ

Big cars dominate in India

  • 7 seaters under 10 lakh : ગયા મહિને સૌથી વધુ વેચાતી 7 સીટર SUVની યાદીમાં, એટલે કે માર્ચ 2023માં, Mahindra Bolero પ્રથમ સ્થાને હતી અને તેને 9,546 ગ્રાહકોએ ખરીદી હતી. તે પછી મારુતિ સુઝુકી અર્ટિગા હતી. જેને ગયા માર્ચમાં 9,028 ગ્રાહકોએ ખરીદી હતી.

Best Selling 7 seater SUVs MPVs : લોકોમાં મોટી કારનો ક્રેઝ વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં, જેમનું બજેટ રૂ. 10 લાખથી ઓછું છે અથવા રૂ. 20 લાખ કે તેથી વધુ કિંમતની SUV અથવા MPV ખરીદવાનું વિચારી રહ્યા છે. તો પછી તેમના માટે સૌથી સસ્તી રેનો ટ્રાઇબરથી લઈને રૂ. 50 લાખ સુધીના ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner) વિકલ્પો પણ છે.

આજે અમે તમને ભારતીય બજારમાં ટોચની 10 સૌથી વધુ વેચાતી 7 સીટર SUV વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે 10 ટોપ સેલિંગ 7 લીટર SUVની યાદીમાં મહિન્દ્રાની એફોર્ડેબલ SUV બોલેરો 10 લાખથી ઓછી કિંમતમાં નંબર વન પર છે. સૌથી સસ્તી રેનો ટ્રાઈબર પણ આ યાદીમાં છે.

ગયા મહિને સૌથી વધુ વેચાતી 7 સીટર SUVની યાદીમાં, એટલે કે માર્ચ 2023માં, Mahindra Bolero પ્રથમ સ્થાને હતી અને તેને 9,546 ગ્રાહકોએ ખરીદી હતી. તે પછી મારુતિ સુઝુકી અર્ટિગા હતી, જેને ગયા માર્ચમાં 9,028 ગ્રાહકોએ ખરીદી હતી. મહિન્દ્રા સ્કોર્પિયો ત્રીજા નંબર પર છે. સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિકે ગયા મહિને સંયુક્ત રીતે 8,788 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.

તે પછી ટોયોટા ઈનોવા હાઈક્રોસ અને ઈનોવા ક્રિસ્ટા 8,075 યુનિટના સંયુક્ત વેચાણ સાથે આવે છે. પાંચમા ક્રમે કિયા કારેન્સ છે. જેને ગયા માર્ચમાં 6,102 ગ્રાહકોએ ખરીદ્યું હતું. આ પાંચ SUV અને MPV ભારતીય બજારમાં સારી રીતે વેચાય છે.

રેનો આ સેગમેન્ટમાં Hyundai અને Tata કરતાં આગળ સૌથી વધુ વેચાતી 7 સીટર SUV અને MPVની યાદીમાં છઠ્ઠા નંબરે મહિન્દ્રા XUV700 છે અને ગયા મહિને 5,107 ગ્રાહકોએ તેને ખરીદી હતી. આ પછી ટોયોટા ફોર્ચ્યુનરને 3,108 ગ્રાહકોએ ખરીદી છે. રેનો ટ્રાઈબર યાદીમાં આઠમા નંબરે છે.

જેને ગયા માર્ચમાં 2,538 ગ્રાહકોએ ખરીદી હતી. 9મા નંબરે Hyundai Alcazar છે. જેને 2,519 ગ્રાહકોએ ખરીદી છે. ટોપ 10ની યાદીમાં છેલ્લો નંબર ટાટા સફારીનો છે, જેને 1,890 ગ્રાહકોએ ખરીદી હતી. તમને જણાવી દઈએ કે લોકોમાં ટાટા મોટર્સની 7 સીટર SUV સફારીની સ્વીકૃતિ એટલી નથી જેટલી મહિન્દ્રા અને ટોયોટાની SUVની છે.

આ પણ વાંચો :-

18 એપ્રિલ 2023 આજનું રાશિફળ : આજે તુલા, કુંભ સહિતની રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું કહે છે રાશિફળ

18 April 2023 Today’s Horoscope Guardian Gujarat

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પૂરા થતા જણાય. ભાગ્ય સારૂ છે. માતૃપક્ષની લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં, આનંદની અનુભુતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય.ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે સાનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઇ બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબુત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા વાગવા અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃધ્ધિ થાય. આવકનો સ્તોત્ર વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના-ભાઇ બહેનને વાઇરલ ઇન્ફેકશનથી સાચવવંુ. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઇ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરૂ શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાયાબીટીસ, અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

Google Play Store ની એપ્સમાં મળ્યો ‘ગોલ્ડોસોન’ માલવેર, આ રીતે બેવકૂફ બન્યા રહ્યા છે લોકો

‘Goldoson’ malware
  • Malware : ગુગલ પ્લે સ્ટોરની 60 એપ્સમાં માલવેર જોવા મળ્યું છે. એપ્સને લગભગ 100 મિલિયન ડાઉનલોડસ મળ્યા છે. સમાચારમાં માલવેરની વિગતો જાણો.

ગુગલ પ્લે એપમાં માલવેર (Malware) મળી આવ્યો છે. આ એપ્સની સંખ્યા 60ની નજીક છે અને એપ્સને લગભગ 100 મિલિયન ડાઉનલોડસ મળ્યા છે. ગુગલ પ્લેમાં ‘ગોલ્ડોસન‘ નામનો નવો એન્ડ્રોઈડ માલવેર મળી આવ્યો છે. જેને કુલ 100 મિલિયન ડાઉનલોડસ સાથે 60 એપ્સમાં જોવા મલ્યો છે.

આ આંકડો ખરેખર આશ્ચર્યજનક છે. McAfeeની રિસર્ચ ટીમે આ માલવેરની શોધ કરી છે. આ માલવેર લોકોનો સંવેદનશીલ ડેટા એકત્ર કરવામાં સક્ષમ છે. જેમાં યુઝર્સની ઈન્સ્ટોલ કરેલી એપ્સ, WiFi અને બ્લૂટૂથ કનેક્ટેડ ડિવાઈસ અને જીપીએસ માહિતીનો સમાવેશ થાય છે.

અજાણતા ડેવલપર્સે કર્યું આ કામ :

BleepingComputer ના અહેવાલ અનુસાર માલવેર ઘટકને થર્ડ પાર્ટી લાઈબ્રેરી સાથે લિંક કરવામાં આવ્યું છે જેને ડેવલપર્સે અજાણતાં તમામ 60 એપ્સમાં સામેલ કરી લીધો છે. હવે આ એપ્સ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અને લાખો લોકોએ તેને ડાઉનલોડ કરી છે. રિપોર્ટ અનુસાર આ માલવેર યૂઝર્સની પરવાનગી વગર બેકગ્રાઉન્ડમાં જાહેરાતો પર ક્લિક કરીને તેમની સાથે છેતરપિંડી કરી શકે છે.

આ રીતે કામ કરે છે ગોલ્ડસન :

જ્યારે યૂઝર્સ ગોલ્ડોસન માલવેર ધરાવતી એપ ચલાવે છે. ત્યારે લાઇબ્રેરી ડિવાઇસને રજિસ્ટર કરે છે અને એક ભ્રમિત રિમોટ સર્વરમાંથી તેનું કન્ફિગરેશન લઈ લે છે. સેટઅપ જણાવે છે કે ડેટા ચોરી અને જાહેરાત-ક્લિકિંગ ફંક્શન ગોલ્ડોસોનને સંક્રમિત ડિવાઈસ કરવા માંગે છે.

આ ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડેટા કલેક્શન મેકેનિઝમ સામાન્ય રીતે દર બે દિવસે એક્ટિવ કરવા માટે સેટ કરે છે. એન્ડ્રોઇડ 11 પછી એન્ડ્રોઈડને વધુ સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. પરંતુ રિપોર્ટ અનુસાર ઓએસના નવા વર્ઝન હોવા છતાં ગોલ્ડસન પાસે એપના 10 ટકા સંવેદનશીલ ડેટાને એક્સેસ કરવાનો અધિકાર હતો. નવાઈની વાત એ છે કે યુઝર્સને આ વિશે કંઈ જ ખબર નથી.

આ પણ વાંચો :-